ચામડીનું સૌંદર્ય

ચામડીનું સૌંદર્ય

(૧) તલના તેલમાં ઘઉંનો લોટ અને હળદર મેળવી લગાવવાથી ચહેરો ચમકી ઉઠે છે અને ચામડી મુલાયમ બને છે.

(૨) ચામડી તેલવાળી હોય તો સફરજનનો માવો બનાવી ચામડી પર પંદરેક મીનીટ રાખી હુંફાળા પાણીથી ધોઈ નાખવાથી વધારાનું તેલ દુર થાય છે અને ચામડી આકર્ષક લાગે છે.

(૩) ચહેરા પર ફીક્કાશ હોય તો તલના તેલમાં ચણાનો લોટ મેળવી સ્નાન કરવાથી ચહેરા પર એકદમ રોનક આવી જાય છે.

(૪) તાજા દુધમાં બદામ વાટી ચહેરા પર લગાવવાથી ચામડી સુંદર બને છે અને ચહેરા પર નીખાર આવે છે.

(૫) મધમાં લીંબુનો રસ ભેળવી ચામડી પર લગાવવાથી ચામડીનો રંગ એકદમ ખીલી ઉઠે છે.

(૬) હળદરમાં થોડું માખણ લગાડી ચામડી પર ઘસવાથી ચામડી મુલાયમ અને સુંદર બને છે.

(૭) ચણાનો લોટ, હળદરની ગાંઠ, બદામનું તેલ અને સુખડના લાકડાને ઘસીને ચહેરા પર લગાવી મોઢું ધોવાથી ચામડી સુંવાળી અને ગોરી બને છે.

(૮) ચાર ચમચી ચણાનો લોટ, મધ અને મલાઈ ભેગાં કરી ચહેરા પર માલીશ કરવાથી ચહેરા પર એક અનેરી રોનક આવે છે.

(૯) લીંબુનો રસ અને દુધ ભેગાં કરી ચામડી પર લગાવવાથી ચહેરા પર અનેરી રોનક આવે છે.

(૧૦) લીંબુ, પાકા ટામેટાનો રસ અને ગ્લીસરીન સરખા પ્રમાણમાં ભેગાં કરી ચામડી પર માલીશ કરવાથી ચામડી કોમળ અને સુંવાળી બને છે.

(૧૧) નાહવાના પાણીમાં લીંબુ નીચોવી નાહવાથી ચામડી સ્વચ્છ બને છે.

(૧૨) થોડા દુધમાં ચારોળી પલાળી ખુબ બારીક વાટી રાતે સુતી વખતે મોં પર લગાવી સવારે સાબુથી મોં ધોઈ નાખવાથી ચામડી ખીલી ઉઠે છે.

(૧૩) રોજ નહાતાં પહેલાં જેતુનના તેલ(ઑલીવ ઑઈલ)ની માલીશ કરવાથી ચામડી શુષ્ક રહેતી નથી, હંમેશાં ચમકીલી રહે છે.

(૧૪) શીયાળામાં ચામડીની પોપડી ઉતરવા લાગે તો વીટામીન ‘એ’યુક્ત ફળો અને શાકભાજી વધુ ખાવાં.

(૧૫) ચામડી ઢીલી પડવા લાગે કે ચહેરા પરની કરચલીઓ વધવા લાગે તો ઈંડાની જરદીમાં એક ચમચી મંેદો ભેળવી ચહેરા પર લેપ કરી સુકાઈ જાય ત્યારે પાણીથી ધોઈ નાખો. અઠવાડીયામાં આ પ્રમાણે એકાદ વાર કરવાથી ફાયદો થાય છે.

(૧૬) બે મોટા ચમચા ચણાનો લોટ અને થોડી હળદર દહીં સાથે મેળવી પેસ્ટ જેવું બનાવી ચહેરા ઉપર તથા હાથપગ પર લગાડો. થોડી વાર એના પડને સુકાવા દો. પછી ઉખેડી નાખી ઠંડા પાણીથી ધોઈ નાખો. આથી ચામડી સુંવાળી બનશે અને નીખરી ઉઠશે.

(૧૭) પાકી ગયેલા કોઈ પણ ફળને ચહેરા પર લગાવી રાખી પછીથી ચહેરો ધોઈ નાખો. એથી ચામડી નરમ અને સુંવાળી રહેશે.

(૧૮) ચણાનો લોટ, આમળાનું ચુર્ણ, કપુર કાચલીનો ભુકો, સુખડનું ચુર્ણ તથા હળદર ભેગાં કરી તેમાં દુધ નાખી સ્નાન કરતાં પહેલાં ઘસી ઘસીને શરીરે ચોળી સુકાવા દેવું. પછી ગરમ પાણીએ નાહવાથી ચામડી સુંવાળી બને છે.

(૧૯) ચંદનનું ચુર્ણ, હળદર અને જવનો લોટ સમાન ભાગે લઈ દુધમાં મેળવી આખા શરીરે પાતળો લેપ કરી સુકાઈ ગયા બાદ હુંફાળા પાણીથી ધોઈ લેવાથી અને ત્યાર બાદ કોપરેલનું માલીશ કરવાથી શરીરની ચામડી ગોરી થાય છે.

ચામડી ફાટવી દરરોજ સવારે અને રાત્રે સ્નાન કરતાં અગાઉ દશેક મીનીટ સુધી સરસવના તેલનું બરાબર માલીશ કરવાથી શીયાળામાં શરીરના વીવીધ ભાગો પર ચામડી ફાટવાની ફરીયાદ મટે છે.

ટૅગ્સ: , ,

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: