પીલુ

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

પીલુ : પીલુની ખારી અને મીઠી એમ બે જાત હોય છે. મીઠી જાતનાં પીલુ નાનાં હોય છે જે ૧૫ ફુટ જેટલાં ઉંચાં થાય છે. આ વૃક્ષો વાંકાચુકાં અને અનેક નમતી ડાળોવાળાં હોય છે. પાન જાડાં, સામસામાં અને લીલા રંગનાં હોય છે. સ્વાદે તીક્ષ્ણ, તીખાં હોય છે. ફુલ પીળાશ પડતા લીલા રંગનાં મહા મહીનામાં જોવા મળે  છે. ફળ ચણા જેવાં નાનાં રાતાં, કાળાં, સફેદ રંગનાં થાય છે. ખાવામાં તીક્ષ્ણ તીખાં, સહેજ ગળ્યાં અને સ્વાદીષ્ટ લાગે છે. એના રસનો સ્વાદીષ્ટ આસવ બને છે. પીલુના બીજના તેલને ખાખણ કહે છે. એ કોકમના તેલની જેમ જામી ગયેલું હોય છે. એમાં પણ પીલુની જેમ ઉષ્ણતા અને તીક્ષ્ણતા હોય છે.

(૧) વાયુના રોગોમાં ખાખણ લગાડવાથી લાભ થાય છે. સંધીવાના સોજા પર, પગની પીંડલીમાં ગોટલા ચડી જવા વગેરેમાં ખાખણ લગાડવામાં આવે છે.

(૨) ગ્રહણી, અર્શ (હરસ), અતીસાર, સંધીવામાં પીલુ ઉત્તમ ઔષધ છે.

(૩) પીલુનો આસવ અશક્તી, હરસ-મસા અને અજીર્ણમાં ઉપયોગી છે.

Advertisements

ટૅગ્સ: , , , , , ,

5 Responses to “પીલુ”

 1. mukesh Says:

  i like a your website very much.

  pls tell me about

  1) nera butti plant in nepal for black hair.

  2) teliyo kand / teliyo gandh he looking a pilu tree.

  photo & gujrati/eng/latin/sankskrit/botanical/common etc name.

  thanks for all.

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે મુકેશભાઈ,
   મારા બ્લોગની મુલાકાત લઈ પ્રોત્સાહક કૉમેન્ટ મુકવા બદલ આપનો હાર્દીક આભાર.
   વતનમાં હતો ત્યારે પીલુનાં ઝાડ જોયેલાં. અમારા વાડામાં પણ હતું. પરંતુ તે સમયે (લગભગ ૫૦-૫૫ વર્ષ પહેલાં) મારી પાસે આ માહીતી ન હતી. જો કે હવે તે વૃક્ષ અમારા વાડામાં રહ્યું નથી. પાછળની જમીન પાણીનાં નાનાં વહેણમાં ધોવાઈ ગઈ છે.
   આપે જાણવા માગેલ માહીતી મારી પાસે હાલ નથી, તે બદલ દીલગીર છું.
   -ગાંડાભાઈનાં સ્નેહવંદન
   Gandabhai Vallabh

   Visit my blogs:(In Gujarati)
   https://gandabhaivallabh.wordpress.com
   http://kriyakand.wordpress.com
   http://aazadiladat.wordpress.com

 2. MUKESH Says:

  DEAR SIR,

  THANK YOU VERY MUCH SIR FOR YOUR KIND & QUICK REPLY.

  AND GIVE ME A YOUR GUJRATI BLOGS LINK ADDRESS.

  IF YOU HAVE ANY PLAN / FLORA / AUSADHI BOOK & EBOOK WITH PLANT NAME WITH PLANT PHOTOGRAPHS.PRINT IN ANY BOOK.(ANY LANGUAGE OF GUJARATI, HINDI, ENGLISH.etc.)
  PLEASE GIVE ME A SUGGESTION OF THIS TYPES BOOKS, EBOOKS NAME OR WEBSITE LINK.(AYURVEDA ESTIMETED 800 TREE/ PLANT/FLORA) BOOK NAME WITH PLANT PHOTOGRAPH OR PRINT.

  THANKS FOR ALL YOUR RESPECTIVE.

  THANKING YOU.
  MUKESH PITHVA.

 3. Mr. Sunil Gajjar Says:

  Hello Gandabhai Vallabh & MUKESHBHAI PITHVA.

  I want to use teliya kand for medicine for my son
  Please tell me from where i get this

  Please tell me your contact no.

  My contact no. is +91-9824817100

  Thanks in advance

  Sunil Gajjar
  +91-9824817100

 4. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે સુનિલભાઈ,
  મેં ઉપર ભાઈ શ્રી મુકેશભાઈને લખેલા પ્રત્યુત્તરમાં તમે જોશો તો જણાવ્યું છે કે આ માહીતી મારી પાસે નથી. હું છેલ્લાં ૪૧થી વધુ વર્ષોથી (ડીસેમ્બરમાં ૪૨ થશે.) અહીં ન્યુઝીલેન્ડમાં છું. આથી દીલગીર છું કે તમે માગેલી માહીતી મારી પાસે નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: