Archive for ઓગસ્ટ, 2009

રાયણ

ઓગસ્ટ 27, 2009

રાયણ રાયણ વીર્ય અને બળ વધારનાર, સ્નીગ્ધ-ચીકણી, શીતળ હોવાથી વાયુ અને પીત્તનું શમન કરનાર, આહાર પર રુચી ઉત્પન્ન કરાવનાર, પચવામાં ભારે, તૃપ્તીકારક, વજન વધારનાર, હૃદયને હીતકર, ગળી અને તુરી છે. તૃષા, મુર્છા, મદ, ભ્રાંતી, ક્ષય, ત્રીદોષ અને લોહી બગાડમાં હીતકર છે.

રાઈ

ઓગસ્ટ 26, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

રાઈ : રાઈના મુખ્ય ત્રણ પ્રકાર છે, કાળી, સફેદ અને લાલ. રાયતા, અથાણાં વગેરેમાં રાઈનો ઉપયોગ થાય છે, જે ખુબ જ શાસ્ત્રીય અને આરોગ્યપ્રદ છે.

બધી રાઈ તીક્ષ્ણ (પરંતુ કાળી અત્યંત તીક્ષ્ણ),  ગરમ, જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, રક્તપીત્ત કરનાર, કંઈક રુક્ષ, કફ અને પીત્તનો નાશ કરનાર, પેટના કૃમી, ખંજવાળ તથા કોઢ મટાડનાર છે. રાઈ ઘણી તીક્ષ્ણ અને ગરમ હોવાથી તેનો યોગ્ય પ્રમાણમાં જ ઉપયોગ કરવો જોઈએ. વધારે પડતી રાઈ જઠર, આંતરડાં વગેરે સમગ્ર પાચનતંત્રના અવયવો માટે હીતકારી નથી. યોગ્ય માત્રામાં લેવામાં આવે તો પાચનતંત્રને સક્રીય બનાવે છે.

(૧) પેટમાં ઝેર ગયાને થોડોક જ વખત થયો હોય તો ૧૦ ગ્રામ રાઈ ઠંડા પાણીમાં સારી રીતે લસોટી ૪૦૦ ગ્રામ પાણીમાં મેળવી પીવડાવવાથી, પ્રવાહી પેટમાં જતાંની સાથે જ ઉલટી થઈ અંદર ગયેલું વીષ બહાર નીકળી જશે.

(૨) રાઈનું ચુર્ણ ઘી અને મધ સાથે મેળવી લગાડવાથી કાંટો, કાચ કે ખીલી જેવું ચામડીમાં ઉતરી ગયેલું હોય તે ઉપર આવી નીકળી જાય છે.

(૩) રાઈ અને નમકનો લેપ કરવાથી મચકોડનો દુખાવો અને સોજો મટે છે.

(૪) ગરમ પાણીમાં રાઈ નાખી કોગળા કરવાથી દંતશુળ મટે છે.

રસાયન ચુર્ણ

ઓગસ્ટ 25, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

રસાયન ચુર્ણ રસાયન એટલે વૃદ્ધાવસ્થાને અને રોગોને અટકાવનાર ઔષધ. જે ઔષધ શરીરની સાતે ધાતુઓની વૃદ્ધી કરી શક્તી અને આયુષ્ય વધારે, ઘડપણ અને રોગને પાસે જ ન આવવા દે, રોગપ્રતીકાર શક્તી પ્રદાન કરે તેને રસાયન કહે છે. રસાયન દ્રવ્યોના સેવનથી દીર્ઘ આયુષ્ય, સ્મૃતી, બુદ્ધી, પ્રભા અને કાંતી પ્રાપ્ત થાય છે. જેઠીમધ, વાંસકપુર, પીપર અને ભોંયકોળાનું સમાન ભાગે બનાવેલું ચુર્ણ સાકર સાથે લેવાથી એ રસાયન ઔષધનું કાર્ય કરે છે. એનાથી શરીર પર પડેલી કરચલી અને પડીયાનો નાશ થાય છે, તથા એ વીર્ય, આયુષ્ય અને હૃષ્ટીપુષ્ટી પ્રદાન કરે છે.

શ્રેષ્ઠ રસાયન ઔષધોઃ હરડે, આમળાં, બલા, નાગબલા, જેઠીમધ, શંખપુષ્પી, ગળો, શીલાજીત, ડોડી, મેદા અને પુનર્નવા આ અગીયાર ઔષધો શ્રેષ્ઠ રસાયન ઔષધો છે.

રસવંતી

ઓગસ્ટ 23, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

રસવંતી : દારુહળદરમાંથી બનાવવામાં આવતી રસવંતી બજારમાં મળે છે. દારુહળદરના છોડ ગુજરાતમાં થતા નથી પણ ઉત્તર ભારત, હીમાલય, દહેરાદુન, મસુરી વગેરે સ્થળોએ ખુબ થાય છે. દારુહળદરના આખા છોડની રસક્રીયા અથવા ઘન એ જ રસવંતી. બજારમાં મળતી રસવંતીમાં ઘણી અશુદ્ધી હોય છે. આથી તેનો ઉપયોગ કરતાં પહેલાં પાણીમાં ઉકાળી કપડાથી ગાળી ફરીથી બરાબર ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું.

રસવંતી તીખી, ઉષ્ણ, અત્યંત કડવી તથા રસાયન ગુણ ધરાવે છે.

(૧) કાબુલી ચણાના દાણા જેટલી રસવંતી સવાર-સાંજ લેવાથી  કફના રોગો, વીષ, નેત્રના રોગો તથા વ્રણ મટે છે. એનાથી વીષમ જ્વર, રક્તપીત્ત, રક્તાતીસાર, રક્તાર્શમાં પણ ફાયદો થાય છે.

(૨) રસવંતી ચોખાના ધોવાણ સાથે લેવાથી અતીસાર, પ્રદર, લોહીવા વગેરે મટે છે.

(૩) હાથીદાંતના વહેરને એેક મટકીમાં સંપુટ કરી કોલસો કરવો. આ કોલસા જેટલા વજનમાં રસવંતી લેવી. બંનેને બકરીના દુધમાં લસોટી સોપારી જેવડી સોગઠી બનાવી સુકવી લેવી. આ સોગઠીને બકરીના જ દુધમાં અથવા પાણીમાં લસોટી મલમ બનાવી માથા પર લગાડવાથી માથાની ઉંદરી મટે છે અને ખરેલા વાળ ફરી ઉગે છે.

(૪) રક્તસ્રાવી મસા પર લગાડવાથી મસા મટે છે.

(૫) મધ સાથે લગાડવાથી બાળકના મોં પરનાં ચાંદાં મટે છે.

રગતરોહીડો

ઓગસ્ટ 22, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

રગતરોહીડો એનાથી બરોળના રોગો મટે છે. એનાં પુષ્પો દાડમના પુષ્પ જેવાં લાલ હોય છે. એનાં ઝાડ મધ્યમ કદનાં ૧૦થી ૧૫ ફુટ ઉંચાં થાય છે. રગતરોહીડાની ડાળો નીચે નમેલી અને છેડે લાલ-કેસરી રંગનાં ફુલો આવે છે. ફુલ શીયાળામાં આવે છે અને ઉનાળામાં ફળ તૈયાર થાય છે. (૧) બરોળ મોટી થઈ ગઈ હોય તો રગતરોહીડામાંથી બનાવવામાં આવતી દવા ‘રોહીતકાસવ’ બેથી ત્રણ ચમચી સવાર-સાંજ લેવાથી બરોળ સામાન્ય થાય છે. (૨) લોહી ગંઠાઈ ગયું હોય તો રગતરોહીડાની છાલનો લેપ કરવાથી ગાંઠ ઓગળી જાય છે.

યષ્ટીમધુવટી

ઓગસ્ટ 21, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

યષ્ટીમધુવટી યષ્ટીમધુ એટલે જેઠીમધ. જેઠીમધનો શીરો, વરીયાળી, મીંઢી આવળ, સાકર અને તજ સરખા વજને લઈ ખુબ ખાંડી બારીક ચુર્ણ કરવું. પછી તેમાં ગાયનું દુધ જરુર પુરતું ઉમેરી, ખુબ ખરલ કરી ચણા જેવડી ગોળીઓ બનાવી સારી રીતે સુકવી બાટલી ભરી લેવી. બે-બે ગોળી સવારે, બપોરે અને રાત્રે ચુસવાથી કફ વગરની સુકી ઉધરસ, અવાજ બેસી જવો, ગળાનો દુખાવો, બળતરા, સોજો (ફેરીન્જાયટીસ), કફ, શરદી, સળેખમ વગેરે મટે છે. આ ગોળી સારી ફાર્મસીની લાવીને પણ તેનો ઉપયોગ કરી શકાય. બજારમાં જેઠીમધના શીરાની નાની-નાની સ્ટીક મળે છે. આ સ્ટીકના નાના ટુકડા ચુસવાથી પણ ઉપર્યુક્ત તકલીફોમાં લાભ મળે છે.

મૃદુ વીરેચક

ઓગસ્ટ 20, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

મૃદુ વીરેચક કાળી સુકી દ્રાક્ષ, હરડે, સુકાં જરદાલુ વગેરે મૃદુ વીરેચક છે. જે કાચા દોષોને પકવી, વાયુના બંધને ભેદી નીચે લઈ જાય, મળોને નીચે પાડી નાખે તેને મૃદુ વીરેચક અથવા અનુલોમન દ્રવ્ય કહે છે. ૧૦-૧૫ કાળી દ્રાક્ષ અને ૫-૬ સુકાં જરદાલુના ટુકડા એક ગ્લાસ પાણીમાં સવારે પલાળી, સાંજે એેક વખત ઉકાળી, ઠંડુ પાડી સારી રીતે મસળી, શરબત જેવું બનાવી રાત્રે ગાળ્યા વીના પી જવું. નાનાં બાળકોને આનાથી અડધી માત્રા આપવી. જીર્ણ જ્વર અને લીવરના રોગોમાં આવાં મૃદુ વીરેચક દ્રવ્યો ખુબ જ હીતકારી છે.

મોસંબી

ઓગસ્ટ 19, 2009

મોસંબી લીંબુ કરતાં મોસંબી વધુ ગુણકારી છે. એ પચવામાં ભારે છે. શરીરની સાતેય ધાતુઓને વધારી લોહીના દોષો દુર કરે છે. એ પૌષ્ટીક, હૃદય માટે ઉત્તેજક, અગ્નીને પ્રદીપ્ત કરનાર, આહારનું યોગ્ય પાચન કરનાર, તરસ શાંત કરનાર અને ઠંડક આપનારી છે. તાવમાં મોસંબીનો રસ ઉત્તમ છે. એનાથી બાળકોની પાચનશક્તી સુધરે છે, અને ચામડીનો રંગ પણ સુધરે છે. નીયમીત પણે મોસંબી ખાવાથી રોગપ્રતીકારક શક્તી વધે છે. મોસંબી એટલે અંગ્રેજીમાં ઑરેંજ કહે છે તે.

મેંદી

ઓગસ્ટ 18, 2009

મેંદી : મેંદીને ફારસીમાં હીના કહે છે. હીનાનું અત્તર એટલે મેંદીનાં ફુલનું અત્તર.

હથેળી અને પગના તળીયામાં દાહ થતો હોય તો મેંદીનાં પાનને બારીક વાટી લેપ કરવાથી અને ખાવામાં ગરમ ચીજો અને ગરમ મસાલા બંધ કરવાથી મટે છે. મેંદી દાહનાશક ઉપરાંત કફનાશક તથા ચામડીના રોગોનો નાશ કરનાર છે. પીત્તના ઉષ્ણ અને તીક્ષ્ણ ગુણોને મેંદીની શીતળતા શાંત કરે છે. તેથી એ કફનાશક અને પીત્તનાશક છે. આ બંને દોષોથી રક્ત અને ચામડી દુષીત થાય છે.

મેંદીનાં પાન શીતળ અને કુષ્ઠનાશક છે. એનાં ફુલ હૃદયને અને મગજને બળ આપે છે. સાંધાનો સોજો અને દુખાવો મેંદીનાં પાન વાટી લેપ કરવાથી મટી જાય છે.

મેંદી સૌંદર્યવર્ધક દ્રવ્ય ઉપરાંત ખુબ જ ઉત્તમ ઔષધ પણ છે. તે ઠંડી, વાયુ તથા કફનાશક, બળતરાને મટાડનાર, ઉલટી કરાવનાર તથા ગરમીનાશક છે. તેનાં બીજ કબજીયાત કરનાર, સોજા, તાવ અને ગાંડપણ નાશક છે.

મેંદીનાં પાન તજાગરમી (શરીરની આંતરીક ગરમી)નું ઔષધ છે. તજા ગરમીને લીધે જેમને હાથ-પગના તળીયે દાહ-બળતરા થતી હોય તેમણે મેંદીનાં પાન વાટી તેમાં લીંબુનો રસ મેળવી જાડો લેપ કરવો. એનાથી હાથ-પગના ચીરા અને દાહ-બળતરામાં રાહત થાય છે.

મેથી અને સુવા

ઓગસ્ટ 17, 2009

મેથી અને સુવા સમાન ભાગે મેથી અને સુવા લોઢી પર અધકચરા શેકી ભુકો કરી મીશ્રણ કરવું. સવાર, બપોર અને સાંજે એક ચમચી જેટલો આ ભુકો ચાવી જવાથી જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે અને અપાન વાયુ નીચે ઉતરે છે. એનાથી ખોરાકની રુચી ઉઘડે છે, અને મોળ, ચુંક, આફરો મટે છે. વાયુ દુર થતાં ખાંસી પણ મટે છે.