રસાયન ચુર્ણ

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

રસાયન ચુર્ણ રસાયન એટલે વૃદ્ધાવસ્થાને અને રોગોને અટકાવનાર ઔષધ. જે ઔષધ શરીરની સાતે ધાતુઓની વૃદ્ધી કરી શક્તી અને આયુષ્ય વધારે, ઘડપણ અને રોગને પાસે જ ન આવવા દે, રોગપ્રતીકાર શક્તી પ્રદાન કરે તેને રસાયન કહે છે. રસાયન દ્રવ્યોના સેવનથી દીર્ઘ આયુષ્ય, સ્મૃતી, બુદ્ધી, પ્રભા અને કાંતી પ્રાપ્ત થાય છે. જેઠીમધ, વાંસકપુર, પીપર અને ભોંયકોળાનું સમાન ભાગે બનાવેલું ચુર્ણ સાકર સાથે લેવાથી એ રસાયન ઔષધનું કાર્ય કરે છે. એનાથી શરીર પર પડેલી કરચલી અને પડીયાનો નાશ થાય છે, તથા એ વીર્ય, આયુષ્ય અને હૃષ્ટીપુષ્ટી પ્રદાન કરે છે.

શ્રેષ્ઠ રસાયન ઔષધોઃ હરડે, આમળાં, બલા, નાગબલા, જેઠીમધ, શંખપુષ્પી, ગળો, શીલાજીત, ડોડી, મેદા અને પુનર્નવા આ અગીયાર ઔષધો શ્રેષ્ઠ રસાયન ઔષધો છે.

ટૅગ્સ:

8 Responses to “રસાયન ચુર્ણ”

 1. Upesh patel Says:

  સ્‍થૂળતા ઘટાડો, તંદુરસ્‍તી વધારો

  mari wife ni age 30 yrs. 6. 2nd baby vakhate tenu opetation kari ne baby ne upadi hati.. tene karane tena pedha no bhag vadhi gayo 6 and tya charbi vadhare 6. tene karane teno pet (stomak) no bhag bahu vadhare lage 6. ane tenu weight pan vadhare 6.

  mate koe solution batavu.

  Thanks,

  Upesh Patel
  9067355964

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે ઉપેશભાઈ,
   આપે આપની પત્નીની સમસ્યા માટે આપને શ્રદ્ધા હોય તેવા યોગ્ય કુશળ ચીકીત્સકને મળીને ઉપાય કરવા જોઈએ. આ બ્લોગ પાછળ મારો આશય લોકોમાં આયુર્વેદ પ્રત્યે રસ પેદા થાય તે માટે થોડી માહીતી પ્રદાન કરવાનો છે. માફ કરજો ભાઈ, હું ચીકીત્સક નથી. ઉપાયો માત્ર યોગ્ય જાણકાર ચીકીત્સકની દેખરેખ હેઠળ જ કરવા જોઈએ.

 2. Upesh patel Says:

  thanks for give reply.

  sir, ana mate ahmedabad ma koe sara chikitsak no reference apo to vadhu saru. b;coz advt. thi koe sara doctor nathi malta. mare pl. give proper reference for solve this problem.
  thanks

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   પ્રીય ભાઈ ઉપેશ,
   અહીં ન્યુઝીલેન્ડમાં મારા વસવાટને 36 વર્ષ થવા આવ્યાં. આથી આપ જે માહીતીની અપેક્ષા મારી પાસેથી રાખો છો તે પુરી કરવાને હું અશક્ત છું; અને એ બદલ દીલગીર છું.
   -ગાંડાભાઈનાં સસ્નેહ વંદન.

 3. Upesh patel Says:

  ગાંડાભાઇ તમારો ખૂબ આભાર

  આયુર્વેદમા કોઇ ઉપાય ખરો

  જો હોય તો મને જણાવો

  ઉપેશ પટેલ

 4. મિલન વાઘેલા Says:

  સાહેબ નસ સુકાઇ હોય અને હાડકા નબળા પડતા જતા હોય તેનો ઉપાય બતાવો

 5. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાઈ મિલન,
  નસ સુકાવાનું કારણ કદાચ વાયુવીકાર હોઈ શકે. આથી વાયુ ન થાય અને વાયુવીકાર દુર થાય એવા ઉપાય કરવા પડે, પરંતુ કારણ જાણ્યા વીના ચોક્કસ કહી ન શકાય. હાડકાં નબળાં પડવાનું કારણ કદાચ શરીરમાં કેલ્શ્યમની ઉણપ હોઈ શકે. આથી દુધ કે તલ અથવા એના જેવો કેલ્શ્યમ મળી શકે તેવો આહાર લેવાનો રહે. આમ છતાં સારો રસ્તો તો કોઈ વીશ્વાસુ સેવાભાવી વૈેદ્યને મળવાનો છે, કેમ કે તે રુબરુ તપાસ કરીને યોગ્ય ઉપાય બતાવી શકે.

 6. ગાંડાભાઈ વલ્લભ Says:

  રુબરુ મળવાથી પ્રશ્નોત્તરી દ્વારા તમારી પ્રકૃતી, આહાર – વીહાર વગેરે જાણીને યોગ્ય ઔષધો વૈદ્ય કે ડૉક્ટર સુચવી શકે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: