ઉધરસ

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ઉધરસ 

(૧) મરીનું ચુર્ણ નાખી ઉકાળેલું દુધ પીવાથી ઉધરસ મટે છે.

(૨) ૧/૨ ગ્રામ મરીનું ચુર્ણ, ૩ ગ્રામ મધ અને સાકર ચાટવાથી ઉધરસ મટે છે.

(૩) મરીનું બારીક ચુર્ણ ઘી, મધ અને સાકર મેળવી ચાટવાથી બધી જાતની ખાંસી મટે છે.

(૪) ૧/૨ ગ્રામ રાઈ, ૧/૪ ગ્રામ સીંધવ અને ૨ ગ્રામ સાકર મેળવી સવાર-સાંજ લેવાથી ઉધરસમાં કફ ગાઢો થયો હોય તો પાતળો થઈ સરળતાથી બહાર નીકળે છે.

(૫) આદુના રસમાં મધ મેળવી પીવાથી ઉધરસમાં ફાયદો થાય છે.

(૬) આદુનો રસ, લીંબુનો રસ અને મધ સરખે ભાગે લઈ પીપર નાખી દીવસમાં બે-ત્રણ વાર પીવાથી ઉધરસ મટે છે. (૭) આદુનો રસ, લીંબુનો રસ અને સીંધવ એકત્ર કરી ભોજનની શરુઆતમાં લેવાથી ઉધરસ મટે છે.

(૮) કોળાનો અવલેહ (જુઓ અનુક્રમ અથવા લીંક https://gandabhaivallabh.wordpress.com/2009/01/16/) ખાવાથી ઉધરસ મટે છે.

(૯)  ગંઠોડા, સુંઠ અને બહેડાદળનું ચુર્ણ મધમાં ચાટવાથી ઉધરસ મટે છે.

(૧૦) લવીંગને મોંમા રાખી રસ ચુસવાથી કંટાળાજનક ખાંસી મટે છે.

(૧૧) લવીંગ દીવા પર શેકી મોંમાં રાખવાથી ખાંસી, શરદી, અને ગળાનો સોજો મટે છે.

(૧૨) દાડમના ફળની છાલનો ટુકડો મોંમાં રાખી તેનો રસ ચુસવાથી ખાંસી મટે છે.

(૧૩) દાડમના ફળની સુકી છાલને બારીક ખાંડી વસ્ત્રગાળ કરી ૫ ગ્રામ ચુર્ણમાં સહેજ કપુર મેળવી દીવસમાં બે વાર પાણી સાથે લેવાથી ભયંકર ત્રાસ આપનારી ખાંસી મટે છે. (૧૪) દ્રાક્ષ, પીત્તપાપડો અને ધાણા ત્રણેને પાણીમાં ભીંજવી રાખી ગાળીને પીવાથી ઉધરસ મટે છે.

(૧૫) ફુદીનાનો રસ પીવાથી ઉધરસ, ઉલટી, અતીસાર અને કૉલેરામાં ફાયદો થાય છે; વાયુ અને કૃમી પણ મટે છે. (૧૬) બાજરીના લોટમાં હળદર મેળવી, રાત્રે ફાકી લઈ પાણી પીધા વીના સુઈ જવાથી ઉધરસ મટે છે.

(૧૭) રાત્રે થોડા શેકેલા ચણા ખાઈ ઉપર પાણી પીધા વગર સુઈ જવાથી ઉધરસ મટે છે.

(૧૮) લસણ, ખાંડ અને સીંધવ સરખા ભાગે મેળવી, ચાટણ કરી, તેમાં બમણું થીજાવેલું ઘી મેળવી ચાટવાથી ઉધરસ મટે છે.

(૧૯) ભોંયરીંગણીનો રસ પીવાથી ઉધરસ મટે છે.

(૨૦) ૫ ગ્રામ જેટલું મધ દીવસમાં ચાર વાર પીવાથી કફ છુટો પડે છે અને ઉધરસ મટે છે.

(૨૧) હળદર અને મીઠાવાળા તાજા શેકેલા ચણા રાત્રે સુતાં પહેલાં ખાવાથી (ઉપર પાણી પીવું નહીં) કાયમી ઉધરસ અને શરદી મટે છે.

(૨૨) ભોંયરીંગણી પડતર જમીનમાં કે નદી કીનારાના ભાગમાં થતી જોવા મળે છે. તેનો વેલો જમીન પર પથરાયેલો હોય છે. તેનાં પાન રીંગણીનાં પાન જેવાં હોય છે, તેથી તેને ભોંયરીંગણી કહે છે. તેનાં પાન ઉપર પુશ્કળ કાંટા હોય છે, તેથી સંસ્કૃતમાં તેને કંટકારી કહી છે. તેને મઝાનાં ફુલ થાય છે, જેમાં પીળાં પુંકેસર હોય છે. એને અરીઠાં જેવાં ગોળ લીલાં ફળ થાય છે. તે પાકીને સુકાઈ જતાં પીળાં પડે છે. તેના ઉપર સફેદ રેખાઓ હોય છે. ભોંયરીંગણી ગરમ છે. તેથી તે કફના રોગોમાં ઉપયોગી છે. તેનાં લીલાં કે સુકાં પાનને અધકચરાં ખાંડી ઉકાળો કરી પીવાથી શ્વાસ, સસણી, કફવાળી ઉધરસ, મોટી ઉધરસ, લોહીમાં કફનું વધવું વગેરે મટે છે.

(૨૩) જુની ખાંસી હોય અને મટતી ન હોય તો ૧-૧ ચમચી હળદરનો પાઉડર પાણી સાથે સવાર-બપોર-સાંજ ફાકવાથી આરામ થાય છે. આ પ્રયોગ કોઈ પણ વ્યક્તી ગમે ત્યાં કરી શકે છે.

(૨૪) હરડે, લીંડીપીપર, સુંઠ અને કાળાં મરી સરખા વજને મીશ્ર કરી, એ મીશ્રણથી બમણા વજનનો ગોળ મેળવી ચણી બોર જેવડી ગોળી બનાવવી. બબ્બે ગોળી સવાર, બપોર અને સાંજે ચુસવાથી અજીર્ણ, અરુચી અને ઉધરસ મટે છે.

(૨૫) પીપર, પીપરીમુળ, બહેડાં અને સુંઠનું સમભાગે ચુર્ણ અડધી ચમચી જેટલું બે ચમચી મધમાં મીશ્ર કરી સવાર-સાંજ લેવાથી ઉધરસ મટી જાય છે.

(૨૬) અરડુસીનાં પાન વાટી બે તોલા રસ કાઢી અડધો તોલો મધ મેળવી દીવસમાં બે વાર પીવાથી કફવાળી ઉધરસ મટે છે.

(૨૭) શરપંખાના મુળને સળગાવી બીડીની જેમ ધુમાડો પીવાથી ઉધરસ બેસી જાય છે.

(૨૮) ભોંયરીંગણી, અરડુસી અને સુંઠનો ઉકાળો કરી પીવાથી ઉધરસ-શ્વાસ મટે છે.

(૨૯) ભોંયરીંગણીનાં મુળ અને લીંડીપીપર સરખા વજને લઈ ચુર્ણ કરી અડધી ચમચી ચુર્ણ મધ સાથે દીવસમાં બેથી ત્રણ વાર લેવાથી કફવાળી ઉધરસ થઈ હોય અને કફની ચીકાશને લીધે ખાંસી મટવાનું નામ જ લેતી ન હોય તે પણ સારી થઈ જાય છે. કેમ કે એનાથી ચીકાશ ઓછી થઈ કફ નીકળવા લાગે છે, અને ઉધરસમાં આરામ થાય છે.

(૩૦) નાની વાડકીમાં થોડું પાણી લઈ લવીંગ અને નાગરવેલનાં પાન નાખી ઉકાળી ચોળીને પીવાથી ઉધરસ મટે છે.

(૩૧) એક એલચી સોયમાં પરોવી દીવાની જ્યોતમાં બાળી, તેને લસોટી મધ-ઘીમાં મેળવી દીવસમાં ત્રણ-ચાર વાર ચાટવાથી સુકી ખાંસી મટે છે.

(૩૨) ૧૦ ગ્રામ દેશી દીવેલ અજમો ચાવતાં ચાવતાં મોંમાં નાખીને ચાવીને પેટમાં ઉતારી દેવાથી વાયુ-મળની શુદ્ધી થતાં સુકી ઉધરસમાં પણ ઉત્તમ પરીણામ આવે છે. કફવાળી ઉધરસમાં ઘી-તેલ બંધ કરવાં.

(૩૩) ગોળ અને ઘીમાં ત્રીકટુ(સમાન ભાગે સુંઠ, મરી, પીપરનું) ચુર્ણ મેળવી લેવાથી બધા પ્રકારની ઉધરસ મટે છે.

(૩૪) ઉધરસ અને અવાજ બેસી જવાનું ઉત્તમ ઔષધ જેઠીમધ અને સીતોપલાદી ચુર્ણ છે. એમાં અડધી ચમચી જેઠીમધનું ચુર્ણ અને એટલું જ સીતોપલાદી ચુર્ણ બે ચમચી મધ સાથે મીશ્ર કરી સવારે અને રાત્રે ધીમે ધીમે ચાટી જવું. કાકડા વારંવાર પાકી જતા હોય તેમાં પણ આ લઈ શકાય.

ઉધરસ-લોહીમીશ્રીત કફવાળી :  આમલીના કચુકા શેકી, ઉપરનાં ફોતરાં કાઢી નાખી, તેની ભુકી કરી મધ અને ઘી મેળવી ખાવાથી ક્ષતકાસ (લોહીમીશ્રીત કફવાળી ઉધરસ ) મટે છે.

Advertisements

ટૅગ્સ: , , , , , , , , ,

8 Responses to “ઉધરસ”

 1. Nilesh Says:

  im having cough since last one week, trying honey+gigner+black paper soup today… can u tell me how long i need to follow ? and wat quantity ?

 2. Gandabhai Vallabh Says:

  ભાઈ શ્રી નિલેશભાઈ,

  ઉપર જોશો તો ઉધરસ માટે જાત જાતના ઉપાયો આયુર્વેદમાં બતાવ્યા છે. કદાચ અહીં બધા ઉપાયો નહીં પણ હોય. એની પાછળનું કારણ ઉધરસ થવાનાં કારણો કયાં છે,(કયા પ્રકારના આહાર-વીહારથી પ્રકોપ થયો છે) કેવા પ્રકારની ઉધરસ છે, વ્યક્તીની પ્રકૃતી કેવી છે વગેરે ઘણી બાબતો પર કયા ઉપાય કરવા તેમ જ જે ઉપાય કરવામાં આવે તે કેઽલા વખત માટે કરવો તેનો આધાર રહેલો હોય છે. વળી આપણે જાતે કોઈ ઉપાય આ બધું જાણ્યા વીના કરીએ તો કદાચ જોખમ પણ હોય. માત્ર સાવ નીર્દોષ ઉપચાર જ જાતે કરી શકાય, અને તે પણ આપણા શરીર પર એની થતી અસરો જોતા રહીને. જો કોઈ ઉપાય આપણને માફક આવતો ન જણાય તો તરત જ બંધ કરી દેવો જોઈએ. મારો આશય આયુર્વેદની સાધારણ ઉપરછલ્લી માહીતી પ્રદાન કરવાનો છે, જે મને મારા રસને કારણે ઉપલબ્ધ થઈ છે.
  ઉધરસમાં બતાવેલા લગભગ બધા જ ઉપાયોમાં ગરમ દ્રવ્યોનો પ્રયોગ કરેલો જોવામાં આવશે. એમાં કેટલાંક દ્રવ્યોનો ઉપયોગ એના નીષ્ણાતના માર્ગદર્શન હેઠળ જ કરી શકાય. વળી આયુર્વેદ નીષ્ણાત તમને તપાસી તમારી પ્રકૃતી મુજબ યોગ્ય દ્રવ્યોનો પ્રયોગ કરી શકે. મધ, સુંઠ અને મરી ત્રણે દ્રવ્યો ગરમ છે, આથી જો તમારી પ્રકૃતી પ્રધાનપણે પીત્તની હોય તો આ દ્રવ્યોનું પ્રમાણ બહુ ઓછું રાખવું અને લાંબા સમય સુધી પ્રયોગ ચાલુ રાખવો નહીં.
  મારા બ્લોગમાં રસ લેવા બદલ હાર્દીક આભાર.

 3. jjkishor Says:

  મધ અને ઘીને કોઈ પણ સમયે સમાનભાગે લેવાની મનાઈ છે, એટલી નોંધ ઉમેરવા વીનંતી.

 4. Gandabhai Vallabh Says:

  આપનો હાર્દીક આભાર જુગલકીશોરભાઈ.
  આ પહેલાં મારા બ્લોગ પર મધ વીષે મેં લખેલું તેમાં નીચે મુજબ આવી ગયું છે, આમ છતાં જ્યારે જ્યારે મધ અને ઘી સાથે લેવાનાં આવે ત્યારે આ ઉલ્લેખ પણ કરવો જોઈએ.
  ફરીથી આપનો આભાર.

  “ઘી અને મધ સરખા પ્રમાણમાં લેવાં નહીં. કફમાં મધ બમણું અને વાતમાં ઘી બમણું લેવું.”

 5. Nilesh Says:

  Dear Gandabhai,

  Thank you so much for kindly advice.. i tried honey+ginger+blackpaper for three days… and finally everything gone… now feeling better !

  Now, only the problem im having is my old Aciditic problem, is there any solution ?

 6. Gandabhai Vallabh Says:

  ભાઈ શ્રી નિલેશભાઈ,
  અમ્લપીત્ત(એસીડીટી)ના ચાળીસથી વધુ ઉપચાર મેં નોંધ્યા છે, જે હું ટુંક સમયમાં મારા બ્લોગ પર મુકીશ. અગાઉ જણાવ્યું તેમ જાત જાતના ઉપાયો આયુર્વેદમાં એટલા માટે આપવામાં આવે છે કે દરેક જણને એક સરખા ઉપચાર અનુકુળ આવી શકે નહીં.

  એક સાદો ઉપચારઃ ગંઠોડા અને સાકરનું ચુર્ણ અથવા ધાણા અને સાકરનું ચુર્ણ પાણી સાથે લેવું, જો મધુપ્રમેહ(ડાયાબીટીસ) ન હોય તો. અથવા ધાણા અને સુંઠનું ચુર્ણ પાણી સાથે લેવું.

 7. Managna Says:

  Shri Gandabhai Vallabh

  my 5 year son is having cough and “udharas” since 1 week and at night he had much problem.can u suggest some thing? i give him Adusol and other elopethic medicin. but .. steel “udharas” is much more.
  pl. suggest

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે,
   મારા બ્લોગની મુલાકાત બદલ આપનો હાર્દીક આભાર.
   આપે મારી પોસ્ટ ‘એક વીનંતી’ વાંચી હશે. એની લીન્ક ફરીથી આપું છું, એ વાંચવા ખાસ વીનંતી.
   https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/%E0%AA%8F%E0%AA%95-%E0%AA%B5%E0%AB%80%E0%AA%A8%E0%AA%82%E0%AA%A4%E0%AB%80/

   નાના બાળકની સારવાર કરવામાં ખાસ કાળજી રાખવી પડે, એને પ્રત્યક્ષ જોયા વીના કંઈ પણ કરવું ન જોઈએ. વળી ઉપરની પોસ્ટમાં જણાવ્યા મુજબ હું કોઈ ચીકીત્સક નથી. મારા બ્લોગમાં પુશ્કળ માહીતી છે, એમાંથી લાગુ પડી શકે તે અને નીર્દોષ જણાતી હોય તેનો પ્રયોગ કરી શકાય. મારા બ્લોગનો મુખ્ય આશય આયુર્વેદ ઉપચાર પણ ઘણો અસરકારક હોઈ શકે તે બતાવવાનો છે.
   એક જ ઈ-ઉ વાપરી ગુજરાતીમાં લખીને ઈન્ટરનેટ પર શોધ કરશો તો મેં આયુર્વેદ વીષયક લખેલી વીગતો મળશે. દા.ત. બાળકોની ઉધરસ વીષે મારી ‘ઉધરસ’ પોસ્ટમાં નહીં આવી હોય તે વીગતો પણ ‘હુપીંગ’ લખી શોધ કરશો તો મળશે. જેમ કે:
   “પીપળાની લાખનું ચણા જેટલું ચુર્ણ મધ અથવા માખણ સાથે બાળકોને દીવસમાં ત્રણ વાર ચટાડવાથી ઉંટાટીયું,-કુકડીયા ખાંસી-હુપીંગ કફ મટે છે. ”
   બાળકોની આ ખાંસી મટવી ઘણી મુશ્કેલ હોય છે. કદાચ એલોપથી પાસે એનો ઉપાય નથી.
   માફ કરજો, પણ આપે લખેલ adusol શબ્દ મને સમજાયો નથી. એ અંગ્રેજી શબ્દ છે કે ગુજરાતી? આપ ગુજરાતીમાં લખી શકો તો સારું. એ અંગે મદદની જરુર હોય તો જણાવશો.

   Gandabhai Vallabh
   My blogs
   https://gandabhaivallabh.wordpress.com (Gujarati & English)
   (This blog is mainly about Ayurveda)
   http://kriyakand.wordpress.com (Gujarati)
   (Hindu Religious Services)
   http://azadiladat.wordpress.com (Gujarati)
   (A Book by Dayal Kesry)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: