કમળો

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

કમળો  (૧) ૫૦૦ ગ્રામ પાકાં જાંબુ લઈ તેનો રસ કાઢવો. એને કપડાથી ગાળી રસથી છઠ્ઠા ભાગે બારીક વાટેલું સીંધવ મેળવવું. એને શીશીમાં ભરી મજબુત બુચ મારી એક અઠવાડીયા સુધી રાખી મુકાવાથી જાંબુદ્રવ તૈયાર થાય છે. જાંબુદ્રવ આંતરે દીવસે સવારે કેટલાક દીવસ સુધી પીવાથી કમળો મટે છે.

(૨) એરંડાના પાનની દાંડી દહીંમાં વાટી ત્રણથી સાત દીવસ લેવાથી કમળાના રોગીમાં સ્ફુર્તી અાવે છે.

(૩) ગાયની તાજી છાસમાં કે ૧૦૦ ગ્રામ મઠામાં ૫ ગ્રામ હળદર નાખી સવાર-સાંજ લેવાથી એક અઠવાડીયામાં કમળો મટે છે.

(૪) હળદરનું ચુર્ણ ૧૦ ગ્રામ અને દહીં ૪૦ ગ્રામનું સેવન કરવાથી કમળો મટે છે.

(૫) ધોળી ડુગળી, ગોળ અને હળદર મેળવી સવાર-સાંજ ખાવાથી કમળો મટે છે.

(૬) પાકાં કેળાં મધમાં ખાવાથી કમળો મટે છે.

(૭) સુંઠ અને ગોળ અથવા આદુનો રસ અને ગોળ ખાવાથી કમળો મટે છે.

(૮) હીંગને ઉંબરાનાં સુકાં ફળ (ઉંમરાં) સાથે ખરલ કરીને ખાવાથી કમળો મટે છે.

(૯) ગળો કમળાનું સૌથી શ્રેષ્ઠ ઔષધ છે. બજારમાં મળતો ગળોનો પાઉડર અથવા ગળોની તાજી વેલનો રસ લેવાથી કમળો સારો થાય છે. કમળાની તબીબી સારવાર સાથે પણ એ લઈ શકાય.

(૧૦) કમળો થયો હોય તો સવારે નરણે કોઠે કારેલાનો રસ લેવો. ઉપરાંત દુધી, ગાજર, બીટ, કાકડી અને સફરજનનો મીશ્ર રસ લેવો. પપૈયા, લીલી હળદર, લીલી દ્રાક્ષ સંતરા અને મોસંબીનો રસ પણ લઈ શકાય. શેરડી ચુસીને ખાવી. ચરબી રહીત ખોરાક લેવો. મદ્યપાનનો ત્યાગ કરવો.

(૧૧) કુંવારપાઠાના ગુંદા ઉપર સહેજ હળદર ભભરાવી ખાવાથી કમળો મટે છે. અન્ય ચીકીત્સા સાથે પણ આ કરી શકાય.

(૧૨) મધ નાખી ગાજરનો રસ પીવાથી કમળો મટે છે.

(૧૩) રાત્રે ઝાકળમાં શેરડી રાખી સવારે ખાવાથી કમળો મટે છે.

(૧૪) લીંબુની ચીર ઉપર ખાવાનો સોડા નાખી સવારની પહોરમાં ચુસવાથી કમળો મટે છે.

(૧૫) ૧૦૦ થી ૨૦૦ ગ્રામ દહીંમાં ૨ થી ૪ ગ્રામ પાપડખાર મેળવી વહેલી સવારે નરણે કોઠે લેવાથી ત્રણ દીવસમાં કમળો મટે છે.

(૧૬) ગાજરનો ઉકાળો પીવાથી કમળામાં આવેલ અશક્તી અને લોહીની ઓછપ દુર થાય છે.

(૧૭) આરોગ્યવર્ધીનીવટી અને પુનર્નવા મંડુરનું નીયમીત સેવન કરવાથી કમળો મટે છે, અશક્તી દુર થાય છે અને નવું લોહી આવે છે.

(૧૮) દરરોજ તાજા મુળા, કંદમુળ અને મુળાની ભાજીનું શાક ખાવાથી તથા શેરડી ચાવી ચાવીને ખાવાથી કમળો મટે છે. મુળા કમળામાં ઔષધ સમાન છે.

(૨૦) કાચા પપૈયાનું શાક મીઠું (નમક) કે બીજો કોઈ પણ મસાલો નાખ્યા સીવાય ખાવાથી તથા ખાઈ શકાય તેટલું પાકું પપૈયું ખાવાથી કમળો મટે છે. કમળાની અન્ય સારવાર સાથે પણ આ પ્રયોગ કરી શકાય.

(૨૧) લીમડાનો રસ મધ સાથે પીવાથી કમળો મટે છે.

(૨૨) ત્રીફળાનો, દારુહળદરનો, કડવા લીમડાનો અથવા ગળોનો બે ચમચી સ્વરસ બે ચમચી મધ સાથે સવાર-સાંજ પીવાથી ઉગ્ર સ્વરુપનો કમળો પણ મટી જાય છે.

Advertisements

ટૅગ્સ: , , ,

4 Responses to “કમળો”

  1. D S Patel Says:

    Dear sir,

    i want to know complete treatment of KAMLO with doze of this aryuvaida method

    thanking you

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે,
      આપની કૉમેન્ટ બદલ આભાર.
      આપે કમળાની સારવાર માટે માગેલી માહીતી બાબત જણાવવાનું કે આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે, જાતે કોઈ રોગોના ઉપચાર માટે નહીં. વળી આનો આશય કોઈ રોગનાં નીદાન, ચીકીત્સા કે અટકાવવાના ઉપાયો બતાવવાનો નથી. આપની એવી જરુરીયાત માટે આપને યોગ્ય વૈદ્ય, ડૉક્ટર કે ઉપચારકની મદદ લેવા વીનંતી છે. (હું વૈદ્ય, ડૉક્ટર કે ઉપચારક નથી.) આ માહીતી બને તેટલી તથ્યને વળગી રહી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, છતાં એમાં કોઈ પણ પ્રકારની ક્ષતી રહી જવા પામી હોય તો એ માટે માફી ચાહું છું.
      વળી આવી માહીતી હવે ઈન્ટરનેટ પર સહેલાઈથી પ્રાપ્ય છે. નીચે એક લીન્ક આપું છું, જેના લેખક ડૉ. કેતન ઝવેરી (MD) છે.
      http://jivanshaili.org.in/firstaid/FA13_8.htm

      આ ઉપરાંત પણ જો આપ “કમળો” ગુજરાતીમાં લખી ઈન્ટરનેટ પર સર્ચ કરશો તો ઘણી વધુ માહીતી મળી શકશે, પરંતુ મેં ઉપર કહ્યું છે તે ઉપચાર-સારવાર કરવા કે કરાવવા બાબત ધ્યનમાં લેવા વીનંતી.
      -ગાંડાભાઈનાં સ્નેહવંદન

  2. D S Patel Says:

    Dear sir,

    I want to know the complete aryuvada treatment with doze for KAMLO.

    Thanks

  3. alpesh Says:

    sir im ayurvedic student.
    i many tie heard about vikaro(vikara na pan kathiyavadi ma) that helps to relive kamalo .
    so i want to know what is this vikaro in our ayurveda.
    plz reply me on my email id
    abhadaniya@gmail.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: