અરુચી-મંદાગ્ની

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

અરુચી-મંદાગ્ની મોંમાંથી ચીકણી લાળ પડતી હોય અને અરુચી તથા મંદાગ્ની હોય તો રોજ સવાર-સાંજ એક કલાક ચાલવું, એક દીવસનો નકોરડો ઉપવાસ કરવો.  આખો દીવસ માત્ર સુંઠ નાખી ઉકાળેલું હુંફાળું પાણી તરસ મુજબ પીવું. બીજા દીવસથી બાફેલા મગનું નમક વગરનું પાણી પાંચ દીવસ સુધી પીવું. એમાં મસાલા નાખી શકાય. પાંચ દીવસ પછી સવાર-સાંજ બાફેલા મગ ખાવા. બે વખત ઋતુનાં ફળો ખાવાં.

દવામાં સવાર-સાંજ ૫-૫ ગ્રામ આદુની કતરણ ચાવી જવી.

મંદાગ્નીને લીધે રસધાતુ કાચી રહેવાથી મોંમાંથી ચીકણી લાળ નીકળે છે. પંદર દીવસ પછી ધીમે ધીમે આહારમાં એક એક વાનગી રોજ ઉમેરતા જઈ ક્રમશઃ રોજીંદા પણ માપસર આહાર પર ચઢવું. કાયમ માટે મીઠાઈ તથા તેલ-ઘી અલ્પ પ્રમાણમાં જ લેવાં. કડક પરેજી, ચાલવાનો નીયમ અને સુંઠ અને આદુ જેવાં અગ્ની પ્રદીપ્ત કરનાર દ્રવ્યથી મોંમાંથી લાળ પડવાની તકલીફમાંથી મુક્તી મળે છે.

એક ગ્લાસ પાણીમાં બે ચમચી પાકી આમલીનું પેસ્ટ નાખીને ઉકાળવું. બરાબર ઉકળે ત્યારે ઉતારી તેમાં ત્રણથી ચાર ચમચી ગુલાબજળ, એક ચમચી ગોળ, પાંચ એલચીના દાણાનું ચુર્ણ અને દસથી બાર કાળા મરીનું ચુર્ણ મીશ્ર કરી ધીમે ધીમે પી જવું. આ ઉપચારથી ભુખ સારી લાગશે અને અરુચી પણ દુર થશે.

Advertisements

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: