આમાતીસાર

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

આમાતીસાર : (૧) મેથીનું ચાર-ચાર ગ્રામ ચુર્ણ સવાર-સાંજ મઠામાં મેળવી લેવાથી આમાતીસાર મટે છે.

(૨) વરીયાળીનો ઉકાળો કરી પીવાથી અથવા સુંઠ અને વરીયાળી ઘીમાં શેકી, ખાંડી, તેની ફાકી મારવાથી આમનું પાચન થાય છે, તેમ જ આમાતીસારમાં ફાયદો થાય છે.

(૩) સુંઠ, જીરુ અને સીંધવનું ચુર્ણ તાજા દહીંના મઠામાં ભોજન બાદ પીવાથી જુના અતીસારનો મળ બંધાય છે, આમ ઓછો થાય છે અને અન્નપાચન થાય છે.

(૪) સુંઠ ૫ ગ્રામ અને જુનો ગોળ ૫ ગ્રામ મસળી રોજ સવારમાં ખાવાથી આમાતીસાર, અજીર્ણ, અને ગૅસ મટે છે.

ટૅગ્સ: , ,

4 Responses to “આમાતીસાર”

 1. divyesh vyas Says:

  પ્રિય બ્લોગબંધુ,
  દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
  વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ‘ પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
  શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
  મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.com

  સહકારની અપેક્ષાસહ,
  આપનો દિવ્યેશ વ્યાસ.

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   પ્રીય દિવ્યેશભાઈ,
   નમસ્તે.
   આપની પ્રશ્નાવલી જરુર મોકલશો. બને તેટલી વહેલી તકે તે પુરી કરી મોકલવાનો પ્રયત્ન કરીશ. મારા તરફથી આપને જે કંઈ જરુરી હશે તે બધામાં પુરો સહકાર મળશે.
   માફ કરશો, હું ગુજરાતીની સાદી જોડણીમાં માનું છું, જેમાં માત્ર એક જ ઈ-ઉ વાપરવામાં આવે છે. એનું એક ગૃપ છે-ઉંઝા ગુર્જરી, જેના ઘણા સભ્યો બ્લોગરો છે. જો આપની ઈચ્છા હોય તો જેમનાં સરનામા મારી પાસે છે તેમને મોકલી આપીશ.

   હું છેલ્લાં પાંત્રીસેક વર્ષથી અહીં વેલીંગ્ટન, ન્યુઝીલેન્ડમાં છું. એ આપની જાણ ખાતર.

   -ગાંડાભાઈનાં સ્નેહવંદન

 2. amit patel Says:

  શ્રી ગાંડાભાઈ
  મારે અલ્સરરેટીવ કોલાઇટીસ ( આંતરડામાં ચાંદા ) માટે કોઇ ઉપચાર હોય તો જણાવશો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: