પીત્તશામક

પીત્તશામક : આયુર્વેદમાં પીત્તશામક એવા અનેક સીધાસાદા સરળ ઉપચાર પ્રયોગો છે. જ્યારે પીત્ત વધારનાર કારણો અને આહારવીહારથી પીત્ત પ્રકુપીત થાય ત્યારે આ પીત્ત પોતાની ઉષ્ણતા અને તીક્ષ્ણતાથી, બળતરા ઉત્પન્ન કરે છે. અહીં માત્ર થોડા પ્રયોગો જ બતાવ્યા છે.

(૧) હાથની હથેળી, પગનાં તળીયાં, આંખો, કપાળ, તાળવું અને છાતીમાં બળતરા-દાહ થતાં હોય તેમણે ગાયનું ઘી, સાકર અને શતાવરી એક એક ચમચી મીશ્ર કરી સવાર-સાંજ લેવું અને બળતરા થતી હોય તે સ્થાન પર ગાયનું ઘી ઘસવું અથવા હળવા હાથે માલીશ કરવું.

(૨) આયુર્વેદમાં ધાણાને પણ પીત્તશામક કહ્યા છે. જ્યારે પીત્ત પ્રકોપથી બળતરા સાથે પાતળા-નરમ ઝાડા થતા હોય ત્યારે ધાણાનું બારીક ચુર્ણ કરી એક ચમચી આ ચુર્ણ અને બે ચમચી સાકરનું પાણીમાં બનાવેલું શરબત પીવું.

(૩) આમલી ઠંડા પાણીમાં પલાળી, મસળી, ગાળી, તેના થોડા પાણીમાં સાકર મેળવી પીવાથી અને બાકીના પાણીમાં એલચી, લવીંગ, મરી અને કપુરનું ચુર્ણ નાખીને કોગળા કરવાથી અરુચી મટે છે, અને પીત્તપ્રકોપનું શમન થાય છે.

(૪) આમલી ઠંડા પાણીમાં પલાળી, મસળી, ગાળી, તેના થોડા પાણીમાં સાકર મેળવી પીવાથી અને બાકીના પાણીમાં એલચી, લવીંગ, મરી અને કપુરનું ચુર્ણ નાખીને કોગળા કરવાથી અરુચી મટે છે, અને પીત્તપ્રકોપનું શમન થાય છે.

(૫) શરીરમાં બળતરા થતી હોય તો વડના દુધમાં સાકર મેળવી સેવન કરવું. તે પીત્તપ્રકોપ શાંત કરશે.

(૬) આમલીને તેનાથી બમણા પાણીમાં ચાર કલાક ભીંજવી રાખી, ગાળી, ઉકાળી, અર્ધું પાણી બાકી રહે ત્યારે ઉતારી, તેમાં બમણી સાકરની ચાસણી મેળવી, શરબત બનાવી ૨૦થી ૫૦ ગ્રામ જેટલું રાત્રે પીવાથી પીત્તપ્રકોપ મટે છે.

(૭) ચીકુને આખી રાત માખણમાં પલાળી રાખી સવારે ખાવાથી પીત્તપ્રકોપ શાંત થાય છે. ચીકુ પચવામાં ભારે હોઈ પોતાની પાચનશક્તી મુજબ યોગ્ય પ્રમાણ જાળવવું.

(૮) તાજા દાડમના દાણાનો રસ કાઢી ખડી સાકર નાખી પીવાથી ગમે તે પ્રકારનો પીત્તપ્રકોપ શાંત થાય છે.

(૯) પાકાં કેળાં અને ઘી ખાવાથી પીત્તરોગ મટે છે.

(૧૦) જામફળનાં બી પીસી પાણી સાથે મેળવી ખાંડ નાખી પીવાથી પીત્તવીકાર મટે છે.

(૧૧) જાંબુડીની છાલનો રસ દુધમાં મેળવી પીવાથી ઉલટી થઈ પીત્તવીકાર મટે છે.

(૧૨) આમળાનો રસ પીવાથી પીત્તના રોગો મટે છે.

(૧૩) દુધપાક, ખીર, માવાની બનાવટો, ગળ્યા પદાર્થો, માલપુડા, પેંડા, ઘીની વાનગીઓ યોગ્ય પ્રમાણમાં લેવાથી પીત્તનું શમન થાય છે.

(૧૪) ૫૦૦ ગ્રામ આમલીનાં ફુલ અને એક કીલો ખડી સાકરના પાઉડરને મીશ્ર કરી ચોખ્ખા હાથે ખુબ મસળી પેસ્ટ જેવું બનાવી કાચની બરણી ભરી લેવી. આ બરણીને રોજ તડકામાં ૨૦થી ૨૫ દીવસ મુકવાથી આમલીના ફુલોનો ગુલકંદ તૈયાર થઈ જશે. એક ચમચી જેટલો આ ગુલકંદ સવાર-સાંજ લેવાથી અપચો, અરુચી, મોળ આવવી અને પીત્તના રોગો શાંત થશે. પીત્ત વધે નહીં એ મુજબ પરેજી પાળવી. આવી જ રીતે ગુલાબના ફુલની પાંખડીઓનો બનાવેલો ગુલકંદ પણ પીત્તના રોગોમાં-એસીડીટીમાં પણ પ્રયોજી શકાય.

(૧૫) સો સો ગ્રામ શતાવરી, જેઠીમધ અને સાકરનું મીશ્રણ કરી ખુબ ખાંડી ચુર્ણ કરવું. એક ચમચી આ ચુર્ણ દુધ સાથે લેવાથી પીત્તના રોગો શાંત થશે.

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: