પીપર

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

પીપર પીપર જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, વીર્ય વધારનાર, પચ્યા પછી મધુર, રસાયન, અનુષ્ણ-ગરમ નહીં, તીખી, સ્નીગ્ધ-ચીકણી, વાયુ તથા કફ હરનારી, રેચક, શ્વાસ-દમ, ઉધરસ, પેટના રોગો, તાવ, કોઢ, પ્રમેહ, ગોળો, હરસ-મસા, બરોળ, શુળ અને આમવાતને મટાડનારી છે. આ સર્વ ગુણોને લીધે પીપરને સર્વોત્તમ ઔષધ ગણવામાં આવે છે.

પીપરને આપણે ગુજરાતીમાં લીંડીપીપર કહીએ છીએ. ઉત્તમ પ્રકારની લીંડીપીપર ગણદેવી અને વલસાડ તરફ થાય છે.

કફપ્રધાન અને વાયુના રોગોમાં પીપરની અસર અદ્ભુત છે. કફનાશક ઉત્તમ ઔષધોમાં લીંડીપીપરની ગણતરી થાય છે.

લીંડીપીપરને ચોસઠ પ્રહર સુધી ખુબ જ લસોટવાથી જે સુક્ષ્મ બારીક ચુર્ણ થાય તેને ‘ચોસઠ પ્રહરી પીપર’ કહે છે અને લગભગ બધી જ ફાર્મસીઓ બનાવતી હોય છે. બજારમાં ઉપલબ્ધ છે.

(૧) ચોખાના દાણા જેટલું અથવા ચણાના દાણા જેટલું (૦.૧૬ ગ્રામ) ચોસઠ પ્રહરી પીપરનું ચુર્ણ એક ચમચી મધમાં મીશ્ર કરીને સવારે, બપોરે અને રાત્રે લેવામાં આવે તો અરુચી, ઉધરસ, શ્વાસ-દમ, શરદી, એલર્જી, હેડકી વગેરેમાં ફાયદો થાય છે અને ગળોના રસ સાથે લેવાથી હૃદયના રોગો, હાઈ કોલેસ્ટેરોલ, મેદ, કમળો, ક્ષય, વરાધ, ઈઓસોનોફીલીયા, જીર્ણજ્વર, અરુચી અને અગ્નીમાંદ્ય મટે છે. કેટલાક દર્દીઓને આ ઉપચારથી પેટમાં ખુબ જ દાહ-બળતરા થાય છે. આવું થાય ત્યારે ભાતમાં ઘી નાખી ખાવું. કફનાશક ઉત્તમ ઔષધોમાં લીંડીપીપરની ગણતરી થાય છે.

(૨) પ્રસુતી પછીના તાવમાં, સાંધાના રોગોમાં, કફજ જ્વરમાં, સાઈટીકામાં ચાર લીંડીપીપરનું ચુર્ણ એક ચમચી મધ સાથે સવાર-સાંજ ચાટવું. વજન ઘટાડવા માટે પણ આ ઉપચાર હીતાવહ છે.

(૩) પીપર રસાયન ગુણ ધરાવે છે. એટલે કે એ રસ, રક્ત, માંસ, મેદ વગેરે શરીરની સાતે ધાતુઓની વૃદ્ધી કરનાર, વૃદ્ધાવસ્થાને દુર રાખનાર, રોગો થવા ન દેનાર, અને જીવનને લંબાવનાર છે. એ માટે બે લીંડીપીપરનું ચુર્ણ એક ચમચી મધ સાથે સવાર-સાંજ ચાટવું.

(૪) પીપર ગોળ સાથે લેવાથી ખાંસી, અજીર્ણ, અરુચી, શ્વાસ, પાંડુ, કૃમી, જીર્ણ જ્વર, મંદાગ્ની-અગ્નીમાંદ્ય વગેરે મટે છે. લીંડીપીપરના ચુર્ણથી બમણો ગોળ લેવો જોઈએ. વાલના દાણા જેટલું પીપરનું ચુર્ણ સોપારી જેટલા ગોળ સાથે લેવું. પીપરને ઘુંટવાથી ખુબ જ તીવ્ર, ઉષ્ણ અને સુક્ષ્મ બને છે.

(૫) ત્રણથી ચાર પીપરનું ચુર્ણ એક ચમચી મધ સાથે સવાર-સાંજ ચાટવાથી પ્રસુતી પછીનો જ્વર, સાંધાઓના વાયુપ્રધાન રોગો, કફ જ્વર, ગૃધ્રસી-સાયટીકા વગેરે મટે છે.

(૬) પીપરનો ઉકાળો પીવાથી પેટનો વાયુ-ગોળો મટે છે.

વર્ધમાન પીપ્પલી પ્રયોગ : એક કપ દુધમાં એક લીંડીપીપર નાખી ઉકાળવું. ઠંડુ પડે ત્યારે એ પીપર વાટી-લસોટી તેમાં એક ચમચી મધ નાખી પી જવું. દરરોજ એક એક પીપર વધારતા જવું. પાંચ દીવસ પછી દુધ બે કપ અને મધ બે ચમચી કરવું, અને પીપર દરરોજ એક એક વધારતા જવી. દસમા દીવસે દસ લીંડીપીપર, બે કપ દુધ અને બે ચમચી મધ લીધા પછી એક એક પીપર દરરોજ ઘટાડતા જવી. આ ઉપચારને “વર્ધમાન પીપ્પલી પ્રયોગ” કહે છે. એેનાથી જુની શરદી, શ્વાસ, ઉધરસ, ધીમો તાવ અને ઉદર રોગ, અરુચી, મંદાગ્ની, હૃદયરોગ, પાંડુરોગ અને યકૃત(લીવર)ના રોગો મટે છે.

ટૅગ્સ: , , , , , , , , , , , , , , , , , , ,

3 Responses to “પીપર”

 1. (dw)(um)(vy) Says:

  – વૈદ્ય પ્રશાંત એમ. ગૌદાની

  આયુર્વેદનો એક ખૂબ જ જાણીતો એકૌષધિ પ્રયોગ છે, ‘વર્ધમાન પિપ્પલી પ્રયોગ’. આ ઋતુમાં અમુક જીર્ણ (ક્રોનિક) રોગોમાં આ પ્રયોગ કરવાનું વિશેષ મહત્ત્વ હોવાથી આ વખતે તેનું નિરૃપણ કરું છું.

  ‘પિપ્પલી’ એ સંસ્કૃત શબ્દ છે. તેનો અર્થ થાય છે લીંડીપીપર અથવા પીપર. આ લીંડીપીપરની બે મુખ્ય જાતો બજારમાં મળે છે. મોટીને ગજપીપર અને નાનીને ગણદેવી પીપર કહેવામાં આવે છે. જે પીપર પાતળી, લાંબી, કાળી અને ભાંગવાથી લીલી દેખાય છે તે ઔષધ પ્રયોગ માટે ઉત્તમ ગણાવાય છે.

  આપણાં શરીરમાં રસ, રક્ત, માંસ, મેદાદિ સાતે ધાતુઓ (અહીં ધાતુનો અર્થ થાય શરીરને ધારણ કરનાર) યોગ્ય રીતે બનતી રહે અને શરીર સ્વસ્થ રહે તથા આવી ઉત્તમ ગુણોથી યુક્ત, રસ, રક્ત, માંસ વગેરે ધાતુઓની પ્રાપ્તિ જે ઉપાયો દ્વારા થાય તે ઉપાયોને ‘રસાયન’ કહેવામાં આવે છે.

  મર્હિષ ચરક નામના મહાન ફિઝિશયન આપણા દેશમાં થઈ ગયા. તેમણે પોતાના ‘ચરક સંહિતા’ નામના ગ્રંથમાં ચિકિત્સાસ્થાનના ‘રસાયનાધ્યાય’ નામના પ્રથમ અધ્યાયમાં વર્ધમાન પિપ્પલીનો આ રસાયન પ્રયોગ આપ્યો છે. દર્દીના બળ પ્રમાણે આ પ્રયોગની ત્રણ માત્રાઓ પણ આપવામાં આવી છે. દૂધમાં પીપર નાંખીને તેને ઉકાળીને આ પ્રયોગ કરવામાં આવે છે.

  એક કપ દૂધમાં દસ પીપર નાંખી તેને ઉકાળીને ઠંડંુ પાડવું. ઠંડંુ પાડયા પછી પીપર ચાવીને ખાઈ જવી તથા વધેલું દૂધ પી જવું. બીજે દિવસે દસ પીપર વધારવી ને એક કપ દૂધ પણ વધારવું. એટલે કે બે કપ દૂધમાં વીસ પીપર નાંખી ઉકાળીને આ પ્રયોગ કરવો. ત્રીજે દિવસે ત્રીસ પીપર અને ત્રણ કપ દૂધ. આ રીતે દરરોજ દસ-દસ પીપર અને એક-એક કપ દૂધ વધારતા જવું. દસમા દિવસ પછી એક-એક કપ દૂધ અને દસ પીપર ઘટાડતા ઓગણીસમા દિવસે આ પ્રયોગ પૂરો કરવો. ચરકનો આ પ્રયોગ ઉત્તમ બળવાળા માટે છે. મધ્યમ બળવાળા માટે છ-છ પીપરનો પ્રયોગ કરવો અને અલ્પ બળવાળાએ ત્રણ-ત્રણ પીપર પ્રતિદિન માટે છે. મધ્યમ બળવાળા માટે છ-છ પીપરનો પ્રયોગ કરવો અને અલ્પ બળવાળાએ ત્રણ-ત્રણ પીપર પ્રતિદિન વધારતા અને દસમા દિવસ પછી પ્રતિદિન ત્રણ-ત્રણ ઘટાડતા ઓગણીસમા દિવસે આ પ્રયોગ પૂરો કરવો.

  પરંતુ, ચરક સંહિતાને લખાયાને આજે ત્રણ હજાર વર્ષ થઈ ગયાં. એ વખત જેવા ઉત્તમ બળવાળા મનુષ્યો હવે તો શોધવા જવા પડે. અત્યારે આપણે અલ્પ બળવાળા મનુષ્યો ગણાઈએ છીએ. એટલે દર્દીની શારીરિક ક્ષમતા સારી હોય તો પ્રતિદિન ત્રણ-ત્રણ પીપર વધારતા જવી અને દસમા દિવસ પછી ત્રણ-ત્રણ ઘટાડતા જવી. જો દર્દી શારીરિક રીતે કૃશ – પાતળો હોય તો પ્રતિદિન એક-એક જ પીપર વધારવી અને દસમા દિવસ પછી એક-એક ઘટાડવી. ત્રણ-ત્રણ કે એક-એક પીપરના પ્રયોગમાં પ્રથમ દિવસે એક કપ અને પછી પ્રતિદિન અડધો કપ દૂધ વધારતા જવું. અને દસમા દિવસ પછી પ્રતિદિન અડધો કપ ઘટાડતા જવું.

  આયુર્વેદમાં કહેવાયું છે કે, “કફસ્ય કોપઃ કુસમાગમે ચ્”. કુસુમાગમ એટલે વસંત ઋતુમાં કફના રોગો જેવા કે, કફ્જ જ્વર (ફ્લૂ), સળેખમ, શરદી, ઉધરસ, દમ વગેરેનું પ્રમાણ વધે છે. જેમને હોળીની ઋતુમાં દમ-શ્વાસના એટેક આવતા હોય તેમણે અત્યારથી જ આ વર્ધમાન પિપ્પલી પ્રયોગ ચાલુ કરી દેવો જોઈએ. ઓગણીસ દિવસનો એક પૂરો થયા પછી બીજો અને ત્રીજો એમ ત્રણેક વખત આ પ્રયોગ કરવાથી દમના એટેક આવશે નહીં અને ઘણી જ શાંતિ રહેશે. જેમને બારે મહિના શરદી, છીંકો, ઉધરસ, દમ રહેતા હોય તેઓ કોઈ પણ ઋતુમાં આ પ્રયોગ કરી શકે છે.

  આ પ્રયોગ કોણે કરવો? માત્ર કફવાળા દર્દીઓએ જ આ પ્રયોગ કરવો એવું નથી. એમને માટે તો હિતાવહ છે જ. પરંતુ આ સિવાય જેમને ભૂખ ઓછી લાગતી હોય, લો બ્લડ્પ્રંશર રહેતું હોય, જીર્ણ જ્વર, અજીર્ણ, ગેસ, કબજિયાત, પાતળાપણું વગેરે અનેક વિકારોમાં વૈદ્યના માર્ગદર્શન પ્રમાણે આ પ્રયોગ કરવો હિતાવહ છે.

 2. ગાંડાભાઈ વલ્લભ Says:

  માનનીય ભાઈશ્રી પ્રશાંતભાઈ,

  નમસ્તે.

  આપની કીમતી કૉમેન્ટ બદલ હાર્દીક આભાર.
  આપે વર્ણવેલ પ્રયોગ ક્યાંક વાંચવામાં આવ્યો હોય એવું સ્મરણ છે, કદાચ આ પહેલાં આપે કોઈક જગ્યાએ લખ્યું હશે, કેમ કે આપની કૉલમ હું નીયમીત વાંચું છું.

  ફરીથી આપનો આભાર.

 3. અનામિક Says:

  aapna taraf thi khubj sari janakari male chhe

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: