ચામડી

બરછટ ચામડી (૧) ઑલીવ ઑઈલમાં મીઠું અને કોર્ન ફ્લાઅર મેળવી મલમ જેવું બનાવી હાથ પર લગાડી રાખવું. સુકાયા પછી પાણીમાં ગુલાબજળ નાખી હાથ ધોવાથી બરછટ થયેલી હાથની ચામડી મુલાયમ થઈ જાય છે.

(૨) એક ચમચી ઘઉંના લોટમાં ચપટી હળદર તથા થોડો લીંબુનો રસ ભેળવી પગના પંજા પર રગડવાથી ચામડી મુલાયમ થાય છે.

ટૅગ્સ:

10 Responses to “ચામડી”

 1. Mahesh Says:

  ગાંડાભાઈ, મારી ઉમર 24 વર્ષ છે. મારી આંખો નીચે શ્યામ વર્તુળો દેખાય છે. મહેરબાની કરીને કોઈ ઊપાય જણાવશો? જેથી આ શ્યામ વર્તુળો દુર થાય અથવા તો ઓછા દેખાય.
  ધન્યવાદ!

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે મહેશભાઈ,

   મારા બ્લોગની મુલાકાત લેવા બદલ આભાર. મારા બ્લોગમાં આપના પ્રશ્નના ઉત્તરમાં નીચેની માહીતી અલગ અલગ જગ્યાએથી મળી છે. ‘આંખ’ વીષે મેં લખ્યું છે તેમાં અને અન્ય વીષયો વીષે જેમ કે આમળાં વગેરે વીષે લખ્યું છે તેમાં આ વીગતો જોવા મળશે. આ પૈકી આપની પ્રકૃતીને અનુકુળ ઉપાયો એના જાણકારની સલાહ મુજબ કરવા.

   આંખોની કાળાશ (૧) આંખોની નીચેના કાળા ભાગ પર સરસીયાના તેલનું માલીશ કરવાથી અને સુકાં આંબળાં અને સાકરના ચુર્ણનું સમાન માત્રામાં સવાર-સાંજ પાણી સાથે સેવન કરવાથી આંખો નીચેના કાળા ડાઘ દુર થાય છે.

   (૨) કાળા તલને મધમાં બારીક વાટી સવાર-સાંજ ધીમે ધીમે ઘસવાથી આઠ-દસ દીવસમાં જ આંખો નીચેનાં કાળાં કુંડાળાં દુર થાય છે. સાથે સાથે પ્રોટીનયુક્ત આહાર વધુ પ્રમાણમાં લેવો જોઈએ.

   (૩) બટાટાના રસમાં બેત્રણ ટીપાં ગાજરનો રસ અને કાકડીનો રસ મેળવી રૂનાં પુમડાં બોળી આંખો પર મુકવાથી આંખો નીચેનાં કાળાં કુંડાળાં દુર થાય છે.

   વળી આમળાં વીષે મારા બ્લોગમાં નીચે મુજબ માહીતી છે.

   આમળાં : આમળામાં ખારા રસ સીવાય બાકીના પાંચે પાંચ રસ છે. ‘नित्यं आमलके लक्ष्मी’ આમળામાં સદા લક્ષ્મીનો વાસ મનાય છે. આમળા વીષે કહેવાયું છે,

   आदौ अंते च मध्ये च भोजनस्य प्रशस्यते |

   नरत्ययं दोषहरं फलेषु आमलकी फलम् ||

   ફળોમાં આમળાં શ્રેષ્ઠ હોવાથી ભોજનની શરુઆતમાં, મધ્યમાં અને ભોજનના અંતે (લીલાં, ચુર્ણ કે ચાટણ) આમળાં ખાવાં હીતાવહ છે, સ્વાસ્થ્યપ્રદ છે.

   આમળાના ખાટા રસથી વાયુ, મધુર અને ઠંડા ગુણથી પીત્ત અને રુક્ષતા અને તુરા રસથી કફ મટે છે. એ ત્વચા અને આંખને માટે સારાં છે.

   (૪) જો આંખો નબળી હોય, તેમાં દાહ અને ખંજવાળ હોય તો ગાયનું ઘી લાંબા સમય સુધી ૧૫ મીનીટ ઘસવું. આંખ તેજસ્વી અને સ્વસ્થ બની જશે.

   (à««) તાંદળજાના તાજા રસમાં સાકર મેળવી પીવાથી હાથપગની બળતરા અને આંતરીક દાહનું શમન થાય છે. આંખનું તેજ વધે છે, ત્વચાની કાંતી ચમકવા લાગે છે. આંખના રોગોમાં તાંદળજો ઉત્તમ ગણાય છે, કેમ કે એમાં વીટામીન ‘એ’ સારા પ્રમાણમાં છે.

   (૬) ત્રીફળાથી સીદ્ધ કરેલું ઘી સવાર-સાંજ બબ્બે ચમચી લેવાથી રતાંધળાપણું દુર થાય છે. આંખોનું તેજ વધે છે. આંખની આસપાસ ખંજવાળ, ઝાંખપ, આંજણી, આંખોની બળતરા-ગરમી તથા કબજીયાત દુર થાય છે.

   (૭) શીર્ષાસન અને નીયમીત વ્યાયામ કરવો. જો આસનો કરવાનો મહાવરો ન હોય તો યોગ્ય જાણકારની સલાહ લઈને જ આગળ વધવું.

   Thank you.

   Best regards.

   Gandabhai Vallabhbhai Patel-NZ

   My blog:

   https://gandabhaivallabh.wordpress.com/

   • Rahul Says:

    Sorry Gandabhai, But it is not readable. Can you please provide me the same in a readable format.
    Thank you.

   • ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે રાહુલભાઈ,

    હું મારા ચી. તરલે યુનીકોડમાં વીકસાવેલ ગુજરાતી ફોન્ટ વાપરું છું. છેલ્લા કેટલાક સમયથી મારા બ્લોગમાં એ ફોન્ટમાંનું લખાણ કોઈ અગમ્ય રીતે અવાચ્ય બની જાય છે. ફરીથી આપને જવાબ લખું છું અને સીધું આપને ઈમેઈલથી પણ પ્રત્યુત્તર પાઠવું છું. આશા છે કે એ વાંચી શકાય તેવા રુપમાં આપને મળે. એની પી.ડી.એફ. પણ આપને મોકલું છું.

    આંખોની કાળાશ (૧) આંખોની નીચેના કાળા ભાગ પર સરસીયાના તેલનું માલીશ કરવાથી અને સુકાં આંબળાં અને સાકરના ચુર્ણનું સમાન માત્રામાં સવાર-સાંજ પાણી સાથે સેવન કરવાથી આંખો નીચેના કાળા ડાઘ દુર થાય છે.

    (૨) કાળા તલને મધમાં બારીક વાટી સવાર-સાંજ ધીમે ધીમે ઘસવાથી આઠ-દસ દીવસમાં જ આંખો નીચેનાં કાળાં કુંડાળાં દુર થાય છે. સાથે સાથે પ્રોટીનયુક્ત આહાર વધુ પ્રમાણમાં લેવો જોઈએ.

    (૩) બટાટાના રસમાં બેત્રણ ટીપાં ગાજરનો રસ અને કાકડીનો રસ મેળવી રૂનાં પુમડાં બોળી આંખો પર મુકવાથી આંખો નીચેનાં કાળાં કુંડાળાં દુર થાય છે.

    (૪) મોઢાની કાળાશ, ખીલ મટાડવા અને મુખસૌંદર્ય માટે આમળાનો ઉકાળો કરી ગાળી એ પાણીથી મોં ધોવું અને આંખે છાંટવું.

    સુકાં આમળાં કફ અને ચીકાશને દુર કરે છે, ચાંદાં મટાડે છે.

    ગાયનું ઘી: એ સ્મરણ શક્તી, બુદ્ધી, જઠરાગ્ની, વીર્ય, ઓજસ, કફ તથા મેદને વધારનાર છે. તે વાયુ, પીત્ત, ઝેર, ઉન્માદ, શોષ તથા તાવનો નાશ કરે છે.

    ગાયનું ઘી પચી ગયા પછી મધુર અને આંખ માટે હીતકારી છે. એ માટે એને પગના તળીયે ઘસવું જોઈએ. જો આંખો નબળી હોય, તેમાં દાહ અને ખંજવાળ હોય તો ગાયનું ઘી લાંબા સમય સુધી ૧૫ મીનીટ ઘસવું. આંખ તેજસ્વી અને સ્વસ્થ બની જશે.

    તાંદળજાના તાજા રસમાં સાકર મેળવી પીવાથી હાથપગની બળતરા અને આંતરીક દાહનું શમન થાય છે. આંખનું તેજ વધે છે, ત્વચાની કાંતી ચમકવા લાગે છે.

    ત્રીફળાથી સીદ્ધ કરેલું ઘી સવાર-સાંજ બબ્બે ચમચી લેવાથી રતાંધળાપણું દુર થાય છે. આંખોનું તેજ વધે છે. આંખની આસપાસ ખંજવાળ, ઝાંખપ, આંજણી, આંખોની બળતરા-ગરમી તથા કબજીયાત દુર થાય છે.

    જો બીજી કોઈ રીતે નુકસાનકારક ન હોય (જેમ કે લોહીનું ઉંચું દબાણ હોય) તો શીર્ષાસન અને નીયમીત વ્યાયામ કરવો.

    Thank you.

    Best regards.

    Gandabhai Vallabhbhai Patel-NZ

    Ph. 64 4 3872495 (H)

    64 21 161 1588 (Mob)

    My blog:

    https://gandabhaivallabh.wordpress.com/

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   આંખોની કાળાશ (૧) આંખોની નીચેના કાળા ભાગ પર સરસીયાના તેલનું માલીશ કરવાથી અને સુકાં આંબળાં અને સાકરના ચુર્ણનું સમાન માત્રામાં સવાર-સાંજ પાણી સાથે સેવન કરવાથી આંખો નીચેના કાળા ડાઘ દુર થાય છે.
   (૨) કાળા તલને મધમાં બારીક વાટી સવાર-સાંજ ધીમે ધીમે ઘસવાથી આઠ-દસ દીવસમાં જ આંખો નીચેનાં કાળાં કુંડાળાં દુર થાય છે. સાથે સાથે પ્રોટીનયુક્ત આહાર વધુ પ્રમાણમાં લેવો જોઈએ.
   (૩) બટાટાના રસમાં બેત્રણ ટીપાં ગાજરનો રસ અને કાકડીનો રસ મેળવી રૂનાં પુમડાં બોળી આંખો પર મુકવાથી આંખો નીચેનાં કાળાં કુંડાળાં દુર થાય છે.
   (૪) મોઢાની કાળાશ, ખીલ મટાડવા અને મુખસૌંદર્ય માટે આમળાનો ઉકાળો કરી ગાળી એ પાણીથી મોં ધોવું અને આંખે છાંટવું. સુકાં આમળાં કફ અને ચીકાશને દુર કરે છે, ચાંદાં મટાડે છે.
   ગાયનું ઘી: એ સ્મરણ શક્તી, બુદ્ધી, જઠરાગ્ની, વીર્ય, ઓજસ, કફ તથા મેદને વધારનાર છે. તે વાયુ, પીત્ત, ઝેર, ઉન્માદ, શોષ તથા તાવનો નાશ કરે છે.
   ગાયનું ઘી પચી ગયા પછી મધુર અને આંખ માટે હીતકારી છે. એ માટે એને પગના તળીયે ઘસવું જોઈએ. જો આંખો નબળી હોય, તેમાં દાહ અને ખંજવાળ હોય તો ગાયનું ઘી લાંબા સમય સુધી ૧૫ મીનીટ ઘસવું. આંખ તેજસ્વી અને સ્વસ્થ બની જશે.
   તાંદળજાના તાજા રસમાં સાકર મેળવી પીવાથી હાથપગની બળતરા અને આંતરીક દાહનું શમન થાય છે. આંખનું તેજ વધે છે, ત્વચાની કાંતી ચમકવા લાગે છે.
   ત્રીફળાથી સીદ્ધ કરેલું ઘી સવાર-સાંજ બબ્બે ચમચી લેવાથી રતાંધળાપણું દુર થાય છે. આંખોનું તેજ વધે છે. આંખની આસપાસ ખંજવાળ, ઝાંખપ, આંજણી, આંખોની બળતરા-ગરમી તથા કબજીયાત દુર થાય છે.
   જો બીજી કોઈ રીતે નુકસાનકારક ન હોય (જેમ કે લોહીનું ઉંચું દબાણ હોય) તો શીર્ષાસન અને નીયમીત વ્યાયામ કરવો.

 2. Gandabhai Vallabh Says:

  Sorry Mehulbhai, I tried but it does not appear legible. I don’t know the reason. I was going to reply directly, but you have not given your email address.I am trying again my response here.

  આંખોની કાળાશ (૧) આંખોની નીચેના કાળા ભાગ પર સરસીયાના તેલનું માલીશ કરવાથી અને સુકાં આંબળાં અને સાકરના ચુર્ણનું સમાન માત્રામાં સવાર-સાંજ પાણી સાથે સેવન કરવાથી આંખો નીચેના કાળા ડાઘ દુર થાય છે.
  (૨) કાળા તલને મધમાં બારીક વાટી સવાર-સાંજ ધીમે ધીમે ઘસવાથી આઠ-દસ દીવસમાં જ આંખો નીચેનાં કાળાં કુંડાળાં દુર થાય છે. સાથે સાથે પ્રોટીનયુક્ત આહાર વધુ પ્રમાણમાં લેવો જોઈએ.
  (૩) બટાટાના રસમાં બેત્રણ ટીપાં ગાજરનો રસ અને કાકડીનો રસ મેળવી રૂનાં પુમડાં બોળી આંખો પર મુકવાથી આંખો નીચેનાં કાળાં કુંડાળાં દુર થાય છે.
  (૪) મોઢાની કાળાશ, ખીલ મટાડવા અને મુખસૌંદર્ય માટે આમળાનો ઉકાળો કરી ગાળી એ પાણીથી મોં ધોવું અને આંખે છાંટવું. સુકાં આમળાં કફ અને ચીકાશને દુર કરે છે, ચાંદાં મટાડે છે.
  ગાયનું ઘી: એ સ્મરણ શક્તી, બુદ્ધી, જઠરાગ્ની, વીર્ય, ઓજસ, કફ તથા મેદને વધારનાર છે. તે વાયુ, પીત્ત, ઝેર, ઉન્માદ, શોષ તથા તાવનો નાશ કરે છે.
  ગાયનું ઘી પચી ગયા પછી મધુર અને આંખ માટે હીતકારી છે. એ માટે એને પગના તળીયે ઘસવું જોઈએ. જો આંખો નબળી હોય, તેમાં દાહ અને ખંજવાળ હોય તો ગાયનું ઘી લાંબા સમય સુધી ૧૫ મીનીટ ઘસવું. આંખ તેજસ્વી અને સ્વસ્થ બની જશે.
  તાંદળજાના તાજા રસમાં સાકર મેળવી પીવાથી હાથપગની બળતરા અને આંતરીક દાહનું શમન થાય છે. આંખનું તેજ વધે છે, ત્વચાની કાંતી ચમકવા લાગે છે.
  ત્રીફળાથી સીદ્ધ કરેલું ઘી સવાર-સાંજ બબ્બે ચમચી લેવાથી રતાંધળાપણું દુર થાય છે. આંખોનું તેજ વધે છે. આંખની આસપાસ ખંજવાળ, ઝાંખપ, આંજણી, આંખોની બળતરા-ગરમી તથા કબજીયાત દુર થાય છે.
  જો બીજી કોઈ રીતે નુકસાનકારક ન હોય (જેમ કે લોહીનું ઉંચું દબાણ હોય) તો શીર્ષાસન અને નીયમીત વ્યાયામ કરવો.

 3. Rahul Says:

  Thank you very much Gandabhai.

 4. અનામિક Says:

  Bharat bhai

 5. shailesh v raja Says:

  sir,

  my brother has polisistik kidney kindly request you to give ayurvedik remedies

 6. ગાંડાભાઈ વલ્લભ Says:

  અમેરીકામાં મેયો ક્લીનીક નામે એક સંસ્થા છે. એ સંસ્થા આહારમાં યોગ્ય ફેરફાર કરીને આરોગ્ય જાળવવાની તરફેણ કરે છે. એમણે પોલીસીસ્ટીક કીડનીની સમસ્યામાં નીચેના ઉપચાર સુચવ્યા છે.
  • જો બ્લડપ્રેશર વધુ રહેતું હોય તો એને કાબુમાં રાખવાનાં યોગ્ય ઔષધ લેવાં.
  • આહારમાં મીઠું- નમક બને તેટલું ઓછામાં ઓછું લેવું. બને તેટલા વધુ પ્રમાણમાં ફળો, શાકભાજી અને અખા અનાજનો ઉપયોગ કરવો.
  • પોતાની ઉંચાઈને અનુરુપ વજન રહેવું જોઈએ, વધારે હોવું ન જોઈએ. એને માટે BMI (Body Mass Index)ની ગણતરી કરવામાં આવે છે, જે વજનને(કીલોગ્રામમાં) ઉંચાઈ(મીટરમાં) વડે ભાગવાથી મળે છે. જેમ કે વજન ૫૦ કીલોગ્રામ હોય અને ઉંચાઈ ૧.૬૨૫૬ મીટર હોય તો BMI ૧૮.૯૨ થશે. જે મારા માનવા મુજબ ભારતીય લોકો માટે હેલ્ધી ગણાય. (આ મારું ઉદાહરણ છે.)
  • જો સ્મોકીંગ કરતા હો તો છોડી દેવું.
  • નીયમીત કસરત કરવી. દરરોજ ઓછામાં ઓછી ૩૦ મીનીટની સામાન્ય કસરત કે બીજી કોઈ શારીરીક પ્રવૃત્તી ચાલવું, રમત વગેરે જેનાથી કંઈક શ્રમ પડે તે અવશ્ય કરવી.
  • જો આલ્કોહોલની ટેવ હોય તો એમાંથી મુક્ત થવું.
  • આહાર સુપાચ્ય, પચી શકે તે પ્રમાણમાં ભુખ હોય ત્યારે જ અને પોષક તત્ત્વો જળવાયાં હોય તેવો લેવો.
  • બને ત્યાં સુધી આનંદીત રહેવું. ચીંતાથી બને તેટલા જલદી મુક્ત થવું. એ માટે જરુરી ઉપાય કરવા.
  આ માટે કોઈ આયુર્વેદીક ઔષધની મને માહીતી નથી. પણ મારા ખ્યાલ મુજબ યોગ્ય આહાર-વીહાર કોઈ પણ સમસ્યામાં હંમેશાં લાભ કરી શકે. આમ છતાં તમારા ડૉક્ટરની સલાહ મુજબ જે દવા લેવાની જરુર હોય તે લેવી જોઈએ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: