ઉપવાસ

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ઉપવાસ જ્યારે પણ બીમારી આવે, ખાસ કરીને પાચનતંત્રનો કોઈ રોગ હોય  કે શરદી-સળેખમ પ્રધાન કોઈ દર્દ હોય તો સ્વસ્થ થવાનો ઉપવાસ એ વગર પૈસાનો ઉત્તમ ઉપાય છે. ઉપવાસથી તન-મનની શુદ્ધી થાય છે અને દવાથી જે કામ થતું નથી તે ઉપવાસથી ચારગણું ઝડપથી થાય છે.

ઉપવાસથી દેહની શુદ્ધી સાથે મનની પણ શુદ્ધી થાય છે.

અનેક સંભવીત રોગોને અટકાવવા માટે પણ ઉપવાસ મહાન અકસીર ઈલાજ છે. ઉપવાસથી શરીર હલકું બને છે, રોગો અને દોષો બળી જાય છે, ખાવા-પીવામાં રુચી ઉત્પન્ન થાય છે, સારી ભુખ લાગે છે, તંદ્રા અને ગ્લાની નાશ પામે છે. શરીરની બધી ઈન્દ્રીયો નીર્મળ અને ચપળ બને છે.

મારા અનુભવમાં અમુક ઑપરેશન વખતે પણ ઉપવાસથી ઝડપથી રુઝ આવે છે.

ઉપવાસ લાંબા હોય તો એને છોડતી વખતે વધુ કાળજી રાખવી પડે, આથી જાણકારની દેખરેખ હેઠળ જ ઉપવાસ કરવા જોઈએ.

ટૅગ્સ: , , ,

5 Responses to “ઉપવાસ”

 1. shivshiva Says:

  ઉપવાસ છોડવા શી તકેદારી લેવી તેની વિગતવાર માહિતી આપશો.
  ગળાના સોજા માટે શું કરવું ? ઉપાય જણાવશો.

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે,

   મારો અનુભવ વધારેમાં વધારે પાંચ દીવસના ઉપવાસનો છે. ઉપવાસ એટલે માત્ર પાણી સીવાય કશું જ નહીં લેવું તે. મેં પાંચ દીવસના ઉપવાસ કરેલા ત્યારે છોડતી વખતે સવારે માત્ર લીંબુનો રસ એક પ્યાલા પાણી સાથે લીધો હતો. બપોરે તાજો કાઢેલો એકાદ ફળનો રસ માત્ર એક કપ લીધેલો. આ ઉપવાસ મેં ઘણાં વર્ષો પહેલાં કરેલા. આથી બહુ સ્પષ્ટ સ્મરણ નથી. (હાલ મારી વય ૭૨ વર્ષની છે.) સાંજે એકાદ હળવું ફળ લઈ શકાય. આ રીતે મારા ખ્યાલ મુજબ મેં બીજા સાત-આઠ દીવસ માત્ર ફળ અને શાકભાજી જ લીધાં હતાં. યાદ રાખશો આ માત્ર પાંચ જ દીવસના ઉપવાસની વાત છે. આ રીતે સામાન્ય ખોરાક પર જતાં પહેલાં ઓછામાં ઓછા પાંચ દીવસ ફળ અને ફળના રસ પર રહેવું જોઈએ. મારા ખ્યાલ પ્રમાણે તો જેટલા દીવસના ઉપવાસ કર્યા હોય તેનાથી બમણા દીવસો સુધી સામાન્ય ખોરાક પર આવવું ન જોઈએ. વળી શરુઆતમાં ખોરાક સાદો, સુપાચ્ય અને આપણી પાચનશક્તી મુજબના પ્રમાણમાં લેવો જોઈએ.

   ઉપવાસનું વીસ્તૃત વીજ્ઞાન છે, જેની પુરી જાણકારી મેળવીને જ આગળ વધવું જોઈએ. જો કે ચાર-પાંચ દીવસના ટુંકા ઉપવાસમાં કદાચ ઓછું જોખમ હોઈ શકે, આમ છતાં પોતાની પ્રકૃતી અને શારીરીક પરીસ્થીતીનો ખ્યાલ રાખવો જોઈએ. (એલોપથીના ડૉક્ટરો તો એક દીવસના ઉપવાસનો પણ વીરોધ કરે છે. આથી જરુર જણાય તો તમારા ડૉક્ટર કે વૈદ્યની સલાહ લેવી.) માત્ર પાંચ દીવસના મારા ઉપવાસથી પણ મને ખુબ સારી સ્ફુર્તીનો અનુભવ થયેલો. મારા એક ઑપરેશન પહેલાં પણ ત્રણેક દીવસના ઉપવાસ કરેલા, જેની સારી અસરનો લાભ મળ્યો હતો. કંઠમાળ તથા ગળાના કાકડા વીષે મારા બ્લોગ પર હું થોડા સમય બાદ કદાચ લખીશ.

   આપે ગળાના સોજા અંગે પુછ્યું છે, પણ એ સોજો કયા પ્રકારનો છે, કયા કારણે થયો છે વગેરે કશી માહીતી નથી. જો આપે કંઠમાળ કે કાકડા વીષે જાણવું હોય તો મને જણાવશો, એની માહીતી આપને મોકલીશ.

   -ગાંડાભાઈનાં સ્નેહવંદન

 2. shivshiva Says:

  પૂ. ગાંડાભાઈ,

  ડૉ.ના અભિપ્રાયથી મને ઍલર્જીથી ગળામાં સોજો આવ્યો છે. 2 મહિના પહેલાથી ગળામાં દુઃખવો થતો હતો જ્યારે હું ન્યુઝીલૅંડમાં હતી. ત્યાં બ્લડરિપૉર્ટ તેમજ કાર્ડિયોગ્રામ કઢાવ્યા હતા. બધા નોર્મલ આવ્યાં હતાં. ત્યાં મને ચાલતા ગળામાં દુઃખાવો થઈ આવતો અને શ્વાસમાં તકલિફ થતી. પણ ઊભી રહું તો પાછું બધું નોર્મલ થઈ જતું. અહીં ઇંડિયા પાછી ફરી ત્યારે અમારા ફેમિલિ ડૉ. એલર્જિ બતાવી. ત્યાર બાદ હમણાં અઠવાડિયાથી ફરીથી એ જ પ્રમાણે ચલુ થઈ ગયું છે. તો આપ શું સલાહ આપશો? મારે શું કરવું મારી ઉંમર 63 વર્ષની છે અને હાલમાં હું મુંબઈમાં રહું છું.

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે બહેન,

   એલર્જી વીષે મારી પાસે નીચે મુજબની માહીતી છે, પરંતુ એનો પ્રયોગ મેં કદી કર્યો નથી, (એલર્જીનો મને કોઈ અનુભવ નથી.) આથી એમાં જણાવ્યા મુજબની અસર થાય છે કે કેમ તેની મને ખબર નથી. આ પહેલાં મેં મારા બ્લોગ પર જણાવ્યું છે તેમ પ્રયોગ કરી જોતાં સહેજ પણ વીપરીત અસર થતી લાગે કે ધારેલી અસર ન જણાતી હોય તો પ્રયોગ બંધ કરવો. બને ત્યાં સુધી તમારા ડૉક્ટર કે વૈદ્યની સલાહ લઈને પ્રયોગો કરવા.

   (૧) ૨ ગ્રામ ગંઠોડાનું ચુર્ણ, ૨ ગ્રામ જેઠીમધનું ચુર્ણ અને ૧ ગ્રામ ફુલાવેલી ફટકડીનું ચુર્ણ મીશ્ર કરી સવાર-સાંજ લેવાથી માત્ર સાત દીવસમાં એલર્જી મટે છે. (૨) લીલી હળદરના ટુકડા દરરોજ ખુબ ચાવીને ખાતા રહેવાથી એલર્જીની તકલીફ મટે છે.

   આ સાથે નિલેશભાઈને થોડા દીવસ પહેલાં આપેલો મારો નીચેનો પ્રત્યુત્તર પણ ધ્યાનમાં લેવા વીનંતી છે.

   “ઉધરસ માટે જાત જાતના ઉપાયો આયુર્વેદમાં બતાવ્યા છે. કદાચ અહીં બધા ઉપાયો નહીં પણ હોય. એની પાછળનું કારણ ઉધરસ થવાનાં કારણો કયાં છે,(કયા પ્રકારના આહાર-વીહારથી પ્રકોપ થયો છે) કેવા પ્રકારની ઉધરસ છે, વ્યક્તીની પ્રકૃતી કેવી છે વગેરે ઘણી બાબતો પર કયા ઉપાય કરવા તેમ જ જે ઉપાય કરવામાં આવે તે કેટલા વખત માટે કરવો તેનો આધાર રહેલો હોય છે. વળી આપણે જાતે કોઈ ઉપાય આ બધું જાણ્યા વીના કરીએ તો કદાચ જોખમ પણ હોય. માત્ર સાવ નીર્દોષ ઉપચાર જ જાતે કરી શકાય, અને તે પણ આપણા શરીર પર એની થતી અસરો જોતા રહીને. જો કોઈ ઉપાય આપણને માફક આવતો ન જણાય તો તરત જ બંધ કરી દેવો જોઈએ. મારો આશય આયુર્વેદની સાધારણ ઉપરછલ્લી માહીતી પ્રદાન કરવાનો છે, જે મને મારા રસને કારણે ઉપલબ્ધ થઈ છે.”
   ……………………
   આ જ હકીકત એલર્જીને પણ લાગુ પડે છે.
   વળી બહેન, હું કોઈ વૈદ્ય કે ડૉક્ટર નથી, ઉપર જણાવ્યું તેમ આયુર્વેદમાં રસને કારણે કેટલીક માહીતી મારી પાસે છે એટલું જ. હા, થોડા પ્રયોગો મેં મારી જાત પર કરી જોયા છે.
   મારા બ્લોગમાં રસ લેવા બદલ હાર્દીક આભાર.
   ગાંડાભાઈનાં સસ્નેહ વંદન.

 3. નીલા Says:

  આપનો આભાર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: