કમર જકડાવી

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

કમર જકડાવી (૧.) પક્ષાઘાત, લકવો, સાયટીકા-રાંઝણ, સંધીવા, સ્નાયુઓનો દુખાવો- અા બધા વાયુ પ્રધાન રોગોમાં લસણપાક, લસણની ચટણી, લસણના ક્ષીરપાકનો ઉપયોગ કરવો. અથવા એક કળીના લસણની એક કળી લસોટી તલના તેલ સાથે જમતી વખતે બપોરે અને રાત્રે બેથી ત્રણ અઠવાડીયાં ખાવી અત્યંત ફાયદાકારક અને દર્દનાશક ઉપચાર છે.

(૨) તલનું તેલ, કોપરેલ કે અન્ય તેલ જરાક ગરમ કરી દુખતી જકડાયેલી કમર ઉપર માલીશ કરવું. તે પછી સહેવાય તેવા ગરમ પાણીથી કમર ઝારવી. અા રીતે બેત્રણ વાર કરવાથી દુખતી જકડાયેલી કમર મટશે.

કમરનો દુ:ખાવો – (૧) ૬૦ ગ્રામ અજમો ૬૦ ગ્રામ જુના ગોળમાં મેળવી, પીસી, તેમાંથી ૫-૫ ગ્રામ જેટલો સવાર-સાંજ લેવાથી કમરનો દુ:ખાવો મટે છે.

(૨) ખજુરની પાંચ પેશીનો ઉકાળો કરી તેમાં ૫ ગ્રામ મેથીનું ચુર્ણ નાખી પીવાથી કમરનો દુ:ખાવો મટે છે.

(૩) પીપળાનાં મુળીયાનો પાઉડર પાણી સાથે એક એક ચમચી સવાર, બપોર, સાંજ લેવાથી કમરદર્દ મટે છે. એનાથી કમર મજબુત બને છે અને કમરનું બળ વધે છે. (૪) પેટ સાફ ન રહેતું હોય, ગર્ભાશયમાં સોજો કે કોઈ વીકૃતી હોય, વાયુથી શરીરના સાંધાઓ જકડાઈ ગયા હોય, તો બે કપ દુધમાં બેથી ત્રણ ચમચી દીવેલ-એરંડીયું, અડધી ચમચી સુંઠ અને અડધી ચમચી મેથીનો ભુકો નાખી ઉકાળી, ઠંડું પાડી પી જવું. આ ઉપચારમાં વાયુપીત્તાદી દોષાનુસાર આવશ્યક પરેજી પાળવી.

(૫) સુંઠ અને ગોખરું સરખે ભાગે લઈ તેનો ઉકાળો કરી રોજ સવારે પીવાથી કમરનો દુખાવો મટે છે.

(૬) સુંઠ અને અજમો રાઈના તેલમાં ગરમ કરી તેની માલીશ કરવાથી કમરનો દુખાવો મટે છે તેમ જ દુખતા સાંધામાં આરામ થાય છે.

કમરના દુખાવામાં કસરતો (૧) જમીન પર બેસી હાથ આગળ ખેંચી પગના અંગુઠાને પકડવાનો પ્રયત્ન કરો.

(૨) ચત્તા સુઈ જઈ પગ વચ્ચેથી ઉંચા રાખો.

(૩) ઉંધા સુઈ જઈ પગના પંજા ત્રાંસા રાખી, જમીન પર નાક અડાડવું.

(૪) ચત્તા સુઈ કમરથી ઉપર વળી વચ્ચેથી ઉભા કરેલા પગના ઘુંટણને અડવા પ્રયાસ કરો.

(૫) ઉંધા સુઈ હાથના બળે પડી રહો.

(૬) ચત્તા સુઈ પગ વચ્ચેથી ઉભા રાખો, ત્યાર બાદ એક પછી એક બંને પગ વારા ફરતી છાતી સુધી લઈ જવા પ્રયત્ન કરો.

(૭) ઉંધા સુઈ વારાફરતી બંને પગ ઉંચા નીચા કરો.

(૮) ખુરસી પર ટટ્ટાર બેસો. કમરેથી વળી ઘુંટણ સુધી માથું લઈ જાઓ.

પ્રાણાયામઃ કમરનો દુખાવો દુર કરવા બાહ્ય પ્રણાયામ ખુબ જ અકસીર છે. એની સાદી રીત મુજબ મોં વાટે બને તેટલો વધારેમાં વધારે શ્વાસ બહાર કાઢવો. (જેટલો વધુ શ્વાસ બહાર કાઢી શકાય તેટલો વધુ ફાયદો થશે.) આ પછી શ્વાસ બહાર રોકી રાખવો. (બાહ્ય કુંભક) શ્વાસ જેટલો વધુ સમય બહાર રોકી શકાય તેટલો જલદી લાભ થાય છે. આ પ્રાણાયામમાં બાહ્ય કુંભક ખુબ અગત્યનો હોવાથી કદાચ એને બાહ્ય પ્રાણાયામ કહેવામાં આવે છે. જ્યારે ન જ રહેવાય ત્યારે નાક વાટે શ્વાસ લેવો (પુરક).

આ પ્રણાયામ અર્ધા કલાક સુધી સતત કરતાં ગમે તેવા ભયંકર કમરના દુખાવામાં પણ લગભગ ૮૦% ફાયદો તરત જ થવાની શક્યતા છે. આ મારો પોતાનો અનુભુત પ્રયોગ છે.  શરુઆતમાં બીજે દીવસે ખભાના તેમ જ છાતી નજીકના સ્નાયુઓ દુખવાની શક્યતા છે. જો કે એનાથી ટેવાતાં દુખાવો થશે નહીં.

 

ટૅગ્સ: , , , , , , , ,

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: