બોરસલી

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

બોરસલી : બોરસલીને સંસ્કૃતમાં બકુલ કહે છે. એના થડની છાલ કાળાશ પડતી હોય છે. એ ઉદ્યાનોમાં અને જંગલોમાં ખુબ જોવા મળે છે.

(૧) દાંત હાલતા હોય, દાંતનાં પેઢાં કમજોર થઈ ગયાં હોય તો સવારે દાંત સાફ કર્યા પછી બોરસલીની છાલનો ઉકાળો ઠંડો કરી મોંમાં ૧૦થી ૧૫ મીનીટ ભરી રાખવો. તેમ જ બોરસલીના બીનું બારીક ચુર્ણ રોજ રાત્રે ધીમે ધીમે દાંત અને પેઢા પર ઘસવું.

(૨) બોરસલ્લીના મુળની છાલનો અડધી ચમચી કલ્ક(પેસ્ટ) રોજ સવારે દુધ સાથે પીવાથી ઘરડા માણસોના દાંત પણ મજબુત થાય છે, કેમ કે બોરસલ્લીની છાલ, બીજ અને તાજાં દાતણ દાંત માટે ખુબ સારાં છે. દાંતની તકલીફવાળાએ બોરસલ્લીનું દાંતણ રોજ કરવું જોઈએ.

(૩) બોરસલ્લીનાં બીજ પાણીમાં પથ્થર પર ઘસી ચાટણ બનાવી સવાર-સાંજ લેવાથી અતીસારમાં થતા પાતળા ઝાડા મટી જાય છે.

(૪) ઉકાળીને ઠંડા કરેલા પાણીમાં બોરસલીનાં ચાર ફુલ અધકચરાં વાટી રાત્રે પલાળી રાખવાં. સવારે આ પાણી ગાળી બબ્બે ચમચી સવારે, બપોરે અને રાત્રે બાળકોને પીવડાવવાથી સુકી ઉધરસ, વરાધ અને કફના રોગો મટે છે.બોરસલી

ટૅગ્સ: , , , , ,

2 Responses to “બોરસલી”

 1. અનામિક Says:

  નમસ્તે,
  તમારી પોસ્ટ વાંચી ને ઘણું જાણવા મળ્યું.
  તમારી પોસ્ટ ઘણી જૂની છે એમાં કઈ update હોય તો જણાવજો.
  થઇ શકે તો જલ્દી રિપ્લાય કરજો.

  હું Ahmedabad માં રહું છું.
  તમે જે બોરસલી ના બીજ ની વાત લખી છે એ ક્યાં થી મળે છે?
  જે તમે વૃક્ષ નો ફોટો સાથે attach કર્યો છે એનું નામ જ બોરસલી છે?
  એના બીજ કેવા દેખાય છે?

  ધન્યવાદ.

 2. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે અનામિક,
  મારા બ્લોગમાં જે વૃક્ષનો ફોટો મેં મુક્યો છે તે હીમાલયના પ્રવાસે હું ગયેલો ત્યાંના એક વૃ્ક્ષનો છે. સોરી, મને એ કયું વૃક્ષ છે તેની ખબર નથી. હું છેલ્લા ૪૩ વર્ષથી વેલીંગ્ટનમાં રહું છું. હીમાલયનો પ્રવાસ (હરકી દૂન અને ગૌમુખનો પ્રવાસ) મે ૨૦૦૬માં કર્યો હતો. બોરસલીનાં બી કદાચ આયુર્વેદ દવા વેચનારાને ત્યાં મળી શકતાં હશે, એની મારી પાસે ચોક્ક્સ માહીતી નથી.
  બોરસલીનો ફોટો જોવા માટે નીચેની લીન્ક પર ક્લીક કરો.
  https://gandabhaivallabh.files.wordpress.com/2009/07/e0aaace0ab8be0aab0e0aab8e0aab2e0ab80.pdf

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: