ઘા-ચાંદાં

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ઘા-ચાંદાં

(૧) કાયમ પરુ ઝરતું હોય તેવા ઘા પર જુના ઘીનો લેપ કરવાથી રુઝ આવે છે.

(૨) તરતના થયેલા ઘા પર કે રુઝ ન આવતી હોય તેવા ઘા પર પીસેલા તલમાં મધ અને ઘી મેળવી ચોપડવાથી બીજાં ઔષધો કરતાં જલદી ફાયદો થાય છે.

(૩) ગાજર બાફી પોટીસ બનાવી બાંધવાથી ગમે તેવો ખરાબ ઘા પણ સારો થાય છે.

(૪) કાચા ગાજરને કચરી, ઘઉંના આટામાં મેળવીને બાંધવાથી ફોડલા તથા બળતરાવાળા ઘા મટે છે.

(૫) ગુવારનાં પાનનો રસ ઘા પર ચોપડવાથી ઘા પાકતો નથી.

(૬) ઘા રુઝવવા, ઘાનો પાક રોકવા વડની છાલના ઉકાળાથી ઘા ધોવો. પછી તેમાં વડની છાલનું ચુર્ણ ભરી પાટો બાંધવો. ઘામાં જીવાત પડી હોય તો વડના દુધને ઘામાં ભરી પાટો બાંધવો. દીવસમાં બે-ત્રણ વાર આ રીતે ઘા ધોઈને વડનું દુધ ભરવું.

(૭) સુકા નાળીયેરના કોપરાને ખાંડી તેનો ભુકો કરવો અને સુકવવો. તેમાં આમલીના કચુકાની છાલની ૧/૨ ગ્રામ ભુકી મેળવી ખુબ મસળવાથી તેમાંથી તેલ નીકળશે. એ તેલ ચોપડવાથી વાગેલા અંગમાંનું લોહી સાફ થાય છે અને જખમ રુઝાય છે.

(૮) ત્રાસદાયક ઘા પર ઘીલોડીના પાનનો રસ ચોપડવાથી લાભ થાય છે.

(૯) પરું ઝરતા ઘા પર મસુરની દાળ વાટી ચોપડવાથી ફાયદો થાય છે.

(૧૦) મેથીના દાણા અથવા તેનાં પાનને બારીક વાટીને લેપ કરવાથી વ્રણનો દાહ તથા સોજો મટે છે.

(૧૧) લસણની કળી વાટી લેપ કરવાથી પાકેલા ઘામાં પડેલા કીડા મરી જાય છે.

(૧૨) હળદરને વાગેલા ઘા પર દબાવી દેવાથી લોહી નીકળતું બંધ થાય છે, અને જલદી રુઝ આવે છે.

(૧૩) હળદરને તેલમાં કકડાવી તે તેલ જલદી ન રુઝાતા અને વારંવાર ભરાતા ઘા પર ચોપડવાથી ઘા જલદી રુઝાઈ જાય છે.

(૧૪) ઉમરાના પાનની લુગદી ગમે તેવા તાજા ઘા પર બાંધવાથી તે જલદી રુઝાય છે.

(૧૫) પાકાં સીતાફળની છાલથી ઘા રુઝાય છે.

(૧૬) સીતાફળીનાં પાન ખાંડી ચટણી બનાવી, સીંધવ મેળવી ઘા પર પોટીસ બાંધવાથી ઘામાં પડેલા કીડા મરી જાય છે.

(૧૭) સીતાફળીનાં પાન, તમાકુ અને કોરો ચુનો મધમાં મેળવી ઘા પર બાંધવાથી ઘામાં પડેલા કીડા મરી જાય છે.

(૧૮) ઉંડા ઘા પડ્યા હોય, કેમે કરી રુઝાતા ન હોય, તેમાંથી પરુ નીકળતું હોય તો ઘારાને સાફ કરી વડનાં કુણાં પાન લસોટી ખુબ ઝીણી બનાવેલી ચટણી ઘારામાં ભરી પાટો બાંધવો.

(૧૯) ઘા રુઝવવા વડ કે પીપળાની છાલના ઉકાળાથી તેને ધોવા.

(૨૦) ઘામાં કીડા પડ્યા હોય તો ઘામાંથી કીડા કાઢી, લીમડાના પાનના ઉકાળાથી ઘા ધોઈ, રાઈના ચુર્ણમાં થોડું ઘી મેળવી પાટો બાંધવાથી ઘા થોડા દીવસમાં જ ભરાઈને મટી જાય છે. આ ઉપાયથી નવા કીડા પણ થતા નથી.

(૨૧) તમાકુની ધુણી ઘા કે ચાંદા પર આપવાથી ઘામાં પડેલા કીડા મરી જાય છે.

(૨૨) રાઈના ચુર્ણને ઘી અને મધમાં મેળવી લેપ કરવાથી ઘામાં પડેલા કીડા મરી જઈ બહાર નીકળે છે.

(૨૩) હીંગ અને લીમડાનાં પાન વાટી લેપ કરવાથી ઘામાં પડેલા કીડા મરી જાય છે.

(૨૪) ચાંદાં પાકી તેમાં જીવાત પડી હોય તો ઘા સાફ કરી વડનું દુધ દીવસમાં ત્રણ-ચાર વાર ભરવું.

(૨૫)  પીસેલા તલમાં ઘી અને મધ મેળવી ઘા પર મુકી પાટો બાંધવાથી જલદી રુઝ આવે છે.

(૨૬) લસણની કળીઓ વાટી રસ કાઢી ત્રણ દીવસ ચોળવાથી શરીરમાંની ગરમીને લીધે શરીર પર ફેલાયેલાં લાલ ચાંદાં મટે છે.

(૨૭) ઘામાંથી લોહી નીકળતું હોય તો મીઠાના પાણીમાં ભીંજવેલો પાટો બાંધવાથી ઘા પાકતો નથી અને જલદી રુઝ આવે છે.

(૨૮) પાણીમાં ખાંડ ઓગાળી દીવસમાં ચાર વાર ઘા પર લગાડવાથી ઘાની આસપાસ રહેલો ભેજ ખાંડ શોષી લેતી હોવાથી અને ખાંડનું પડ ઘા પર રચાતાં એમાં જંતુ પ્રવેશી શકતાં નથી. આથી ઘા રુઝાઈ જાય છે. બીજા દીવસે ગરમ પાણીથી ઘાને સાફ કરવાથી ખાંડનું પડ નીકળી જાય છે, તેની સાથે કચરો પણ નીકળી જાય છે.

(૨૯) શરીરના કોઈ પણ ભાગ પર કોઈ પણ પ્રકારનો જખમ થયો હોય તો ત્યાં સ્વમુત્ર સતત લગાડતા રહેવાથી ઘા ઘણો જલદી મટી જાય છે. સ્વમુત્ર ચીકીત્સા ભારતની પ્રાચીન, સરળ અને સુલભ પદ્ધતી છે જે મારા સહીત ઘણાના અનુભવની એરણ પર સો ટકા સાચી ઉતરેલી છે.

(૩૦) ઝડપથી ઘા મટાડવા માટે એન્ટીબાયોટીક મલમ વાપરી શકાય.

(૩૧) હરડેનો ભુકો દબાવવાથી ઘામાંથી નીકળતું લોહી બંધ થાય છે.

(૩૨) ગુગળનું પાણી કરી ભરનીંગળમાં ભરવાથી ગમે તેવો નહીં રુઝાતો ઘા રુઝાઈ જાય છે.

(૩૩) ઘા રુઝાયા બાદ જે નીશાન રહી જાય છે તે કાળાશ પડતું કે સફેદ હોય છે. કાળાશ પડતા નીશાન પર સવાર-સાંજ ઘી ચોપડતા રહેવાથી ઘાનું નીશાન મટી જાય છે. સફેદ નીશાન પર બાવચીનું ચુર્ણ પાણીમાં મેળવી દીવસમાં ચારેક વખત ચોપડતા રહેવાથી લાભ થાય છે.

(૩૪) મહેંદીનાં તાજાં પાન ઝીણાં વાટી ઘા કે ઘારા પર થર કરવાથી તે ઝડપથી રુઝાવા લાગે છે. ઘા કે ઘારાં સાફ કરવામાં મહેંદીના પાનનો ઉકાળો વાપરી શકાય.

ટૅગ્સ: , , , , ,

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: