માલકાંકણી

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

માલકાંકણી : એના મોટા વેલાઓ થાય છે. શાખાઓ લાંબી અને કોમળ હોય છે. ફુલ પીળાશ પડતા લીલા રંગનાં અને મધુર સુગંધવાળાં હોય છે, જે વૈશાખ-જેઠ માસમાં આવે છે, અને ફળ અષાઢ-શ્રાવણ માસમાં પાકે છે. તે ફાટીને અંદરથી કેસરી રંગનાં સરસ બીજ બહાર આવે છે. મોટે ભાગે આ બીજ જ ઔષધમાં વપરાય છે.

માલકાંકણી સ્વાદમાં તીખી અને કડવી છે. તે મળને સરકારવનાર, કફ અને વાયુને જીતનાર, અતી ઉષ્ણ, તીક્ષ્ણ, મંદ જઠરાગ્નીને પ્રદીપ્ત કરનાર તથા બુદ્ધી અને સ્મૃતી વધારનાર છે.

માલકાંકણીના બીજમાંથી તેલ કાઢવામાં આવે છે. તેને માલકાંકણીનું તેલ કહે છે.  બેથી પાંચ ટીપાં તેલ આમાશયના ઉગ્ર રોગોમાં ફાયદો કરે છે, તથા બુદ્ધી અને સ્મૃતીમાં વધારો કરે છે. આ તેલ માલીશમાં અને પીવામાં પણ વપરાય છે. માલકાંકણીનું તેલ જલોદરમાં અને વાયુના રોગોમાં સારું પરીણામ આપે છે. માલકાંકણી વાયુના રોગો, ઉદરના રોગો, સોજો, મુત્રાવરોધ, મંદબુદ્ધીમાં વપરાય છે.

માલકાંકણીનાં બીજ બુદ્ધીવર્ધક તથા વાયુના રોગોનો નાશ કરનાર હોવાથી એને ચડતી માત્રામાં રોજ ગળવામાં આવે છે. ૧ બીજથી શરુઆત કરી રોજ ૧ બીજ વધારતા જવું. ૩૦મા દીવસે ૩૦ બીજ ગળ્યા પછી રોજ ૧ બીજ ઘટાડતા જવું. એનાથી મંદ બુદ્ધી અને ઓછી યાદશક્તીવાળાને સારો એવો ફાયદો થાય છે.

વાયુને લીધે ઉદ્વેગ, ચીત્તભ્રમ જેવું રહેતું હોય તેમાં, તથા વાયુના અન્ય રોગોમાં પણ ફાયદો થાય છે.

જળોદરના દર્દીને ૨૫થી ૩૦ ટીપાં માલકાંકણીનું તેલ આપવાથી મુત્ર ખુબ છુટથી થાય છે અને સોજો ઉતરે છે, પેટમાં ભરાયેલું પાણી નીકળી જાય છે.

માલકાંકણીનું તેલ પરસેવો વધારનાર છે. ૫થી ૧૫ ટીપાં દુધમાં લેવાથી પરસેવો ખુબ જ થાય છે અને સોજા ઉતરે છે.

Advertisements

ટૅગ્સ: , , , , , ,

3 Responses to “માલકાંકણી”

 1. kumar Says:

  અત્યંત ઉપયોગી માહિતિ બદલ ખુબ ખુબ આભાર
  એક વિનંતી – જો શકય હોઇ તો સચીત્ર માહીતી આપવા વિનંતી અથવા તેમનુ હિંદી કે english નામ આપવા વિનંતી જેથી ગુજરાત બહાર રહેતા લોકો માટે ઉપયોગી નીવડશે.

 2. ગાંડાભાઈ વલ્લભ Says:

  આપની ઉત્સાહવર્ધક કૉમેન્ટ બદલ હાર્દીક આભાર.

  દીલગીર છું કે હાલ મારી પાસે આ માહીતી નથી. ભાઈશ્રી જુગલકીશોરભાઈએ મને જણાવ્યું છે, “જો વનસ્પતીનાં લેટીન નામો હોય તો તેના આધારે આ સાઈટ પરથી ચીત્રો મળી જ જાય છે. મારી પાસે લેટીન નામોની યાદી હતી પણ શોધવી પડશે. મળશે તો મોકલીશ. – જુ.”

  માહીતી મળતાં હું બ્લોગ મુકવાનો પ્રયાસ કરીશ.

 3. kumar Says:

  પ્રતિસાદ આપવા બદલત તમારો ખુબ ખુબ આભાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: