અરુચી

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

અરુચી

ખાવા-પીવાનું મન ન થતું હોય તો:

(૧) દાડમ ખાવાથી કે દાડમના રસમાં મરી, સીંધવ, સંચળ નાખી પીવાથી અથવા સુંઠ અને ગોળ ખાવાથી કે લસણની કળીઓને ઘીમાં તળીને રોટલી સાથે ખાવાથી અરુચી મટે છે; ભુખ ઉઘડે છે.

(૨) લીંબુની બે ફાડ કરી તેની ઉપર સુંઠ, કાળાં મરી અને જીરાનું ચુર્ણ તથા સીંધવ મેળવીને થોડું ગરમ કરી ચુસવાથી અરુચી મટે છે.

(૩) બે ચમચી આમલી એક ગ્લાસ પાણીમાં પલાળવી. સવારે સોપારી જેટલો ગોળ તથા કાળાં મરી અને એલચીનું થોડું ચુર્ણ નાખી પીવું. એનાથી ભુખ લાગશે અને અરુચી દુર થશે. વળી આમલીનું શરબત પીવાથી ગ્રીષ્મમાં લુ લાગતી નથી.

(૪) ૮૦ ગ્રામ ઠળીયા કાઢેલી ખજુર, ૧૦ ગ્રામ આમલી પલાળી ચોળીને કરેલું પાણી, ૫ ગ્રામ દ્રાક્ષ, ૨ ગ્રામ મરચું, ૨ ગ્રામ આદુ, જરુર પુરતું મીઠું અને ૮ ગ્રામ ખાંડ નાખી ચટણી બનાવી ખાવાથી અરુચી મટે છે અને ભુખ ઉઘડે છે. (૫) અડદની દાળ પાણીમાં પલાળી રાખી, વાટી, તેમાં મીઠું, મરી, હીંગ, જીરુ લસણ અને આદુ નાખી વડાં કરવાં. તેને ઘીમાં અથવા તેલમાં તળીને ખાવાથી અરુચી મટે છે. (૬) આમલી ઠંડા પાણીમાં પલાળી, મસળી, ગાળી, તેના થોડા પાણીમાં સાકર મેળવી પીવાથી અને બાકીના પાણીમાં એલચી, લવીંગ, મરી અને કપુરનું ચુર્ણ નાખીને કોગળા કરવાથી અરુચી મટે છે, અને પીત્તપ્રકોપનું શમન થાય છે. (૭) લીંબુનું શરબત પીવાથી અરુચી મટે છે.

(૮) તાજો ફુદીનો, ખારેક, મરી, સીંધવ, હીંગ, કાળી દ્રાક્ષ અને જીરુની ચટણી બનાવી તેમાં લીંબુનો રસ નીચોવી ખાવાથી મોંમાં રુચી પેદા થાય છે.

(૯) ૧૦-૧૦ ગ્રામ આદુના અને લીંબુના રસમાં ૧.૫ ગ્રામ સીંધવ મેળવી સવારે પીવાથી અરુચી મટે છે.

(૧૦)  દાડમનો રસ, સીંધવ અને મધ એકત્ર કરી ચાટવાથી અરુચી મટે છે.

(૧૧) ખાટામીઠા દાડમનો ૧૦ ગ્રામ રસ મોંમાં રાખી ધીમે ધીમે ફેરવીને દીવસમાં ૮-૧૦ વાર પીવાથી મોઢાનો સ્વાદ સુધરે છે, તાવને લીધે અરુચી રહેતી હોય તો તે મટે છે અને આંતરડાંમાં રહેલા દોષોનું શમન થાય છે.

(૧૨) ધાણા, જીરુ, મરી, ફુદીનો, સીંધવ અને દ્રાક્ષને લીંબુના રસમાં પીસી બનાવેલી ચટણી ભોજન સાથે લેવાથી અરુચી મટે છે.

(૧૩) ધાણા, એલચી અને મરીનું ચુર્ણ ઘી અને સાકર સાથે લેવાથી અરુચી મટે છે.

(૧૪) પાકાં ટામેટાના રસમાં ફુદીનો, આદુ, ધાણા અને સીંધવ મેળવી ઉકાળીને બનાવેલી ચટણી ભોજન સાથે લેવાથી મોઢાનો સ્વાદ સુધરે છે અને ભોજનની રુચી પેદા થાય છે.

(૧૫) ટામેટાના ટુકડા કરી સુંઠ અને સીંધવનું ચુર્ણ ભભરાવી ખાવાથી અગ્નીમાંદ્ય અને અરુચી મટે છે.

(૧૬) લસણ, કોથમીર, આદુ, ધોળી દ્રાક્ષ, ખાંડ અને સીંધવની ચટણી કરીને ખાવાથી અરુચી મટે છે તથા ખોરાકનું પાચન થાય છે.

(૧૭) સારાં પાકાં લીંબુના ૪૦૦ ગ્રામ રસમાં ૧ કીલો ખાંડ નાખી, ઉકાળી, ચાસણી કરી શરબત બનાવવું. શરબત ગરમ હોય ત્યારે જ કપડાથી ગાળી ઠંડુ થાય એટલે શીશીઓમાં ભરી લેવું. આ શરબત ૧૫થી ૨૫ ગ્રામ જેટલું પાણી મેળવી પીવાથી અરુચી મટે છે.

(૧૮) સુંઠ, મરી, પીપર અને સીંધવ દરેક ૧૦-૧૦ ગ્રામના બારીક વસ્ત્રગાળ ચુર્ણમાં ૪૦૦ ગ્રામ બી કાઢેલી કાળી દ્રાક્ષ મેળવી ચટણી માફક પીસી બરણીમાં ભરી લેવું. એને પંચામૃત ચાટણ કહે છે. એ પાંચથી વીસ ગ્રામ જેટલું સવાર-સાંજ ચાટવાથી અરુચી મટે છે.

(૧૯) ૨૦૦ ગ્રામ આદુ છોલી ચટણી બનાવી ૨૦૦ ગ્રામ ઘીમાં શેકવી. શેકાઈને લાલ થાય ત્યારે એમાં ૪૦૦ ગ્રામ ગોળ નાખી શીરા જેવો અવલેહ બનાવવો. આ અવલેહ સવાર-સાંજ ૧૦-૧૦ ગ્રામ જેટલો ખાવાથી અગ્નીમાંદ્ય, ઉદરવાત, આમવૃદ્ધી, અરુચી અને કફવૃદ્ધી મટે છે. પ્રસુતાને ખવડાવવાથી તે ખોરાક સારી રીતે લઈ શકે છે.

(૨૦) કાળી નાની હરડે શેકી પાઉડર કરી સીંધવ સાથે ૧-૧ ચમચી દરરોજ રાતે લેવાથી આહાર પ્રત્યેની અરુચી દુર થાય છે.

(૨૧) હરડે, લીંડીપીપર, સુંઠ અને કાળાં મરી સરખા વજને મીશ્ર કરી, એ મીશ્રણથી બમણા વજનનો ગોળ મેળવી ચણી બોર જેવડી ગોળી બનાવવી. બબ્બે ગોળી સવાર, બપોર અને સાંજે ચુસવાથી અજીર્ણ, અરુચી અને ઉધરસ મટે છે.

(૨૨) જમવાની પાંચેક મીનીટ પહેલાં એક ગ્લાસ પાણીમાં ૧ લીંબુ નીચોવી એક નાની ચમચી સોડા-બાય-કાર્બ નાખી હલાવીને પી જવાથી ખોરાક પરની અરુચી મટે છે. જો ગૅસની અનીચ્છનીય અસર ન થતી હોય તો ૧ બોટલ તૈયાર સોડામાં લીંબુ નીચોવીને પણ પી શકાય.

(૨૩) સુંઠ, મરી અને સંચળના ચુર્ણને સાકરમાં મેળવી લીંબુના રસમાં ઘુંટી ગોળીઓ બનાવી તેનું સેવન કરવાથી અરુચી મટે છે.

(૨૪) આમલીના શરબતમાં જીરુનું ચુર્ણ ભભરાવી પીવાથી પાચક સ્રાવો છુટીને અરુચી મટે છે.

(૨૫) બીજોરાના કકડા છાંયે સુકવી, ચુર્ણ કરી તેમાં સુંઠ, પીપર અને મરીનું ચુર્ણ મેળવી ખાવાથી અરુચી મટે છે. (૨૬) અરુચી દુર કરી ભુખ વધારવા લીંબુના ફાડીયા પર નમક, મરી, ગંઠોડા અને સંચળ ભભરાવી જરા ગરમ કરીને ભોજન પહેલાં ચુસી જવાથી ઉત્તમ લાભ થાય છે. ઉલટી, હેડકી, ચુંક અને આફરામાં પણ એનાથી લાભ થાય છે. (૨૭) એક ગ્લાસ જાડી, મોળી છાસમાં પ્રમાણસર રાઈ, જીરુ, હીંગ, સુંઠ અને સીંધવ નાખી પીવાથી ખોરાક પરની અરુચી મટે છે.

(૨૮) તાજા કમરખની ચીરી પર નમક, સંચળ અને જીરુ ભભરાવી ખાવાથી અરુચી મટે છે. દાંત અબાઈ જાય એટલા પ્રમાણમાં અને એવી રીતે કમરખ ન ખાવાં.

(૨૯) ખાંડનું બુરુ, કાળી દ્રાક્ષ લીંબુનાં ફુલ અને કાળાં મરી ભેગાં ઘુંટી ગોળી બનાવી જમ્યા પહેલાં ચુસવાથી મોંમાં સ્વાદ લાગવો શરુ થાય છે.

(૩૦) ભોજન પહેલાં દાડમનો રસ, સીંધવ અને મધ ભેગાં કરી ચાટવાથી અરુચી મટે છે.

(૩૧) જે કારણથી અરુચી હોય તે મુજબ એનો ઉપાય કરવો જોઈએ. વાયુથી થયેલી અરુચીમાં એનીમા, પીત્તથી થયેલી અરુચીમાં વીરેચન અને કફથી થયેલી અરુચીમાં ઉલટી કરાવવાથી લાભ થાય છે. માનસીક ઉદ્વેગને લીધે અરુચી થઈ હોય તો મનને પ્રસન્ન કરે એવાં રુચીકારક ભોજનનું સેવન કરવું જોઈએ.

(૩૨) શારીરીક કે માનસીક ગમે તે કારણોથી ખોરાક પર અરુચી થઈ હોય તો જાડી મોળી છાસમાં રાઈ, જીરુ, સુંઠ, હીંગ અને સીંધવ નાખી પીવાથી એ અરુચી મટે છે.

(૩૩) ભુખ જ ન લાગતી હોય તો બેથી ત્રણ ગંઠોડાનો પાઉડર કરી તેમાં લીંબુનાં ટીપાં નીચોવી જમતાં પહેલાં ધીમે ધીમે ચાટવાથી જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે, તીવ્ર ભુખ લાગે છે.

(૩૪) મંદ પાચનશક્તી અથવા ભુખ જ ન લાગતી હોય તેણે આદુ અને લીંબુના એક એક ચમચી રસના મીશ્રણમાં પાંચ થી છ એલચીના દાણા અને બે ત્રણ ગંઠોડાનું ચુર્ણ મેળવીને જમતા પહેલા એક કલાક અગાઉ બપોરે અ્ને રાત્રે પીવું. એક જ અઠવાડીયામાં જઠરાગ્ની બળવાન બનશે અને ભુખ પણ સારી લાગશે.

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: