Archive for મે 23rd, 2010

ચામડીની ફોડલીઓ

મે 23, 2010

ચામડીની ફોડલીઓ (૧) સવાર-સાંજ પાકાં ટામેટાંનો રસ પીવાથી અને ભોજનમાં મીઠું ઓછું કરવાથી ચામડી પર થતી  નાની નાની ફોડલીઓ મટે છે.

(૨) અળાઈ થતી હોય તો દહીં કે લીંબુનો રસ લગાડી થોડી વાર પછી ધોઈ નાખવાથી ફાયદો થાય છે.

(૩)  દુધ કે દુધમાંથી બનાવેલું ક્રીમ ચામડી પર લગાડવાથી એને પોષણ મળે છે.

(૪) તેલમાલીશ કર્યા પછી હળદર ઘસવાથી ચામડીનો રંગ ઉઘડે છે.

ચામડી પર ડાઘ

મે 23, 2010

ચામડી પર ડાઘ લીંબુની છાલ લીંબુના રસમાં પીસી, પોટીસ બનાવી, ગરમ કરીને બાંધવાથી અથવા લીંબુનો રસ મસળતા રહેવાથી થોડા જ દીવસમાં પરુ, કૃમી, કીટાણું વેગેરેના સ્પર્શથી ચામડી પર પડેલા ડાઘા (જે ચારે તરફ ફેલાય છે અને ખુજલી આવે છે) મટે છે.

શુષ્ક ચામડી

મે 23, 2010

શુષ્ક ચામડી (૧) લીંબુનો રસ અને કોપરેલ એકત્ર કરી શરીર પર માલીશ કરવાથી ચામડીની શુષ્કતા મટે છે.

(૨) સવાર-સાંજ પાકાં ટામેટાંનો રસ પીવાથી અને ભોજનામાં મીઠું ઓછું કરવાથી ચામડી પર થતાં લાલ લાલ ચાંઠાં, ચામડીની શુષ્કતા વગેરે મટે છે.

(૩) બેસન સાથે દહીં મેળવી ચોળવાથી શુષ્ક ચામડી સુંવાળી બને છે.

(૪) એક ડોલ ગરમ કે ઠંડા પાણીમાં એક લીંબુ નીચોવી સ્નાન કરવાથી ચામડી મુલાયમ થાય છે.