ઝાડા

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ઝાડા 

(૧) ૨-૩ ગ્રામ આંબાની ગોટલી મધમાં લેવાથી ઝાડા મટે છે.

(૨) આંબાની ગોટલી દહીંમાં વાટીને લેવાથી કાચા ઝાડા મટે છે.

(૩) આંબાનાં કુમળાં પાન અને કોઠાના ફળને પીસી ચોખાના ઓસામણ સાથે લેવાથી પાકેલો અતીસાર મટે છે.

(૪) આંબાની ગોટલી છાસ અથવા ચોખાના ઓસામણમાં વાટીને આપવાથી રક્તાતીસાર મટે છે.

(૫) આંબાના પાનનો સ્વરસ ૨૦ ગ્રામ, મધ ૧૦ ગ્રામ, ઘી ૫ ગ્રામ અને દુધ ૧૦ ગ્રામ મેળવી પીવાથી રક્તાતીસાર મટે છે.

(૬) આંબાનાં પાન, જાંબુનાં પાન અને આમલીનાં પાન સરખે ભાગે લઈ, ખાંડીને સ્વરસ કાઢી, તેમાં તેટલું જ બકરીનું દુધ મેળવી, થોડું મધ મેળવી પીવાથી રક્તાતીસાર મટે છે.

(૭) આંબાની અંતરછાલનો ઉકાળો દીવસમાં ત્રણ વાર આપવાથી રક્તાતીસાર મટે છે.

(૮) આંબાની અંતરછાલ ૨૦-૪૦ ગ્રામ અધકચરી કરી, અષ્ટમાંશ ઉકાળો કરી મધ મેળવી પીવાથી અતીસાર અને મરડો મટે છે.

(૯) આદુના તાજા રસનાં પાંચ-સાત ટીપાં નાભીમાં દીવસમાં ચારેક વખત ભરવાથી ઝાડા મટે છે. દુ:સાધ્ય અતીસાર પણ મટે છે.

(૧૦) ખજુરનો ઠળીયો બાળી કોલસો કરી બબ્બે ગ્રામ રાખ દીવસમાં બેત્રણ વાર ઠંડા પાણીમાં લેવાથી ઝાડા બંધ થાય છે. અથવા ખજુરના ઠળીયાનો પાઉડર ૧-૧ નાની ચમચી દીવસમાં ચારેક વખત પાણી સાથે લેવાથી ઝાડા મટે છે.  (૧૧) ૧૦ ગ્રામ જેટલાં આમલીનાં કુમળાં પાનને ચોખાના ઓસામણમાં વાટી પીવડાવવાથી અતીસાર(ઝાડા) મટે છે.

(૧૨) એક પાકા લીંબુને ગરમ કરી, રસ કાઢી તેમાં સીંધવ અને ખાંડ મેળવી પીવાથી પીત્તજન્ય અતીસાર મટે છે.

(૧૩) લીંબુ અને ડુંગળીનો રસ ઠંડા પાણીમાં મેળવીને લેવાથી અપચાજન્ય અતીસાર મટે છે.

(૧૪) જવ અને મગનું ઓસામણ પીવાથી આંતરડાની ઉગ્રતા શાંત થાય છે અને અતીસારમાં ફાયદો થાય છે.

(૧૫)  ગાજર ઉકાળી તેનું સુપ બનાવી પીવાથી ઝાડા મટે છે.

(૧૬) જાયફળ, ખારેક અને અફીણ સરખે ભાગે લઈ, નાગરવેલના પાનના રસમાં ઘુંટી ચણા જેવડી ગોળીઓ બનાવવી. આ ‘જાતીફલાદી ગુટીકા’ છાસમાં લેવાથી ગમે તેવા ઝાડા બંધ થાય છે.

(૧૭) તજ અને ધોળા કાથાનું ૧/૨, ૧/૨ ગ્રામ ચુર્ણ મધમાં મેળવી લેવાથી અપચો થઈ વારંવાર થતા પાતળા ઝાડા મટે છે.

(૧૮) તાજી છાસમાં બીલીનો ગર્ભ મેળવી પીવાથી રક્તાતીસાર અને સામાન્ય ઝાડા મટે છે.

(૧૯) પરવળનાં પાન, જવ અને ધાણાનો ઉકાળો ઠંડો પાડી મધ અને સાકર મેળવી પીવાથી ઉલટી સાથે થતા ઝાડા-અતીસાર મટે છે.

(૨૦) પાકાં જાંબુ ખાવાથી પીત્તના ઝાડા મટે છે.

(૨૧) વધુ પડતા પાતળા ઝાડા થતા હોય, મરડો મટતો ન હોય તો વડની છાલનો ઉકાળો પીવો. જરુર પડે તો તેમાં શેકેલા ઈન્દ્રજવનું ચુર્ણ આપવું.

(૨૨) એકાદ લીટર પાણીમાં દસેક ગ્રામ જેટલી ખાંડ અને એકાદ નાની ચમચી મીઠું(નમક) નાખી, ગરમ કરી બોટલમાં ભરી રાખવું. દર બે કલાકને અંતરે અડધો – અડધો ગ્લાસ જેટલું આવું પાણી પીવું. આનાથી ઝાડા બહુ ઝડપથી કાબુમાં આવી જાય છે.

(૨૩) ઝાડા થાય ત્યારે ચોખાના ઓસામણમાં આમલીનું પાણી મેળવીને આપવું.

(૨૪) ઝાડામાં તુલસીનાં પંચાંગ(મુળ, ડાળી, પાન, મંજરી, બીજ)નો ઉકાળો આપવો.

(૨૫) ઝાડામાં ડુંગળી, આદુ અને ફુદીનાના રસમાં મીઠું મેળવીને આપવું.

(૨૬) ઝાડામાં ઉપવાસ અત્યંત લાભદાયી છે.

(૨૭) હરડે, સુંઠ અને વરીયાળી શેકીને લેવાથી અતીસારનો દુ:ખાવો મટે છે.

(૨૮) મલાઈ વીનાના દુધની બનાવેલી છાસને સારી રીતે વલોવી થોડી સુંઠ નાખી પીવી, અને બીજું કશું ખાવું નહીં. વાયુ અને કફથી થતા ઝાડા અને બીજા અનેક રોગો છાસના સેવનથી મટે છે. એનાથી શરીરના માર્ગોની શુદ્ધી થાય છે. કફવાયુના કોઈપણ રોગમાં છાસથી ચડીયાતું ઔષધ નથી. (૨૯) સુંઠ અને અજમાનો સમાન ભાગે બનાવેલો પાઉડર ૧-૧ ચમચી દર બે કલાકે પાણી સાથે ચારેક વખત લેવાથી ઝાડા મટે છે.

(૩૦) ઝાડા એ અપચાનો રોગ છે, આથી પાચનતંત્રને સંપુર્ણ આરામ આપવો. ઉપવાસ કે હલકા ખોરાકનો આશરો લેવો. સુંઠના ચુર્ણની ફાકી લેવી. ખાવામાં જુના ઢીલા ચોખા, રાબ, મગનું સુપ સારાં.

(૩૧) ફુદીનો, તુલસી, આદુ, મરી, સુંઠ. જાયફળ, કડાછાલ, જાવંત્રી, અરડુસી, કંટકારી, જેઠીમધ અને અક્કલકરો સમભાગે લઈ ચુર્ણ બનાવવું. આ ચુર્ણ પા ચમચી સવારે અને રાત્રે લેવાથી આમયુક્ત ઝાડા તથા કફ મટે છે. આ સાથે ખોરાકમાં આદુ, આંબા હળદર જેવાં મુખશુદ્ધીકારક દ્રવ્યો લેવાં. બહુ કડક મીઠી ચા ન પીવી, કેમ કે એનાથી કફ થાય છે અને પાચન ક્રીયાના રસ ઝરતા નથી.

(૩૨) લોખંડના તવા પર શેકેલા સુકા ધાણા એક એક ચમચો દરરોજ ચારેક કલાકે ચાવી ચાવીને ખાવાથી ઝાડાની ફરીયાદ મટે છે.

(૩૩)  શીમળાના ઝાડના ગુંદરને પાણીમાં મીશ્ર કરીને પીવાથી ઝાડા-મરડો બંને મટે છે.

(૩૪) પાનમાં ખાવામાં વપરાતા કાથાનું ચુર્ણ ૧-૧ ચમચી દરરોજ દીવસમાં ચાર-પાંચ વખત પાણી સાથે લેવાથી ઝાડા મટે છે.

(૩૫) કાચી સોપારીના કકડા કરી તેને તવીમાં મુકી કોલસા જેવા બાળી, ચુર્ણ કરી છાસ સાથે લેવાથી ઝાડા મટે છે. (૩૬) આખા લીંબુના રસમાં થોડું જાયફળ વાટીને ચાટવાથી ઝાડો સાફ આવે છે.

(૩૭) પાકી કેરીની ગોટલી શેકીને ખાવાથી ઝાડા મટે છે. (૩૮) તજનું બારીક ચુર્ણ દીવસમાં ચારેક વખત પાણી સાથે લેવાથી અતીસારના પાતળા ઝાડા મટે છે.

(૩૯) ઝાડા થઈ ગયા હોય તો દવા લેવાને બદલે દીવસમાં બે કે ત્રણ કેળાં અને ત્રણ ગ્લાસ નારંગીનો રસ થોડું મીઠું નાખીને લેવાથી ફાયદો થાય છે.

(૪૦) કેરીની ગોટલીનું ૧-૧ ચમચી ચુર્ણ એક ગ્લાસ જાડી છાસમાં મેળવી દીવસમાં ત્રણ વાર પીવાથી ઝાડા મટે છે. (૪૧) ગમે તેવા ભયંકર, ગમે તે રોગને લીધે થયેલા ઝાડા અડધી રકાબી દુધમાં અડધું લીંબુ નીચોવી તરત જ પી જવાથી મટી જાય છે. દીવસમાં બે વાર પીવું. એક દીવસમાં ન મટે તો બે-ત્રણ દીવસ સુધી પ્રયોગ ચાલુ રાખવો. પ્રયોગ સીવાય દુધ ખાવા-પીવામાં ન લેવું. ઘઉંનો આહાર છોડી દેવો. આ મારો સ્વાનુભવ છે.

(૪૨) એક કરતાં વધુ પચ્યા વગરના ચીકણા ઝાડા થતા હોય તો કેસર, જાયફળ અને જાવંત્રીનું સમાન ભાગે ચુર્ણ કરી ચણીબોર જેટલું એક ચમચી મધમાં મીશ્ર કરી સવાર-સાંજ ચાટવાથી લાભ થાય છે.

(૪૩) સારી જાતની કડાછાલનું ૨૫૦ ગ્રામ વસ્ત્રગાળ ચુર્ણ બે લીટર પાણીમાં મંદ તાપે ઉકાળી તવેથાથી હલાવતાં જઈ માવા જેવું ઘટ્ટ બને ત્યારે ઉતારી ચણી બોર જેવડી ગોળી બનાવી છાંયડામાં સુકવવી. બબ્બે ગોળી દીવસમાં ત્રણ વખત લેવાથી અને જરુરી પરેજી પાળવાથી ચીકણા ઝાડા મટે છે.

(૪૪) પાકાં કેળાં છુંદી મોળા દહીંમાં ભેળવી એલચીનું થોડું ચુર્ણ નાખી સવાર, બપોર, સાંજ ખાવાથી અને એ વીના બીજું કશું ન ખાવાથી ઝાડા મટે છે.

(૪૫) ઝાડાના રોગમાં સુંઠ નાખી ઉકાળેલું પાણી જ પીવું. કશું જ ખાવું નહીં, માત્ર દુધ મેળવી બનાવેલા દહીંને વલોવી પાતળી છાસ તૈયાર કરી બબ્બે કલાકે પીવી.  ચારેક દીવસ બાદ રાહત થાય તો એ છાસમાં થોડો ભાત ખાઈ શકાય. ઝાડા જેમ જેમ મટતા જાય તેમ ધીમે ધીમે રોજીંદા આહાર પર આવી શકાય. કાયમ બે વખત છાસ પીવી. તેલ-ઘીવાળો આહાર, મીઠાઈ, ફરસાણ કદી વધુ પ્રમાણમાં લેવાં નહીં. છાસ જઠરાગ્ની પ્રદીપ્ત કરે છે, તેનાથી પાચન સુધરે છે, આથી ઝાડાની તકલીફ મટે છે.

(૪૬) જુના મરડાને લીધે બે-ત્રણ કે વધારે પડતા ચીકાશવાળા, ગેસ સાથે ચીકણા ઝાડા થતા હોય તો ચારથી પાંચ ચમચી કુટજારીષ્ટ સવારે, બપોરે અને રાત્રે પીવો. ઉષ્ણ, તીક્ષ્ણ આહારદ્રવ્યો અને અથાણાં, પાપડ ખાવાં નહીં તથા સુપાચ્ય આહાર લેવો.

(૪૭) મહુડાં, કાયફળ, લોધ્ર અને દાડમની છાલનું ચુર્ણ મધ સાથે ચાટી ઉપર ચોખાનું ઓસામણ પીવાથી પીત્તના કારણે થયેલા ઝાડા મટે છે.

(૪૮) સવાર-સાંજ એકથી બે ગ્રામ જેટલું કાયફળનું ચુર્ણ સુંઠ અને મધ સાથે લેવાથી વાયુ અને કફના ઝાડા મટે છે. (૪૯) અતિસાર તથા સંગ્રહણીમાં ગુલાબની માત્ર પાંચ જ પાંદડી ચાવી જવી. અલ્પ માત્રામાં ગુલાબની પાંખડી એના ગ્રાહી ગુણના કારણે કંઇક અંશે રાહત આપે છે. અહીં માત્રાનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે વધુ માત્રામાં ગુલાબ સારક  ગુણ ધરાવે છે.

ટૅગ્સ:

10 Responses to “ઝાડા”

 1. amit mistry Says:

  i want to know about હાથની આંગળીઓમાં ઝણઝણાટી લાગે, હાથ ખોટો પડી જાય, પક્કડ ઓછી થવી.what is the proper way to remove this.

 2. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાઈ અમિત,
  તમે જે લક્ષણો જણાવ્યાં છે તે વાયુને લીધે હોઈ શકે. જ્યારે તમે વાયુકારક આહાર લેતા હશો ત્યારે આ ફરીયાદનું પ્રમાણ વધતું પણ હશે. આથી વાયુકારક આહાર બને તો છોડી દેવો અથવા જ્યારે લેવો પડે તેમ હોય તો બહુ જ ઓછા પ્રમાણમાં લેવો, અને વાયુનાશક ઔષધો લેવાં.
  એમાં નીચેની બાબતો પણ જાણવા જેવી છે.
  ૧. ઠંડો પવન, ઠંડું પાણી, ઠંડું વાતાવરણ, ઠંડાં પીણાં, ઠંડી વાનગી, ઠંડા પદાર્થોથી દુર રહેવું.
  ૨. ગરમ પદાર્થો ઉપયોગી, જેવા કે લસણ, ડુંગળી, આદુ, હીંગ, મેથી, રાઈ, લવીંગ, તજ, સુંઠ, મરી, પીપર, વગેરે. એ પૈકી તમારી પ્રકૃતીને માફક હોય તે લઈ શકાય.
  ૩. દીવેલ (એરંડીયું- caster oil) સર્વોત્તમ- કાયમ એનું સેવન કરી શકાય. ન ફાવે તો ભાખરીમાં મોણ નાખીને લેવું. પણ એ રીફાઈન્ડ કરેલું નહીં, કેમ કે એમાં હાનીકારક રસાયણો હોઈ શકે.
  ૪. વાના રોગમાં તેલનું માલીશ રોજ કરવું, જેમાં દીવેલ કે સરસવ તેલ વાપરવું.
  ૫. ચાલવાની કસરત પણ એમાં લાભ કરી શકે.

 3. alliswell365 Says:

  નમસ્તે ગાંડા ભાઇ ગુલાબ નિ ૧ કિલ્લો પાંખ્ડીનૂ ગૂલકંદ બનાવવા માટે કેટલી ખડી શાકર ઉમેરવી જોઇએ અને તેને સૂર્ય તાપ મા રખાય કે ચંદ્રની ચાંદની મા

 4. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે,
  ગુલકંદમાં કોઈ બમણી સાકર કહે છે તો કોઈ માત્ર અડધી. પ્રખ્યાત ‘આર્યભીષક’ ગ્રંથમાં બમણી સાકર કહી છે અને સુર્યના તાપમાં મુકવાનું જણાવેલ છે. સાકરનું પ્રમાણ મને લાગે છે કે પોતાની પ્રકૃતીને અનુકુળ હોય તે લેવું જોઈએ. વળી તમારો આશય ગુલકંદ લેવાનો જે હોય તેના પર પણ એ આધાર રાખે એમ મારું માનવું છે. ‘આર્યભીષક’ અનુસાર ૧ કીલો પાંખડીમાં ૨ કીલો સાકર લેવી જોઈએ.

 5. alliswell365 Says:

  નમસ્તે ગાંડા ભાઇ મારા પ્રશ્નનો ઉતર આપવા બદલ આભાર
  બજારમા મળતૂ ગૂલકંદ ફાવતૂ ન હોવાથી ઘરે ગૂલકંદ બનાવવા માગૂ છૂ
  બીજૂ કોઇ આશય નથી ગૂલકંદ બનાવવાની વીધી ખબર હતી પણ સાકર કેટલી નાખવી તે બાબતે સમજ નહતી જે આપે જાણાવી
  તે બદલ ફરી આપનો આભાર માનુ છૂ

 6. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે,
  તમારા પ્રત્યુત્તરથી એટલા માટે આનંદ થયો કે લોકોએ પુછેલા પ્રશ્નનો ઉત્તર મળ્યા પછી કોઈક જ ઉત્તર મળ્યાની પહોંચ પાઠવે છે. કેટલીક વાર હું જણાવું કે જો તમે આ પ્રયોગ કરો તો એનું પરીણામ જણાવવા કૃપા કરશો જેથી બીજા લોકોને પણ જાણવા મળે અને લાભ થઈ શકે, છતાં ભાગ્યેજ કોઈ પ્રત્યુત્તર જોવા મળે છે.
  વધુ પડતી સાકર કદાચ અનુકુળ ન પણ હોય, કેમ કે સાકર પણ ઠંડી છે અને ગુલાબની પાંખડી પણ ઠંડી છે. જેમની પીત્ત પ્રકૃતી હોય તેમને કદાચ માફક આવી શકે.

 7. Nalin n vyas Says:

  I suffering from dry exezma since last more than 25 years.in both the legs.Plese guide medicine

 8. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે Nalin n vyas,
  આપના પ્રશ્ન બાબત મારા બ્લોગમાં ઘણી માહીતી છે. આપે કોઈ આયુર્વેદ ઉપચાર કર્યા છે કે કેમ તે જણાવ્યું નથી. ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/
  ખરજવું: ખારા રસનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો ખરજવું થાય છે.
  (૧) ભોંયરીંગણીના પાનનો રસ ખરજવા ઉપર લગાડવાથી ખરજવું મટે છે.
  (૨) બટાટા બાફી પેસ્ટ જેવું બનાવી, ખરજવા પર મુકી પાટો બાંધી દેવાથી ભીનું કે સુકું-જુનું ખરજવું નીર્મુળ થઈ જાય છે. અથવા કાચા બટાટાની છાલ ઉતારી, છાલને લસોટી પેસ્ટ બનાવી ખરજવા ઉપર લગાડી સવાર-સાંજ પાટો બાંધવો. સાત-આઠ દીવસના આ ઉપચારથી વર્ષો જુનું ખરજવું મટી જાય છે. કફ કરનાર આહાર ન લેવો.
  (૩) હઠીલા ખરજવા જેવા રોગમાં બટાકાની છાલ ઘસવાથી ઘણી રાહત થાય છે. નીયમીત છાલ ઘસતા રહેવાથી ફેલાવો થતો હોય તો તે અટકી જાય છે.
  (૪) કળીચુનો અને પાપડખાર મેળવી પાણીમાં ભીંજવી ખરજવા પર લગાડવાથી તરતનો થયેલ રોગ દુર થાય છે. (૫) ખારેક કે ખજુરના ઠળીયાને બાળી તેની રાખ, કપુર અને હીંગ મેળવી ખરજવા પર લગાડવાથી ખરજવું મટે છે. (૬) ઈંદ્રવરણાના ફળનો રસ ખરજવા પર લગાડવાથી ખરજવું મટે છે.
  (૭) ગાજરનું ખમણ કરી, તેમાં મીઠું નાખી, પાણી નાખ્યા વગર ગરમ કરી બાફીને ખરજવા પર બાંધવાથી ફાયદો કરે છે.
  (૮) પપૈયાનું દુધ અને ટંકણખાર ઉકળતા પાણીમાં મેળવી લેપ કરવાથી જુનું ખરજવું મટે છે.
  (૯) લસણની કળી વાટી લુગદી બનાવી ખરજવા પર મુકવાથી ભીંગડાં ઉતરી જાય છે અને ચામડી લાલ થાય છે, પછી તેના પર બીજો સાદો મલમ ચોપડવાથી ખરજવામાં ફાયદો થાય છે.
  (૧૦) તુલસીના મુળનો ઉકાળો કરીને પીવાથી ખરજવું મટે છે.
  (૧૧) સુકા કોપરાને બરાબર બાળી ખુબ વાટી મલમ બનાવી દીવસમાં ત્રણેક વખત લગાડવાથી ખરજવાની પીડામાં ઝડપભેર ઘણી રાહત થાય છે.
  (૧૨) અરડુસીના પાંદડાં અને દારુહળદરને ખુબ લસોટીને આ પેસ્ટ સવાર-સાંજ લગાડવાથી ખસ, ખરજવું, ચામડીના જુના રોગો મટે છે.
  (૧૩) અરીઠાના ફીણથી માથું ધોવાથી વાળ અને માથાની ચામડીની શુદ્ધી થાય છે. આથી માથાના ખોડો, સોરાયસીસ, ખરજવું, દાદર, ઉંદરી જેવા રોગો મટે છે. અરીઠાને પંદરેક મીનીટ પાણીમાં પલાળી રાખવાથી ફીણ થઈ શકશે. ફીણ પાંચેક મીનીટ માથા પર રહેવા દેવું.
  (૧૪) તલના તેલમાં કાળીજીરી લસોટી લગાવવાથી ખરજવું મટે છે.
  (૧૫) કાસુન્દ્રાનું મુળ છાસ કે સરકા સાથે લસોટી સવાર-સાંજ લગાડવાથી જુની દાદર અને ખરજવું મટે છે.
  (૧૬) ખરજવું થયું હોય તો તાંદળજાનું સેવન ફાયદાકારક છે.
  (૧૭) ધોળી- સફેદ ધરોના રસમાં ચોખા લસોટી- વાટી તેનો લેપ કરવાથી જૂનું- નવું ખરજવું મટી જાય છે. કુમળી લીલી ધરોનો તાજો રસ પીવાથી કોઈ પણ રોગમાં ફાયદો થાય છે. માત્ર ધરોના રસ પર રહેવાથી જલદી રાહત થાય છે.
  (૧૮) બાવચીના બીજ અને કારેલાને ગૌમુત્રમાં લસોટી પેસ્ટ બનાવી લગાડવાથી ખસ, ખરજવું અને દાદર મટે છે. (૧૯) વડનું દુધ લગાડવાથી ખરજવું મટી જાય છે.
  (૨૦) હરડેનું બારીક ચુર્ણ ગરમ પાણીમાં પેસ્ટ કરી લગાડવાથી ખરજવું, દાદર, સોરાયસીસ જેવા ચામડીના રોગ મટે છે.
  (૨૧) મુળા તથા સરસવનાં બીજ, લાખ, હળદર, પુંવાડીયાનાં બીજ, ગંધબીરોજા, ત્રીકટુ ચુર્ણ (સમાન ભાગે સુંઠ, મરી, પીપરનું ચુર્ણ), વાવડીંગનું ચુર્ણ આ બધાં ઔષધોને મીશ્ર કરી ગૌમુત્રમાં લસોટી લેપ કરવાથી દાદર, ખરજવું, ખસ, કોઢ, કીટીભ અને ભયંકર કપાલ કુષ્ઠ મટે છે.
  (૨૨) રાઈના ચુર્ણને ગાયના આઠ ગણા જુના ઘીમાં મેળવી લેપ કરવાથી સફેદ કોઢ મટે છે. એનાથી ખસ, ખરજવું અને દાદર પણ મટે છે.
  (૨૩) ખરજવામાં તાંદળજાની ભાજી ખાવાથી લાભ થાય છે.
  (૨૪) ધોળી- સફેદ ધરોના રસમાં ચોખા લસોટી- વાટી તેનો લેપ કરવાથી જૂનું- નવું ખરજવું મટી જાય છે.
  (૨૫) તલના તેલમાં કાળીજીરી લસોટી લગાવવાથી ખરજવું મટે છે.
  (૨૬) કાસુન્દ્રાનું મુળ છાસ કે સરકા સાથે લસોટી સવાર-સાંજ લગાડવાથી જુની દાદર અને ખરજવું મટે છે.
  (૨૭) કોપરું ખરજવું અને બીજા ચામડીના કષ્ટસાધ્ય અને અસાધ્ય રોગોમાં ઉપયોગી છે.
  (૨૭) બટાટા બાફી પેસ્ટ જેવું બનાવી, ખરજવા પર મુકી પાટો બાંધી દેવાથી ભીનું કે સુકું-જુનું ખરજવું નીર્મુળ થઈ જાય છે.
  (૨૮) બાવચીના બીજ અને કારેલાને ગૌમુત્રમાં લસોટી પેસ્ટ બનાવી લગાડવાથી ખસ, ખરજવું અને દાદર મટે છે.
  આ ઉપરાંત નીચેની લીન્ક “ચામડીના રોગો” જોવા પણ વીનંતી.

  273. ચામડીના રોગો http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/05/22/

 9. mayur gala Says:

  thank you saheb

 10. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે,
  મારો બ્લોગ આપને ગમ્યો તેથી આનંદ થયો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: