સુરણ

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

સુરણ : सर्वेषां कंदशाकानां सूरण: श्रेष्ठ उच्यते || તમામ કંદશાકોમાં સુરણનું શાક ઉત્તમ છે.એ જમવામાં રુચી ઉત્પન્ન કરે છે.

ઘીમાં તળેલું અથવા છાશમાં બાફેલું જંગલી સુરણનું શાક ખાવાથી હરસ-મસા (પાઈલ્સ) મટે છે.

જંગલી સુરણને સુકવી તેનું ચુર્ણ બનાવી બાટલી ભરી લેવી. એક ચમચી જેટલું આ ચુર્ણ દહીંમાં મેળવીને ગળી જવાથી ઉદરરોગ, અર્શ-પાઈલ્સ મટે છે.

ઔષધમાં જંગલી સુરણ અને શાકમાં મીઠું સુરણ વાપરવું.

સુરણ સહેજ તીખું, મધુર, અગ્નીદીપક, રુક્ષ અને કોઈ કોઈને એ ખંજવાળ-એલર્જી ઉત્પન્ન કરે છે.

સુરણ મળને રોકનાર, સરળતાથી પચી જનાર, ગરમ, કફ, વાયુ અને અર્શ એટલે કે મસા-પાઈલ્સને મટાડનાર, પ્લીહા અને લીવરના રોગોમાં ખુબ જ હીતાવહ છે. વળી સુરણ ગોળો, સોજા, કૃમી, આમવાત, સંધીવાત, ઉદરશુળ, ઉધરસ, શ્વાસ, મેદવૃદ્ધી વગેરેમાં હીતાવહ છે.  પરંતુ દાદર, કોઢ અને રક્તપીત્તમાં તે હીતાવહ નથી.

છાશમાં બાફેલું અથવા ઘીમાં કે તલના તેલમાં તળેલું સુરણ ખુબ જ હીતાવહ છે.

પેપ્ટીક અલ્સર એટલે કે હોજરીના ચાંદાવાળાએ સુરણ ખાવું નહીં.

સુરણવટક સુરણ ૧૬૦ ગ્રામ, વરધારો ૧૬૦ ગ્રામ, મુસળી ૮૦ ગ્રામ, ચીત્રક ૮૦ ગ્રામ, હરડે, બહેડાં, આમળાં, સુંઠ, પીપર, પીપરીમુળ(ગંઠોડા), વાવડીંગ, તાલીસપત્ર ૪૦-૪૦ ગ્રામ, તથા તજ, એલચી, મરી ૨૦-૨૦ ગ્રામ લઈ બારીક ચુર્ણ કરવું. આ ચુર્ણથી બમણો (૧.૭૨૦ કીલોગ્રામ) ગોળ લઈ ચણાના દાણા જેવડી ગોળીઓ બનાવવી. સવાર-સાંજ બબ્બે ગોળીનું સેવન કરવાથી જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે, તેમ જ હરસ, સંગ્રહણી, દમ, ખાંસી, ક્ષય, બરોળનો સોજો, હેડકી, પ્રમેહ, ભગંદર વગેરે મટે છે. સુકા અને દુઝતા હરસમાં તે ખુબ જ ઉપયોગી છે.

Advertisements

ટૅગ્સ: , , , , , , , , , , , , , , , , , , , , ,

11 Responses to “સુરણ”

  1. niharika Says:

    any ayurvedic medicine for hypothyoroidism? if so plaese let me know thanks

  2. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે,
    મારા બ્લોગમાં થાઈરોઈડ બાબત નીચેની બે બાબતોનો ઉલ્લેખ છે, પણ આપે લખેલ થાઈરોઈડની તકલીફ બાબત મને કોઈ માહીતી નથી, એ બદલ દીલગીર છું.
    1. સીલેનીયમની ઉણપથી થાઈરોઈડનું કાર્ય ખોરંભાય છે.
    2. આયોડીનયુક્ત નમક અને દુધ પ્રચુર માત્રામાં આયોડીન ધરાવે છે. થાઈરોઈડના વ્યાધીમાં આયોડીનયુક્ત આહાર વધુ પ્રમાણમાં લેવાથી રોગ કાબુમાં આવે છે. આથી થાઈરોઈડના રોગીએ વધુને વધુ પ્રમાણમાં દુધનું સેવન કરવું તથા નમક હંમેશાં આયોડીનયુક્ત જ લેવું.

  3. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે,
    જો તમારી પ્રકૃતીને દુધ અનુકુળ ન હોય તો ન લઈ શકાય. કોઈ કોઈને દુધની એલર્જી હોય છે. જો એમ ન હોય તો સામાન્ય રીતે દુધ લેવામાં વાંધો હોતો નથી. હા, એનું પ્રમાણ તમારે તમારી જરુરત અને પાચનશક્તી મુજબ નક્કી કરવાનું રહે.

  4. ગાંડાભાઈ વલ્લભ Says:

    તમારા આ પ્રશ્નનો જવાબ તમે ‘ગુલ આતમનાં’ પોસ્ટમાં પુછ્યો છે, ત્યાં મેં લખ્યો છે.

  5. ગાંડાભાઈ વલ્લભ Says:
  6. ગાંડાભાઈ વલ્લભ Says:

    આંબાહળદરની મારી પોસ્ટમાં મેં નીચેની માહીતી આપી છે:
    આંબાહળદર : આંબાહળદરની સુગંધ આંબા જેવી હોય છે, તેથી એને એ નામ મળ્યું છે. એ કડવી, તીખી, ઠંડી, પચી ગયા પછી મધુર અને ત્રીદોષનાશક છે. વળી એ ભુખ લગાડનાર, આહારનું પાચન કરાવનાર, મળ રોકનાર, સોજો ઉતારનાર અને દુખાવો શાંત કરનાર છે. એના ગુણ હળદર અને આદુ જેવા જ છે પણ આદુ ગરમ છે, જ્યારે આ શીતળ અને પીત્તહર છે. આંબાહળદર ચામડીના રોગો, વાતરક્ત, ત્રણે દોષ(વાયુ, પીત્ત, કફ), વીષ, હેડકી, દમ, સસણી, શરદી અને કફના રોગોનો નાશ કરે છે.
    (૧) ખંજવાળ, માર-મચકોડ, સોજો, ચોટ વગેરેમાં આંબાહળદરનો લેપ કરવાથી ફાયદો થાય છે.
    (૨) આંબાહળદર અને સીંધવનું સમાન ભાગે કરેલું અડધી ચમચી જેટલું ચુર્ણ રોજ રાત્રે ચાર-પાંચ દીવસ લેવાથી તમામ પ્રકારના કૃમી મટે છે.
    (૩) આંબાહળદર અને કાળી જીરી સરખા ભાગે પાણીમાં લસોટી લેપ કરવાથી ખંજવાળ, બળતરા, સોજો અને ખસ મટે છે. આ તકલીફ વખતે મધુર અને ખાટી ચીજો, અથાણાં, પાપડ ખાવાં નહીં. નમક સાવ ઓછું લેવું. સ્વાદીષ્ટ વીરેચન ચુર્ણ સવાર-સાંંજ લેવું.
    (૪) વાગવા કે પડી જવાથી લોહી ગંઠાઈ ગયું હોય તો આંબાહળદર અને હીરાબોળનો લેપ કરવો. તથા આંબાહળદરનું ચુર્ણ ફાકવાથી લાભ થાય છે.

  7. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે,
    તમારી મમ્મીની ઉંમર તમે જણાવી નથી.
    મારા બ્લોગમાં મેં કમરના દુખાવા વીશે નીચે મુજબ જણાવ્યું છે. એમાંથી તમારી મમ્મીને અનુકુળ ઉપચાર યોગ્ય ચીકીત્સકની મદદથી કરવા.
    (૧) ૬૦ ગ્રામ અજમો ૬૦ ગ્રામ જુના ગોળમાં મેળવી, પીસી, તેમાંથી ૫-૫ ગ્રામ જેટલો સવાર-સાંજ લેવાથી કમરનો દુ:ખાવો મટે છે.
    (૨) ખજુરની પાંચ પેશીનો ઉકાળો કરી તેમાં ૫ ગ્રામ મેથીનું ચુર્ણ નાખી પીવાથી કમરનો દુ:ખાવો મટે છે.(આ ઉપચાર મેં મારા માટે આજે પણ કર્યો-મારી વય ૭૭ વર્ષની છે.)
    (૩) પીપળાનાં મુળીયાનો પાઉડર પાણી સાથે એક એક ચમચી સવાર, બપોર, સાંજ લેવાથી કમરદર્દ મટે છે. એનાથી કમર મજબુત બને છે અને કમરનું બળ વધે છે. (૪) પેટ સાફ ન રહેતું હોય, ગર્ભાશયમાં સોજો કે કોઈ વીકૃતી હોય, વાયુથી શરીરના સાંધાઓ જકડાઈ ગયા હોય, તો બે કપ દુધમાં બેથી ત્રણ ચમચી દીવેલ-એરંડીયું, અડધી ચમચી સુંઠ અને અડધી ચમચી મેથીનો ભુકો નાખી ઉકાળી, ઠંડું પાડી પી જવું. આ ઉપચારમાં વાયુપીત્તાદી દોષાનુસાર આવશ્યક પરેજી પાળવી.
    (૫) સુંઠ અને ગોખરું સરખે ભાગે લઈ તેનો ઉકાળો કરી રોજ સવારે પીવાથી કમરનો દુખાવો મટે છે.
    (૬) સુંઠ અને અજમો રાઈના તેલમાં ગરમ કરી તેની માલીશ કરવાથી કમરનો દુખાવો મટે છે તેમ જ દુખતા સાંધામાં આરામ થાય છે.
    કમરના દુખાવામાં કસરતો (૧) જમીન પર બેસી હાથ આગળ ખેંચી પગના અંગુઠાને પકડવાનો પ્રયત્ન કરો.
    (૨) ચત્તા સુઈ જઈ પગ વચ્ચેથી ઉંચા રાખો.
    (૩) ઉંધા સુઈ જઈ પગના પંજા ત્રાંસા રાખી, જમીન પર નાક અડાડવું.
    (૪) ચત્તા સુઈ કમરથી ઉપર વળી વચ્ચેથી ઉભા કરેલા પગના ઘુંટણને અડવા પ્રયાસ કરો.
    (૫) ઉંધા સુઈ હાથના બળે પડી રહો.
    (૬) ચત્તા સુઈ પગ વચ્ચેથી ઉભા રાખો, ત્યાર બાદ એક પછી એક બંને પગ વારા ફરતી છાતી સુધી લઈ જવા પ્રયત્ન કરો.
    (૭) ઉંધા સુઈ વારાફરતી બંને પગ ઉંચા નીચા કરો.
    (૮) ખુરસી પર ટટ્ટાર બેસો. કમરેથી વળી ઘુંટણ સુધી માથું લઈ જાઓ.
    પ્રાણાયામઃ કમરનો દુખાવો દુર કરવા બાહ્ય પ્રણાયામ ખુબ જ અકસીર છે. એની સાદી રીત મુજબ મોં વાટે બને તેટલો વધારેમાં વધારે શ્વાસ બહાર કાઢવો. (જેટલો વધુ શ્વાસ બહાર કાઢી શકાય તેટલો વધુ ફાયદો થશે.) આ પછી શ્વાસ બહાર રોકી રાખવો. (બાહ્ય કુંભક) શ્વાસ જેટલો વધુ સમય બહાર રોકી શકાય તેટલો જલદી લાભ થાય છે. આ પ્રાણાયામમાં બાહ્ય કુંભક ખુબ અગત્યનો હોવાથી કદાચ એને બાહ્ય પ્રાણાયામ કહેવામાં આવે છે. જ્યારે ન જ રહેવાય ત્યારે નાક વાટે શ્વાસ લેવો (પુરક). આ પ્રણાયામ અર્ધા કલાક સુધી સતત કરતાં ગમે તેવા ભયંકર કમરના દુખાવામાં પણ લગભગ ૮૦% ફાયદો તરત જ થવાની શક્યતા છે. આ મારો પોતાનો અનુભુત પ્રયોગ છે. શરુઆતમાં બીજે દીવસે ખભાના તેમ જ છાતી નજીકના સ્નાયુઓ દુખવાની શક્યતા છે. જો કે એનાથી ટેવાતાં દુખાવો થશે નહીં.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: