સારીવા

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

સારીવા : સારીવાને કપુરમધુરી, ઉપલસરી, કાબરી, હરીવો વગેરે કહે છે. એનાં પાન કાબરચીતરાં હોય છે. તેની સુગંધ મીઠી મનમોહક હોય છે. એને અનંતમુળ પણ કહે છે.

સારીવા મધુર, ગુરુ, સ્નીગ્ધ, વર્ણ માટે હીતકારી, મળને બાંધનાર, ધાવણ શુદ્ધ કરનાર, દાહ શાંત કરનાર, ત્રીદોષનાશક, રક્તવીકાર, તાવ, ચળ, કુષ્ટ, પ્રમેહ, શરીરની દુર્ગંધ, અરુચી, અગ્નીમાંદ્ય, દમ, ખાંસી, ત્વચાના રોગો, વીષ અને અતીસારને મટાડે છે. ઉપરાંત મુત્રવીરચનીય, પરસેવો લાવનાર, સોજો મટાડનાર અને રસાયન છે.

સારીવા-અનંતમુળની કપુરકાચલી અને ચંદન જેવી મીશ્ર સુગંધ મધુર, આહ્લાદક, સુંઘ્યા જ કરીએ, ભુલી ન શકાય તેવી હોય છે. જે સારીવાના મુળીયામાં સુગંધ આવતી હોય તેનો જ ઔષધમાં ઉપયોગ કરવો. સારીવાનાં મુળ બજારમાં મળે છે. એ રક્તશુદ્ધીની અપ્રતીમ દવા છે.

(૧) કોઠે રતવા હોય, વારંવાર કસુવાવડ થઈ જતી હોય, બાળક જન્મતાં જ મરી જતું હોય તો તેને માટે સારીવા ઉત્તમ ઔષધ છે. એમાં અડધી ચમચી સારીવા-મુળનું ચુર્ણ સવાર-સાંજ દુધ સાથે લેવું.

(૨) લોહી-બગાડ અને ત્વચાના રોગમાં અનંતમુળ અને ગળોનું સમાન ભાગે બનાવેલું ચુર્ણ અડધીથી એક ચમચી પાણી સાથે ફાકી જવું.

Advertisements

ટૅગ્સ: , , , , , , , , , , , , , ,

2 Responses to “સારીવા”

 1. Nayan Says:

  Dear Doctor,

  Hope you are doing well.

  My problem is that I am suffering by ulcer since September 2012. I have to go to toilet 1 or 2 times in a day and little blood also comes in stool. Initial big amounted blood was coming but now it is very less but it is coming regularly. Also I don’t feel comfortable in stomach at any time since September. Also stool is mostly watery and not formed.

  Please advise me some “desi treatment” to cure this disease.

  Regards,
  Nayan Patel

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે નયનભાઈ,
   મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.
   ભાઈ, હું ડૉક્ટર, વૈદ્ય કે કોઈ પણ પ્રકારનો સ્વાસ્થ્ય ઉપચારક નથી. આયુર્વેદમાં રસ હોવાથી એ અંગે થોડું વાંચન કર્યું છે અને કરતો રહું છું. મારી આ નજીવી જાણકારી લોકો સાથે વહેંચું છું.
   મારા અલ્પ અનુભવ મુજબ તમારી પાચનશક્તી પણ કદાચ નબળી હોવી જોઈએ. આથી અલ્સરનો ઉપાય કર્યા પછી પાચનશક્તી સુધરે એવા ઉપાય કરવા જોઈએ. આયુર્વેદમાં એક જ તકલીફ માટે એક કરતાં વધુ ઉપાયો-ઔષધો જોવામાં આવે છે, કેમ કે દરેકની પ્રકૃતી અલગ હોય છે, આથી એક જણને ઉપયોગી થાય તે ઔષધ બીજાને ન પણ કામ આવે.
   અલ્સરના ઉપાય નીચે મુજબ છે, એમાં તમને અનુકુળ હોય તે ઉપાય કરવા.
   (૧) તાજા ફ્લાવરનો રસ સવારે ખાલી પેટે એકાદ કપ દરરોજ નીયમીત પીવાથી અલ્સર સમુળગું મટી જાય છે.
   (૨) હોજરી, આંતરડાં કે શરીરમાં અન્યત્ર થયેલાં ચાંદાં દ્રાક્ષ સારી રીતે રુઝવે છે.
   (૩) સુકી મેથીનો ઉકાળો-કાઢો દરરોજ એક એક કપ દીવસમાં ચાર-પાંચ વાર પીતા રહેવાથી અલ્સર-પેટમાં પડેલાં ચાંદાં મટે છે. અન્ય ચીકીત્સા સાથે પણ આ પ્રયોગ થઈ શકે.
   ગુજરાતીમાં ‘અલ્સર’ લખીને ઈન્ટરનેટ પર સર્ચ કરશો તો આ ઉપરાંત બીજા ઘણા ઉપાયો મળી શકશે.
   પાચનશક્તી સુધારવા મારા અનુભવ મુજબ આહારનું પ્રમાણ ઘટાડવું, તળેલા, પચવામાં ભારે પદાર્થોનો ત્યાગ કરવો. વારંવાર ખાવાની ટેવ હોય તો છોડી દેવી. ભુખ લાગે ત્યારે જ ખાવું. તમારી પ્રકૃતીને અનુકુળ આવે તે પાચનક્રીયામાં મદદગાર એવી અગ્નિતુંડીવટી, સિતોપલાદિ ચૂર્ણ, આમલકી રસાયણ, આમપાચનવટીનું સેવન કરવું. મને અગ્નિતુંડીવટી અનુકુળ આવે છે. પરંતુ આવી દવા યોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ લેવી.
   Thank you.
   Best regards.

   Gandabhai Vallabh
   My blog:gandabhaivallabh.wordpress.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: