કૃમી

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

કૃમી

દુષીત પાણી, આહાર, ખુલ્લાં, કાપેલાં ધોયા વગરનાં ફળો ખાવાથી અને હાથ ધોયા વગર જમવાથી પેટમાં કૃમી થાય છે. મોટી ઉંમરની વ્યક્તીઓ કરતાં નાનાં બાળકોમાં તેનું પ્રમાણ વધારે હોય છે. આવી કૃમીવાળી વ્યક્તીઓ જો મીઠાઈ, ગોળ, ચોકલેટ જેવી ચીજો વધારે પડતી ખાય તો મળાવરોધ થવાથી મળાશયમાં કૃમીઓનું પ્રમાણ વધી જાય છે. કૃમીનું પ્રમાણ વધી જવાથી ઉદરશુળ, રક્તાલ્પતા, અવારનવાર ઝાડા થવા, ઉબકા, ઉલટી, અરુચી, મંદાગ્ની, તો કોઈ વખત વધારે પડતી ભુખ, ખંજવાળ, આળસ વગેરે થાય છે.

(૧) દરરોજ સવાર-સાંજ જમવાની પાંચેક મીનીટ પહેલાં આખું કે દળેલું નમક એકાદ નાની ચમચી જેટલું પાણી સાથે ફાકવાથી કૃમી વમનથી કે મળમાર્ગે બહાર નીકળી જાય છે.

(૨)  ૧ થી ૨ ચમચી અધકચરી ખાંડેલી દાડમની છાલ ૧ ગ્લાસ પાણીમાં ધીમા તાપે અડધું બાકી રહે ત્યાં સુધી ઉકાળવું. ઠંડુ પાડી ગાળીને ખાલી પેટે આ ઉકાળો પીવો. બીજે દીવસે સવારે હરડેનો રેચ લેવો. આનાથી ચપટા કૃમી-ટેપવર્મ બેહોશ થઈ કે મરી જઈને બહાર નીકળી જાય છે.

(૩) લીમડાના પાનનો રસ દરરોજ ૧-૨ ચમચા સવાર-સાંજ પીવાથી તમામ કૃમી મળ વાટે બહાર નીકળી જઈ પેટ નીર્મળ થઈ જાય છે.

(૪) કારેલાં કૃમીઘ્ન છે. બાળકોને મોટે ભાગે દુધીયા કૃમી થતા હોય છે. એમને કારેલાંનું શાક ખવડાવવું. બાળક કારેલાંનું શાક ન ખાય તો કારેલાંનો રસ કાઢીને બે ચમચી જેટલો સવાર સાંજ પીવડાવવો.

(૫) પપૈયાના સુકાં બીનું એક ચમચી ચુર્ણ  એક વાડકી તાજા દહીંમાં મેળવી દીવસમાં ત્રણ વખત લેવાથી કૃમી બહાર નીકળી જાય છે.

(૬)  કૃમી થયા હોય તો માત્ર પાન ખાવાથી સારું થઈ શકે છે. ૩-૪ કે દીવસમાં જેટલાં પાન ખાઈ શકાય તેટલાં સાદાં કે સામગ્રી નાખેલાં પાન ખાવાં. એનાથી મળ વાટે કૃમી બહાર નીકળી જાય છે.

(૭) અનનાસ ખાવાથી એક અઠવાડીયામાં પેટમાંના કૃમીનું પાણી થઈ જાય છે. આથી બાળકો માટે અનનાસ ઉત્તમ છે.

(૮) એક સારી સોપારીનો ભુકો કરી થોડા ગરમ પાણી સાથે દીવસમાં ત્રણ-ચાર વાર લેવાથી કૃમી મટે છે.

(૯) કારેલીના પાનનો રસ થોડા ગરમ પાણીમાં આપવાથી કૃમી મરી જાય છે.

(૧૦) ખાખરાનાં બી, લીમડાનાં બી અને વાવડીંગને વાટી બનાવેલું વસ્ત્રગાળ ચુર્ણને ‘પલાશબીજાદી ચુર્ણ’ કહે છે. બાળકોને પા ચમચી અને મોટાંઓને અડધી ચમચી ચુર્ણ પાણી સાથે સવાર- સાંજ આપવાથી કૃમી દુર થાય છે.

(૧૧) ટામેટાના રસમાં હીંગનો વઘાર કરી પીવાથી કૃમીરોગમાં ફાયદો થાય છે.

(૧૨) દાડમની છાલનો અથવા તેના છોડ કે મુળની છાલનો ઉકાળો કરી તેમાં તલનું તેલ નાખી ત્રણ દીવસ સુધી પીવાથી પેટમાંના કૃમી નીકળી જાય છે.

(૧૩) દાડમડીના મુળની લીલી છાલ ૫૦ ગ્રામ (તેના નાના નાના કકડા કરવા), ખાખરાના બીનું ચુર્ણ ૫ ગ્રામ, વાવડીંગ ૧૦ ગ્રામ અને ૧ લીટર પાણીમાં અર્ધું પાણી બાકી રહે ત્યાં સુધી ઉકાળી ઠંડુ થાય ત્યારે ગાળી, દીવસમાં ચાર વાર અર્ધા અર્ધા કલાકે ૫૦-૫૦ ગ્રામ પીવાથી અને પછી એરંડીયાનો જુલાબ લેવાથી તમામ પ્રકારના ઉદરકૃમી નીકળી જાય છે.

(૧૪) નારંગી ખાવાથી કૃમીનો નાશ થાય છે.

(૧૫) મુઠી ચણા રાત્રે સરકામાં પલાળી રાખી સવારે ખાલી પેટે ખાવાથી કૃમી મરી જઈ ઉદરશુદ્ધી થાય છે.

(૧૬) વડવાઈના કુમળા અંકુરનો ઉકાળો કરી પીવાથી પેટના કૃમી મટે છે.

(૧૭) સરગવાનો ઉકાળો મધમાં મેળવી દીવસમાં બે વાર પીવડાવવાથી ઝીણા કૃમી નીકળી જય છે.

(૧૮) સવારે ઉઠતાંની સાથે બે-ત્રણ ગ્રામ મીઠું (નમક) પાણીમાં મેળવી થોડા દીવસ પીવાથી નાના નાના કૃમી બહાર નીકળે છે, નવા કૃમીની ઉત્પત્તી બંધ થાય છે અને પાચનક્રીયા સુધરે છે.

(૧૯) સુંઠ અને વાવડીંગનું ચુર્ણ મધમાં લેવાથી કૃમી મટે છે.

(૨૦) કાચા પપૈયાનું તાજું દુધ ૧૦ ગ્રામ, મધ ૧૦ ગ્રામ અને ઉકળતું પાણી ૪૦ મી.લી. એકત્ર કરી ઠંડુ થાય ત્યારે પીવાથી અને બે કલાક પછી એરંડીયાનો જુલાબ લેવાથી ગોળ કૃમી નીકળી જાય છે. (તેનાથી પેટમાં ચુંક આવે તો લીંબુનો રસ ખાંડ નાખી પીવો.)

(૨૧) ભાંગરાનો પાઉડર (બજારમાં મળી શકે) અથવા તાજા ભાંગરાનો રસ અને અડધા ભાગે દીવેલ રાત્રે સુતાં પહેલાં દરરોજ લેવાથી બધા કૃમી પેટની બહાર નીકળી જાય છે.

(૨૨) એક ગ્લાસ ઘટ્ટ છાસમાં એક ચમચો વાટેલો અજમો નાખી સવાર-સાંજ પીવાથી પેટમાંના બધા કૃમી મળમાર્ગે બહાર નીકળી જાય છે.

(૨૩) બાળકોને કૃમી થાય તો તેની અવસ્થા મુજબ ગરમ પાણી સાથે દરરોજ રાત્રે સુતી વખતે એરંડીયું પાવાથી તે મટી જાય છે.

(૨૪) કાચા કે પાકા પપૈયાના રસમાં સાકર મેળવી બાળકને પીવડાવવાથી પેટમાંના કૃમી મળ વાટે બહાર ફેંકાઈ જવા લાગે છે.

(૨૫) દરરોજ સવાર, બપોર, સાંજ એક એક કપ પાણીમાં એક નાની ચમચી મીઠું(નમક) ઓગાળી પીવાથી કૃમીની ફરીયાદ મટે છે.

(૨૬) સુંઠ, વાવડીંગ અને ભીલામાનું ચુર્ણ મધમાં લેવાથી કૃમી મટે છે.

(૨૭) કપીલો, વાવડીંગ અને રેવંચી સરખા ભાગે લઈ મધ સાથે બાળકને ચટાડવાથી તેના પેટમાંના કરમીયા સાફ થઈ જાય છે.

(૨૮) શણનાં બીનું ચુર્ણ ગોમુત્રમાં મેળવી પીવાથી કરમીયાનો રોગ કાયમ માટે મટે છે.

(૨૯) વાવડીંગને અધકચરાં ખાંડી ઉકાળો કરીને પીવાથી કૃમી નાશ પામે છે.

(૩૦) લીંબુના પાન વાટી રસ કાઢી રસથી અડધું મધ ભેળવી સાત દીવસ સુધી રોજ સવારે આપવાથી અને આઠમા દીવસે રેચ લઈ લેવાથી પેટના તમામ કૃમી નીકળી જાય છે.

(૩૧) આંબાહળદર અને સીંધવ સાથે વાટી ગરમ પાણી સાથે લેવાથી કૃમી મટે છે.

(૩૨) કેરીની સુકી ગોટલીનું ૧-૧ ચમચી ચુર્ણ સવાર-સાંજ પાણીમાં નીયમીત લેવાથી ત્રણેક મહીનામાં પેટમાંના બધા કૃમી મળ વાટે બહાર નીકળી જાય છે.

(૩૩) મોટી સોપારી જેટલો ગોળ ખાધા પછી કાંચકાની શેકેલી મીંજનું અડધી ચમચી ચુર્ણ ખાવાથી પેટના કૃમી નીકળી જાય છે.

(૩૪) પા ચમચી જેટલો કીરમાણી અજમો સોપારી જેટલા ગોળ સાથે સવાર-સાંજ ખાવાથી કૃમીઓ નીકળી જાય છે. (૩૫) એક ચમચી વાવડીંગનું બારીક ચુર્ણ સવાર-સાંજ એક ચમચી ગોળ ખાધા પછી લેવામાં આવે તો પેટના કૃમીઓ નાશ પામે છે.

(૩૬) એક કપ ઉકાળીને ઠંડા કરેલા પાણીમાં એક ચમચી વાવડીંગનો ભુકો અને અડધી ચમચી હળદરનું ચુર્ણ નાખી ઉકાળવું. આ દ્રવ બરાબર ઉકળે ત્યારે ઉતારી, ઠંડું પાડી રોજ રાત્રે ૧૫થી ૨૦ દીવસ પીવાથી બાળકોના કૃમી-કરમીયા બેહોશ થઈને નીકળી જાય છે અને લીવર પણ સારું થાય છે.

(૩૭) બે ચમચી ગરમાળાના ગોળ સાથે એક ચમચી વાવડીંગનું ચુર્ણ મીશ્ર કરી રોજ સવારે આઠ-દસ દીવસ લેવાથી કૃમીઓ સાફ થઈ જાય છે.

કૃમી-ગંડુપદ કપીલો, વાવડીંગ, નાગમોથ, દીકામાળી અને સંચળનું સમાન ભાગે બનાવેલું ચુર્ણ મોટાં માણસને એકથી બે ગ્રામ અને બાળકોને ૧થી બે રતી સવાર-સાંજ પાણી સાથે આપવાથી અળસીયા જેવા ગંડુપદ કૃમી (Round worms) દસથી પંદર દીવસમાં મટે છે.  આ ચુર્ણ સાથે એક રતી અતીવીષકળીનું ચુર્ણ ઉમેરી આપવાથી બાળકોને ઝડપથી સારું થાય છે અને કૃમીને કારણે થયેલા ઉપદ્રવો પણ મટે છે. આ ઉપરાંત બજારમાં મળતાં કૃમીઘ્ન ચુર્ણ, કૃમીકુઠારરસ અને વીડંગારીષ્ટ પણ ખુબ જ સારી અસર કરે છે.

Advertisements

ટૅગ્સ: , , , , , ,

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: