વરીયાળી

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

વરીયાળી : વરીયાળી મધુર, સહેજ તુરી, તીખી, કડવી, સ્નીગ્ધ, પચવામાં હલકી, તીક્ષ્ણ, પીત્ત કરનાર, જઠરાગ્નીવર્ધક અને ગરમ છે. આમ છતાં શીયાળામાં જેટલી ગુણકારી છે તેટલી જ ઉનાળામાં પણ છે.

તે વાયુ, કફ, શુળ, નેત્રરોગો, ઝાડા, ઉલટી, હરસ, દાહ, આમપ્રકોપ, બરોળના રોગ, કૃમી, અગ્નીમાંદ્ય, ખાંસી, યોનીશુળ, ક્ષય તથા રક્તવીકાર દુર કરે છે.

વરીયાળીમાં ૩% જેટલું સુગંધીત ઉડ્ડયનશીલ તેલ છે. આ તેલ પાચક, વાયુને દુર કરનાર અને મુત્રને સ્વાભાવીક રંગ આપનાર છે.

(૧) પેશાબની બળતરા, એસીડીટીની બળતરા, આંખોની બળતરા તથા હથેળી અને પગના તળીયાની બળતરા દુર કરવા વરીયાળીનું સાકરમાં બનાવેલું શરબત આપવાથી લાભ થાય છે.

(૨) અજીર્ણથી થતાં ઝાડા ઉલટીમાં વરીયાળીનું શરબત સારો ફાયદો કરે છે.

(૩) વરીયાળી આમ એટલે આહારના કાચા રસને પચાવવાનું તથા અગ્નીને પ્રદીપ્ત કરવાનું કામ કરે છે.

(૪) ભુખ લાગતી ન હોય, પાચન બરાબર થતું ન હોય અને સુંઠ, આદુ, મરી પીપર જેવાં દ્રવ્યો સહન ન થતાં હોય, એટલે કે પીત્તપ્રકૃતી હોય તેમને માટે વરીયાળી ખુબ હીતાવહ છે.

(૫) અગ્નીમાંદ્ય, અપચો અને અમ્લપીત્તથી પીડાતા દર્દીએ એક ચમચી વરીયાળી અડધી ચમચી સાકર સાથે દીવસમાં ત્રણ વખત ખુબ ચાવીને ખાવી.

(૬) જો અમ્લપીત્તમાં ખાટી, કડવી ઉલટીઓ થતી હોય તો નાળીયેરના પાણીમાં વરીયાળી અને સાકર નાખી બનાવેલ શરબત પીવું.

(૭) ખુબ ચાવીને ખાવાથી અને થોડો થોડો રસ પેટમાં ઉતારતા રહેવાથી વરીયાળી પેટનો આફરો અને ઉદરશુળ શાંત કરે છે.

(૮) અડધી ચમચી વરીયાળીનું ચુર્ણ નવશેકા પાણી સાથે લેવાથી પણ પેટનો ગૅસ-આફરો દુર થાય છે.

Advertisements

ટૅગ્સ: , , , , , , , , , , , , , , , , , , , , , ,

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: