સોપારી

સોપારી : સોપારી પચવામાં ભારે, ઠંડી, રુક્ષ અને તુરી છે.

જુની અને પાકેલી સોપારી કફ અને પીત્ત દુર કરે છે.

સોપારી કામોત્તેજક છે, તેમ જ પેશાબની વીકૃતીમાં લાભકારક છે. શેકેલી સોપારી ત્રણે દોષ દુર કરે છે.

ચીકણી સોપારીનું દોઢ ગ્રામ ચુર્ણ સવારે મઠામાં કે કાંજીમાં લેવાથી હોજરીમાં ભરાઈ રહેલો વાયુ મટે છે.

સોપારીના ચુર્ણ વડે પકાવેલા તેલની માલીસ કરવાથી કટીવાત (બૅકપેઈન) મટે છે.

ખાવામાં સોપારીની માત્રા ૧/૨ થી ૧ ગ્રામ જેટલી જ હોવી જોઈએ. કૃમી રોગમાં થોડી વધુ લઈ શકાય.

કૃમી થયા હોય તો સોપારીનો ભુકો ગરમ પાણી સાથે દીવસમાં ત્રણ-ચાર વાર લેવો.

વધુ પડતી સોપારી ખાવાથી ઉધરસ થાય છે, લકવો કે મોંનું કેન્સર પણ થઈ શકે છે.

ટૅગ્સ: , , ,

12 Responses to “સોપારી”

 1. arvindadalja Says:

  શ્રી ગાંડાભાઈ
  મને સોપારી ખૂબજ પસંદ છે અને ખાસ કરીને જમ્યા બાદ સેકેલી સોપારીનો ચુરો ખાવાનો બહુ જ આનંદ આવે છે. અલબત્ત સોપારી ખાવાની આદત કેળવી નથી પણ ખાવી ગમે છે. આજે આપના બ્લોગ ઉપર તેના ગુણ-દોષ વાંચી આનંદ થયો અને હજુ દાંટ ચાલે છે ત્યાં સુધી સોપારી ખાવાનો આનંદ લેતો રહીશ !
  આભાર! આવજો !

  સ-સ્નેહ
  અરવિંદ

 2. Gandabhai Vallabh Says:

  આપની કૉમેન્ટ બદલ આભાર અરવીંદભાઈ.

  વધુ પડતી સોપારી ખાવાથી લાભને બદલે નુકસાન જ થાય છે, એ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ.

 3. POOJA JOSHI Says:

  ITS BEST I LIKE TOO MUCH AND I ALSO ATE TOOO MUCH .
  GIVE ITS PICTURE

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે પૂજાબહેન,

   આપની કૉમેન્ટ બદલ હાર્દીક આભાર.
   માફ કરજો બહેન, મારી પાસે સોપારીનું કે એના વૃક્ષનું પીક્ચર નથી. મને લાગે છે કે આ બંને આપણા દેશમાં ઘણી જગ્યાએ જોવા મળે છે; અને મોટા ભાગના લોકો એનાથી પરીચીત હોય છે. હું તો ૩૫ વર્ષથી ન્યુઝીલેન્ડમાં છું. ગાંધીજીના નમક સત્યાગ્રહ માટે પ્રખ્યાત દાંડીની મેં ૨૦૦૭માં મુલાકાત લીધી હતી ત્યાં પણ મારા જોવામાં સોપારીનું વૃક્ષ તેના પર ફળ સહીત જોવામાં આવ્યું હતું.
   -ગાંડાભાઈનાં સ્નેહવંદન.

 4. jyoti Says:

  i m eating 2 much sekeli sopari

  i read somewhere that in alergy (shilas) blood becomes thick n sopari makes it thin ,that’s whay i m taking sopari 2 whole pcs in a day

  kindly give suggestions

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   ભાઈશ્રી\બહેનશ્રી

   વધુ પડતી સોપારી નુકશાન કરે છે એવો મારો ખ્યાલ છે. આથી એનો ઉપયોગ સમજી-વીચારી કરવો જોઈએ. આમ તો મીઠુ (નમક) પણ લોહીને પાતળું કરે છે, પણ એનાથી બીજું નુકશાન જે વધુ જોખમકારક હોઈ શકે તેવું થઈ શકે. તેવું જ સોપારીના વધુ પડતા ઉપયોગથી બની શકે.

   મારી જાણ મુજબ શીળસના નીચે મુજબ ઉપાયો છે, જે વ્યક્તીની પ્રકૃતી અનુસાર અજમાવી શકાય. આયુર્વેદમાં એક જ ફરીયાદ માટે ઘણા જુદા જુદા ઉપાયો બતાવવામાં આવ્યા હોય છે, એનું કારણ જુદા જુદા લોકોને જુદા જુદા ઉપાયો અનુકુળ આવે છે-પોતાની પ્રકૃતી-વાત, પીત્ત, કફ વગેરે મુજબ.

   શીળસના ઉપાયો (૧) ૫-૫ ગ્રામ આદુનો રસ અને મધ પીવાથી અને આખા શરીરે અડાયાં છાણાની રાખ ચોપડી કામળો ઓઢી સુઈ જવાથી શીતપીત્ત-શીળસ મટે છે. (૨) અજમો અને ગોળ ખાવાથી શીતપીત્ત (શીળસ) મટે છે. (૩) દુધીનો રસ કાઢી થોડા મધ કે સાકર સાથે લેવાથી શીળસ મટે છે. (૪) મરીનું ચુર્ણ ઘી સાથે ચાટવાથી તેમ જ ઘીમાં મરી વાટીને લેપ કરવાથી શીળસ મટે છે. (૫) શીળસ-શીળવાના દર્દીએ અરણીનું મુળ પાણીમાં ઘસીને એક ચમચી જેટલું એટલા જ ઘી સાથે પીવું. (૬) ૧૦૦ ગ્રામ કોકમને પાણીમાં ભીંજવી રાખી, ગાળી, તેમાં જીરું અને ખાંડ નાખી પીવાથી શીળસ મટે છે. (૭) ચારોળી દુધમાં વાટી શરીરે ચોપડવાથી શીળસ મટે છે. (૮) અડાયા છાણાની રાખ શરીરે લગાડી ઓઢીને સુઈ જવાથી શીળસ મટે છે.
   -ગાંડાભાઈ વલ્લભ

 5. Pallavi Mehta Says:

  Nice to see that like a little little thing everyone can share here…
  THANKS

 6. Pallavi Says:

  અરે અભાર તો અમારે વ્યક્ત કરવો જોયે તમારો…
  તમે નાની નાની વસ્તુઓ નું શું મહત્વ છે એ જણાવો છો… તો પછી તમેજ કહો કે અભાર વ્યક્ત તમારે કરવાનું હોય કે અમારે કરવું જોયે??

  ચાલો ત્યારે અભાર સહ જય શ્રી કૃષ્ણ. !!!

  પલ્લવી બી. મહેતા

 7. sunil Says:

  dear sir,

  my father has problem in leg ankle,we do mri & all other report should be done but no facture or any such reason doctor has verified father said that they feel like some blockege, some time they feel good from medicine but now there are not comfortable please tell us some medicine is there in aurvedic.

  thanks & regards.

  Sunil.

 8. sunil Says:

  dear sir,

  my father has problem in leg ankle,we do mri & all other report should be done but no facture or any such reason doctor has verified father said that they feel like some blockege, some time they feel good from medicine but now there are not comfortable please tell us some medicine is there in aurvedic.

  thanks & regards.

  Sunil.

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   ભાઈશ્રી સુનીલભાઈ,
   નમસ્તે.
   મારા બ્લોગની મુલાકાત લેવા બદલ આભાર.
   સૌ પ્રથમ મારે કહેવું જોઈએ કે હું વૈદ્ય, ડોક્ટર કે ઉપચારક નથી. વળી ઉપચારક પણ દર્દીની પરેપુરી પરીક્ષા બાદ જ ઉપાય સુચવી શકે. ઉપરાંત એક જ પ્રકારની તકલીફ માટે અલગ અલગ કારણો હોઈ શકે અને અલગ અલગ વ્યક્તીની પ્રકૃતી અનુસાર એક જ દર્દ માટે અલગ અલગ દવા હોઈ શકે. આપને જે ચીકીત્સા પદ્ધતીમાં વીશ્વાસ હોય તેનો ઉપચાર કરવો જોઈએ.
   મારી સમજ મુજબ આયુર્વેદ માને છે કે કોઈ પણ દુખાવામાં વાયુ કારણભુત હોય છે. આથી વાયુકારક પદાર્થોની પરહેજી પાળવી જોઈએ અને વાયુનાશક આહાર લેવો જોઈએ. મારા અનુભવમાં બાહ્ય પ્રાણાયામ અને યોગાસનો વાયુનો દુખાવો દુર કરવામાં ઘણાં મદદરુપ થાય છે. આ પ્રાણાયામની તથા યોગાસનોની ધીમે ધીમે પ્રેક્ટીસ વધારતા જવાથી કદાચ ફેર પડી શકે. પરંતુ પ્રાણાયામ અને યોગાસનો કરતાં પહેલાં એ બીજી કોઈ રીતે નુકસાનકારક નથી તેની તપાસ કરાવી લેવી પડે. (દાખલા તરીકે હાઈ બ્લડપ્રેસર પરંતુ એ સીવાય પણ અન્ય બાબત હોઈ શકે જેમાં પ્રાણાયામ કે યોગાસનો નુકસાનકારક હોઈ શકે; જે એના જાણકાર જ કહી શકે.) સોપારીના ચુર્ણથી સીદ્ધ કરેલું કે અન્ય વાયુનાશક તેલનું માલીશ પણ મદદગાર બને.

   -ગાંડાભાઈનાં વંદન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: