આંખનું તેજ

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

આંખનું તેજ  : (૧) લીંબુના રસનો સતત ઉપયોગ કરવાથી આંખનું તેજ વધે છે.

(૨) ત્રીફળાના ૩-૪ ગ્રામ ચુર્ણમાં ૧ ચમચી મધ અને ૧ ચમચી ગાયનું ઘી મેળવી રોજ રાત્રે સુતા પહેલાં ચાટી જવું. આ પ્રયોગ જીવનભર કરી શકાય. એનાથી આંખોનું તેજ વધે છે અને આંખોનું રક્ષણ થાય છે.

(૩)  સરખા ભાગે એલચીના ચુર્ણ અને સાકરમાં એરંડીયું મેળવી ૪ ગ્રામ જેટલું લાંબા સમય સુધી લેવાથી આંખોમાં ઠંડક થઈ એનું તેજ વધે છે.

(૪)  હીંગ મધમાં મેળવી, રૂની દીવેટ બનાવી, સળગાવી, કાજળ પાડી, એ કાજળ આંખમાં આંજવાથી નેત્રસ્રાવ બંધ થઈ આંખોનું તેજ વધે છે.

(૫) રોજ અડધો કપ લીલું શાક ખાવાથી શરીરમાં લ્યુટીનનું લેવલ વધારી શકાય છે, જે આંખનું જતન કરનાર એન્ટીઑક્સીડન્ટ તત્ત્વ છે.

(૬) પથ્યાદી ક્વાથના (હરડે, અરડૂસી, ફાલસા, દેવદાર, કડુ, રાસ્ના, ગળો અને કુલંજનનો કાઢો. આ કાઢો ત્રિફલા, ગળો, હલદી, કરિયાતું, લીંબડો વગેરેને ઉકાળીને પણ બનાવાય છે.) નીયમીત સેવનથી આંખના રોગો મટે છે અને આંખનું તેજ પણ વધે છે.

(૭) ગાયના તાજા દુધનાં પોતાં આંખ પર મુકવાથી આંખોનું તેજ વધે છે.

(૮) પગને તળીયે ગાયનું ઘી ૧૫ થી ૨૦ મીનીટ નીયમીત રીતે ઘસવાથી આંખોનું તેજ વધે છે.

(૯) આંખે ઝાંખપ લાગતી હોય તો એક ૧૫ ગ્રામ મધમાં એલચીના થોડા દાણા ભેળવી ખાવાથી લાભ થાય છે.

(૧૦) ગાજરનો રસ નીયમીત પીવાથી આંખોનું તેજ વધે છે.

Advertisements

ટૅગ્સ:

17 Responses to “આંખનું તેજ”

 1. hitesh m bhadra Says:

  Sir,

  mari 6 yrs ni dikari ne aankh ma aandi thai che, to pl anu su ilaj karvo mane kaho.

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે હિતેશભાઈ,
   મારા બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો હાર્દીક આભાર.
   આપે અંગ્રેજી ફોન્ટમાં લખેલ ગુજરાતીને કારણે હું આપની દીકરીની તકલીફ બરાબર સમજી શક્યો નથી. આમ છતાં મારે કહેવું જોઈએ કે હું કોઈ વૈદ્ય, ડૉક્ટર કે ઉપચારક નથી, આથી
   આપને ઉપચારો સુચવવાની સ્થીતીમાં નથી. મારો આશય આયુર્વેદ બાબત સામાન્ય માહીતી આપી એમાં રસ જગાવવાનો છે. આપણે જાતે ઉપચાર કરી શકીએ નહીં. એ માટે તો યોગ્ય ઉપચારક કે જેનામાં આપને શ્રદ્ધા હોય તેની મદદ લેવી જોઈએ. જાતે ઉપચાર કરવામાં કોઈ વાર લાભને બદલે નુકશાન થવાની પણ શક્યતા રહેલી છે. આયુર્વેદમાં એક જ તકલીફ માટે ઘણા બધા ઉપાયો જોવામાં આવે છે, કેમ કે એક જ પ્રકારની તકલીફ માટે ઘણાં જુદાં જુદાં કારણો જુદી જુદી વ્યક્તી માટે હોઈ શકે. આથી એ કારણ મુજબ ઉપચાર કરવો પડે. વળી દરેક વ્યક્તી અદ્વીતીય છે, આથી દરેકને એક સરખો ઉપચાર લાગુ પડી શકે નહીં. એનો નીર્ણય તો યોગ્ય લાયકાત ધરાવનાર વૈદ્ય કે ડૉક્ટર જ કરી શકે.
   -ગાંડાભાઈનાં સ્નેહવંદન

 2. nimesh patel Says:

  nyumonia mate no upchar aapso

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે નિમેષભાઈ,
   ન્યુમોનીયાનો આયુર્વૈદીક ઉપચાર ફુદીનાના રસ વડે કરી શકાય. ન્યુમોનીયાની એલોપથીની સારવાર સાથે પણ કદાચ આ ઉપચાર થઈ શકે; પરંતુ નીષ્ણાતની સલાહ લઈને જ કોઈ પણ ઉપચાર કરવા.
   ફુદીનાનો રસ મધ સાથે મેળવી દર બે કલાકે આપવાથી ન્યુમોનીયાથી થતા અનેક વીકારો અટકી જઈ ન્યુમોનીયા ઘણી ઝડપથી મટી જાય છે. ફુદીનાનો રસ મધ સાથે લેવાથી આંતરડાની ખરાબી અને પેટના ઘણા રોગો મટે છે. આંતરડાંની લાંબા સમયની ફરીયાદવાળા માટે ફુદીનાના તાજા રસનું સેવન અમૃત સમાન ગણાય છે.
   એ યાદ રાખવું જોઈએ કે જે વનસ્પતી વાપરીએ તે કોઈ પણ પ્રકારનાં રસાયણોથી મુક્ત હોવી જોઈએ.

   નીચેની લીન્ક પરથી પણ આપને ન્યુમોનીયા વીષે વધુ માહીતી મળી શકશે.
   ૧.
   http://jivanshaili.org.in/firstaid/FA13_4.htm
   ૨.
   http://service.gurjardesh.com/unicode.aspx/www.gujaratsamachar.com/gsa/20091123/guj/gujarat/news32.html
   ૩. http://service.gurjardesh.com/unicode.aspx/www.gujaratsamachar.com/gsa/20081001/guj/supplement/chetna.html

 3. અનામિક Says:

  chasma na number utarva su karavu joie

 4. harishchandrasinh jadeja Says:

  aankh na number utarva no upachar batavo

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે,
   મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર. ચશ્માના નંબર ઘટાડવા બાબત મારી પાસે નીચે મુજબ માહીતી છે.
   1. ૬ થી ૮ માસ સુધી નીયમીત જલનેતી કરવાથી અને પગના તળીયે અને કાનપટ્ટી પર ગાયનું ઘી ઘસવાથી ચશ્માના નંબર ઘટી શકે.
   2. ૧૦૦ ગ્રામ ગોબર (ગાયના છાણનો) રસ અને ૩૦૦ ગ્રામ તલનું તેલ માત્ર તેલ બાકી રહે ત્યાં સુધી ઉકાળવું. એ તેલ સ્વચ્છ કપડાથી ગાળી રાત્રે આંખમાં એનાં ટીપાં મુકવાથી ચશ્મા દુર થાય છે.
   3. સ્વચ્છ કપડાથી ગાળેલા કોથમીરના રસનાં બબ્બે ટીપાં બંને આંખમાં સવાર-સાંજ મુકવાથી દુ:ખતી આંખમાં ફાયદો થાય છે. આંખનાં ખીલ, ફુલું, છારી વગેરે પણ મટે છે, એનાથી ચશ્માનો નંબર પણ ઘટે છે.
   4. શીર્ષાસન કરવાથી પણ ચશ્માના નંબર ઘટી શકે. પરંતુ એ તમારી પ્રકૃતીને અનુકુળ છે કે કેમ તેની જાણકારી એના યોગ્ય જાણકાર પાસે મેળવીને જ એ પ્રયોગ કરવો.
   5. આંખનું તેજ વધારનારા ઉપાયોથી પણ ચશ્માના નંબર ઘટી શકે. આથી ઉપર “આંખનું તેજ” માં જણાવેલા ઉપાયો પૈકી તમારી પ્રકૃતીને અનુકુળ ઉપાય કરી શકાય. એની સાથે ઉપર જણાવેલ તકેદારીનો ખ્યાલ હંમેશાં રાખવો.

   Thank you.
   Best regards.

   Gandabhai Vallabh
   My blog:gandabhaivallabh.wordpress.com

 5. jayesh Says:

  gaay na gee na tipa naak ma nakhava thi aankh na number utare ke nahi?

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે જયેશભાઈ,
   મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.
   ગાયના ઘીનું નસ્ય સાકર સાથે લેવાથી આધાશીશી મટે છે. એનો સફળ પ્રયોગ મેં કર્યો છે, પણ એનાથી ચશ્માના નંબર ઉતરી શકે કે કેમ તેની મને જાણ નથી. હા, ગાયના ઘીનું પગના તળીયે તેમ જ માથા પર માલીશ કરવાથી ચશ્માના નંબર ઉતરી શકે એવો ખ્યાલ છે.

   Thank you.
   Best regards.

   Gandabhai Vallabh
   My blog:gandabhaivallabh.wordpress.com

 6. Virambhai Says:

  mare ankho ma -0.75, ane -1.00 no. chhe. doctor continue chasma paherva nu kahe chhe. chasma mane gamta nathi. To no. utarava mate su karvu. Please ayurvedic athva gharelu upay hoy to vadhare saru.

 7. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે વિરામભાઈ,
  તમે તમારી ઉંમર લખી નથી, પણ -0.75 અને -1.00 નંબર છે, એના પરથી લાગે છે કે તમે યુવાન છો. નીચેના ઉપાયો જો તમારી પ્રકૃતીને અનુકુળ હોય તો અજમાવી શકો.
  (1) ઉપર મેં કહ્યું છે તેમ પગના તળીયે અને માથાના ઉપરના વચલા ભાગે ગાયના ઘીનું માલીશ કરવું.
  (2) શીર્ષાસન કે એ ન ફાવે તો સર્વાંગસન કરવું, પણ કદાચ શીર્ષાસન જેટલો લાભ સર્વાંગાસનથી ન પણ થાય. (આ બંને આસનો વીષે મારા બ્લોગમાં મેં લખ્યું છે.)
  (3) ગાજરનો રસ નીયમીત પીવો. ગાજરના રસથી મને મારી આંખોમાં ઘણો ફાયદો થયો છે. જો કે મારી બંને આંખોમાં મોતીયાનું ઑપરેશન કરવામાં આવ્યું છે, અને વાંચવા માટે ચશ્મા પહેરવા પડે છે, પણ ડ્રાઈવીંગ કરતી વખતે નહીં. (હાલ મારી ઉંમર 77 વર્ષ છે.)
  (4) સાદો પૌષ્ટીક ખોરાક પાચનશક્તી અનુસાર લેવો.

 8. Yesha Says:

  Mari ankh Na number bev ankha ma 7 Che. Mari umar 22 vars Che. Hu shu kru to Mari ankho ma tej ave ane lasic surgery Na karavi pade? Please koi upay hoy to koh.

 9. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે,
  મેં ઉપર તમારા પ્રશ્ન પહેલાં વિરામભાઈને જે જવાબ લખ્યો છે તે તમે જોયો જ હશે. ગાયના ઘીનું માલીશ પગના તળીયે કરવાનો ઉપાય કદાચ વધુ અસરકારક હશે. એ ઉપરાંત નીચેની કાળજી લેવાથી કદાચ ફેર પડી શકે.
  દીવસમાં જ્યારે પણ સમય મળે ત્યારે બેત્રણ વાર ઠંડા પાણીની છાલકો મારવાથી આંખનું તેજ વધે છે. ગરમીના દીવસોમાં ખુલ્લા પગે ક્યાંય પણ જવું નહીં, કેમ કે ગરમી લાગવાથી આંખને નુકશાન થાય છે. શીર્ષાસન અને નીયમીત વ્યાયામ કરવો.
  ગાજરનો રસ નીયમીત પીવો. આહાર હંમેશાં સાદો અને સુપાચ્ય લેવો. હંમેશાં આનંદીત રહેવું.

 10. Dhaval solanki Says:

  TMARO BLOG KHUB J UPYOG KARAK CHE SAHEB.., MARE ANKHE CHASMA CHE MARE TRIFALA NI MADAD THI CHSMA UTARVA HOY TO HU SU KRI SKU.. .. ,
  AABHAR

 11. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ધવલભાઈ,
  આંખનું તેજ વધારવા માટે મેં મારા બ્લોગમાં નીચેના ઉપાયો બતાવ્યા છે. એ પૈકી તમને અનુકુળ હોય તે ઉપાય અજમાવી શકો. દરેકની પ્રકૃતી અલગ હોય છે, આથી એક જણને કારગર નીવડેલો ઉપાય બીજાને પણ લાભ કરશે જ એમ કહી ન શકાય. મારા અનુભવમાં ગાજરનો રસ આંખનું તેજ વધારવામાં સારો છે. મેં એનો પ્રયોગ કર્યો છે.
  આંખનું તેજ : (૧) લીંબુના રસનો સતત ઉપયોગ કરવાથી આંખનું તેજ વધે છે.

  (૨) ત્રીફળાના ૩-૪ ગ્રામ ચુર્ણમાં ૧ ચમચી મધ અને ૧ ચમચી ગાયનું ઘી મેળવી રોજ રાત્રે સુતા પહેલાં ચાટી જવું. આ પ્રયોગ જીવનભર કરી શકાય. એનાથી આંખોનું તેજ વધે છે અને આંખોનું રક્ષણ થાય છે.

  (૩) સરખા ભાગે એલચીના ચુર્ણ અને સાકરમાં એરંડીયું મેળવી ૪ ગ્રામ જેટલું લાંબા સમય સુધી લેવાથી આંખોમાં ઠંડક થઈ એનું તેજ વધે છે.

  (૪) હીંગ મધમાં મેળવી, રૂની દીવેટ બનાવી, સળગાવી, કાજળ પાડી, એ કાજળ આંખમાં આંજવાથી નેત્રસ્રાવ બંધ થઈ આંખોનું તેજ વધે છે.

  (૫) રોજ અડધો કપ લીલું શાક ખાવાથી શરીરમાં લ્યુટીનનું લેવલ વધારી શકાય છે, જે આંખનું જતન કરનાર એન્ટીઑક્સીડન્ટ તત્ત્વ છે.

  (૬) પથ્યાદી ક્વાથના(હરડે, અરડૂસી, ફાલસા, દેવદાર, કડુ, રાસ્ના, ગળો અને કુલંજનનો કાઢો. આ કાઢો ત્રિફલા, ગળો, હલદી, કરિયાતું, લીંબડો વગેરેને ઉકાળીને પણ બનાવાય છે.) નીયમીત સેવનથી આંખના રોગો મટે છે અને આંખનું તેજ પણ વધે છે.

  (૭) ગાયના તાજા દુધનાં પોતાં આંખ પર મુકવાથી આંખોનું તેજ વધે છે.

  (૮) પગને તળીયે ગાયનું ઘી ૧૫ થી ૨૦ મીનીટ નીયમીત રીતે ઘસવાથી આંખોનું તેજ વધે છે.

  (૯) આંખે ઝાંખપ લાગતી હોય તો એક ચમચી (૧૫ ગ્રામ) મધમાં એલચીના થોડા દાણા ભેળવી ખાવાથી લાભ થાય છે.
  (૧૦) ગાજરનો રસ નીયમીત પીવાથી આંખોનું તેજ વધે છે, અને કદાચ ચશ્માના નંબર પણ ઉતરી શકે.

 12. dhaval Says:

  tamba na lota ma rate trifala na churna vala pani thi savre ankho dhova thi ankh nu tez vdhi ske?

 13. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ધવલભાઈ,
  આંખોનું તેજ વધારવા મારા બ્લોગમાં મેં કેટલાક ઉપાયો જણાવ્યા છે, તેમાં એક ઉપાય આ મુજબ છે.
  “ત્રીફળાના ૩-૪ ગ્રામ ચુર્ણમાં ૧ ચમચી મધ અને ૧ ચમચી ગાયનું ઘી મેળવી રોજ રાત્રે સુતા પહેલાં ચાટી જવું. આ પ્રયોગ જીવનભર કરી શકાય. એનાથી આંખોનું તેજ વધે છે અને આંખોનું રક્ષણ થાય છે.”
  ત્રીફળાના ચુર્ણ વડે આંખ ધોવા બાબતની મને જાણ નથી.
  આંખોનું તેજ વધારવા માટે મારા બ્લોગની લીન્ક: આંખનું તેજ http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/02/26/

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: