અનીદ્રા

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

 

અનીદ્રા  (૧) કુમળાં વેંેગણ અંગારામાં શેકી, મધમાં મેળવી સાંજે ચાટી જવાથી સારી ઉંઘ આવે છે. પ્રયોગ થોડા દીવસ ચાલુ રાખવાથી અનીદ્રા મટે છે.

(૨) દહીંમાં બનાવેલું ડુંગળીનું કચુંબર રાત્રીના ભોજન સાથે ખાવાથી સારી ઉંઘ આવે છે.

(૩) પોઈ નામની વનસ્પતીના વેલા થાય છે. એનાં પાનનાં ભજીયાં બનાવવામાં આવે છે. એ ખેતર કે વાડામાં ઉગે છે. આ પોઈનાં પાનનો ૧ ચમચો રસ ૧ પ્યાલા દુધ સાથે રાતે સુવાના કલાકેક પહેલાં લેવાથી સારી ઉંઘ આવે છે.

(૩) મોટા ભુરા કોળાની છાલ ઉતારી, બી તથા અંદરનો પોચો ભાગ કાઢી નાખી, બબ્બે રુપીયા ભારનાં પતીકાં પાડી પાણીમાં બાફવાં. જરા નરમ પડે એટલે કપડામાં નાખી પાણી નીતારી કાઢવું. બાફેલાં પતીકાં બમણી સાકરની ચાસણીમાં નાખવાં. કેસર અને એલચી ઈચ્છા પ્રમાણે નાખી શકાય. આ મુરબ્બો અનીદ્રા મટાડે છે.

(૪) સુતા પહેલાં ૧/૨ કીલોમીટર ખુબ ઝડપથી ચાલવું અને પાછા વળતાં ધીમેથી ચાલવું. આવીને અડધો ગ્લાસ સોડા પીને સુઈ જવાથી ઘસઘસાટ ઉંઘ આવે છે.

(૫) કોળું વધારે માત્રામાં લેવાથી દસ્ત સાફ આવે છે અને નીદ્રા આવે છે.

(૬)  કોકમને ચટણીની માફક પીસી, પાણી સાથે મેળવી, ગાળી, સાકર નાખી તેનું શરબત બનાવીને પીવાથી નીદ્રાનાશ મટે છે.

(૭) રોજ રાત્રે એક સફરજન ખાવાથી અને એક ગ્લાસ દુધ ઓછામાં ઓછા પંદર દીવસ સુધી પીવાથી અનીદ્રાની ફરીયાદ દુર થાય છે.

(૮) ૧ ચમચો વરીયાળીનો શુદ્ધ અર્ક એકાદ વાડકી પાણીમાં ભેળવી રાતે સુતી વખતે લેવાથી અનીદ્રાની ફરીયાદ મટે છે. વરીયાળીનો અર્ક જેટલો શુદ્ધ અને ચોખ્ખો હોય તેટલો વધુ ફાયદો કરે છે.

(૯) ભેંસના દુધમાં અશ્વગંધાનું ચુર્ણ મેળવી પીવાથી અનીદ્રાનો રોગ મટે છે.

(૧૦) એરંડના કુમળા અંકુરને વાટી થોડું દુધ ઉમેરી કપાળે (માથા પર) અને કાન પાસે ચોપડવાથી સુખપુર્વક ઉંઘ આવે છે.

(૧૧) ગંઠોડાનું ચુર્ણ ગોળ સાથે મેળવી ખાવાથી અને ઉપર ગરમ દુધ પીવાથી સારી ઉંઘ આવે છે. ગંઠોડાનું ચુર્ણ એટલા જ કે થોડા વધુ ગોળ સાથે સુવાના એક કલાક પહેલાં ખુબ ચાવીને ખાવાથી પણ થોડા દીવસોમાં અનીદ્રા મટે છે.

(૧૨) ચોથા ભાગના જાયફળનું ચુર્ણ પાણી સાથે લેવાથી સારી ઉંઘ આવે છે.

(૧૩) ઉંઘ માટે પગના તળીયે ગાયના ઘીની માલીશ કરવી.

(૧૪) ઉંઘ માટે ગંઠોડાનો ૨ ગ્રામ ભુકો ૨૦૦ મી.લી. દુધમાં ઉકાળી સુતી વખતે પીવું.

(૧૫) ઉંઘ માટે જાયફળ, પીપરી મુળ તથા સાકર દુધમાં નાખી ગરમ કરીને પીવું.

(૧૬) ઉંઘ માટે ૨થી ૩ ગ્રામ ખસખસ વાટી સાકર અને મધ અથવા સાકર અને ઘી સાથે સુતી વખતે લેવું.

(૧૭) ગંઠોડાનું ૨ ગ્રામ જેટલું ચુર્ણ ઘી-ગોળ સાથે ખાવાથી ઉંઘ આવે છે.

(૧૮) સાંજે બેચાર માઈલ ચાલવાથી ઉંઘ આવે છે.

(૧૯) અરડુસાનો તાજો કડક ઉકાળો અથવા દુધમાં અરડુસો ઉકાળીને સુવાના કલાકેક અગાઉ પીવાથી સારી ઉંઘ આવે છે.

(૨૦) ભેંસના ગરમ દુધમાં ગંઠોડા કે દીવેલ નાખી પીવાથી સારી ઉંઘ આવે છે.

(૨૧) દરરોજ રાતે બનફસાનું સ્વાદીષ્ટ શરબત પીવાથી સરસ ઉંઘ આવે છે. બનફસા એક પ્રકારનું ઘેરું લીલું પહાડી ઘાસ છે.

(૨૨) રાત્રે સુવાના એકાદ કલાક પહેલાં હુંફાળા દુધમાં ૮-૧૦ ટીપાં બદામના તેલનાં નાખી ધીમે ધીમે પીવાથી સારી ઉંઘ આવે છે. એનાથી બીજે દીવસે શરીરમાં સારી સ્ફુર્તી પણ રહે છે.

(૨૩) રાત્રે સુતી વખતે હુંફાળા દુધમાં એક ચમચી ઘી અને અડધી ચમચી હળદર નાખી પીવાથી અનીદ્રાની ફરીયાદ દુર થાય છે.

(૨૪) પગના તળીયે ગાયના ઘીનું કે દીવેલનું માલીશ કરવાથી ઉંઘ આવે છે.

(૨૫) ઉંઘ ન આવવાનું કારણ વાયુનો પ્રકોપ ગણાય છે. અશ્વગંધા વાયુનો નાશ કરવાનો ગુણ ધરાવતું હોવાથી એક ચમચી અશ્વગંધાનું ચુર્ણ એટલી જ સાકર મીશ્ર કરીને દુધમાં નાખી પીવાથી સારી ઉંઘ આવે છે.

(૨૬)  ઉંઘ આવતી ન હોય અને રોજ ઉંઘની ગોળી ખાવી પડતી હોય, તો શેકેલા જાયફળનું ચુર્ણ ચણાના કે ચણોઠીના બે દાણા જેટલું, જટામાસીનું ચુર્ણ એક ગ્રામ, અશ્વગંધાનું ચુર્ણ ત્રણથી ચાર ગ્રામ, ગંઠોડાનું ચુર્ણ બે ગ્રામ અને સર્પગંધાનું ચુર્ણ બે ચોખાભારનું મીશ્રણ કરી રાત્રે ઘી અથવા મધમાં મેળવી ચાટી જવું અને ઉપર એક ગ્લાસ સાકર નાખેલું ભેંસનું દુધ પીવાથી ઘસઘસાટ ઉંઘ આવશે. (૨૭) અશ્વગંધારીષ્ટ અને દ્રાક્ષાસવ રોજ રાત્રે ચાર-ચાર ચમચી મીશ્ર કરીને જમ્યા પછી પીવાથી સારી ઉંઘ આવે છે.

Advertisements

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: