હરડે

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

હરડે : હરડે ઘી સાથે વાત, લવણ-મીઠા સાથે કફ, અને મધ કે સાકર સાથે પીત્તનું નીવારણ કરે છે, તેમ જ ગોળ સાથે હરડે ખાવાથી સર્વ રોગોનો નાશ કરે છે. આમ એ ત્રીદોષનાશક છે.

હરડેનું ચુર્ણ યોગ્ય પ્રમાણમાં લેવું. એનો આધાર ઉંમર, જરુરીયાત તથા પોતાની પ્રકૃતી ઉપર રહે છે. આરોગ્યની ઈચ્છા રાખનારે રોજ હરડેનું સેવન કરવું. રાતે અડધી હરડે ચાવીને ખાવી. તેના ઉપર એક કપ ગરમ દુધ પીવું. ચાવીને ખાધેલી હરડે અગ્નીને પ્રદીપ્ત કરે છે, વાટેલી હરડે રેચ લગાડે છે, બાફેલી હરડે ઝાડો રોકે છે અને હરડેને શેકીને લેવામાં અાવે તો તે ત્રણે દોષોનો નાશ કરે છે.

હરડે ભોજનની સાથે ખાધી હોય તો બુદ્ધી અને બળ વધે છે તથા ઈંદ્રીયો સતેજ બને છે. વાયુ, પીત્ત તથા કફનો નાશ કરે છે. મુત્ર તથા મળને વીખેરી નાખે છે.

જમ્યા પછી હરડે ખાધી હોય તો તે અન્નપાનથી થયેલા અને વાત, પીત્ત તથા કફથી થયેલા દોષોને દુર કરે છે.

હરડે હેમંત ઋતુમાં સુંઠ, શીશીરમાં પીપર, વસંતમાં મધ, ગ્રીષ્મમાં ગોળ, વર્ષામાં સીંધવ અને શરદ ઋતુમાં સાકર સાથે ખાવી જોઈએ.

મુસાફરી કે શ્રમ કરવાથી થાકેલાએ, બળ વગરનાએ, રુક્ષ પડી ગયેલાએ, કૃશ-દુર્બળ પડી ગયેલાએ, ઉપવાસ કરેલા હોય તેણે, અધીક પીત્તવાળાએ, ગર્ભવતી સ્ત્રીઓએ અને જેમણે લોહી કઢાવ્યું હોય તેમણે હરડે ખાવી નહીં.

(૧) દુઝતા હરસમાં જમ્યા પહેલાં હરડે અને ગોળ ખાવાં.

(૨) બહાર દેખાતા ન હોય અેવા હરસમાં સવારે હરડે અને ગોળ ખાવાં.

(૩) ઉલટી-ઉબકા થતા હોય તો હરડે મધ સાથે ચાટવી.

(૪) હરડેનું બારીક ચુર્ણ ગરમ પાણીમાં પેસ્ટ કરી લગાડવાથી ખરજવું, દાદર, સોરાયસીસ જેવા ચામડીના રોગ મટે છે. ખીલ, ખસ, ખરજવું, ગુમડાં વગેરે ચામડીના રોગો અને રક્તબગાડના રોગોમાં અડધીથી એક ચમચી હરડેનું ચુર્ણ રોજ રાત્રે જમ્યા પછી સુખોષ્ણ દુધ અથવા નવશેકા પાણી સાથે લેવું અને વાયુપીત્તાદી દોષાનુસાર પરેજી પાળવી.

(૫) હરડેનું ચુર્ણ, ગોળ, ઘી, મધ અને તલનું તેલ સરખા વજને મીશ્ર કરી બે ચમચી સવાર-સાંજ ચાટવાથી મરડો, જીર્ણ જ્વર, ગૅસ, અજીર્ણ, અપચો અને આમ મટે છે. પીત્તના દુખાવામાં પણ આ ઉપચાર અકસીર ગણાય છે.

(૬) હરડે અને સુંઠ સરખા ભાગે પાણીમાં લસોટી નવશેકા ગરમ પાણીમાં સવારે અને રાત્રે લેવાથી દમ-શ્વાસ અને કફના રોગો મટે છે.

હરીતકી અને ઉધરસ :

हरि हरितकी चैव सावित्री च दिने दिने |

आरोग्यार्थी च मोक्षार्थी भक्षयेत् कीर्तयेत् सदा ||

આરોગ્ય ઈચ્છનારાએ રોજ હરીતકીનું (હરડેનું) સેવન કરવું અને મોક્ષ ઈચ્છનારાએ હરી અને સાવીત્રીનું કીર્તન કરવું. આમવાત, સાયટીકા-રાંઝણઃ એક ચમચો હરડેનું ચુર્ણ બે ચમચી દીવેલમાં દરરોજ નીયમીત લેવાથી આમવાત, સાયટીકા-રાંઝણ, વૃદ્ધીરોગ અને અર્દીત વાયુ(મોં ફરી જવું) મટે છે.

Advertisements

ટૅગ્સ: , , , , , , , , , , , , , , , , , , , , , ,

7 Responses to “હરડે”

 1. Bhupendrasinh Raol Says:

  ભાઈશ્રી,
  હરડે તો કાયમ અમારા ઘરમાં હોય જ.સુંઠ અને ગંઠોડા પણ હોયજ.મને સુકી એલર્જીક ખાંસી ભારતમાં બહુ થતી.ત્યરે મેં ક્યાંક વાચ્યું કે બહેડા ચૂર્ણ એમાં ફાયદો કરે.મેં નિયમિત બહેડા પાવડર ફાકીને એને દુર કરેલ.આપ બહેડા વિષે વધારે જણાવશો તો આભારી થઈસ.

 2. Gandabhai Vallabh Says:

  નમસ્તે.
  મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.
  બહેડાં વીષે થોડી માહીતી.

  બહેડાં પરમ કફનાશક છે. આથી કફવાળી ઉધરસનો નાશ કરે છે. ઉધરસ સાથે ચીકણો કફ વધુ પ્રમાણમાં નીકળતો હોય તેમાં બહેડાંના સેવનથી લાભ થાય છે. બહેડાં તુરાં અને રુક્ષ હોવાથી કફનો નાશ કરે છે. શરીરમાં ભેગા થયેલા અને ચોંટી રહેલા કફને બહેડાં ઉખાડીને બહાર કાઢવાની ક્રીયા કરે છે. આથી બહેડાંના સેવનથી કફજન્ય રોગો દુર થાય છે. વળી બહેડાંથી હૃદયને પોષણ મળે છે. અવાજ અને આંખોની ખામી દુર થાય છે. વાળ ચમકીલા અને સુંદર બને છે.
  સર્વ પ્રકારના શ્વાસ (દમ) અને ખાંસીમાં બહેડાં અકસીર ઔષધ છે. બકરીના મુત્રમાં બહેડાં બાફી એની છાલ મધમાં ઘુંટીને સવાર-સાંજ સેવન કરવાથી દમ અને ખાંસી મટે છે.
  બહેડાં અને ખાંડ સરખા ભાગે મીશ્ર કરીને લેવાથી આંખોની રોશની વધે છે.
  નાગરમોથ, દેવદાર, આંબાહળદર, વાવડીંગ, પીપર, હરડે, બહેડાં અને આમળાં ૧૦૦-૧૦૦ ગ્રામ લઈ અધકચરાં ખાંડી શીશીમાં ભરી લો. એક ગ્લાસ પાણીમાં ૧૦ ગ્રામ ચુર્ણ નાંખીને તેનો ઉકાળો કરી સુતાં પહેલાં પીવો. થોડાક દિવસ સુધી આ પ્રયોગ કરવાથી પેટની અંદરના બધા જ કૃમી નષ્ટ થઈ જઈ મળની સાથે બહાર નીકળી જાય છે.
  અવાજ બેસી ગયો હોય અને કાકડા સુઝી ગયા હોય તેમાં પણ બહેડાંની છાલના ટુકડા મોમાં રાખીને ચુસવાથી લાભ થાય છે. પીચોટી ખસી ગઈ હોય અને તેથી ઝાડા થઈ ગયા હોય તેમાં દશ ગ્રામ બહેડાનું ચુર્ણ સોળ ગણા પાણીમાં ધીમા તાપે ઉકાળવું. આશરે પોણા ભાગનું પાણી બળી જાય પછી ઠરવા આવે એટલે ગાળીને પીવું. સવાર-સાંજ આ પ્રયોગ કરવો. પીચોટીના ઝાડામાં આ પ્રયોગ ગુણકારક છે.

 3. umesh pandav Says:

  sir namaste,
  mare e janvutu ke hu roj savare walking karva jav chu ttare sekeli himage-harde modha ma rakhine tene paladva dav chu pachi dhime dhime khav chu. to tenathi mane su faydo thase

 4. Gandabhai Vallabh Says:

  નમસ્તે ઉમેશભાઈ,
  હરડેને શ્રેષ્ઠ રસાયન ઔષધ કહેવામાં આવે છે. બીજાં કેટલાંક રસાયન ઔષધો પણ છે, જેમાં હરડે પ્રથમ ક્રમમાં છે. રસાયન એટલે વૃદ્ધાવસ્થાને અને રોગોને અટકાવનાર ઔષધ. જે ઔષધ શરીરની સાતે ધાતુઓની વૃદ્ધી કરી શક્તી અને આયુષ્ય વધારે, ઘડપણ અને રોગને પાસે જ ન આવવા દે, રોગપ્રતીકાર શક્તી પ્રદાન કરે તેને રસાયન કહે છે. રસાયન દ્રવ્યોના સેવનથી દીર્ઘ આયુષ્ય, સ્મૃતી, બુદ્ધી, પ્રભા અને કાંતી પ્રાપ્ત થાય છે. આથી જો આપ નીયમીત હરડે લેતા હો તો સ્વાસ્થ્ય બાબત ઘણા લાભ થવા જોઈએ. સૌરાષ્ટ્રમાં ગઢડાવાળા વૈદ્ય થઈ ગયા. તેઓ કહેતા કે હરડે વીના એક પણ દીવસ જવો ન જોઈએ. આમ છતાં દરેક જણને કોઈપણ ઔષધ એકસરખી જ અસર કરે એમ ન બને, કેમ કે દરેકની પ્રકૃતી અલગ હોય છે.

 5. યોગેશભાઈ Says:

  હરડે ચુર્ણ બનાવવાની શાસ્ત્રોક્ત રીત જણાવવા વિનંતી છે.

 6. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે યોગેશભાઈ,
  હરડેના ચુર્ણ અંગે મને જે માહીતી મળી છે તેમાં એની કોઈ શાસ્ત્રોક્ત પદ્ધતી મારી જાણમાં આવી નથી. પણ હરડેની જે સાત જાતો હોય છે તે પૈકી ચેતકીનું ચુર્ણ ઉત્તમ ગણવામાં આવે છે. ચેતકી હરડે પર ત્રણ રેખાઓ જોવામાં આવે છે. વળી હરડેનુ ચુર્ણ એને દીવેલ (એરંડીયા)માં તળીને કરવામાં આવે તો તે વધુ ગુણકારી બને છે. આને શાસ્ત્રોક્ત કહેવાય કે કેમ તે હું જાણતો નથી.
  જો કોઈ ભાઈબહેનને એની જાણકારી હોય અને બધાના લાભ માટે જણાવવામાં આવશે તો તેમનો હાર્દીક આભાર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: