ખીલ અને ખીલના ડાઘ

ખીલ અને ખીલના ડાઘ

ઉપચાર કરતાં પહેલાં યોગ્ય ચીકીત્સકની સલાહ લેવી.

(૧) ખીલ થયા હોય તો ચહેરા પર નારંગીની છાલ ઘસવાથી ફાયદો થાય છે.

(૨) તલનો જુનો ખોળ ગાયના મુત્રમાં કાલવી મોં ઉપર લેપ કરવાથી યુવાનીમાં થતા ખીલ દુર થાય છે.

(૩) પાકા, ખુબ ગળી ગયેલા પપૈયાને છોલી, છુંદીને ચહેરા પર થોડો સમય માલીશ કરવી-મસળવું. ૧૫-૨૦ મીનીટ બાદ સુકાવા લાગે ત્યારે પાણીથી ધોઈ નાખી જાડા ટુવાલ વડે સારી રીતે લુછી જલદી તલનું તેલ કે કોપરેલ ચોપડવું. એક અઠવાડીયા સુધી આ પ્રમાણે કરવાથી ચહેરા પરના ખીલ, ડાઘ વગેરે દુર થઈ ચહેરો ખુબ જ સુંદર દેખાય છે અને ચહેરાનું તેજ વધે છે. ચહેરાની કરચલીઓ, કાળાશ અને મેલ દુર થાય છે, ચહેરા પર કોમળતા અને કાંતી આવે છે.

(૪) પાકાં ટામેટાં સમારીને ખીલ પર બરાબર ઘસવાં. બેચાર કલાક એમ જ રહેવા દેવું. ત્યાર બાદ હુંફાળા પાણીથી ધોઈ નાખવું. આનાથી ચહેરાના ખીલ મટી જાય છે.

(૫) જાંબુના ઠળીયાને પાણીમાં ઘસી ચોપડવાથી યુવાનીને લીધે થતા મોં પરના ખીલ મટે છે.

(૬) સવારે અને રાત્રે બાવળ, લીમડો કે વડવાઈનું દાતણ કરી એના કુચાને મોં પર પાંચેક મીનીટ ઘસતા રહેવાથી મોં પરના ખીલ મટે છે.

(૭) ટંકણખાર ગુલાબજળમાં મેળવી લગાડવાથી મોં પરના ખીલ મટે છે.

(૮) બદામને માખણમાં ખુબ ઘસી તેનો મોં પર લેપ કરવાથી કે માલીશ કરવાથી મોં પરના ખીલ મટે છે.

(૯) ગુલાબજળમાં સુખડ ઘસીને લગાડવાથી ખીલ મટે છે.

(૧૦) આમળાં દુધમાં ઘસી મોં પર જાડો લેપ કરવાથી ખીલ મટે છે.

(૧૧) કેરીની ગોટલી ઘસીને ખીલ પર લગાડવાથી ફાયદો થાય છે.

(૧૨) લીમડા કે ફુદીનાનાં પાન વાટી તેનો રસ ખીલ પર લગાવવાથી ખીલ મટી જાય છે.

(૧૩) તાજું લીંબુ કાપી દર બે કલાકે ખીલ પર બે-ત્રણ મીનીટ ઘસતા રહેવાથી ખીલ મટી જાય છે.

(૧૪) લોધર, ધાણા અને ઘોડાવજને પાણીમાં લસોટી લેપ કરવાથી ખીલ મટે છે.

(૧૫) દરરોજ રાત્રે સુતી વખતે કાચા પપૈયાનું ક્ષીર(દુધ) ખીલ પર ચોપડતા રહેવાથી ખીલ મટી જાય છે.

(૧૬) શીમળાના કાંટાનું ખુબ બારીક અડધી ચમચી ચુર્ણ એટલી જ મસુરની દાળના લોટ સાથે મીશ્ર કરી, થોડું દુધ ઉમેરી, ખુબ હલાવી, પેસ્ટ બનાવી સવાર-સાંજ અડધો કલાક ચહેરા પર લગાડી રાખવું. જ્યારે પેસ્ટ સુકાઈ જાય ત્યારે સ્વચ્છ પાણીથી ધોઈ લેવું. થોડા દીવસો આ ઉપચાર કરવાથી ખીલ, ખીલના ડાઘા અને ચહેરાની ઝાંખપ-કાળાશ મટે છે. આ ઉપચાર વખતે ઉચીત પરેજી પાળવી.

(૧૭) છાસ વડે ચહેરો ધોવાથી ખીલના ડાઘ, મોં પરની કાળાશ અને ચીકાશ દુર થાય છે.

(૧૮) વડના દુધમાં મસુરની દાળ પીસી લેપ કરવાથી ખીલના કાળા ડાઘ મટે છે.

(૧૯) ચોખાનો ઝીણો લોટ અથવા રાંધેલો ભાત દરરોજ ચહેરા પર ઘસવાથી ખીલના ડાઘ દુર થાય છે.

ટૅગ્સ: , , , ,

72 Responses to “ખીલ અને ખીલના ડાઘ”

 1. sandip Says:

  nak par thayela khil ne kai rite matadva joiye

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે ભાઈશ્રી સંદીપભાઈ,
   મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.
   મેં આ પહેલાં જણાવ્યું છે તેમ તમારી પ્રકૃતીને શું અનુકુળ આવે તે જાણ્યા વીના કોઈ ઉપાય સુચવી ન શકાય. વળી હું માત્ર માહીતી પ્રદાન કરું છું- હું પોતે ઉપચારક નથી. અહીં જણાવેલ કોઈ ઉપાય જો તમારી પ્રકૃતીને નીર્દોષ જણાતો હોય તો અજમાવી શકો. મારા અનુભવમાં હળદર અને મીઠું(નમક) પાણીમાં મીક્ષ કરીને ચામડી પર લગાડી રાખવાથી કોઈ નુકસાન થતું નથી, અને શરીરમાંનો ચામડી નીચે એ જગ્યાએ એકત્ર થયેલ દુષીત કચરો બહાર નીકળી જાય છે. પણ ખીલ પર આ પ્રયોગ મેં કર્યો નથી. જ્યારે ખીલ થયેલા ત્યારે મને આ ખબર ન હતી. ખીલ પર પણ કદાચ આ પ્રયોગ કામ કરે.
   -ગાંડાભાઈ

 2. jeetu khatri Says:

  i would like it

 3. khil na dagh matadava mate na upayo aapone. Says:

  vijayjethava@923.com

 4. vasava vipul Says:

  mane mo par zhira ane mota khil thai 6e khubaj upchar karya pachi pan te door thata nathi.tame mane khil tatha dagh javadva matena upchar email dhwara kehsoji.

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે વિપુલભાઈ,
   મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.
   ઉપર મેં જે ઉપાયો લખ્યા છે તે પૈકી આપની પ્રકૃતીને અનુકુળ ઉપાય આપ અજમાવી શકો.

   Thank you.
   Best regards.

   Gandabhai Vallabh
   My blog:gandabhaivallabh.wordpress.com

 5. અનામિક Says:

  Maru kapad chehra karta kadu padi gayu 6e to mare su karvu

 6. sumit kumar parmar Says:

  Khil matadava mate no upyog janavsho.

  નમસ્તે,
  મારા બ્લોગની મુલાકાત બદલ આપનો હાર્દીક આભાર.
  આપના પ્રશ્ન બાબત મેં ઉપર ભાઈશ્રી સંદીપભાઈને જે જવાબ લખ્યો છે તે જોવા વીનંતી. જેમાં મેં જણાવ્યું છે, “મેં આ પહેલાં જણાવ્યું છે તેમ તમારી પ્રકૃતીને શું અનુકુળ આવે તે જાણ્યા વીના કોઈ ઉપાય સુચવી ન શકાય. વળી હું માત્ર માહીતી પ્રદાન કરું છું- હું પોતે ઉપચારક નથી. અહીં જણાવેલ કોઈ ઉપાય જો તમારી પ્રકૃતીને નીર્દોષ જણાતો હોય તો અજમાવી શકો. મારા અનુભવમાં હળદર અને મીઠું(નમક) પાણીમાં મીક્ષ કરીને ચામડી પર લગાડી રાખવાથી કોઈ નુકસાન થતું નથી, અને શરીરમાંનો ચામડી નીચે એ જગ્યાએ એકત્ર થયેલ દુષીત કચરો બહાર નીકળી જાય છે. પણ ખીલ પર આ પ્રયોગ મેં કર્યો નથી. જ્યારે ખીલ થયેલા ત્યારે મને આ ખબર ન હતી. ખીલ પર પણ કદાચ આ પ્રયોગ કામ કરે.”
  એમાં મેં વધુ સ્પષ્ટતા નથી કરી. જે કચરો ખીલમાંથી નીકળી જવાનું મેં જણઢ્યું છે તે મારા અનુભવ મુજબ પરુ બનીને નીકળી જાય છે. વળી હળદર અને મીઠું બને તેટલા લાંબા સમય સુધી અને બધો કચરો નીકળી ન જાય તેટલા દીવસો સુધી લગાડતા રહેવું જોઈએ. લગ્ન સમયે પીઠી લગાડવાનો હીન્દુ ધર્મમાં જે રીવાજ છે તેની પાછળ મને લાગે છે કે શરીરમાંની અશુદ્ધી દુર કરવાનો આશય રહેલો છે. ઉપરની કૉમેન્ટોમાં એકાદ કૉમેન્ટમાં કદાચ આ ઉપાય ગમ્યો છે એમ જણાવવામાં આવ્યું છે.

 7. Rosemary Says:

  Do you have a spam issue on this website; I also am a blogger, and I was wondering
  your situation; we have created some nice practices and we are looking to swap strategies with others,
  be sure to shoot me an email if interested.

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે,
   આપની કૉમેન્ટ બદલ હાર્દીક આભાર. મને “વર્ડપ્રેસ” દ્વારા મારા બ્લોગની પ્રવૃત્તી દરમીયાન સ્પેમનો પ્રોબ્લેમ ખાસ નથી. એકાદબે વાર કદાચ કોઈ કૉમેન્ટને મેં રદ કરી હશે, પણ મોટા ભાગની કૉમેન્ટનો હું જવાબ લખું છું, પણ તે “વર્ડપ્રેસ” દ્વારા જ. બને ત્યાં સુધી હું અંગત ઈમેઈલ વડે જવાબ લખતો નથી.
   ફરીથી આપનો આભાર.

   Thank you.

   Best regards.

   Gandabhai Vallabh-NZ

   My blog:

   https://gandabhaivallabh.wordpress.com/

 8. hari Says:

  nak ni aju baju khil no upay janavso

  • Ganga Patel Says:

   નમસ્તે,
   મારા બ્લોગની મુલાકાત બદલ હાર્દીક આભાર.
   મારા અનુભવ મુજબ ખીલ મટાડવાનો સરળ ઉપાય પાણીમાં હળદરનો પાઉડર કાલવીને લગાડતા રહેવાનો છે. એનાથી ખીલ મટી ગયા બાદ સાધારણ ડાઘ રહેવાની શક્યતા છે, જે અન્ય ઉપાયો વડે કદાચ મટાડી શકાય.

   Thank you.

   Best regards.

   Gandabhai Vallabh-NZ

   My blog:

   https://gandabhaivallabh.wordpress.com/

 9. meet makadiya Says:

  Mane 2years this khil vadhare that 6 me Dhabi dava kari pan ferfar thato nathi Reno koi upay 6 to batava vinti

 10. gandabhaivallabh Says:

  નમસ્તે,
  ઉપર મેં ખીલના ૧૯ ઉપાયો લખ્યા છે. એમાંથી તમારી પ્રકૃતીને અનુકુળ ઉપાય અજમાવી શકો. આયુર્વેદના બધા ઈલાજ નીર્દોષ હોય છે એમ માની લેવું નહીં. વળી એકને કોઈ ઉપાય અનુકુળ આવ્યો હોય તે બીજાને પણ આવશે જ એમ પણ કહી શકાય નહીં. આથી કોઈ પણ ઉપાય કરતાં પહેલાં એના જાણકારની મદદ લેવી જોઈએ. ખીલ અને ખીલના ડાઘ બાબત ઉપર ઘણી ચર્ચા છે તે જોવા વીનંતી.

 11. BAROT BHOOMIKA Says:

  SAHEB MARA MODHE KHILNA DAGH BAHU JA CHE SU KARU

 12. BAROT BHOOMIKA Says:

  ANE KHADA MATE PAN SU KARVA NU

 13. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે,
  પાકા, ખુબ ગળી ગયેલા પપૈયાને છોલી, છુંદીને ચહેરા પર થોડો સમય માલીશ કરવી-મસળવું. ૧૫-૨૦ મીનીટ બાદ સુકાવા લાગે ત્યારે પાણીથી ધોઈ નાખી જાડા ટુવાલ વડે સારી રીતે લુછી જલદી તલનું તેલ કે કોપરેલ ચોપડવું. એક અઠવાડીયા સુધી આ પ્રમાણે કરવાથી ચહેરા પરના ખીલ, ડાઘ વગેરે દુર થઈ ચહેરો ખુબ જ સુંદર દેખાય છે અને ચહેરાનું તેજ વધે છે. ચહેરાની કરચલીઓ, કાળાશ અને મેલ દુર થાય છે, ચહેરા પર કોમળતા અને કાંતી આવે છે.

  પાકાં ટામેટાં સમારીને ખીલ પર બરાબર ઘસવાં. બેચાર કલાક એમ જ રહેવા દેવું. ત્યાર બાદ હુંફાળા પાણીથી ધોઈ નાખવું. આનાથી ચહેરાના ખીલ મટી જાય છે.
  હળદરનું ચુર્ણ અને નમક પાણીમાં મીક્ષ કરીને ખીલ પર લગાડી રાખવાથી ખીલ પરુ બનીને મટી જાય છે.

 14. vijay Says:

  mane khil bahuj nikale chhe to
  tene matadi sakai tevo upai batao
  please

 15. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે વિજયભાઈ,
  શરીર જ્યારે અમુક પ્રકારની અશુદ્ધી દુર કરી ન શકે ત્યારે આપણને વધુ નુકશાન ન થાય એ માટે તેને અમુક જગ્યાએ એકત્રીત કરી દે છે. ખીલ કદાચ એ પ્રકારે થઈ શકતા હોય તો એનો સચોટ ઉપાય મને લાગે છે કે હળદર અને મીઠું(નમક) હોઈ શકે. હળદર અને મીઠું ભેગાં કરી જરુરી પાણીમાં મીક્સ કરીને લગાડતા રહેવાથી અને બને તેટલા લાંબા સમય સુધી અસરગ્રસ્ત ભાગ પર રાખવાથી બેએક વીકમાં શરીરમાંની આ પ્રકારની અશુદ્ધી દુર થઈ શકે એમ મને લાગે છે.

 16. અનામિક Says:

  jayfar ane ray tene khadine chhera par lagavathi khil ane khil na dakg dur thay

 17. ગાંડાભાઈ વલ્લભ Says:

  આપની સલાહ બદલ હાર્દીક આભાર. જેમને જાયફળ અને રાઈ અનુકુળ આવતાં હોય તેઓ એનો પ્રયોગ કરી શકે.

 18. અનામિક Says:

  Mo par na khil kai rite besaday ..game tetalu karyu pan ni mattuu

 19. ગાંડાભાઈ વલ્લભ Says:

  ઉપર કોઈ અજ્ઞાતનું કહેવું છે કે જાયફળ અને રાઈ ખાંડીને ચહેરા પર લગાડવાથી ખીલ મટે છે.

 20. hardik patel Says:

  mare khil matata nathi

 21. ગાંડાભાઈ વલ્લભ Says:

  મોં પરના ખીલ બાબત ઉપર ઘણું બધું કહેવાયું છે. અહીં ઉપર જ કોઈકે કહ્યું છે કે ગમે તેટલું કર્યું પણ ખીલ મટતા નથી. મેં એક ઉપાય સુચવ્યો છે, તેનો પ્રયોગ કોઈએ કરી જોયો છે કે કેમ તે અંગે કોઈએ કશું જણાવ્યું નથી. એકાદ ખીલ પર પહેલાં પ્રયોગ કરી જોવો. એટલે કે આખા મોં પર લગાડવાને બદલે થોડા જ ભાગ પર લગાડવું. જો કોઈ વીપરીત અસર ન થાય, અને ફાયદો માલમ પડે તો જ આગળ વધવું.
  ઉપાય ઘણો સાદો છે. હા, એક મુશ્કેલી છે. આપણે ત્યાં હળદરમાં પણ ભેળસેળ કરવામાં આવે છે, આથી ચોખ્ખી, શુદ્ધ હળદર એમાં અગત્યની છે, જે તમે જાતે જ હળદરના ગાંઠીયા દળાવો તો મળી શકે. હળદર અને સાદું મીઠું(નમક-સબરસ) પાણીમાં કાલવી ખીલવાળા ભાગ પર લગાડવું. બને તેટલા લાંબા સમય સુધી એ મીશ્રણ ખીલવાળા ભાગ પર રહેવું જોઈએ. આ પ્રયોગ સતત થોડા દીવસ કરી જોવો- બેએક વીક સુધી.

 22. Vaghela Chirag Says:

  Mare khil hata. Haju thoda 6a.pan daga naii jata. Koi upay batayo. Plzzz

 23. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે,
  પાકા, ખુબ ગળી ગયેલા પપૈયાને છોલી, છુંદીને ચહેરા પર થોડો સમય માલીશ કરવી-મસળવું. ૧૫-૨૦ મીનીટ બાદ સુકાવા લાગે ત્યારે પાણીથી ધોઈ નાખી જાડા ટુવાલ વડે સારી રીતે લુછી જલદી તલનું તેલ કે કોપરેલ ચોપડવું. એક અઠવાડીયા સુધી આ પ્રમાણે કરવાથી ચહેરા પરના ખીલ, ડાઘ વગેરે દુર થઈ ચહેરો ખુબ જ સુંદર દેખાય છે અને ચહેરાનું તેજ વધે છે. ચહેરાની કરચલીઓ, કાળાશ અને મેલ દુર થાય છે, ચહેરા પર કોમળતા અને કાંતી આવે છે.

 24. umang rathod Says:

  mane nak par khil thay 6e ane mari skin pan oily 6e to upay batavava vinanti

 25. ગાંડાભાઈ વલ્લભ Says:

  હળદર અને મીઠું(નમક) પાણીમાં મીક્સ કરીને હું ચામડી પર જુદા જુદા કારણો સર-વીકારો પર લગાવું છું અને મને વીધાયક પરીણામ મળે છે, પણ ખીલ મને હવે આ ઉંમરે થતા નથી આથી એના પર મેં પ્રયોગ કર્યો નથી. મેં ઘણા લોકોને ખીલ પર પણ એ ઉપાય કરવાનું સુચવ્યું છે, પણ કોઈએ એ ઉપાય અજમાવી જોયો છે કે કેમ તેની ખબર નથી, જેમને સુચવ્યો છે તે પૈકી કોઈએ કદી કોઈ પ્રત્યુત્તર પાઠવ્યો નથી. આપને ઠીક લાગે તો અજમાવી જુઓ. મારા ખ્યાલ મુજબ આ ઉપાય નીર્દોષ છે. છતાં કોઈ વીપરીત અસર માલમ પડે તો ઉપાય છોડી દેવો, કેમ કે દરેક વ્યક્તી અદ્વીતીય છે, આથી એક જણને થઈ હોય તેવી જ અસર બીજાને પણ થાય જ એમ કહી શકાય નહીં.

 26. અનામિક Says:

  khil na khada kevi rite dur kari sakay

 27. ગાંડાભાઈ વલ્લભ Says:

  અજ્ઞાત,
  માફ કરજો, ખીલના ખાડા મટાડવાના ઉપાય મારા જાણવામાં આવ્યા નથી.

 28. sajid sarvadi Says:

  MAre khil or dag and khil na chhinda thay gaya chhe we mate hu kahi baHAr par naThi Jay saK to Ae mate mane Kay sari u pay bAtAd va vinanti pliz reply faSt

 29. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાઈ સાજીદ
  ખીલ પર પણ કદાચ હળદર અને મીઠું (નમક-common salt) પાણીમાં મીક્સ કરીને લગાવવાથી ફાયદો થઈ શકે. એને ખીલવાળા ભાગ પર બને તેટલો વધુ સમય રાખવું જરુરી છે. આપને ઠીક લાગે તો અજમાવી જુઓ. મારા ખ્યાલ મુજબ આ ઉપાય નીર્દોષ છે. છતાં કોઈ વીપરીત અસર માલમ પડે તો ઉપાય છોડી દેવો, કેમ કે દરેક વ્યક્તી અદ્વીતીય છે, આથી એક જણને થઈ હોય તેવી જ અસર બીજાને પણ થાય જ એમ કહી શકાય નહીં.

 30. trufosa Says:

  Khil and khil na dagh mate upai janavso??

 31. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે,
  ઉપર મારા બ્લોગમાં આ ચાર ઉપાયો મેં આપ્યા જ છે.
  (૧૬) શીમળાના કાંટાનું ખુબ બારીક અડધી ચમચી ચુર્ણ એટલી જ મસુરની દાળના લોટ સાથે મીશ્ર કરી, થોડું દુધ ઉમેરી, ખુબ હલાવી, પેસ્ટ બનાવી સવાર-સાંજ અડધો કલાક ચહેરા પર લગાડી રાખવું. જ્યારે પેસ્ટ સુકાઈ જાય ત્યારે સ્વચ્છ પાણીથી ધોઈ લેવું. થોડા દીવસો આ ઉપચાર કરવાથી ખીલ, ખીલના ડાઘા અને ચહેરાની ઝાંખપ-કાળાશ મટે છે. આ ઉપચાર વખતે ઉચીત પરેજી પાળવી.

  (૧૭) છાસ વડે ચહેરો ધોવાથી ખીલના ડાઘ, મોં પરની કાળાશ અને ચીકાશ દુર થાય છે.

  (૧૮) વડના દુધમાં મસુરની દાળ પીસી લેપ કરવાથી ખીલના કાળા ડાઘ મટે છે.

  (૧૯) ચોખાનો ઝીણો લોટ અથવા રાંધેલો ભાત દરરોજ ચહેરા પર ઘસવાથી ખીલના ડાઘ દુર થાય છે.

 32. mehulbhai Says:

  chhati no bhag ane vajan vadharva su karavu joea

 33. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે મેહુલભાઈ,
  તમારા આ પ્રશ્નનો પ્રતીભાવ અન્યત્ર તમે પુછેલા વીભાગમાં મેં આપ્યો જ છે.

 34. mamta Says:

  MarA face par pimpals na karne khada and dag padi gya che khada bov j che pls pls koi upay batavo

 35. ગાંડાભાઈ વલ્લભ Says:

  મારા બ્લોગમાં મેં ખીલના ડાઘ મટાડવા માટે નીચના ઉપાય સુચવ્યા છે. જો એ તમને માફક આવે તો કરી શકો. સોરી, ખાડા મટાડવાના કોઈ ઉપાય મારા ખ્યાલમાં નથી.
  (1) શીમળાના કાંટાનું ખુબ બારીક અડધી ચમચી ચુર્ણ એટલી જ મસુરની દાળના લોટ સાથે મીશ્ર કરી, થોડું દુધ ઉમેરી, ખુબ હલાવી, પેસ્ટ બનાવી સવાર-સાંજ અડધો કલાક ચહેરા પર લગાડી રાખવું. જ્યારે પેસ્ટ સુકાઈ જાય ત્યારે સ્વચ્છ પાણીથી ધોઈ લેવું. થોડા દીવસો આ ઉપચાર કરવાથી ખીલ, ખીલના ડાઘા અને ચહેરાની ઝાંખપ-કાળાશ મટે છે. આ ઉપચાર વખતે ઉચીત પરેજી પાળવી. સાત્ત્વીક સુપાચ્ય ખોરાક લેવો. પીત્તકારક, ગરમ પદાર્થો ન લેવા.
  (2) છાસ વડે ચહેરો ધોવાથી ખીલના ડાઘ, મોં પરની કાળાશ અને ચીકાશ દુર થાય છે.
  (3) વડના દુધમાં મસુરની દાળ પીસી લેપ કરવાથી ખીલના કાળા ડાઘ મટે છે.
  (4) ચોખાનો ઝીણો લોટ અથવા રાંધેલો ભાત દરરોજ ચહેરા પર ઘસવાથી ખીલના ડાઘ દુર થાય છે.

 36. patel Yachana Says:

  Hello,Sir hu 21years ni chu Mar face par cchela4-5 month pimples thay che mare face par pela kaei natu ne have pimples thay to plz sir kaei dava vatvo keje theti pimples na thay mari skin oile che plz sir

 37. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે બહેન યાચના,
  તમારી ઉંમરે ખીલ થવા સ્વાભાવીક છે. જો કે સુપાચ્ય, સાત્ત્વીક આહાર સરળતાથી પચે તેવા યોગ્ય પ્રમાણમાં લેવાથી કદાચ એનું પ્રમાણ ઘટી શકે.
  ખીલવાળા ભાગ પર હળદર અને મીઠું(નમક) પાણીમાં કાલવી લગાડતા રહેવાથી ફાયદો થવો જોઈએ. કદાચ એનાથી થોડા ડાઘ રહી જાય, તે મેં ઉપર બતાવ્યા છે તે ઉપાય વડે દુર કરી શકાય. આમ તો ખીલ મટાડવાના ઘણા ઉપાય ઉપર સુચવવામાં આવ્યા છે. તમને અનુકુળ આવે તે ઉપાય અજમાવી શકાય. પણ એને હાથ વડે દબાવી પરુ કાઢવાનો પ્રયાસ ન કરવો જોઈએ, કેમ કે એથી ખાડા પડવાની શક્યતા છે.

 38. patel Yachana Says:

  To su ahar levo pan sir nana foli jova che pan paru thay che.pan sir tamre dava to kevi padse jetei fari na thay hu mumtaj ni mati lagvu to thoda bese ne paca thya che mari skin olie che to have tame je dava kaho te hu karu pan fari na tava Jove ha a years ma thay pan kaei dava kahoy. …plz sir ….and Thanks sir

 39. Rajveer Says:

  Sir khil thaya hoi ane safed paru bharatu hoi to tene kadhvu joi k nai.k pci ane am j reva devu joi a.

 40. ગાંડાભાઈ વલ્લભ Says:

  મારા ખ્યાલ મુજબ ખીલમાં પરું ભરાતું હોય તેને કાઢવાથી ખાડો પડી જાય છે. આથી મને લાગે છે કે જો ખીલવાળા ભાગ પર પાણીમાં હળદર મીક્ષ કરીને લગાડવામાં આવે તો કદાચ સારું પરીણામ આવે. હળદર લગાડવાનો ઉપાય મેં ઘણાને સુચવ્યો છે, પણ કોઈએ એ કર્યો છે કે કેમ અને કર્યો હોય તો કેવું પરીણામ મળ્યું તે કોઈએ કશું જણાવ્યું નથી. ખીલ નહીં પણ એના જેવી અન્ય તકલીફમાં મેં હળદરનો પ્રયોગ કર્યો છે અને મને ઘણું સારું પરીણામ મળ્યું છે.

 41. ગાંડાભાઈ વલ્લભ Says:

  Thanks Jay.

 42. rajesh Says:

  Guda par moto khil thayo che docror pase jata bhik lage che cheko karavano aathi tamane req karu chu mara guda par na khil mathi lohi nikale che koi upay vatav cho

 43. અનામિક Says:

  મને ગેસ તફલીફ છે શું કરવું

 44. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે અજ્ઞાત,
  મારા બ્લોગમાં વાયુની તકલીફ માટે ઘણા ઉપાયો છે, એમાંથી નીચે કેટલાક આપું છું. તમને અનુકુળ હોય તે ઉપાય યોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ કરવા.
  વાતવ્યાધી (૧) ૩ ગ્રામ લસણ પીસી, ૬ ગ્રામ તલનું તેલ કે ઘી અને સીંધવ મેળવી સવારે ખાવાથી સર્વ પ્રકારના વાતવ્યાધી તથા વીષમજ્વર અને વાતકફજ્વર મટે છે.
  (૨) લસણની પાંચ કળીઓ રાત્રે પાણીમાં ભીંજવી રાખી સવારે તેને પીસી ગાળી પાણી પીવું. બીજા અઠવાડીયે સાત કળીઓ, ત્રીજા અઠવાડીયે દસ કળીઓ પલાળવી અને એ રીતે પીવી. ત્રણ અઠવાડીયા પછી એક અવાડીયું પ્રયોગ બંધ કરવો, અને ફરી પાછો શરુ કરવો. પ્રયોગ વખતે માખણનું સેવન કરવું જરુરી છે. આ પ્રયોગથી વાતવ્યાધી મટે છે. જેની પીત્ત પ્રકૃતી હોય તેને આ ઉપાય કામ આવી શકે નહીં.
  (૩) લકવો એટલે પેરાલીસીસ પણ એક પ્રકારનો વાતરોગ છે. દરરોજ સવારે અડધો કલાક સુર્યસ્નાન તથા પંદરેક મીનીટ બાષ્પસ્નાન લેવું. બપોરે અને સાંજે પણ પંદરેક મીનીટ લીંબુના રસ મીશ્રીત પાણીનું બાષ્પસ્નાન લેવું. એનાથી ચમત્કારી લાભ અવશ્ય જોવા મળે છે. તજનું તેલ વાતવીકાર પર ચોળવાથી ફાયદો થાય છે.
  (૪) ૨૦ ગ્રામ દ્રાક્ષને ઘીવાળા હાથ લગાડી તવા ઉપર શેકી થોડું સીંધવ અને મરીનું ચુર્ણ લગાડી રોજ સવારે ખાવાથી વાતપ્રકોપ મટી નીર્બળતાથી આવનાર ચક્કર મટે છે.
  વાતશુળ
  (૫) સુંઠ અને એરંડમુળના ઉકાળામાં ખાંડેલી હીંગ અને સંચળ નાખી પીવાથી વાતશુળ મટે છે.
  (૬) હીંગને ૨૦૦ મી.લી. પાણીમાં ઉકાળી ૨૫ મી.લી. પાણી બાકી રહે ત્યારે ઉતારી પીવાથી વાતશુળ મટે છે.
  (૭) સુંઠ અને એરંડમુળના ઉકાળામાં ખાંડેલી હીંગ અને સંચળ નાખી પીવાથી વાતશુળ મટે છે.
  (૮) હીંગને ૨૦૦ મી.લી. પાણીમાં ઉકાળી ૨૫ મી.લી. પાણી બાકી રહે ત્યારે ઉતારી પીવાથી વાતશુળ મટે છે.
  (૯) ૫૦૦ ગ્રામ મેથી ઝીણી દળી, તેમાં ૧ કીલોગ્રામ ઘી અને ૬ કીલોગ્રામ દુધ મેળવી ધીમા તાપે ઉકાળી મધ જેવું ગાઢું બનાવવવું. પછી તેમાં ૧.૫ કીલો સાકર નાખી મેથીપાક બનાવવો. આ પાક સવારે ૨૫ થી ૪૦ ગ્રામ જેટલો ખાવાથી સર્વ પ્રકારના વાયુ રોગોનો નાશ થાય છે.
  (૧૦) મેથીને ઘીમાં શેકી દળીને લોટ બનાવવો. પછી ઘી-ગોળનો પાયો લાવી સુખડીની માફક હલાવી નાના નાના લાડુ બનાવવા. રોજ સવારે એક એક લાડુ ખાવાથી અઠવાડીયામાં વાથી જકડાઈ ગયેલાં અંગો છુટાં પડે છે. હાથ-પગે થતી વાની કળતર મટે છે.
  (૧૧) ૧૫-૨૦ ગ્રામ મેથી રોજ ફાકી જવાથી વા મટે છે.
  (૧૨) અજમો તાવી પર ગરમ કરી, સમભાગે સીંધવ સાથે પીસી ૩ ગ્રામ જેટલું ગરમ પાણી સાથે લેવાથી કોઠાનો વાયુ દુર થાય છે.
  (૧૩) અડદની દાળ પાણીમાં પલાળી રાખી, વાટી, તેમાં મીઠું, મરી, હીંગ, જીરુ, લસણ અને આદુ નાખી વડાં કરવાં. તેને ઘીમાં અથવા તેલમાં તળીને ખાવાથી વાયુ મટે છે.
  (૧૪) આદુનો રસ, લીંબુનો રસ અને મીઠું મેળવી સવાર-સાંજ પીવાથી વાયુ મટે છે.
  (૧૫) આદુનો રસ, લીંબુનો રસ અને સીંધવ એકત્ર કરી ભોજનની શરુઆતમાં લેવાથી વાયુ મટે છે.
  (૧૬) ૧૦-૧૦ ગ્રામ આદુના અને લીંબુના રસમાં ૧.૫ ગ્રામ સીંધવ મેળવી સવારે પીવાથી વાયુ મટે છે.
  (૧૭) ખજુર ૫૦ ગ્રામ, જીરુ, સીંધવ, મરી અને સુંઠ દરેક ૧૦-૧૦ ગ્રામ, પીપરી મુળ ૫ ગ્રામ અને લીંબુનો રસ ૦.૭૫ ગ્રામને બારીક વાટી ચાટણ બનાવી ખાવાથી વાયુ બેસી જાય છે.
  (૧૮) એરંડ મગજને દુધમાં મેળવી ગરમ કરી, માવો બનાવી ખાવાથી ગૃધ્રસી વાયુ અને પેટ, ખભા, પગ વગેરેમાં થતો દુખાવો મટે છે.
  (૧૯) ગોળ નાખેલું દહીં વાયુ મટાડે છે. તે પુષ્ટી આપનાર, તૃપ્તી કરનાર અને પચવામાં ભારે છે.
  (૨૦) ઘીમાં શેકેલી હીંગ, સુંઠ, મરી, પીપર, સીંધવ, અજમો, જીરુ અને શાહજીરુ એ આઠ ચીજો સરખે ભાગે લઈ, ચુર્ણ બનાવી મજબુત બુચવાળી શીશીમાં ભરી રાખવું. આ ચુર્ણને હીંગાષ્ટક ચુર્ણ કહે છે. એ વાયુ દુર કરે છે. એ અનેક રોગોની એક રામબાણ દવા છે. જેમ કે ૧ ગ્રામ જેટલું આ ચુર્ણ છાસમાં કે ભોજન પહેલાં ઘી અને ભાતમાં લેવાથી આફરો, અજીર્ણ, પેટની પીડા, વાયુ, ગોળો, કૉલેરા, અજીર્ણ કે વાયુથી થતી ઉલટી, કફ-વાતજન્ય વીકારો વગેરે મટે છે.
  (૨૧) ચીકણી સોપારીનો ભુકો ૧.૫ ગ્રામ સવારે મઠામાં કે કાંજીમાં લેવાથી હોજરીમાં ભરાઈ રહેલો વાયુ (ગૅસ) મટે છે.
  (૨૨) તાજો ફુદીનો, ખારેક, મરી, સીંધવ, હીંગ, કાળી દ્રાક્ષ અને જીરુની ચટણી બનાવી તેમાં લીંબુનો રસ નીચોવી ખાવાથી વાયુ દુર થાય છે, મોંની ફીકાશ મટે છે, સ્વાદ પેદા થાય છે અને પાચનશક્તી સતેજ થાય છે.
  (૨૩) નારંગી ખાવાથી પેટમાંનો વાયુ દુર થાય છે.
  (૨૪) પાકા આદુનો ૪૦૦ ગ્રામ રસ ૧.૬ કીલો સાકરની ચાસણીમાં નાખી તાર બંધાય તેવી ચાસણી ફરીથી બનાવી શરબત બનાવવું. એમાંથી ૧૦ ગ્રામ જેટલું શરબત પાણી સાથે લેવાથી પેટનો વાયુ, પેટમાં આમદોષથી આવતી ચુંક મટે છે. ગંધાતો અને પચ્યા વગરનો ઝાડો બંધાય છે અને પેટમાં થતો ગડગડાટ મટે છે.
  (૨૫) મરી ઠંડા પાણીમાં બારીક વાટી લેપ કરવાથી વાયુથી અંગ જકડાઈ ગયું હોય તો ફાયદો કરે છે.
  (૨૬) ફુદીનો, તુલસી, મરી, આદુ વગેરેનો ઉકાળો કરી પીવાથી વાયુ દુર થાય છે, અને સારી ભુખ લાગે છે.
  (૨૭) મુળાનાં બીનું ચુર્ણ લેવાથી પીઠ પર થતી વાયુની પીડા મટે છે.
  (૨૮) લવીંગના તેલનાં બે-ત્રણ ટીપાં ખાંડ કે પતાસામાં લેવાથી પેટનો વાયુ મટે છે.
  (૨૯) વેંગણ વાયુ મટાડે છે.
  (૩૦) રીંગણાંનું શાક, ભડથું કે સુપ બનાવી, હીંગ અને લસણ સાથે લેવાથી પેટમાંનો વાયુ અને ગોળો મટે છે.
  (૩૧) સુંઠ, મરી, પીપર અને સીંધવ દરેક ૧૦-૧૦ ગ્રામના બારીક વસ્ત્રગાળ ચુર્ણમાં ૪૦૦ ગ્રામ બી કાઢેલી કાળી દ્રાક્ષ મેળવી ચટણી માફક પીસી બરણીમાં ભરી લેવું. એને પંચામૃત ચાટણ કહે છે. એ પાંચથી ૨૦ ગ્રામ જેટલું સવાર-સાંજ ચાટવાથી વાયુ મટે છે.
  (૩૨) સુંઠના ચુર્ણમાં ગોળ અને થોડુંક ઘી નાખી ૩૦-૪૦ ગ્રામની લાડુડી બનાવી સવારે ખાવાથી વાયુ અને ચોમાસાની શરદી મટે છે.
  (૩૩) સુંઠની ભુકી પાણી સાથે ચટણી માફક પીસી, ઘીમાં તળી, તેને ઘી સાથે ખાવાથી વાયુ નાશ પામે છે અને સંગ્રહણી મટે છે.
  (૩૪) મરી અને લસણને પીસી ભોજનના પહેલા કોળીયામાં ઘી સાથે ખાવાથી વાયુ મટે છે.
  (૩૫) અેરંડાનાં પાન વાયુનો પ્રકોપ શાંત કરે છે. અેરંડીયું પણ વાયુના રોગો દુર કરે છે.
  આ ઉપરાંત પણ વાયુની તકલીફના અન્ય ઉપાયો છે. વાયુને કારણે ૮૦ પ્રકારની તકલીફ થાય છે, આથી જે પ્રકારની તકલીફ હોય તે મુજબ ઉપાય કરવાના રહે. વળી વ્યક્તીને જે ઔષધ અનુકુળ હોય તે મુજબ ઉપાય કરવો જોઈએ.

 45. અનામિક Says:

  ખોરાક નું પાચન થતું નથી

 46. ગાંડાભાઈ વલ્લભ Says:

  આપના પ્રશ્ન બાબત વીગતો મારા બ્લોગમાં નીચેની ત્રણ લીન્કો પરથી મળશે.
  https://gandabhaivallabh.wordpress.com/tag/%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9A%E0%AA%A8/
  (જુઓ અજીર્ણ-અપચો https://gandabhaivallabh.wordpress.com/2009/12/22/%E0%AA%85%E0%AA%9C%E0%AB%80%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3-%E0%AA%85%E0%AA%AA%E0%AA%9A%E0%AB%8B/ તથા https://gandabhaivallabh.wordpress.com/2009/12/23/%E0%AA%85%E0%AA%9C%E0%AB%80%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3-%E0%AA%97%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82%E0%AA%95%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81/

 47. અનામિક Says:

  પગ ની રગ ખેંચાય તો તેનું શું કરવું

 48. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે,
  પગની રગ ખેંચાય એટલે તમે ક્રેમ્પ્સના દુખાવા વીશે કહો છો? એ વાતવ્યાધી ગણાય છે. દુખાવો ન હોય અને માત્ર નસ ખેંચાતી હોય તો પણ મારા ખ્યાલ મુજબ એ વાયુને કારણે થાય છે. આથી વાયુનાશક ઔષધ લેવાં તેમ જ વાયુકારક આહાર ન લેવો. બાહ્ય પ્રાણાયામ પણ એમાં રાહત આપી શકે.

 49. અનામિક Says:

  મારુ નામ તેજસ ચૌહાણ છે
  મારા હાથે ખંજવાણ ખુબ જ આવે છે અને ચામડી ખુબજ આળી અને ખરબચડી થઇ ગઈ છે તો કંઈક ઈલાજ આપો

 50. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાઈ તેજસ,
  મારા બ્લોગમાં મેં બે આર્ટીકલ ખંજવાળ અંગે મુક્યા છે. એની લીન્ક :
  https://gandabhaivallabh.wordpress.com/2010/04/…/ખસ-ખંજવા…
  https://gandabhaivallabh.wordpress.com/tag/%E0%AA%9A%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A1%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%97%E0%AB%8B/
  એમાં તમને જે ઉપાય લાગુ પડે તે ખાતરી કરીને અજમાવી શકો.

 51. Chaudharynaresh Says:

  Good

 52. shiyal karan Says:

  mane mopar khil taya se teno upayog apo

 53. shiyal karan Says:

  13 april Na roj 12:30Am gal par khil matadva mate su karvu joeye

 54. ગાંડાભાઈ વલ્લભ Says:

  Namaste Shiyal,
  You will find information about khil opening following link:
  ખીલ અને ખીલના ડાઘ https://gandabhaivallabh.wordpress.com/2010/04/30/
  Thank you for visiting my blog.
  ુઉપાય કરતાં પહેલાં એ તમને અનુકુળ છે કે નહીં તેની યોગ્ય આરોગ્ય ચીકીત્સકની મદદથી ખાતરી કરવી.

 55. અનામિક Says:

  મને ગુદા માર્ગ માં વાઢિયા પડી ગયા છે અને લોહી પણ નીકળે છે તો આનો ઉપાય બતાવજો જલ્દી થી …..

 56. અનામિક Says:

  મને ગુદા માર્ગ માં વાઢિયા પડી ગયા છે અને લોહી પણ નીકળે છે તો આનો ઉપાય બતાવજો જલ્દી થી …..

 57. ગાંડાભાઈ વલ્લભ Says:

  લાગે છે કે તમને હરસ(અર્શ, મસા)ની સમસ્યા છે. એના કારણ અને વ્યક્તીની પ્રકૃતી મુજબ ઘણા બધા ઉપાયો છે. તમને અનુકુળ ઉપાય યોગ્ય ચીકીત્સકની મદદ લઈ કરવો. મારા બ્લોગમાં એની લીન્ક: હરસ http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/05/06/

 58. અનામિક Says:

  હું તન્મય રાઠોડ
  મને થાઈરોગ નો રોગ થયો છે તેની સારવાર જણાવશો

 59. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાઈ તન્મય,
  મારા બ્લોગમાં મેં થાઈરોઈડની સમસ્યા અંગે નીચેની બે બાબતો નોંધી છે. એ ખરેખર તો ઔષધ નહીં પણ આયોડીનની સમસ્યા ના થાય એ માટે લેવાની સાવચેતી કહી શકાય. મને લાગે છે કે થાઈરોઈડના પ્રોબલેમમાં વીના વીલંબે ડૉક્ટરની મદદ લેવી જોઈએ. આ અંગે આયુર્વેદીક કોઈ ઔષધ મારી જાણમાં નથી.
  ૧. એક બ્રાઝીલ નટમાંથી ૧૨૦ માઈક્રોગ્રામ જેટલું સીલેનીયમ મળી રહે છે. આહારમાં સીલેનીયમની ઉણપથી હૃદય ફુલી જાય છે, અને એનું કાર્ય બરાબર થઈ શકતું નથી. વળી એની ઉણપથી થાઈરોઈડનું કાર્ય ખોરંભાય છે. ઉપરાંત રોગપ્રતીકારક શક્તી માટે પણ સીલેનીયમ જરુરી છે.
  ૨. આયોડીનયુક્ત નમક અને દુધ પ્રચુર માત્રામાં આયોડીન ધરાવે છે. થાઈરોઈડના વ્યાધીમાં આયોડીનયુક્ત આહાર વધુ પ્રમાણમાં લેવાથી રોગ કાબુમાં આવે છે. આથી થાઈરોઈડના રોગીએ વધુને વધુ પ્રમાણમાં દુધનું સેવન કરવું – જો બીજી કોઈ રીતે દુધ પ્રતીકુળ ન હોય તો તથા નમક હંમેશાં આયોડીનયુક્ત જ લેવું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: