ગરમી

ઉપચારો યોગ્ય આરોગ્ય નીષ્ણાતની સલાહ લઈ કરવા.

ગરમી

(૧) એક સુકું અંજીર અને ૫-૧૦ બદામ દુધમાં નાખી ઉકાળી, તેમાં સહેજ સાકરનું ચુર્ણ નાખી રોજ સવારે પીવાથી ગરમી શાંત થાય છે.

(૨) કાકડીના કકડા પર ખડી સાકરની ભુકી નાખી સાત દીવસ ખાવાથી ગરમી મટે છે.

(૩) ગરમીના દીવસોમાં માથે ઠંડક રહે, લુ ન લાગે, માથું તપી ન જાય તે માટે માથે વડનાં પાન મુકી ઉપર ટોપી, હૅટ, સ્કાર્ફ કે હેલ્મેટ પહેરવી.  સુર્ય ગમે તેટલો તપતો હશે તો પણ માથે ઠંડક રહેશે.

(૪) તાંદળજાના રસમાં સાકર મેળવી પીવાથી ગરમી મટે છે.

(૫) નારંગી ખાવાથી શરીરની ખોટી ગરમી દુર થાય છે.

(૬) પેટની અને આંતરડાંની ગરમી દુર કરવા વડની છાલનો ઉકાળો પીવો.

(૭) કાળી દ્રાક્ષ, સાકર, વરીયાળી અને ધાણા પાણીમાં પલાળી, ચોળીને પીવાથી પેટની ગરમી તથા મોંનાં ચાંદાં મટે છે.

(૮) શરીરની અંદરની કે બહારની કોઈપણ પ્રકારની ગરમીમાં ગોળનું પાણી બનાવી ઝીણા કપડાથી વારંવાર (જ્યાં સુધી ગળણાના કપડા પર કંઈ પણ જમા ન થાય ત્યાં સુધી) ગાળી દીવસમાં ચારેક વખત એક એક વાડકી પીવાથી એ ગરમી દુર થઈ કોઠો ચોખ્ખો થઈ જાય છે. પ્રયોગ કદાચ ઘણા દીવસો સુધી કરવો પડે.

(૯) એક ચમચી ગોખરુનું ચુર્ણ, દોઢ ચમચી ખડી સાકરનું ચુર્ણ અને બે ચમચી ઘી એક ગ્લાસ દુધમાં નાખી એક મહીનો પીવાથી ગરમી-ચાંદી મટે છે અને શારીરીક પુષ્ટતા થાય છે.

 શીતળાની  ગરમી  ધાણા અને જીરુ રાત્રે પાણીમાં પલાળી રાખી સવારે મસળી, ગાળી, તેમાં સાકર નાખી ચાર-પાંચ દીવસ પીવાથી શીતળા પછીની શરીરમાં જામી ગયેલી ગરમી નીકળી જાય છે.

કોઠાની  ગરમી (૧) ૧૦૦ ગ્રામ ગાજરની છીણમાં ૧૦૦ ગ્રામ ગોળ નાખી ૭૦૦ મી.લી. પાણીમાં સાંજે બરાબર બાફી રાખી મુકવું. સવારે ચાંદીનો વરખ ચોપડી ખાવું. દરરોજ આ પ્રમાણે કરવાથી કોઠાની ગરમી મટે છે.

(૨) કડવા લીમડાના પાનનો અડધી વાડકી રસ સાકર નાખી સવાર-સાંજ પીવાથી કોઠાની ગરમી મટે છે.

(૩) ૮ થી ૧૦ તુલસીનાં પાન, ૪ થી ૫ કાળાં મરી અને ત્રણ બદામને ખુબ લસોટી પેસ્ટ તૈયાર કરી એક ગ્લાસ પાણીમાં મીક્ષ કરી રોજ સવારે ૨૧ દીવસ પીવાથી મગજની અને શરીરની આંતરીક ગરમી દુર થાય છે અને મગજને તાકાત મળે છે. આ ઔષધ હૃદયોત્તેજક હોવાથી હૃદયને બળવાન બનાવે છે, હૃદયરોગમાં હીતાવહ છે, અને યાદશક્તી વધારે છે.

પીત્તની ગરમી પાકા અનનાસના નાના નાના કકડા કરી રસ કાઢવો. રસથી બમણી સાકરની ચાસણી બનાવી અનનાસનો રસ નાખી શરબત બનાવવું. આ શરબત પીવાથી  ગરમીનું શમન થાય છે.

ગરમીથી ગાંડપણ મગજની ગરમી, પીત્તદોષ અથવા ઝેરી પદાર્થ ખાવાથી થયેલ માનસીક ગાંડપણ, વધુ પડતો ક્રોધી સ્વભાવ, સતત ઉશ્કેરાટ જેવી સ્થીતીમાં રોજ દીવસમાં ચાર-પાંચ વાર ઠંડા પાણીને માથે રેડીને સ્નાન કરવું. તે સાથે ખાવામાં ગરમ ખોરાક બંધ કરવો. કોળાના રસમાં સાકર નાખી દરરોજ પીવું. ધીમે ધીમે લાભ થશે.

ટૅગ્સ: , , , ,

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: