આર્થરાઈટીસ

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

આર્થરાઈટીસ : (૧) રોજ બે ચમચી ઑલીવ ઑઈલ લેવાથી અને રોજ ત્રણ અખરોટ ખાવાથી ઓસ્ટીઓ આર્થરાઈટીસ અને રુમૅટોઈડ આર્થરાઈટીસના દુખાવામાં ઘણી રાહત મળે છે.

(૨) કુશળ કુદરતી ઉપચારક કેળાં અને સફરજન આ બે ફળોના પ્રયોગ કરાવી આર્થરાઈટીસમાંથી દર્દીને મુક્તી અપાવી શકે છે.

(૩) દરરોજ સવાર, બપોર, સાંજ ૧-૧ મોટો ચમચો મધ નીયમીત ચાટવાથી આર્થરાઈટીસ, ગાઉટ તથા અન્ય સાંધાના રોગો મટે છે, કેમ કે મધ શરીરમાં એકઠો થયેલો યુરીક એસીડ ઝડપથી બહાર ફેંકી દે છે.

ટૅગ્સ:

3 Responses to “આર્થરાઈટીસ”

 1. અક્ષયપાત્ર/Axaypatra Says:

  માનનીય ગાંડાભાઈ,
  નમસ્તે! આ પહેલાં આપનું માર્ગદર્શન લઈ ચૂકી છે અને આપના જ્ઞાન પર સંપૂર્ણ શ્રદ્ધા સાથે મારી બહેનને આપનું માર્ગદર્શન જોઈએ છે. તે કોમપ્યુટર વાપરતી ન હોવાથી હું માધ્યમ બની તેની તકલીફ જણાવી માર્ગદર્શન ઈચ્છુ છું. તેને જમણા પગના ઘુંટણ પાસે જમણી તરફ સોજો રહે છે અને દુ:ખાવો પણ રહે છે આથી વધારેવાર ઊભા રહેતા તકલીફ પડે છે. તેનો ડોક્ટર દીકરો કહે છે કે આર્થરાઈટીસ અને ગોઠણમાં પાણી ભરાવાથી દુ:ખાવો છે. વચ્ચેની પ્લેટ ઘસાઈ જવાથી પણ આમ બને. વજન ઘણુ હોવાથી ઘરમાં બે દીકરા અને બે વહુઓ ચારે ય ડોક્ટર હોવાથી સૌ પ્રથમ વજન ઘટાડવા તાકિદ કરે છે જે બહુ મુશ્કેલ છે. ખાવાપીવામાં ફેરફાર કરવાથી રાહ્ત મેળવી શકાય તે માટે આપની સલાહ મુજબ ખાવું તેમ વિચારી આપની પાસેથી એ અંગે જાણકારી મેળવવા આતુર છે. તો જવાબ લખવા વિનંતિ સાથે આશા રાખીએ છીએ.
  રેખા સિંધલ

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે રેખાબહેન,
   આપે મેં ઉપર આપેલી લીન્ક જોઈ હશે. બહેન હું કોઈ ઉપચારક નથી જ્યારે આપના ઘરમાં તો ડૉક્ટર જ નહીં, પણ ડૉક્ટરો છે.
   મારા ખ્યાલ મુજબ માત્ર વજન ઘટાડવાથી બહુ લાભ કદાચ ન થાય. આયુર્વેદ મુજબ આર્થરાઈટીસ વાનો વ્યાધી છે, આથી વાયુકારક (વાયડા) પદાર્થોનો સદંતર ત્યાગ કરવો જોઈએ. વજન ઘટાડવા માટે ખાવામાં કાળજી રાખવી પડે. એવા પદાર્થો ખાવામાં લેવા જેનાથી વાયુ ન થાય એટલું જ નહીં પેટ ભરીને ખાધું એવું લાગે પણ કેલેરી વધુ ન હોય. હવે આ ખાદ્ય પદાર્થો કેવા હોવા જોઈએ એ તો આપના ઘરનાંને મારે કહેવાની જરુર ન હોય (ડૉક્ટરોવાળું ઘર હોવાથી). વળી વજન ઘટાડવામાં ચાલવાની કસરત બહુ જ મહત્ત્વની છે. એમાં ધ્યાન એ રાખવું જોઈએ કે માત્ર ટહેલતાં રહેશો-ખુબ જ ધીમે ચાલશો તો વજન ઘટવાને બદલે વધવાની શક્યતા છે. શરુઆત ધીમે ચાલવાથી કરીને ધીમે ધીમે ઝડપ વધારવી જોઈએ-શ્રમ પડે તેમ કરવું જોઈએ. પણ આ બાબતમાં ડૉક્ટરની સલાહ અનીવાર્ય ગણાય, જેમાં આપને કોઈ મુશ્કેલી નથી.
   અમુક યોગાસનો પણ વજન ઘટાડવામાં સહાય કરે છે, પણ એમાં ઉમ્મરનો બાધ નડે અને એ તો એના નીષ્ણાતના માર્ગદર્શન હેઠળ જ શરુ કરી શકાય.
   -ગાંડાભાઈનાં સ્નેહવંદન

   Gandabhai Vallabh
   My blogs
   https://gandabhaivallabh.wordpress.com (Gujarati & English)
   http://kriyakand.wordpress.com (Gujarati)
   http://azadiladat.wordpress.com (Gujarati)

 2. અનામિક Says:

  નમસ્તે રેખાબહેન,
  આપે મેં ઉપર આપેલી લીન્ક જોઈ હશે. બહેન હું કોઈ ઉપચારક નથી જ્યારે આપના ઘરમાં તો ડૉક્ટર જ નહીં, પણ ડૉક્ટરો છે.
  મારા ખ્યાલ મુજબ માત્ર વજન ઘટાડવાથી બહુ લાભ કદાચ ન થાય. આયુર્વેદ મુજબ આર્થરાઈટીસ વાનો વ્યાધી છે, આથી વાયુકારક (વાયડા) પદાર્થોનો સદંતર ત્યાગ કરવો જોઈએ. વજન ઘટાડવા માટે ખાવામાં કાળજી રાખવી પડે. એવા પદાર્થો ખાવામાં લેવા જેનાથી વાયુ ન થાય એટલું જ નહીં પેટ ભરીને ખાધું એવું લાગે પણ કેલેરી વધુ ન હોય. હવે આ ખાદ્ય પદાર્થો કેવા હોવા જોઈએ એ તો આપના ઘરનાંને મારે કહેવાની જરુર ન હોય (ડૉક્ટરોવાળું ઘર હોવાથી). વળી વજન ઘટાડવામાં ચાલવાની કસરત બહુ જ મહત્ત્વની છે. એમાં ધ્યાન એ રાખવું જોઈએ કે માત્ર ટહેલતાં રહેશો-ખુબ જ ધીમે ચાલશો તો વજન ઘટવાને બદલે વધવાની શક્યતા છે. શરુઆત ધીમે ચાલવાથી કરીને ધીમે ધીમે ઝડપ વધારવી જોઈએ-શ્રમ પડે તેમ કરવું જોઈએ. પણ આ બાબતમાં ડૉક્ટરની સલાહ અનીવાર્ય ગણાય, જેમાં આપને કોઈ મુશ્કેલી નથી.
  અમુક યોગાસનો પણ વજન ઘટાડવામાં સહાય કરે છે, પણ એમાં ઉમ્મરનો બાધ નડે અને એ તો એના નીષ્ણાતના માર્ગદર્શન હેઠળ જ શરુ કરી શકાય.
  -ગાંડાભાઈનાં સ્નેહવંદન

  પપપડે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: