ફુદીનો

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ફુદીનો : ફુદીનો સ્વાદુ, રુચીકર, હૃદ્ય(હૃદયને હીતકર), ઉષ્ણ, દીપન, વાયુ અને કફનો નાશ કરનાર તથા મળમુત્રને અટકાવનાર છે. એ ઉધરસ, અજીર્ણ, અગ્નીમાંદ્ય, સંગ્રહણી, અતીસાર, કૉલેરા, જીર્ણજ્વર અને કૃમીનો નાશ કરનાર છે. એ ઉલટી અટકાવે છે, પાચનશક્તી વધારે છે, તથા પીત્ત કરે તેવું બગડેલું ધાવણ સુધારે છે. એમાં વીટામીન ‘એ’ સારા પ્રમાણમાં છે. વીટામીનની દૃષ્ટીએ ફુદીનાનું સેવન તમામ રોગોમાંથી બચાવનાર એક જડીબુટ્ટી સમાન છે.

(૧) ફુદીનો અને આદુનો રસ અથવા ફુદીનો અને આદુનો ઉકાળો પીવાથી ટાઢીયો તાવ-મેલેરીયા મટે છે. વળી તેનાથી પરસેવો વળી કોઈ પણ પ્રકારનો તાવ પણ મટે છે.

(૨) વાયુ અને શરદીમાં પણ એ ઉકાળો ફાયદો કરે છે.

(૩) ફુદીનાનો રસ મધ સાથે મેળવી  દર બે કલાકે આપવાથી ન્યુમોનીયાથી થતા અનેક વીકારો અટકી જઈ ન્યુમોનીયા ઘણી ઝડપથી મટી જાય છે.

(૪) ફુદીનાનો રસ મધ સાથે લેવાથી આંતરડાની ખરાબી અને પેટના રોગો મટે છે. આંતરડાંની લાંબા સમયની ફરીયાદવાળા માટે ફુદીનાના તાજા રસનું સેવન અમૃત સમાન ગણાય છે.

(૫) ફુદીનાનું શરબત પીવાથી કૉલેરા મટે છે.

(૬) ફુદીનાનો રસ નાકમાં પાડવાથી પીનસ-સળેખમમાં ફાયદો થાય છે.

(૭) ફુદીનાનો રસ દાદર પર વારંવાર ચોપડવાથી ફાયદો કરે છે.

(૮) વીંછી કરડ્યો હોય તો ફુદીનાનો રસ પીવાથી કે એનાં પાન ચાવવાથી રાહત થાય છે.

ટૅગ્સ: , , , , , , , ,

9 Responses to “ફુદીનો”

 1. Dinesh Pandya Says:

  ફુદીના અને આદુવાળી કે લીલ્લી ચા નાખેલી ચા ઘણી પીધી છે પણ ફુદીનાના
  અન્ય ઔષધીય ગુણ આજે જાણ્યા.
  આ ઋતુમા કે શિયાળામા શરદીની સાથે ગળામા બળતરા, અવાજ બેસી
  જવો – સ્વરભંગ વગેરેની તકલીફ રહે છે. મીઠુ નાખેલા ગરમ પાણીના કોગળા કરવાથી પણ ક્યારેક ફરક નથી પડતો. તેનો ઉપાય બતવી આભારી કરશો.

 2. ગાંડાભાઈ વલ્લભ Says:

  દિનેશભાઈ,

  આપની કૉમેન્ટ બદલ હાર્દીક આભાર.

 3. ગાંડાભાઈ વલ્લભ Says:

  શરદી અંગે આપની સમસ્યા બાબત આપને મેં ઈમેઈલ મોકલી છે.

 4. dwijen Says:

  tulasi ane phudino cancer ma upayogi 6e

 5. Gandabhai Vallabh Says:

  આપની કૉમેન્ટ બદલ હાર્દીક આભાર.

 6. maheshbhai.R .donga Says:

  Apnipase avi koe tayar peket 6e? na hi to mo;9909146061 par vat kro..

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે મહેશભાઈ,
   મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.
   મહેશભાઈ, હું છેલ્લાં ૩૮ વર્ષથી ન્યુઝીલેન્ડના પાટનગર વેલીંગ્ટનમાં રહું છું. અહીં પણ ફુદીનો સરસ રીતે ઉગાડી શકાય છે. મારા ઘરે પણ મેં ઉગાડ્યો છે. જો કે હવે અહીં શીયાળો શરુ થયો છે, આથી એની વૃદ્ધી ઉનાળા જેટલી નહીં રહે, છતાં એ ચાલુ તો રહેશે, કેમ કે વેલીંગ્ટનમાં સ્નો પડતો નથી, (જો ‘હોટહાઉસ’ હોય કે ઠંડા પવનનો સીધો સપાટો ન લાગે એવી જગ્યા હોય તો વધુ સારું. અમારે ત્યાં નાનું સરખું ‘હોટહાઉસ’ છે અને તેમાં પણ ફુદીનો ઉગાડ્યો છે. બહાર પણ છે.) અને ઉષ્ણતામાન શુન્ય ડીગ્રી સેલ્સીયસ પણ ભાગ્યે જ થાય છે. કોઈ વાર ૪-૫ ડીગ્રી થાય ખરું ભર શીયાળામાં.
   આપણા દેશમાં તો ફુદીનો ઘણી સહેલાઈથી ઉગાડી શકાય. શહેરમાં રહેતા હો અને જગ્યા ન હોય તો કુંડામાં પણ ઉગાડી શકાય. એને ખાસ માવજતની જરુર રહેતી નથી એવો મારો અનુભવ છે. હા, પાણી નીયમીત આપવાનું રહે.

   Thank you.
   Best regards.

   Gandabhai Vallabh
   My blog:gandabhaivallabh.wordpress.com

 7. DIVANJI THAKOR Says:

  મારી ઉંમર ૩૯ વર્ષ છે. કોમ્પુટર ઓપરેટર છું. એટલે ૯ થી ૧૦ કલાક ખુરશીમાં બેસી રહેવાનુ થાય છે. દીવસમાં બે ટાઈમ જમુ છુ. વજન ૪૫ કિલો છે. ૫ વર્ષ થી વજન વધારવા પ્રયતો કરુ છું પણ વજન વધતું નથી. કોબી, ફુલાવર, પપૈયું,ગાજર, આવાં શાકભાજી હજમ થતાં નથી. ભુલથી પણ આમાંનું કશું ખવાઇ જાય તો ખાધાના ૨ થી ૩ કલાકમાં પેટમાં સખત દુખાવો શરૂ થઇ જાય અને ઉલટી દ્વારા આ ખાધેલાનો છેલ્લામાં છેલ્લો કણ પેટમાંથી નીકળી જાય ત્યાં સુધી ઉલટી થતી રહે છે. અને ત્યાર બાદ ૫ થી ૬ કલાક પછી પેટના દર્દ માં રાહત થાય છે. વધુમાં મને કોઈ જ પ્રકારનું વ્યસન નથી અને હું સંપુર્ણૅ શાકાહારી છું.
  કોઈ સચોટ ઉપાય હોય તો જણાવશો.
  આભાર.

 8. ગાંડાભાઈ વલ્લભ Says:

  ભાઈ દિવાનજી,
  તમારા કહેવા પરથી લાગે છે કે તમારી પાચનશક્તી નબળી પડી ગઈ છે. એનાં કારણોની જાણ તો તમારી સાથે કોઈ સારો વૈદ્ય (સારો એટલે ખરેખર જાણકાર અને લોકોની સાચી સેવા કરવામાં માનનાર, પૈસા માટે ધંધો કરનાર નહીં) પ્રત્યક્ષ વાતચીત, પ્રશ્નોત્તરી કરીને જાણી શકે. સાચાં કારણોની જાણ થાય તો જ યોગ્ય ઉપાય કરી શકાય. પણ મને તત્કાલ યાદ આવે છે તે અગ્નીતુંડીવટી. બધી જ ફાર્મસીઓ આ ગોળી વેચે છે. એ એક-એક ગોળી પાણી સાથે સવાર-સાંજ લેવી. એક અઠવાડીયા પછી બંધ કરી દેવી, સતત ચાલુ રાખવી નહીં. પછી એક અઠવાડીયા બાદ પાછી ચાલુ કરવી. આ ગોળી ગરમ પડે, આથી તમારી પ્રકૃતી એને અનુકુળ હોય તો જ એ લઈ શકાય.
  આ ઉપરાંત કસરત ખાસ કરીને ચાલવાની, યોગાસનો, પ્રાણાયામ વગેરે પણ મદદ કરી શકે. જો થઈ શકે તેમ હોય તો ઉપવાસ (એટલે પાણી વીના કશું નહીં) પણ કદાચ લાભ કરી શકે, પણ એ તમારી પ્રકૃતીને અનુકુળ હોય તો. ઉપવાસ ન થઈ શકે તો લંઘન એટલે મગના પાણી પર કે મગ સીવાય બીજું કશું ન લઈને પણ કદાચ પાચનશક્તી સુધરી શકે. આ બધું યોગ્ય ચીકીત્સકની મદદ લઈને કરવું જોઈએ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: