મુળા

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

મુળા : કુમળા મુળા વાત, પીત્ત અને કફ ત્રણે દોષોને હરે છે. જ્યારે રેસાવાળા ઘરડા મુળા ત્રણે દોષ કોપાવનાર, વધારનાર છે. ઘરડા મુળા કોઈ પણ રોગમાં ખરાબ છે, અપથ્ય છે.

કુમળા મુળા તીખા અને સહેજ કડવા છે, પણ કડવાશ જણાતી નથી. તે હૃદય માટે હીતકારી, આહાર પર રુચી કરાવનાર, જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, પચવામાં હલકા, કંઠ સારો કરનાર, મુત્રનું પ્રમાણ વધારનાર, સોજા મટાડનાર અને સર્વ દોષ હરનાર છે.

ઘરડા મુળામાં પુષ્કળ રેસાઓ હોવાથી પચવામાં ભારે પડે છે અને પચ્યા વગરના મુળા આંતરડામાં સડો ઉત્પન્ન કરે છે. આથી પેટમાં પીત્ત, ગૅસ અને ગુડગુડાટ થાય છે. મોટા મુળા રુક્ષ, ગરમ, પચવામાં ભારે અને ત્રણે દોષ ઉત્પન્ન કરનાર હોવા છતાં તલના તેલમાં કે ઘીમાં પકવ્યા હોય તો ત્રણે દોષોનો-વાયુ, પીત્ત, કફનો નાશ કરનાર છે.

મુળાના પાનનો રસ ખુબ મુત્રલ છે. પેશાબ અટકતો હોય, ઓછો આવતો હોય, સોજા ચડતા હોય તેમને મુળાનું સેવન લાભ કરે છે. જળોદર, હૃદયરોગ અને સોજામાં મુળાની ભાજી ગુણકારી છે. મુળાની ભાજીની સુકવણી કરી હોય તો બારે માસ તેનો ઉપયોગ કરી શકાય. કમળો, ગુદાના વરમ, પેટનો ફુગાવો, ગૅસ, કફ, દમ વગેરે મુળાની ભાજીના સેવનથી મટે છે.

(૧) દુઝતા હરસમાં રોજ સવારે મુળાનાં પાનનો એક કપ રસ પીવાથી લાભ થાય છે.

(૨) હાથ-આંગળાં સડતાં હોય અને પરુ નીકળતું હોય તો મુળાનાં તાજાં સ્વચ્છ પાન બે હાથમાં લઈ બરાબર ચોળ્યા પછી અર્ધાથી એક કલાક સુધી હાથ ધોવા નહીં. સાથે મુળાનો એક કાંદો પાંદડાંથી શરુ કરી ધીમે ધીમે ચાવીને ટોચ સુધી ખાઈ જવો. ખાંડ-ગળપણ, ખટાશ અને નમક થોડા દીવસ બંધ કરવાં. જરુર લાગે તો ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ પ્રયોગ કરવો.

(૩) મુત્રની બરાબર શુદ્ધી ન થતી હોય તો મુળાના પાનનો રસ એક કપ જેટલો દરરોજ પીવો.

(૪) ચામડી પર એલર્જીનાં ચકામાં થતાં હોય તો મુળાના પાનનો રસ પીવો અને મુળાનો કાંદો ખાવો.

(૫) મુળો ત્રણે દોષોનું શમન કરે છે.

(૬) મુળાનાં પાન તથા કંદને કાચેકાચા ખુબ ચાવીને ખાવાથી જઠર સતેજ બને છે, કકડીને ભુખ લાગે છે, અજીર્ણ મટે છે અને દાંતના રોગ થતા અટકે છે.

(૭) મુળાનાં કાચાં તાજાં પાન ખુબ ચાવીને ખાવાથી કબજીયાત મટે છે.

(૮) મુળાનો સુપ હેડકી અને દમમાં ઉપયોગી છે.

Advertisements

ટૅગ્સ: , , , , , , , , , , , , , ,

2 Responses to “મુળા”

  1. jjkishor Says:

    મુળાની આ ખાસીયત છે, કે કુણા હોય તો બહુગુણા ને નહીં તો અત્યંત અવગુણા !!

    આયુર્વેદમાં, કહે છે કે આ એક જ એવું શાક છે જેની સુકવણી કરવાની છુટ હોય ! બાકી આયુર્વેદ સુકવણીનો વીરોધ કરે છે.

  2. Gandabhai Vallabh Says:

    આભાર જુ.ભાઈ. સુંદર કોમેન્ટઃ “કુણા હોય તો બહુગુણા ને નહીં તો અત્યંત અવગુણા !!”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: