પાણી-૨

પાણી ગરમ કરવાની રીત પાણી અર્ધું બળી જાય ત્યારે બરાબર ઉકાળેલું અને પાકું કહેવાય. આવું ઉષ્ણોદક તાવ, ઉધરસ, કફ,  શ્વાસ, પીત્તદોષ, વાયુ, અામદોષ તથા મેદરોગનો નાશ કરવા ઉત્તમ છે. પાણી ઉકાળીને અર્ધું કરવાનો અા નીયમ હેમંત, શીશીર, વર્ષા તથા વસંત ઋતુ માટે છે.

ગરમ પાણી કોને અહીતકર? પીત્તરોગ, રક્તવીકાર, રક્તસ્રાવ, મુર્ચ્છા, વધુ તૃષા, દાહ, બળતરા જેવાં દર્દમાં ગરમ પાણી હીતકર નથી.

ગરમ પાણી કોને હીતકારી (૧) જેમને ઠંડુ પાણી માફક આવતું ન હોય તે લોકોએ ગરમ કરી ઠારેલું અથવા જરાક નવશેકું પાણી પીવું હીતકર છે.

(૨) દાહ, ઝાડા, રક્તપીત્ત, મુર્ચ્છા, દારુનું ઘેન, વીષ, મુત્રની અટકાયત, પાંડુરોગ, તૃષા, ઉલટી, શ્રમ, મદાત્યય, પીત્તનો રોગ અને સન્નીપાત તાવ જેવા તમામ દર્દીઓને ગરમ પાણી લાભપ્રદ બને છે.

ઠંડું પાણી  કોણે ન પીવું? જે લોકોને કફ, શરદી તથા વાયુનાં દર્દો હોય જેવાં કે જળોદર, સળેખમ, જુની શરદી, છાતી કે પડખામાં શુળ, વાયુનું દર્દ, ગળાના કાકડા, કંઠમાં સોજો, આફરો, શરદી કે વાયુ દોષથી થયેલી ઝાડાની કબજીયાત, તાવ, અરુચી, સંગ્રહણી, પેટનો ગોળો, કફનો શ્વાસ, શરદીની ખાંસી, ગડ-ગુમડાં, હેડકી વગેરે રોગ થયા હોય તેમ જ જેમણે રેચ લઈ શુદ્ધી કરી હોય, નવો તાવ હોય, તથા જેમણે ઘી,-તેલ જેવાં સ્નેહ પીધાં હોય તે બધાએ ઠંડુ પાણી પીવું નહીં.

વળી હડકવા અને સનેપાતના દર્દીને ઠંડુ પાણી આપવું નહીં. શારીરીક સંભોગ, ભોજન, વ્યાયામ, ચા, કોફી, ગરમ દુધનું સેવન, શરીર પર કંઈક વાગ્યું હોય અને ફળાહાર બાદ તરત જ કાચું ઠંડું પાણી પીવું બહુ નુકસાન કરે છે. આવા સંજોગોમાં તરસ લાગે તો હુંફાળું પાણી પીવું.

Advertisements

ટૅગ્સ:

2 Responses to “પાણી-૨”

  1. ગોવીંદ મારુ Says:

    પાણી-૧ અને પાણી-૨ દ્વારા ઉપયોગી જાણકારી મળી. પરંતુ જમવા પહેલા, જમતી વખતે તેમજ જ્મ્યા પછી પાણી પીવા અંગે મત-મતાંતરો છે.. તો ક્યારે અને કેટલી માત્રામાં પાણી પીવા અંગેની પણ જાનકારી આપવા વીનંતી છે.
    આભાર.
    ગોવીન્દ મારુ

  2. Gandabhai Vallabh Says:

    આપની કૉમેન્ટ માટે હાર્દીક આભાર ગોવીંદભાઈ.

    પાણી ક્યારે પીવું એ બાબતમાં મતમતાંતરો છે. મને લાગે છે કે આ બાબત કદાચ વ્યક્તીની પ્રકૃતી પર આધાર રાખે છે. હું પોતે તો વર્ષોથી ખાતાં ખાતાં કે ખાઈને તરત પણી પીતો નથી, પણ સામાન્ય રીતે ઓછામાં ઓછા અડધા કલાક પછી પાણી પીઉં છું. કેટલાકના મતે અધવચ્ચે પાણી પીવું જોઈએ. કોઈ કહે છે કે ખાતી વખતે થોડું થોડું પાણી પીતાં જવું જોઈએ, અને ઘણા લોકો ઓછામાં ઓછો અડધા કલાક જવા દઈ પછી જ પાણી પીવું જોઈએ એમ માને છે. મને આ છેલ્લી વાત યોગ્ય લાગે છે, કેમ કે ખાઈને તરત કે ખાતાં ખાતાં પાણી પીવાથી પાચક રસો મંદ પડે, આથી પાચનક્રીયામાં ખલેલ પડે. પણ જેની પાચનશક્તી બળવાન હોય તેને કદાચ કોઈ બાધ ન પણ હોય.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: