બાવળ

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

બાવળ : બાવળની પત્તી ઝીણી અને સ્વાદમાં તુરી હોય છે. ફુલ નાની દડી જેવાં, લાંબી રુંવાટીવાળાં, પીળાં અને સહેજ સુગંધીવાળાં હોય છે. તેની શીંગને બાવળના પડીયા કે પૈડા કહે છે. તેના વૃક્ષમાંથી સફેદ કે સહેજ રતાશવાળો  ગુંદર નીકળે છે, જે કમરના દુખાવામાં અને વસાણામાં વપરાય છે.

(૧) સગર્ભા મહીલા બાવળનાં સુકાં કે લીલાં પાન ચાવીને ખાય તો માબાપ બંને શ્યામ હોય તો પણ બાળક ગોરું અને રુપાળું આવે છે.

(૨) બાવળનો ગુંદર વાનો રોગ મટાડે છે, મહીલાઓને શક્તી આપે છે અને પ્રદરનો રોગ મટાડે છે.

(૩) બાવળના પડીયાનું ચુર્ણ ૧-૧ ચમચી દીવસમાં ત્રણ વાર ખાવાથી કે ઘા, ચાંદા કે દુઝતા હરસ પર લગાડવાથી વહેતું લોહી અટકે છે.

(૪) મોંઢામાં અવાર નવાર ચાંદાં પડતાં હોય, દાંતના પેઢાં (મસુડાં) ફુલી જતાં હોય, મોંમાંથી વાસ આવતી હોય, દાંત હાલતા હોય અને લોહી નીકળતું હોય, ગળું લાલ રહેતું હોય, મોંમાં ચીકાશ રહેતી હોય, ઉંઘમાં મોંમાંથી લાળ પડતી હોય તો સવાર-સાંજ બાવળનાં પાન અને છાલનો ઉકાળો કરી કોગળા કરવાથી લાભ થાય છે.

ટૅગ્સ: , , , , , , , , , , ,

39 Responses to “બાવળ”

 1. અનામિક Says:

  વહાલા ગાંડાભાઈ,
  અમારા ધન્યવાદ તમને.. અજબ–ગજબની માહીતી તમે પીરસતા રહો છો..! ભલે તમે ડૉક્ટર કે વૈદરાજ ન હો; પણ વનસ્પતી વીશેનો તમારો અભ્યાસ ચકીત થઈ જવાય તેવો છે.. જગત હવે આયુર્વેદ કે ઘરઘરેલું ઓસડીયાનું માહાત્મ્ય સમજતું જાય છે અને દવા–ટીકડીઓ કે ઈન્જેક્શનમાંથી છુટકારો પામવાય આ તરફ વળતું જાય છે.. તેવા સમયમાં આજે અને આવતી કાલે પણ તમારું આ પુસ્તક બહુ જ લાભદાયી પુરવાર થવાનું..
  ઉદ્યમ જારી રાખજો..
  ..ઉત્તમ અને મધુ.. સુરત.. uttamgajjar@hotmail.com

 2. Uttam Gajjar Says:

  વહાલા ગાંડાભાઈ,
  અમારા ધન્યવાદ તમને.. અજબ–ગજબની માહીતી તમે પીરસતા રહો છો..! ભલે તમે ડૉક્ટર કે વૈદરાજ ન હો; પણ વનસ્પતી વીશેનો તમારો અભ્યાસ ચકીત થઈ જવાય તેવો છે.. જગત હવે આયુર્વેદ કે ઘરઘરેલું ઓસડીયાનું માહાત્મ્ય સમજતું જાય છે અને દવા–ટીકડીઓ કે ઈન્જેક્શનમાંથી છુટકારો પામવાય આ તરફ વળતું જાય છે.. તેવા સમયમાં આજે અને આવતી કાલે પણ તમારું આ પુસ્તક બહુ જ લાભદાયી પુરવાર થવાનું..
  ઉદ્યમ જારી રાખજો..
  ..ઉત્તમ અને મધુ.. સુરત.. uttamgajjar@hotmail.com

 3. Gandabhai Vallabh Says:

  મારા બ્લોગની મુલાકાત લઈ ટીપ્પણી મુકવા બદલ આપનો હાર્દીક આભાર.

  -ગાંડાભાઈ

 4. Dhaval Dave Says:

  Dear Gandabhai , Thanks for valuable info . Just I want to know that this Baval is called KIKAR in hindi ? Please confirm that in hindi we call it KIKAR ?

 5. chaudhari kiran Says:

  In human body, How the blood groth is improo ? Please Give the Herble plant name & how to use.

 6. satish pathak Says:

  thanks to give more info about use of herbs. please add PHOTO in your site

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે સતીષભાઈ,
   આપની કૉમેન્ટ બદલ હાર્દીક આભાર.
   આ વનસ્પતીઓનાં ચીત્રો માટે હું વીચારું છું, પણ એ ક્યારે શક્ય બનશે તે હું જાણતો નથી. ગયા ડીસેમ્બર જાન્યુઆરીમાં હું દેશ આવ્યો હતો,પણ સમય બહુ જ ટુંકો હોવાથી આ બાબત કશું થઈ શકે તેમ ન હતું.
   -ગાંડાભાઈ વલ્લભ

 7. hetal Says:

  What about pregnancy remidies means what natural iteam I Hve to take for taking pregnancy because I can not take it after 6 year

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે હેતલબહેન,
   મારા બ્લોગની મુલાકાત બદલ હાર્દીક આભાર.

   આપના પ્રશ્નના અનુસંધાનમાં આ પહેલાં મેં મુકેલી પોસ્ટ ‘વડ’ તથા ‘નાગકેસર’માં નીચે મુજબ જણાવ્યું છે:
   (1) વડની ટીશીઓ-કુંપળ(પાંદડાંના નવા અંકુર) રોજ ગાયના દુધમાં લસોટી પીવાથી સ્ત્રીને ગર્ભસ્થાપન થાય છે. વડની ટીશીઓ ઉત્તમ ગર્ભસ્થાપન છે. વારંવાર કસુવાવડ થતી હોય, ગર્ભ સુકાઈ જતો હોય તેમણે આ ઉપચાર કરવો. (2) વંધ્યા મહીલાને ગર્ભસ્થાપન માટે વડની કુંપળોનો ઉકાળો દુધ સાથે પાવો. અથવા કુણી કુંપળો કે વડવાઈની તાજી કુંપળો દુધમાં લસોટી નસ્ય આપવું. (3) સાકર સાથે નાગકેસર લાંબો સમય લેવાથી ગર્ભાશય અને યોનીના વીકારો, શ્વેતપ્રદર, બળતરા, ખંજવાળ, મૈથુન સમયનો દુ:ખાવો, વાસ આવવી, સોજો વગેરે મટે છે. આ ઉપાયથી આંતરીક શીતળતા થવાથી ગર્ભસ્થાપન પણ થાય છે. (4) લોહીવા વારંવાર થતો હોય, માસીકસ્રાવ ખુબ જ અને અનીયમીત થતો હોય, અવારનવાર કસુવાવડો થતી હોય, તો રોજ નાગકેસર લેવું જોઈએ. જેથી ગર્ભાશયના દોષ મટે અને ગર્ભાશય ગર્ભને ટકાવી રાખવા માટે યોગ્ય બને.
   જો આપ ગુજરાતીમાં ‘ગર્ભસ્થાપન’ લખીને ઈન્ટરનેટ પર શોધ કરશો તો વધુ માહીતી મળી શકશે. મારી કોઈ પોસ્ટ બાબત શોધ કરવી હોય તો ગુજરાતીમાં ‘ઉંઝા’ જોડણી વાપરવી અને મારું નામ ‘ગાંડાભાઈ વલ્લભ’ પણ સાથે સાથે લખવું-ગુજરાતીમાં.
   આપે ઉપચારો તો નીષ્ણાતના માર્ગદર્શન હેઠળ જ કરવા જોઈએ, કેમ કે દરેકની પ્રકૃતી અદ્વીતીય હોય છે, આથી એકને અનુકુળ ઉપચાર અન્યને પ્રતીકુળ પણ હોઈ શકે.

   Gandabhai Vallabh
   My blogs
   https://gandabhaivallabh.wordpress.com (Gujarati & English)
   (This blog is mainly about Ayurveda)
   http://kriyakand.wordpress.com (Gujarati)
   (Hindu Religious Services)
   http://azadiladat.wordpress.com (Gujarati)
   (A Book by Dayal Kesry)

 8. maganlal. patel Says:

  vallbhabhai!
  sadar namskar,
  apni pase to jivan khub moto khajano che. apno mo. fon no. apsho.
  maganbhai.patel
  (usa)maganlalp@

 9. maganlal.patel Says:

  vallbhabhai!
  sadar namskar,
  mane chhela panch-6 varasthi hath-pagna sandha khub j dukhe chhe.a mate koi desi dava hoy to janavso.
  maganlal patel
  (usa)

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે મગનભાઈ, મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.
   આપે આપની ઉંમર કે બીજી કોઈ માહીતી આપી નથી.
   આયુર્વેદ મુજબ શરીરમાં દુખાવાનું કારણ વાયુવીકાર હોય છે. આથી વાયુ દુર થાય તેવાં પોતાની પ્રકૃતીને અનુકુળ ઔષધો લેવાં જોઈએ. વાયુનાશક ઔષધો ઘણાં છે. મોટે ભાગે એવાં ઔષધો ગરમ હોય છે. વાયુનાશક પદાર્થો અને ઉપાયો નીચે માત્ર ઉદાહરણ તરીકે આપું છું. જો આપ મારી આયુર્વેદની બુક ડાઉનલોડ કરી “વાયુ” શબ્દ લખી શોધ કરશો તો ઘણા ઉપાયો મળશે. એ પૈકી આપને ઠીક લાગે તે ઉપાય યોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ અજમાવી શકો.

   લસણ, મરી, હીંગ, અડદ, આદુ, મેથી, સુવા, લીંબુ, સંચળ, ફુદીનો, અજમો

   અંગ જકડાવાં (૧) સાથળ, નીતંબ અને કમરનો ભાગ જકડાઈ ગયો હોય તો અરણી અને કરંજનો ઉકાળો અડધા કપ જેટલો સવાર-સાંજ પીવો તથા સહન થાય એવા અા ગરમ ઉકાળાનું દુખાવા પર સીંચન કરવું. (૨) વાયુથી જકડાયેલા અંગ પર રાઈની પોટીસ કરી બાંધવાથી દુખાવો મટે છે.
   સીંહનાદ ગુગળઃ હરડે, બહેડાં અને આમળાં દરેક ૧૨૦ ગ્રામને અધકચરાં ખાંડી દોઢ લીટર પાણીમાં ઉકાળો કરી ગાળી તેમાં ૪૦ ગ્રામ ગંધક અને ૧૬૦ ગ્રામ દીવેલ(એરંડીયુ) ઉમેરી ગરમ કરી પાક બનાવવો. ગોળી બની શકે તેવો પાક થાય એટલે ચણાના દાણા જેવડી ગોળીઓ વાળવી. એને સીંહનાદ ગુગળ કહે છે. બે-બે ગોળી સવાર-સાંજ લેવાથી આમવાત સહીત બધા જ વાયુના રોગો, ઉદરરોગો વગેરે મટે છે.
   ૧૦-૧૫ ગ્રામ આદુના રસમાં મધ મેળવી પીવાથી કંઠમાં રહેલો કફ છુટો પડે છે અને વાયુ મટે છે. એનાથી હૃદયરોગ, આફરો અને શુળમાં પણ ફાયદો થાય છે, ખોરાક પ્રત્યે રુચી ઉત્પન્ન થાય છે અને જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે.

   Best regards.

   Gandabhai Vallabh
   My blogs
   https://gandabhaivallabh.wordpress.com (Gujarati & English)
   (This blog is mainly about Ayurveda)
   http://kriyakand.wordpress.com (Gujarati)
   (Hindu Religious Services)
   http://azadiladat.wordpress.com (Gujarati)
   (A Book by Dayal Kesry)

 10. JAGDISHBHAI DEVARAJBHAI JOSHI Says:

  શ્રી ગાંડાભાઈ આનંદ માં હસો બીજું જણાવવાનું કે મને હરસ ની તકલીફ છે (સોજો તથા બ્લ્ડીગ થાય છે ) ઉંમર-૪૦ વરસ જોશી જગદીશ દેવરાજભાઈ રાજકોટ ,૯૮૨૪૨૩૦૬૯૪

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે જગદીશભાઈ,
   હરસની તકલીફ માટે મારી પોસ્ટ જોવા લીન્ક:
   https://gandabhaivallabh.wordpress.com/tag/%E0%AA%B9%E0%AA%B0%E0%AA%B8/
   એમાં મેં ૬૭ ઈલાજ નોંધ્યા છે. હરસ જુદા જુદા કારણે થઈ શકે. એ કારણ મુજબ તથા આપની પ્રકૃતી અનુસાર ઉપાય કરવા પડે. જો આપ એ બાબત અજાણ હો તો કોઈ સારા ચીકીત્સકની સલાહ લેવી જોઈએ. મને બહુ જ નાની ઉમ્મરે આ તકલીફ થયેલી, આજે લગભગ ૭૫ વર્ષની વયે હવે એ તકલીફ નથી, એનું કારણ યોગાસન સહીતની કસરતો અને આહારમાં જરુરી કાળજી કદાચ હશે.
   મારી હરસ અંગેની પોસ્ટ જોવા વીનંતી.

   Gandabhai Vallabh
   My blogs
   https://gandabhaivallabh.wordpress.com (Gujarati & English)
   (This blog is mainly about health)
   http://kriyakand.wordpress.com (Gujarati)
   (Hindu Religious Services)
   http://azadiladat.wordpress.com (Gujarati)
   (A Book by Dayal Kesry)

 11. JAGDISHBHAI DEVARAJBHAI JOSHI Says:

  નમસ્તે સર
  હું રાજકોટ થી જોશી જગદીશ મારા બાબા ને મલાઈ વાળી આઇટમ ત્થા ઠંડી વસ્તુ ખાવાથી તાવ આવી જાયછે ઉંમર -૧૦ વર્ષ નામ કેવિન

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે જગદીશભાઈ,
   મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.
   ચી. કેવિનને કદાચ શરદીનો તાવ હોઈ શકે, પણ સાથે શરદીનાં અન્ય ચીહ્નો હોય છે કે કેમ એ આપે જણાવ્યું નથી. ઉપરાંત કોઈ અન્ય કારણોસર, જેમ કે ચોમાસામાં પલળવાથી શરદી થાય ત્યારે પણ તાવ હોય છે કે કેમ તે જાણવું જોઈએ. આપ કોઈ સારા વૈદ્યની રુબરુ મુલાકાત લો તે વધુ ઉચીત ગણાય.
   મારા બ્લોગમાં બાળકોની શરદી અને બાળકોના તાવ અંગે મેં નીચેની વીગતો આપી છે.
   બાળકોની શરદી (૧) હળદર અને દુધ ગરમ કરી સહેજ મીઠું અને ગોળ નાખી પીવડાવવાથી બાળકોનાં શરદી, કફ અને સસણી મટે છે.
   (૨) બહુ નાનાં બાળકોને શરદીમાં મધ અને આદુનો રસ ભેગાં કરી સેવન કરાવવાથી રાહત થશે.
   (૩) સ્તનપાન કરતાં નાનાં બાળકને માના ધાવણમાં સહેજ જાયફળ ઘસીને પાવાથી શરદીમાં લાભ થાય છે.
   બાળકનો તાવ (૧) એકાદ નાની ચમચી મરીનું ચુર્ણ ગરમ પાણીમાં સવાર-સાંજ આપવું. પ્રયોગ બાદ બાળકને એકાદ કલાક આરામ કરાવવો. બાળકનો સામાન્ય તાવ આ પ્રયોગથી ઉતરી જાય છે.
   (૨) ઘરે તૈયાર કરેલું કે બજારમાં મળતું ગળોસત્ત્વ હુંફાળા પાણીમાં એક ચપટી જેટલું આપવાથી નાના બાળકનો સમાન્ય તાવ ઉતરી જાય છે.
   આમ છતાં બાળકને શું અનુકુળ અને શું પ્રતીકુળ છે તે જાણ્યા વીના ઉપચાર કરી ન શકાય.
   Thank you.
   Best regards.

   Gandabhai Vallabh
   My blog:gandabhaivallabh.wordpress.com

 12. JAGDISHBHAI DEVARAJBHAI JOSHI Says:

  નમસ્તે સર
  હું રાજકોટ થી જોશી જગદીશ હરસ ની તકલીફમાં ક્યાં યોગાસન અને કસરતો કરવા (વાયુ ના કારણ થી હરસ થતા હોયતો ખોરાક મા શું પરેજી રાખવી અને ક્યાં યોગાસન અને કસરતો કરવા ) બસ એજ સલાહ આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર ઉંમર-૪૦ વર્ષ

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે જગદીશભાઈ,
   હું હાલ નીચેનાં આસનો આ ક્રમમાં કરું છું.
   તાડાસન, કમરઝુક (ત્રણ રીતે- આગળ, પાછળ અને બાજુઓ પર), શીર્ષાસન, સર્વાંગાસન, (આ બંને આસનો પછી એ જેટલો સમય કર્યાં હોય તેનાથી અડધા સમય સુધી શવાસન), તોલાંગુલાસન, મત્સ્યાસન, હલાસન, ચક્રાસન(બે પ્રકારે), ભુજંગાસન, શલભાસન, ધનુરાસન, ગૌમુખાસન, અર્ધમત્સ્યેન્દ્રાસન, યોગમુદ્રાસન, હસ્તપાદાસન (એને જાનુશીરાસન પણ કહે છે-ડાબા અને જમણા બંને પગ પર વારાફરતી માથું રાખીને), પશ્ચીમોત્તાનાસન, મયુરાસન, મકરાસન અને છેવટે ફરીથી શવાસન.
   આ આસનોથી મને ઘણો ફાયદો જણાયો છે. એમાંનાં કેટલાંક આસનો સીધ્ધ કરવાં થોડાં મુશ્કેલ છે, પણ ખંતથી વળગી રહેતાં કરી શકાય. પરંતુ એને સાધવામાં ઉતાવળ કરવી નહીં. જ્યાં સુધી શરીર સ્વાભાવીક રીતે વળી શકે ત્યાં સુધી જ વાળવું, બળ અજમાવવું નહીં. ધીમે ધીમે આગળ વધતા જવું.

   Thank you.
   Best regards.

   Gandabhai Vallabh
   My blog:gandabhaivallabh.wordpress.com

 13. અનામિક Says:

  રાજકોટ થી જૉશી જગદીશ દેવરાજ ભાઈ ગરમ ફ્ક ઍટલે શુ ઍનો ઉપાય બતાવસો……ધન્યવાદ

 14. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે જગદીશભાઈ,
  તમારા પ્રશ્નમાં કશું સમજાયું નહીં. ફ્ક જેવો કોઈ શબ્દ ગુજરાતીમાં હોય એની મને જાણ નથી, કે તમે કફ કહેવા માગો છો? અને જો તમારો આશય કફ હોય તો ગરમ કફ બાબતમાં મને કશી માહીતી નથી, તો માફ કરજો.

 15. અનામિક Says:

  નમસ્તે સર
  હું રાજકોટ થી જગદીશ દેવરાજભાઈ જોશી શરીર ઉપર અછબડા ના કાળા દાગ છે . તો તેનો ઉપાય જણાવશો

 16. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે જગદીશભાઈ,
  મને ૧૯૬૬ના અરસામાં શીતળા થયેલા અને એના ડાઘ મેં કોઈ સુગંધી ઔષધ વડે દુર કરેલા, પણ મને એનું નામ યાદ રહ્યું નથી. કદાચ ચંદન હશે, પણ મારી પત્ની કહે છે કે ના, એ ચંદન નો’તું. માફ કરજો આ બાબતમાં હું ખાસ મદદ કરી શકું તેમ નથી. છતાં ચંદન ઠંડું હોવાથી એનો લેપ ફાયદો કરી શકે. પરંતુ એ તમારી પ્રકૃતીને અનુકુળ હોય તો જ વાપરવું.
  મારા ખ્યાલ મુજબ સોપારીનું ચુર્ણ પાણી સાથે લેવાથી શીતળા જેવા ધ્યાધીનું શરીરમાં પ્રવેશેલ ઝેર દુર થઈ શકે છે, પરંતુ સોપારીનો ઉપયોગ યોગ્ય પ્રમાણમાં, બહુ જુજ કરવો જોઈએ, એનાથી લાભને બદલે નુકશાન પણ થઈ શકે. પણ એનાથી અછબડાના ડાઘા દુર થાય કે કેમ તેની જાણકારી મને નથી.

 17. અનામિક Says:

  નમસ્તે સર હું રાજકોટ થી જોશી જગદીશભાઈ દેવરાજભાઈ મારા મીસીસ ને પીરયડ દરમ્યાન સતત દુખાવો થાય છે ગરમ પાણી નો સેક કરવાથી ફાયદો થાય છે તો ગરમ પાણી નો સેક કરવો ઉચિત કે નહિ તે જણાવવા નમ્ર અરજ

 18. ગાંડાભાઈ વલ્લભ Says:

  આમ સામાન્ય રીતે ગરમ પાણીના સેકથી જો કોઈ વીપરીત અસર નથતી હોય તો કદાચ નુકસાન ન થાય, તેમ છતાં યોગ્ય ચીકીત્સકની રુબરુ સલાહ લેવી જોઈએ. મારા બ્લોગમાં મેં માસીક સંબંધી થતા દુખાવામાં નીચેના ઉપાયો નોંધ્યા છેે, જો તમારાં પત્નીને એ પૈકી કોઈ ઉપાય અનુકુળ હોય તો ખાતરી કરીને અજમાવી શકો. દરેકને બધાં ઔષધો માફક આવી ન શકે. આથી પોતાની પ્રકૃતીને જે અનુકુળ હોય તે જ ઉપાય કરવો.
  માસીકના દુખાવાના ઉપાય-
  (૧) કાયફળ, કાળા તલ અને કેસર સમાન ભાગે લઈ ગોળમાં એની ગોળી બનાવીને લેવાથી માસીકનો દુખાવો મટે છે તથા માસીક સાફ આવે છે.
  (૨) ખુરાસાની અજમો: રોજ રાત્રે વાલના દાણા જેટલું ખુરાસાની અજમાનું ચુર્ણ એક ચમચી સાકર સાથે જમ્યા પછી લેવાથી કષ્ટાર્તવ-માસીક વખતનો સખત દુખાવો, અલ્પાર્તવ-ઓછું માસીક, અધીક માસીક અને અનીયમીત માસીકમાં ફાયદો થાય છે.
  (૩) તુલસીના પાનનું સેવન કરવાથી માસીક સંબંધી રોગો અને દુખાવો મટે છે.
  (૪) માસીકધર્મ વખતે પેડુમાં દુખાવો થતો હોય તો પાથી અડધી ચમચી જેટલું કલોંજી જીરાનું ચુર્ણ સોપારી જેટલા ગોળ સાથે રોજ સવારે લેવું. કલોંજી જીરુ કષ્ટાર્તવ, અલ્પાર્તવ, નષ્ટાર્તવ તથા ગર્ભાશયના દોષોમાં હીતાવહ છે. કષ્ટાર્તવનું એક બીજું ઔષધ છે ‘કુમાર્યાસવ.’ આ દ્રવ ઔષધ મેડીકલ સ્ટોરમાં મળે છે. માસીક ઓછું, અનીયમીત, મોડું કે દુખાવા સાથે આવતું હોય તો કુમાર્યાસવનું સેવન કરવું ખુબ ફાયદાકારક છે. ચારથી પાંચ ચમચી કુમાર્યાસવ એમાં એટલું જ પાણી મેળવી બેથી ત્રણ મહીના સવાર-સાંજ પીવું.

 19. અનામિક Says:

  નમસ્તે સર માહિતી આપવાબદલ ખુબ ખુબ આભાર ધન્યવાદ ……

 20. JAGDISH JOSHI Says:

  સાહેબ શ્રી નમસ્કાર હું રાજકોટ થી જોશી જગદીશ દેવરાજભાઇ
  નસકોરા ઉપાય બતાવશો

 21. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે જગદીશભાઈ,
  મારા બ્લોગમાં મેં નસકોરા બાબત નીચે મુજબ માહીતી આપી છે.
  નસકોરાં બોલવાં-Snoring (૧) સામાન્ય અને નજીવા પ્રમાણમાં નસકોરાં બોલતાં હોય તો પણ તેને ખરાબ ઉંઘની નીશાની સમજી ઉપાયો કરવા જોઈએ. સ્થુળતા હોય તો શરીરનું વજન ઘટાડવું જોઈએ. થાકીને ઉંઘ સારી આવે તેવો વ્યાયામ કરવો. ઉંઘની ગોળી કદી ન લેવી. સાંજે હળવું અને ઓછું ભોજન લેવું. ચત્તા ન સુતાં પડખે સુવું. ઓશીકું પથારીથી લગભગ દસ-બાર સે.મી. (ચાર-પાંચ ઈંચ) ઉંચું રાખવું. નસકોરાં એ શ્વસનક્રીયામાં થતી અડચણ છે અને ગંભીર છે.
  (૨) દીવસમાં ચાર-પાંચ વખત કોગળા કરી મોં સ્વચ્છ રાખવું, નાક પણ અંદરથી સ્વચ્છ રાખવું, હંમેશાં પડખાભેર સુવું, સીધા કે ઉંધા નહીં, તો નસકોરાં બોલવાની ટેવમાં ફાયદો થાય છે.

 22. JAGDISH JOSHI Says:

  માહિતી આપવાબદલ ખુબ ખુબ આભાર ધન્યવાદ

 23. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે જગદીશભાઈ,
  ખરેખર ધન્યવાદ તો મારે તમને આપવા જોઈએ, કેમ કે તમે જોશો તો મારા બ્લોગમાં મેં કેટલાયે પ્રશ્નોના ઉત્તરો આપ્યા છે, એ પૈકી કેટલા લોકોએ એ ઉત્તર જોયા પછી પ્રત્યુત્તર આપ્યો છે? અને તેમાંયે આપણા દેશમાં રહેતા લોકોમાંથી? બહુ જ ઓછા, આંગળીને વેઢે ગણીએ તો યે કદાચ એકાદ આંગળીની જ જરુર પડે. ખરેખર જગદીશભાઈ, તમને મારા તરફથી ધન્યવાદ.
  ભાઈ, હું છેલ્લાં ૪૨ વર્ષથી ન્યુઝીલેન્ડમાં છું.

 24. JAGDISH JOSHI Says:

  સાહેબ શ્રી નમસ્કાર હું રાજકોટ થી જોશી જગદીશ દેવરાજભાઇ
  મારી દીકરી ૨૨ વર્ષની છે તેને વારમવાર મોઢામા ચાંદા પડે છે તો તેનો ઉપાય જણાવા વિનંતી

 25. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે જગદીશભાઈ,
  મોંની ગરમીની તકલીફના ઘણા ઉપાયો છે. એક ઉપાય મારા ઉપરના બાવળ વીશેના લેખમાં છે. આ ઉપરાંત મારી બુકમાં (બુક ડાઉનલોડ કરવાની લીન્ક: https://gandabhaivallabh.files.wordpress.com/2014/07/aushadho-ane-rogo.pdf ) જુદી જુદી જગ્યાએ ઘણા ઉપાયો જોવા મળશે. એ પૈકી થોડા નીચે આપું છું. તમારી દીકરીની પ્રકૃતી મુજબ જે અનુકુળ હોય તે મુજબ ઉપાય કરવા. પીત્તને કારણે શરીરમાં ગરમી વધે છે, આથી પીત્ત કરનાર આહાર ન લેવો, અથવા લેવો જ પડે તો પ્રમાણ ઘણું ઓછું રાખવું. નીચેના ઉપાયમાં પરહેજી બતાવી છે.
  મોંની ગરમી
  1. મોંમાં ચાંદી પડી હોય, દાંતમાંથી લોહી પડતું હોય તો એક કપ પાણીમાં અડધી ચમચી ફટકડી નાખી સવાર-સાંજ કોગળા કરવાથી ઘણો ફાયદો થાય છે.
  2. મોંઢામાં અવાર નવાર ચાંદાં પડતાં હોય, દાંતના પેઢાં (મસુડાં) ફુલી જતાં હોય, મોંમાંથી વાસ આવતી હોય, દાંત હાલતા હોય અને લોહી નીકળતું હોય, ગળું લાલ રહેતું હોય, મોંમાં ચીકાશ રહેતી હોય, ઉંઘમાં મોંમાંથી લાળ પડતી હોય તો સવાર-સાંજ બાવળનાં પાન અને છાલનો ઉકાળો કરી કોગળા કરવાથી લાભ થાય છે.
  3. મોંમાંથી લોહી પડતું હોય તો વડની છાલ, કુણાં પાન, કુણી કુંપણોનો ઉકાળો પીવાથી લાભ થાય છે.
  4. મોં આવી ગયું હોય, મોંમાં ચાંદાં પડ્યાં હોય, કાંઈ પણ ખાતાં મોંમાં બળતરા થતી હોય તો વડની છાલનો ઉકાળો મોંમાં ભરી રાખવો. મુખપાકની સ્થીતીમાં વડનું કે વડવાઈનું દાતણ કરવાથી પણ લાભ થાય છે.
  5. શતાવરી ચાંદાં માટેનું અકસીર ઔષધ છે. ૨૦૦ ગ્રામ દુધમાં એટલું જ પાણી નાખી ૧૦ ગ્રામ શતાવરીનું ચુર્ણ અને ૫ ગ્રામ જેઠીમધનું ચુર્ણ બે ચમચી ખડી સાકર નાખી ધીમા તાપે પાણી બળી જાય ત્યાં સુધી ગરમ કરી ઠંડુ પાડી પીવાથી મોંનાં, ગળાનાં, હોજરીનાં, યોનીમાં, આંતરડાંમાં, ગર્ભાશયમાં પડેલાં ચાંદાં મટે છે. આહારમાં દુધનું પ્રમાણ વધારવું. ગોળ, લસણ, ડુંગળી, કાળાં મરી, અથાણાં, પાપડ, મરચાં, બાજરી, રીંગણાં, મુળા, મોગરી, રાઈ, હીંગ વગેરે છોડી દેવાં. મોળાં શાકભાજી, રોટલી જેવો સાદો આહાર લેવો.

 26. JAGDISH JOSHI Says:

  ખુબ ખુબ આભાર ધન્યવાદ

 27. ગાંડાભાઈ વલ્લભ Says:

  ભાઈ શ્રી જગદીશભાઈ,
  નમસ્તે.
  કોઈક જ પ્રત્યુત્તર મળ્યા પછી એનું એક્નોલેજમેન્ટ કરતું હોય છે. મારા બ્લોગમાં એ જોઈ શકાશે. તમારી સજ્જનતાને બીરદાવું છું.

 28. JAGDISH JOSHI Says:

  સાહેબ શ્રી નમસ્કાર હું રાજકોટ થી જોશી જગદીશ દેવરાજભાઇ મારા મિસિસ ને સ્નાયુ નો દુખાવો છે ખંભાથી કાંડા સીધી સતત દુખાવા થાયછે ઉપાય જણાવવા નમ્ર અરજ ઉમર ૪૨ વર્ષ

 29. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાઈ જગદીશ,
  દુખાવાનો વીષય ઘણો વીસ્તૃત છે. ખરેખર તો એમાં રુબરુ મુલાકાતથી પ્રશ્નોત્તર વડે જ યોગ્ય ઉપાય સુચવી શકાય, તેમ છતાં નીચેની માહીતી આપું છું. ઉપાયો તમારા વીશ્વાસુ આરોગ્ય સલાહકારની દોરવણી મુજબ કરવા.

  આયુર્વેદના મતે શરીરમાં થતા કોઈપણ પ્રકારના દુખાવામાં વાયુ કારણભુત હોય છે.
  મળમુત્ર વગેરે કુદરતી વેગો રોકવાથી, જમ્યા પછી તરત (ખાધેલું પુરેપુરું પચ્યા પહેલાં) ફરીથી નાસ્તો વગેરે ખાવાથી, ઉજાગરા કરવાથી, મોટેથી બોલવાથી, વધુ પડતો શ્રમ કરવાથી, પ્રવાસોથી, તીખા, કડવા અને તુરા પદાર્થોના વધુ પડતા સેવનથી, લુખા પદાર્થોથી, વાદળો થવાથી, ચીંતા, ભય, લાંઘણથી અને શોકથી વાયુ પ્રકોપ પામે છે.
  વાયુનાશક ઔષધો ઘણાં છે, કેમ કે વાયુને કારણે થતા રોગો પણ ઘણા (૮૦ જેટલા ) હોય છે. આ ઘણો વીસ્તૃત વીષય છે, આથી નીચે જણાવેલાં ઔષધો પૈકી આપને અનુકુળ આવે તે (પોતાની પ્રકૃતી અનુસાર) આપના આરોગ્ય ચીકીત્સક (વૈદ્ય કે ડૉક્ટર)ની સલાહ અનુસાર લેવાં.
  સૌ પ્રથમ મને કનુભાઈ શાહ તરફથી મળેલી એક ઈમેલમાં એમણે બતાવેલો ઉપાય જુઓ:
  લાંબા સમયે આપને મેઇલ ઘણા વખત પછી આપું છું. મારી પાસે આયુર્વેદની દવા
  આવી છે જે અમરેલી પાસેના બાબરા ગામના વૈદ શ્રી વાસુદેવભાઇ પટેલની
  બનાવેલી છે, જેનું નામ એરંડાદી ચુર્ણ છે.
  ૧૦% એરંડમુળ
  ૫% રાસ્નામુળ
  ૫% અર્જુનમુળ
  ૫% લજામણી
  ૫% શુદ્ધ કોચલા
  ૧૦% શુદ્ધભીલામા
  ૧૦% શુદ્ધ વછનાગ
  ૧૫% લીંડીપીપર
  ૧૫% પીપરીમુળ
  ૨૦% નસોતર

  ગમે તેવો વાનો, કેડનો, પગનો, માથાનો, સાંધાનો દુઃખાવો એક એક ગ્રામ સવાર સાંજ
  ચુર્ણ પાણી સાથે લેવાથી દુર થશે.
  આ ચુર્ણ લઉં છું તો ૧૦-૧૫ મીનીટમાં મટી જાય છે. મને શન્કા છે કે આયર્વેદની આટલી
  ઝડપથી અસર કેવી રીતે થાય?

  આપને વિનતિ કે અભ્યાસ કરી જણાવશો. આભાર સહ.

  લિ. કનુભાઇ શાહ

  મારા બ્લોગમાં મેં બતાવેલા વાતવ્યાધીના ઉપાયો: (૧) ૩ ગ્રામ લસણ પીસી, ૬ ગ્રામ તલનું તેલ કે ઘી અને સીંધવ મેળવી સવારે ખાવાથી સર્વ પ્રકારના વાતવ્યાધી તથા વીષમજ્વર અને વાતકફજ્વર મટે છે.
  (૨) લસણની પાંચ કળીઓ રાત્રે પાણીમાં ભીંજવી રાખી સવારે તેને પીસી ગાળી પાણી પીવું. બીજા અઠવાડીયે સાત કળીઓ, ત્રીજા અઠવાડીયે દસ કળીઓ પલાળવી અને એ રીતે પીવી. ત્રણ અઠવાડીયા પછી એક અઠવાડીયું પ્રયોગ બંધ કરવો, અને ફરી પાછો શરુ કરવો. પ્રયોગ વખતે માખણનું સેવન કરવું જરુરી છે. આ પ્રયોગથી વાતવ્યાધી મટે છે.
  (૩) લકવો એટલે પેરાલીસીસ પણ એક પ્રકારનો વાતરોગ છે. દરરોજ સવારે અડધો કલાક સુર્યસ્નાન તથા પંદરેક મીનીટ બાષ્પસ્નાન લેવું. બપોરે અને સાંજે પણ પંદરેક મીનીટ લીંબુના રસ મીશ્રીત પાણીનું બાષ્પસ્નાન લેવું. એનાથી ચમત્કારી લાભ અવશ્ય જોવા મળે છે. તજનું તેલ વાતવીકાર પર ચોળવાથી ફાયદો થાય છે.
  (૪) ૨૦ ગ્રામ દ્રાક્ષને ઘીવાળા હાથ લગાડી તવા ઉપર શેકી થોડું સીંધવ અને મરીનું ચુર્ણ લગાડી રોજ સવારે ખાવાથી વાતપ્રકોપ મટી નીર્બળતાથી આવનાર ચક્કર મટે છે.
  વાતશુળ: (૧) સુંઠ અને એરંડમુળના ઉકાળામાં ખાંડેલી હીંગ અને સંચળ નાખી પીવાથી વાતશુળ મટે છે.
  (૨) હીંગને ૨૦૦ મી.લી. પાણીમાં ઉકાળી ૨૫ મી.લી. પાણી બાકી રહે ત્યારે ઉતારી પીવાથી વાતશુળ મટે છે.
  (૧) ૫૦૦ ગ્રામ મેથી ઝીણી દળી, તેમાં ૧ કીલોગ્રામ ઘી અને ૬ કીલોગ્રામ દુધ મેળવી ધીમા તાપે ઉકાળી મધ જેવું ગાઢું બનાવવવું. પછી તેમાં ૧.૫ કીલો સાકર નાખી મેથીપાક બનાવવો. આ પાક સવારે ૨૫ થી ૪૦ ગ્રામ જેટલો ખાવાથી સર્વ પ્રકારના વાયુ રોગોનો નાશ થાય છે.
  (૨) મેથીને ઘીમાં શેકી દળીને લોટ બનાવવો. પછી ઘી-ગોળનો પાયો લાવી સુખડીની માફક હલાવી નાના નાના લાડુ બનાવવા. રોજ સવારે એક એક લાડુ ખાવાથી અઠવાડીયામાં વાથી જકડાઈ ગયેલાં અંગો છુટાં પડે છે. હાથ-પગે થતી વાની કળતર મટે છે.
  (૩) ૧૫-૨૦ ગ્રામ મેથી રોજ ફાકી જવાથી વા મટે છે.
  (૪) અજમો તાવી પર ગરમ કરી, સમભાગે સીંધવ સાથે પીસી ૩ ગ્રામ જેટલું ગરમ પાણી સાથે લેવાથી કોઠાનો વાયુ દુર થાય છે.
  (૫) અડદની દાળ પાણીમાં પલાળી રાખી, વાટી, તેમાં મીઠું, મરી, હીંગ, જીરુ, લસણ અને આદુ નાખી વડાં કરવાં. તેને ઘીમાં અથવા તેલમાં તળીને ખાવાથી વાયુ મટે છે.
  (૬) આદુનો રસ, લીંબુનો રસ અને મીઠું મેળવી સવાર-સાંજ પીવાથી વાયુ મટે છે.
  (૭) આદુનો રસ, લીંબુનો રસ અને સીંધવ એકત્ર કરી ભોજનની શરુઆતમાં લેવાથી વાયુ મટે છે.
  (૮) ૧૦-૧૦ ગ્રામ આદુના અને લીંબુના રસમાં ૧.૫ ગ્રામ સીંધવ મેળવી સવારે પીવાથી વાયુ મટે છે.
  (૯) ખજુર ૫૦ ગ્રામ, જીરુ, સીંધવ, મરી અને સુંઠ દરેક ૧૦-૧૦ ગ્રામ, પીપરી મુળ ૫ ગ્રામ અને લીંબુનો રસ ૦.૭૫ ગ્રામને બારીક વાટી ચાટણ બનાવી ખાવાથી વાયુ બેસી જાય છે.
  (૧૦) એરંડ મગજને દુધમાં મેળવી ગરમ કરી, માવો બનાવી ખાવાથી ગૃધ્રસી વાયુ અને પેટ, ખભા, પગ વગેરેમાં થતો દુખાવો મટે છે.
  (૧૧) ગોળ નાખેલું દહીં વાયુ મટાડે છે. તે પુષ્ટી આપનાર, તૃપ્તી કરનાર અને પચવામાં ભારે છે.
  (૧૨) ઘીમાં શેકેલી હીંગ, સુંઠ, મરી, પીપર, સીંધવ, અજમો, જીરુ અને શાહજીરુ એ આઠ ચીજો સરખે ભાગે લઈ, ચુર્ણ બનાવી મજબુત બુચવાળી શીશીમાં ભરી રાખવું. આ ચુર્ણને હીંગાષ્ટક ચુર્ણ કહે છે. એ વાયુ દુર કરે છે. એ અનેક રોગોની એક રામબાણ દવા છે. જેમ કે ૧ ગ્રામ જેટલું આ ચુર્ણ છાસમાં કે ભોજન પહેલાં ઘી અને ભાતમાં લેવાથી આફરો, અજીર્ણ, પેટની પીડા, વાયુ, ગોળો, કૉલેરા, અજીર્ણ કે વાયુથી થતી ઉલટી, કફ-વાતજન્ય વીકારો વગેરે મટે છે.
  (૧૩) ચીકણી સોપારીનો ભુકો ૧.૫ ગ્રામ સવારે મઠામાં કે કાંજીમાં લેવાથી હોજરીમાં ભરાઈ રહેલો વાયુ (ગૅસ) મટે છે.
  (૧૪) તાજો ફુદીનો, ખારેક, મરી, સીંધવ, હીંગ, કાળી દ્રાક્ષ અને જીરુની ચટણી બનાવી તેમાં લીંબુનો રસ નીચોવી ખાવાથી વાયુ દુર થાય છે, મોંની ફીકાશ મટે છે, સ્વાદ પેદા થાય છે અને પાચનશક્તી સતેજ થાય છે.
  (૧૫) નારંગી ખાવાથી પેટમાંનો વાયુ દુર થાય છે.
  (૧૬) પાકા આદુનો ૪૦૦ ગ્રામ રસ ૧.૬ કીલો સાકરની ચાસણીમાં નાખી તાર બંધાય તેવી ચાસણી ફરીથી બનાવી શરબત બનાવવું. એમાંથી ૧૦ ગ્રામ જેટલું શરબત પાણી સાથે લેવાથી પેટનો વાયુ, પેટમાં આમદોષથી આવતી ચુંક મટે છે. ગંધાતો અને પચ્યા વગરનો ઝાડો બંધાય છે અને પેટમાં થતો ગડગડાટ મટે છે.
  (૧૭) મરી ઠંડા પાણીમાં બારીક વાટી લેપ કરવાથી વાયુથી અંગ જકડાઈ ગયું હોય તો ફાયદો કરે છે.
  (૧૮) ફુદીનો, તુલસી, મરી, આદુ વગેરેનો ઉકાળો કરી પીવાથી વાયુ દુર થાય છે, અને સારી ભુખ લાગે છે.
  (૧૯) મુળાનાં બીનું ચુર્ણ લેવાથી પીઠ પર થતી વાયુની પીડા મટે છે.
  (૨૦) લવીંગના તેલનાં બે-ત્રણ ટીપાં ખાંડ કે પતાસામાં લેવાથી પેટનો વાયુ મટે છે.
  (૨૧) વેંગણ વાયુ મટાડે છે.
  (૨૨) રીંગણાંનું શાક, ભડથું કે સુપ બનાવી, હીંગ અને લસણ સાથે લેવાથી પેટમાંનો વાયુ અને ગોળો મટે છે.
  (૨૩) સુંઠ, મરી, પીપર અને સીંધવ દરેક ૧૦-૧૦ ગ્રામના બારીક વસ્ત્રગાળ ચુર્ણમાં ૪૦૦ ગ્રામ બી કાઢેલી કાળી દ્રાક્ષ મેળવી ચટણી માફક પીસી બરણીમાં ભરી લેવું. એને પંચામૃત ચાટણ કહે છે. એ પાંચથી ૨૦ ગ્રામ જેટલું સવાર-સાંજ ચાટવાથી વાયુ મટે છે.
  (૨૪) સુંઠના ચુર્ણમાં ગોળ અને થોડુંક ઘી નાખી ૩૦-૪૦ ગ્રામની લાડુડી બનાવી સવારે ખાવાથી વાયુ અને ચોમાસાની શરદી મટે છે.
  (૨૫) સુંઠની ભુકી પાણી સાથે ચટણી માફક પીસી, ઘીમાં તળી, તેને ઘી સાથે ખાવાથી વાયુ નાશ પામે છે અને સંગ્રહણી મટે છે.
  (૨૬) મરી અને લસણને પીસી ભોજનના પહેલા કોળીયામાં ઘી સાથે ખાવાથી વાયુ મટે છે.
  (૨૭) અેરંડાનાં પાન વાયુનો પ્રકોપ શાંત કરે છે. અેરંડીયું પણ વાયુના રોગો દુર કરે છે.
  (૨૮) હીંગાષ્ટક ચુર્ણ સવાર, બપોર, સાંજ એક એક ચમચી પાણી સાથે લેવાથી વાયુ મટે છે. એનો પાઠ ઉપર આપ્યો છે.

 30. JAGDISH JOSHI Says:

  સર માહિતી આપવા બાદલ આપનો ખુબ ખુબ આભાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: