વીટામીન ‘સી’

વીટામીન સી પુરતા પ્રમાણમાં વીટામીન ‘સી’ ન લેવાથી શરીરમાં કૉલેસ્ટરોલ વધી જાય છે. વીટામીન ‘સી’થી કૅન્સર થવાની શક્યતા ઘટે છે, કેમકે વીટામીન ‘સી’ આપણને રોગ સામે લડવાની તાકાત આપે છે.

વીટામીન ‘સી’ ની જરુરીયાત દરરોજ ૧૦૦ મી.ગ્રા. જેટલી છે.

વીટામીન ‘સી’ શરદીમાં ઘણો ફાયદો કરે છે.

ધુમ્રપાનથી વીટામીન ‘સી’ નષ્ટ થાય છે. વધારે પડતી દવા લેનારને વધુ વીટામીન ‘સી’ની જરુર પડે છે. ગર્ભનીરોધક ગોળી લેનાર સ્ત્રીના શરીરમાંથી વીટામીન ‘સી’ ઓછું થઈ જાય છે. માનસીક તણાવની સ્થીતીમાં વધુ વીટામીન ‘સી’ની જરુર રહે છે.

રોજના શાકભાજીમાંથી આપણને વીટામીન ‘સી’ મળી રહે છે, પરંતુ એ નાશ ન પામે એ માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.  જેમ કે :

(૧) લીલી શાકભાજી ચપ્પુથી કાપવા કરતાં હાથે તોડીને સમારવી.

(૨) જમવાનું બનાવી વધુ સમય રાખી ન મુકવું.

(૩) જમવાનું વારંવાર ગરમ ન કરવું.

(૪) શાકભાજી બની શકે તો છાલ સાથે જ રાંધો, કારણ કે છાલમાં વીશેષ પ્રમાણમાં વીટામીન ‘સી’ હોય છે. બટાટા છોલ્યા વીના અને ગાજર પણ ઘસીને સાફ કરીને વાપરવી જોઈએ.

(૫) બાફવાનાં શાકભાજી પણ પાણીમાં બહુ વાર ઉકાળવાં નહીં.

(૬) ફ્રીજમાં શાકભાજી હંમેશાં પ્લાસ્ટીકની થેલીમાં જ રાખો, ખુલ્લાં નહીં.

 • ત્રણ કાચાં ટામેટામાંથી ૩૦ થી ૫૦ મી.ગ્રા. વીટામીન ‘સી’ મળે છે.
 • ૨૫૦ ગ્રામ કોબીજમાં લગભગ ૫૦ મી.ગ્રા. વીટામીન ‘સી’ હોય છે.
 • પાંચ મધ્યમ કદના બટાટામાં ૫૦ મી.ગ્રા. વીટામીન ‘સી’ હોય છે.
 • એક ગ્લાસ સંતરાના રસમાં ૫૦ મી.ગ્રા. વીટામીન ‘સી’ હોય છે.
Advertisements

ટૅગ્સ:

3 Responses to “વીટામીન ‘સી’”

 1. dwijen Says:

  THE BEST SOURCE OF VITAMIN C IS ”AMALA”.720mg per 100gm

 2. dwijen Says:

  VITAMIN A,C,E AND SILENIUM IS BEST ANTI-OXIDANTS…

 3. Gandabhai Vallabh Says:

  આપની હકીકત સાથે હું પુરેપુરો સંમત છું. આપના કીમતી વક્તવ્ય બદલ હાર્દીક આભાર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: