મધ

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ મધ જેની સાથે મધ લેવામાં આવે તેના ગુણોનું મધ વહન કરે છે. તેથી જ ઘણા રોગોમાં અનુપાન રુપે મધ લેવામાં આવે છે. મધ ઉત્તમ કફનાશક છે. એક વર્ષ જુનું મધ મેદ-ચરબીનો નાશ કરે છે. શ્વાસ-દમ, શરદી, ક્ષય, ઉધરસ જેવા કફના રોગોમાં મધ ખુબ જ હીતાવહ છે. મધ અરુચી દુર કરે છે. એ ત્રીદોષહર છે. એ હેડકી, શ્વાસ, ઉધરસ, ઝાડા, ઉલટી, તરસ-શોષ, રક્તપીત્ત, કૃમી, પ્રમેહ, મુર્છા, થાક, બળતરા તથા ક્ષતને દુર કરે છે. નવું મધ સારક એટલે મળને સરકાવનાર તથા કંઈક અંશે કફકારક છે. જ્યારે જુનું મધ કફનાશક, ગ્રાહી-મળને રોકનાર, રુક્ષ, મેદ દુર કરનાર તથા અતી લેખન-દોષોને બહાર કાઢનાર છે. ઘી અને મધ સરખા પ્રમાણમાં લેવાં નહીં. કફમાં મધ બમણું અને વાતમાં ઘી બમણું લેવું. તે જ પ્રમાણે મધ ગરમ કરીને કે ગરમાગરમ ખાદ્ય સાથે લઈ શકાય નહીં. મધમાં શર્કરાનું પ્રમાણ વીશેષ હોવાથી ડાયાબીટીસમાં હીતાવહ નથી. મધ વધુ પ્રમાણમાં લેવું પણ નુકસાનકારક બની શકે. વજન ઘટાડવા માટે એક ગ્લાસ ઠંડા પાણીમાં બે ચમચી મધ સવારમાં પીવું. સવારે બીજું કંઈ ખાવું નહીં. ખાંડ, ગોળ, બટાટા, ભાત, તળેલું, મીઠાઈ, ઘી, તેલ, માખણ બંધ કરવાં. મધ આંખમાં આંજવાથી આંખ નીર્મળ બની દૃષ્ટીશક્તી વધે છે. સ્વર માટે પણ મધ હીતકારી છે. મધ હૃદયને પ્રીય અને લાભકારક છે. મધમાં કામશક્તી વધારવાનો ગુણ છે. મધ ઘા શુદ્ધ કરી રુઝ લાવે છે. મધમાં ભેજ શોષી લેવાનો ગુણ છે આથી એ જીવાણુનાશક છે. મધમાં ટાઈફોઈડના જીવાણુઓ ૪૮ કલાકમાં અને મરડાના જીવાણુઓ ૧૦ કલાકમાં નાશ પામે છે. તંદુરસ્ત અને દીર્ઘજીવન ઈચ્છતા લોકોએ મધનું નીયમીત સેવન કરવું જોઈએ. તંદુરસ્ત રહેવા ઈચ્છતી વ્યક્તીએ દરરોજ બે ચમચી મધ અને બે ચમચી લીંબુનો રસ મીશ્ર કરી સેવન કરવું જોઈએ.

મધના આ ગુણો સાચા મધના છે. મધ સાચું છે કે બનાવટી તે જાણવા માટે (૧) જો એમાં પડેલી માખી બહાર નીકળી આવે અને થોડી વારમાં ઉડી શકે તો એ સાચું મધ. (૨) મધમાં રુની વાટ પલાળી એને સળગાવવાથી અવાજ વગર બળે તો પણ એ સાચું હોઈ શકે. (૩) સાચા મધનું ટીપું પાણીમાં નાખવાથી એ તળીયે બેસી જાય છે. (૪) સાચું મધ કુતરાં ખાતાં નથી. આ ચાર કસોટીઓ પ્રચલીત છે.

(૧) રાત્રે એક ચમચી મધ પાણી સાથે લેવાથી સારી ઉંઘ આવે છે, પેટ સાફ આવે છે.

(૨) નરણે કોઠે મધ-લીંબુના શરબતથી ભુખ ઉઘડે છે.

(૩) મધ જીવાણુઓનો નાશ કરે છે. ક્ષય અને ટાઈફોઈડના દર્દીઓ માટે ઉત્તમ છે.

(૪) હજારો વર્ષ સુધી મધ બગડતું નથી. બાળકોના વીકાસમાં મધ ઉપયોગી છે. જો બાળકને શરુઆતના નવ માસ સુધી મધ આપવામાં આવે તો તેને છાતીના રોગ ક્યારેય નહીં થાય.

(૫) મધથી આંતરડાને ઉપયોગી એવા એસીકોકલીસ જીવાણુઓની વૃદ્ધી થાય છે.

(૬) દુર્બળ અને સગર્ભા સ્ત્રી માટે મધ શ્રેષ્ઠ પોષક આહાર છે.

(૭) મધ દીર્ઘાયુ બક્ષે છે. મધથી વીર્યની તથા લોહીના રક્તકણોની વૃદ્ધી થાય છે. ગર્ભવતી અને પ્રસુતાએ બાળકના હીતાર્થે મધ લેવું જોઈએ.

(૮) મધ ઉત્તમ સ્વાસ્થ્યવર્ધક છે. તે શરીરના રંગને નીખારવાનું અને ચામડીને કોમળ બનાવવાનું કામ કરે છે.

(૯) ચહેરા અને શરીર પર મધ ઘસવાથી સૌંદર્ય અક્ષય બને છે. સારા સાબુઓમાં મધનો ઉપયોગ થાય છે.

(૧૦) મધ, લીંબુ અને ચણાનો લોટ પાણીમાં મીશ્ર કરી ચહેરા પર ઘસી સ્નાન કરવાથી ચહેરો આકર્ષક અને સુંદર બને છે.

(૧૧) મધના સેવનથી કંઠ મધુર અને સુરીલો બને છે.

(૧૨) મધ દુર્બળતા, દમ, અપચો, કબજીયાત, કફ, ખાંસી, વીર્યદોષ, અનીદ્રા, થાક, વાયુવીકાર તથા અન્ય ઘણા રોગોમાં અચુક દવા છે.

(૧૩) ધારોષ્ણ દુધ અને ફળોના રસમાં મધ લઈ શકાય. મધ ઠંડા પાણીમાં લેવું હંમેશાં હીતાવહ છે. મધ ગરમ કરવું નહીં.

(૧૪) કમળ-કાકડી, મુળા, માંસ સાથે મધ લઈ ન શકાય.

(૧૫) વરસાદનું પાણી તથા ઘી, તેલ વગેરે ચરબીયુક્ત પદાર્થો સાથે મધ સમ માત્રામાં લેવું વીષ સમાન છે.

(૧૬) મધ સવાર-સાંજ ગરમ પાણી સાથે લેવામાં આવે તો શરીરનો મેદ-સ્થુળતા ઘટી વજન ઉતરે છે. જ્યારે મધને સવાર-સાંજ હુંફાળા દુધ સાથે લેવામં આવે તો શરીરનું વજન વધે છે.

(૧૭) તંદુરસ્ત રહેવા માટે મધનું સેવન અનીવાર્ય છે. અમેરીકામાં હાથ ધરાયેલા એક વીસ્તૃૃત સંશોધનમાં જણાવવામાં આવ્યું હતું કે, મધ લોહીનું શુધ્ધીકરણ કરવા ઉપરાંત શરીરને સ્ફુર્તીલું રાખે છે. દરરોજ સવારે એક ચમચી મધનું સેવન આખો દીવસ શરીરને સ્ફુર્તી પુરી પાડે છે લગભગ ૧૦૦ સ્ત્રી-પુરુષો પર હાથ ધરાયેલા સંશોધન બાદ ઉકત અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો. બધાં જ સોએ સો જણ પર મધની હકારાત્મક અસર જોવા મળી હતી.

Advertisements

ટૅગ્સ: , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,

22 Responses to “મધ”

 1. jjkishor Says:

  મધ જેની સાથે મધ લેવામાં આવે તેના ગુણોનું મધ વહન કરે છે. તેથી જ ઘણા રોગોમાં અનુપાન રુપે મધ લેવામાં આવે છે.

  તેથી જ એને યોગવાહી કહેવાય છે. મધ અંગે એક તકલીફ જાણીતી છે, એ છે કે ચોખ્ખું મધ મેળવવું અઘરું છે. અનેક ગુણોથી ભરપુર મધ એ આપણુ હાથવગું અમૃત છે.

  સરસ માહીતી બદલ આભાર.

 2. गांडाभाई वल्लभ Says:

  નમસ્તે.

  આપની કૉમેન્ટ બદલ આભાર જુ.ભાઈ.

  આપની વાત સાચી છે. અહીં ન્યુઝીલેન્ડમાં ઘણાં મધમાખી ઉછેર કેન્દ્રો છે, છતાં મેં સાંભળ્યું છે કે અહીં પણ મધમાખી માટે ખાંડના દ્રાવણનાં કુંડા મધમાખીઓ માટે રાખવમાં આવે છે, જેથી જલદી મધમાખીઓ મધ એકઠું કરી લે. આ વાત સાચી હશે કે કેમ તેની ખબર નથી, પણ મારાં પત્નીએ વજન ઘટાડવા મધનો પ્રયોગ કરેલો અને એના લોહીમાં ખાંડનું પ્રમાણ વધી ગયેલું, તે કદાચ આવા પ્રકારના મધને કારણે પણ હોઈ શકે.

  ફરીથી આપનો આભાર.

  -ગાંડાભાઈનાં સસ્નેહ વંદન.

 3. (dw)(um)(vy) Says:

  મધ આટલું બધુ ગુણકારી હોવા છતાં દિવસમાં ત્રણ- ચાર ચમચીથી વધુ માત્રામાં તેનું સેવન કરવું નહીં.

 4. (dw)(um)(vy) Says:

  મધ સામાન્ય રીતે તલના તેલ જેવું કથ્થઈ રંગનું ઘટ્ટ મધુર, શીત, રુક્ષ, ગ્રાહી, ચક્ષુષ્ય એટલે નેત્રોને માટે હિતાવહ, રુચિ ઉત્પન્ન કરનાર, જઠરાગ્નિ પ્રબળ કરનાર, વ્રણ શુદ્ધિ કરી રુઝ લાવનાર, રંગ સુધારનાર, મેઘાકર, શ્રમહર એટલે કે થાક ઉતારનાર, વૃષ્ય એટલે કામશક્તિ વધારનાર, કોઢ-મસા, કફના રોગો, કૃમિ, મેદ, પિત્ત, રક્તદોષ, ઊલટી, ઊબકા, અતિસાર, મેદના રોગો, ક્ષય, હેડકી, ત્રિદોષ, આફરો તથા મળબંધનો નાશ કરે છે.

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   આપની કૉમેન્ટ બદલ હાર્દીક આભાર. મેં ઉપર લખ્યું જ છે “મધ વધુ પ્રમાણમાં લેવું પણ નુકસાનકારક બની શકે.“

   જો કે મને લાગે છે કે આ પ્રમાણ દરેક વ્યક્તી માટે અલગ હોઈ શકે, પણ આપની વાત કદાચ યોગ્ય છે. મહત્તમ પ્રમાણ કદાચ ચાર ચમચી કહી શકાય.

   ફરીથી કીમતી સુચન માટે આપનો આભાર.

   -ગાંડાભાઈનાં સ્નેહવંદન

 5. Gandabhai Vallabh Says:

  આપની કૉમેન્ટ બદલ હાર્દીક આભાર. મેં ઉપર લખ્યું જ છે “મધ વધુ પ્રમાણમાં લેવું પણ નુકસાનકારક બની શકે.“

  જો કે મને લાગે છે કે આ પ્રમાણ દરેક વ્યક્તી માટે અલગ હોઈ શકે, પણ આપની વાત કદાચ યોગ્ય છે. મહત્તમ પ્રમાણ કદાચ ચાર ચમચી કહી શકાય.

  ફરીથી કીમતી સુચન માટે આપનો આભાર.

 6. oza mahesh Says:

  MADH THANDA PANI SATHE LEVATHI VAJAN JALDI GHATEKE GARAM PANI SATHE? BANNE MATHI SARU SHU?

 7. kartik a thakar Says:

  hu 27 varash no chu ane maro vajan 90 kg chhe.maru sarir khub sthul hovati mane khubj taklif thay che.thoduk chalu to pan swas chade che.hu kai kam pan kari sakto nathi tartaj thaki jau chu.mane sardi khub thay che ane sardi thay thare nak bandh thay jay che tyare swas leva ma taklif thay che.to mane MADH kai rite upyog ma levu te janavcho ji.

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   ભાઈ શ્રી,

   અહીં મધના જે ગુણો જણાવ્યા છે તે શુદ્ધ મધના છે. શુદ્ધ મધ મેળવવું બહુ જ મુશ્કેલ છે, કદાચ અશક્ય. અમે ન્યુઝીલેન્ડમાં છીએ અને અહીં મધઉછેર કેન્દ્રો ખેતઉત્પાદન વધારવા માટે હોય છે, છતાં અહીં પણ મેં સાંભળ્યું છે કે મધનો ધંધો કરનારા ખાંડના દ્રાવણનાં કુંડાં રાખે છે. મેં આ પહેલાં જણાવ્યું છે કે વજન ઘટાડવા મારાં પત્નીએ મધનો પ્રયોગ કરેલો, પણ વજન ઘટવાને બદલે વધ્યું હતું, કેમ કે એ કદાચ શુદ્ધ મધ નહીં હોય.
   આપની બાબતમાં સારા ભરોસાપાત્ર કુદરતી ઉપચારક, વૈદ્ય કે ડૉક્ટરની સલાહ લેવી (આપની શ્રદ્ધા મુજબ) વધુ ઉચીત થશે.
   બંધ થઈ જતા નાક માટે બાહ્ય પ્રાણાયામનો તાત્કાલીક ઉપાય કરી શકાય. હું એ વીધી સરળ રીતે કરું છું, એની શાસ્ત્રીય રીત મુજબ નહીં. શ્વાસ મોં વાટે બહાર કાઢવો (રેચક), બની શકે તેટલો વધુ, ફેફસાં જેટલાં વધારે ખાલી કરી શકો તેટલી જલદી અસર થઈ શકે. આ પછી કરવાના ત્રણ બંધ ન કરો તો ચાલે, પણ બાહ્ય કુંભક (શ્વાસ બહાર રોકી રાખવો) જેટલો વધુ હોય તેટલી જલદી અસર થઈ શકે. શ્વાસ લેતી વખતે નાક દ્વારા લેવો. જો રેચક અને બાહ્ય કુંભક યોગ્ય રીતે કરવામાં આવે તો પહેલા જ પ્રયાસમાં નાક અમુક પ્રમાણમાં ખુલી શકે. પ્રયાસ ચાલુ રાખતાં સંપુર્ણ રીતે નાક ખુલ્લું કરી શકાય.
   -ગાંડાભાઈ વલ્લભ

 8. lrpathak Says:

  pet ni charbi madh thi ochhi thay ?

 9. Hiren Goswami Says:

  MADHA NI MAHTI MATE GHANO ABHAR
  ROJ SAVARE KHALI MADHA PIVATHI KOI NUKSAN KHARU ..? MARE VAJAN UTARVANO HOVATHI APNI SALAH LAU6U…

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે,
   મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.
   મધનો પ્રયોગ કરતી વખતે એ શુધ્ધ હોય તે બહુ જ અગત્યનું છે, તે એટલે સુધી કે મધ બનાવનારાઓએ મધઉછેર કેન્દ્રની આસપાસ ખાંડના દ્રાવણનાં કુંડાં મુકેલાં હોય તો પણ એ મધ નુકસાન કરી શકે, કેમ કે એ શુધ્ધ કહી શકાય નહીં. મારી પત્નીએ સવારમાં મધ લેવાનો પ્રયોગ કરેલો અને એનાથી એને લાભને બદલે નુકસાન થયેલું, કેમ કે એ મધ ૧૦૦ ટકા શુધ્ધ ન હતું. ખાતરીનું શુધ્ધ મધ મેળવવું બહુ મુશ્કેલ છે – અહીં ન્યુઝીલેન્ડ જેવા દેશમાં પણ – એવો મારો અનુભવ છે.

   Gandabhai Vallabh
   My blogs
   https://gandabhaivallabh.wordpress.com (Gujarati & English)
   (This blog is mainly about Ayurveda)
   http://kriyakand.wordpress.com (Gujarati)
   (Hindu Religious Services)
   http://azadiladat.wordpress.com (Gujarati)
   (A Book by Dayal Kesry)

  • hasmukhrathod Says:

   Mare vajan vadhar va mate su karvu joie

   • ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે હસમુખભાઈ,
    મારા બ્લોગમાં મેં વજન વધારવા માટે નીચેના ઉપાયો નોંધ્યા છે. એ પૈકી આપને અનુકુળ હોય તે અજમાવી શકો.
    વજન વધારવા (૧) ઠળીયા કાઢેલું પાંચ પેશી ખજુર ભેંસના ઘીમાં પાંચ મીનીટ સુધી સાંતળીને બપોરે ભાત સાથે મેળવી ખાઈ અર્ધો કલાક ઉંઘ લેવાથી સુકલકડી દુબળા માણસના શરીરનાં વજન અને શક્તી વધે છે.
    (૨) સુંઠ, કાળી મુસળી, ગળો, ગોખરું, આમળાં, કૌંચાં, અશ્વગંધા, એખરો, જેઠીમધ, જાયફળ અને હરડે દરેક ૩૦-૩૦ ગ્રામના ચુર્ણને ધાતુપૌષ્ટીક ચુર્ણ કહે છે. આ ચુર્ણને બને તેટલું બારીક ઘુંટવું. અડધીથી એક ચમચી જેટલું આ ચુર્ણ ઉકાળીને ઠંડા કરેલા એક ગ્લાસ દુધમાં મેળવીને એકથી દોઢ માસ રોજ રાત્રે પીવાથી ધાતુપુષ્ટી થાય છે, મુખની તેજસ્વીતા વધે છે અને શરીરનું વજન વધવાની સાથે બળ અને સ્ફુર્તીમાં પણ વધારો થાય છે.
    (૩) સુકા અંજીરના ટુકડાનું ચુર્ણ, ગરમ પાણીમાં ભીંજવી છોતરાં કાઢી નાખી સુકવેલી બદામનું ચુર્ણ, ખડી સાકરનું ચુર્ણ, એલચીની ભુકી, કેસર, ચારોળી, પીસ્તાં અને બળદાણા બધું સરખા વજને લઈ ગાયના ઘીમાં આઠ-દસ દીવસ ભીંજવી રાખવું. પછી દરરોજ સવારે એકથી બે ચમચી ખાવું. એનાથી નાનાં બાળકોનાં તેમ જ અશક્ત લોકોનાં રસ, રક્ત, માંસ, મેદ વગેરે સપ્ત ધાતુની વૃદ્ધી થઈ શરીર પુષ્ટ બને છે. જેમનું વજન વધતું જ ન હોય તેમનું પણ આ ઉપચારથી વજન વધવા લાગે છે.
    (૪) શરીર ખુબ પાતળું હોય અને વજન વધારવું હોય તો સમાન ભાગે તલ અને ખાંડ બબ્બે ચમચા સવાર, બપોર, સાંજ ખુબ ચાવીને ખાવાં. વળી દરરોજ આહારમાં દુધ-ભાત અને ખાંડ જો અન્ય રીતે હાનીકારક ન હોય તો વધુ પ્રમાણમાં લેવાં.
    (૫) ૧૦૦ મી.લી. દુધમાં એટલું જ પાણી ઉમેરી જરુરીયાત મુજબ ખાંડ કે સાકર, એલચી અને ૧૦ ગ્રામ અશ્વગંધાનું ચુર્ણ નાખી ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમા તાપે ઉકાળી ઠારીને પીવાથી દુબળી વ્યક્તીનું વજન વધવા માંડે છે.
    (૬) આમળાં અને કાળા તલનું સરખે ભાગે બનાવેલું ચુર્ણ ઘી કે મધમાં ચાટવાથી માંસવૃદ્ધી થઈ કૃશતા ઘટે છે, એટલે કે વજન વધે છે.
    (૭) વજન હોવું જોઈએ એના કરતાં ૨૦% ઓછું હોય તો નીયમીત ખોરાક ઉપરાંત દરરોજ ક્રીમ કાઢી નાખેલ ૫૦૦ મી.લી. દુધ, બે કેળાં, ૧૦૦ ગ્રામ શેકેલી મગફળી અને પાંચ ખજુરની પેશી ખાવાથી અને બેથી ત્રણ લીટર પાણી પીવાથી વજન વધે છે. આ બધું કંઈ એકી સાથે લેવાનું નથી, પણ આખા દીવસ દરમીયાન લઈ શકાય.
    (૮) નાગરવેલના એક પાનમાં દરરોજ દસ કાળા મરીના દાણા મુકી ખુબ ચાવીને ખાઈને ઉપર માટલાનું ઠંડુ પાણી પીવાથી બેથી ત્રણ મહીનામાં પાતળો માણસ જાડો થાય છે.

 10. anamika Says:

  tme lakho 60 k વજન ઘટાડવા માટે એક ગ્લાસ ઠંડા પાણીમાં બે ચમચી મધ સવારમાં પીવું. સવારે બીજું કંઈ ખાવું નહીં. ખાંડ, ગોળ, બટાટા, ભાત, તળેલું, મીઠાઈ, ઘી, તેલ, માખણ બંધ કરવાં. ane pa6u point no 16 ma lakho 6o k (૧૬) મધ સવાર-સાંજ ગરમ પાણી સાથે લેવામાં આવે તો શરીરનો મેદ-સ્થુળતા ઘટી વજન ઉતરે છે to sirji amre sachu su samajavu?????????

 11. અનામિક Says:

  આમ તો મધ બહુજ ઉપયોગી ગુણ ધરાવે છે. પણ શુધ્ધ મધ મળવુ મુશ્કેલ છે. છતા તેની શુધ્ધ,અસલી છે તે કેવી રીતે ખબર પડે તે માહીતી હોય તો જણાવવા નમ્ર વિનંતી

 12. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે,
  માધવભાઈ ચૌધરી લીખીત ‘આહાર એજ ઔષધ’ પુસ્તકમાં જણાવ્યા મુજબ મધ સાચું છે કે બનાવટી તે જાણવા માટે (1) જો એમાં પડેલી માખી બહાર નીકળી આવે અને થોડી વારમાં ઉડી શકે તો એ સાચું મધ. (2) મધમાં રુની વાટ પલાળી એને સળગાવવાથી અવાજ વગર બળે તો પણ એ સાચું હોઈ શકે. (3) સાચા મધનું ટીપું પાણીમાં નાખવાથી એ તળીયે બેસી જાય છે. (4) સાચું મધ કુતરાં ખાતાં નથી. આવી ચાર કસોટીઓ પ્રચલીત છે. આમાંની કોઈ કસોટી મેં કરી જોઈ નથી. વળી પહેલી કસોટીમાં જણાવેલ માખી તે કઈ સામાન્ય કે મધમાખી તેનો કોઈ ઉલ્લેખ નથી, અને મને કશી ખબર નથી, પણ હું માનું છું કે કદાચ સામાન્ય માખી હશે.

 13. jayendra vaidhya Says:

  aa badhaa taadhaa por naa gappaa j chhe

 14. ગાંડાભાઈ વલ્લભ Says:

  Thank you for visiting my blog Jayendrabhai.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: