પાણી-૩

ઉકાળેલા પાણીના ગુણો પાણી ઉકાળી ચોથા ભાગે બળી ત્રણ ભાગ બાકી રહેલું હોય તે પીત્તદોષ(ગરમી)નો નાશ કરે છે. અર્ધો ભાગ બાકી રહેલું પાણી વાયુદોષનાશક છે. જ્યારે ત્રણ ભાગ બળી ગયેલું અને એક ભાગ બાકી રહેલું પાણી એકદમ હળવું, ભુખવર્ધક અને કફનાશક છે. અાવા ચોથા ભાગે રહેલા પાણીને અારોગ્યજળ કહે છે. અાવું પાણી કફદોષથી થયેલ ઉધરસ, શ્વાસ(દમ) તથા તાવનો નાશ કરે છે. વળી તે પેઢાનો અાફરો, પાંડુ, શુળ, હરસ, ગોળો(ગુલ્મ), સોજો તથા પેટનાં દર્દો મટાડે છે.

જે ઉકાળેલું પાણી ઉકાળવાના વાસણમાં જ ઢાંકણું ઢાંકીને ઠંડુ કર્યું હોય તે પાણી ગુણમાં વાયુ, પીત્ત, કફ ત્રણે દોષોનો નાશ કરે છે. તે રસવાહી નાડીઓમાં જલદી પ્રસરે છે, પચવામાં હલકું થાય છે અને કૃમી, તરસ તથા તાવને મટાડે છે. જે ગરમ પાણીને પવન નાખી ઠંડુ કર્યું હોય તે પચવામાં ભારે બને છે. રાત્રીના સમયે પીધેલું કોકરવરણુ(જરાક ગરમ) પાણી કફના જથ્થાને વીખેરી નાખે છે, વાયુને દુર કરે છે અને અપાચ્યને તરત પચાવી દે છે.

સવારે ઉકાળેલું પાણી સાંજે ન પીવું કેમ કે તે પચવામાં ભારે પડે છે. રાતે પીવા માટેનું પાણી સાંજે બનાવી લેવું. તેવી જ રીતે સાંજે ઉકાળેલું પાણી સવારે ન પીવું.

Advertisements

ટૅગ્સ: , , , , , , , , , , , ,

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: