ડાયાબીટીસ

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ડાયાબીટીસ

વધારે પડતો ચરબીવાળો ખોરાક અને બેઠાડુ જીવન ડાયાબીટીસને નીમંત્રણ આપે છે.

(૧) દરરોજ ૭૦-૮૦ ગ્રામ સારાં પાકાં જાંબુ લઈ ચારગણા ઉકળતા પાણીમાં નાખી ૧૫ મીનીટ સુધી ઢાંકણ ઢાંકી રાખી, પછી હાથ વડે મસળી, કપડાથી ગાળી, તેના ત્રણ ભાગ કરી દીવસમાં ત્રણ વાર થોડા દીવસ સુધી પીવાથી પેશાબમાં જતી સાકરનું પ્રમાણ ઘટે છે, લીવર કાર્યક્ષમ બને છે અને મધુપ્રમેહમાં ઉત્તમ ફાયદો થાય છે.

(૨) સારાં પાકાં જાંબુ સુકવી, બારીક ખાંડી, ચુર્ણ કરી દરરોજ ૨૦-૨૦ ગ્રામ ૧૫ દીવસ સુધી લેવાથી મધુપ્રમેહમાં ફાયદો થાય છે.

(૩) જાંબુના ઠળીયાના ગર્ભનું ૧-૧ ગ્રામ ચુર્ણ મધ અથવા પાણી સાથે દીવસમાં બે વાર ૧૦-૧૫ દીવસ સુધી લેવાથી મધુપ્રમેહ મટે છે.

(૪) જાંબુના ઠળીયા ૨૦૦ ગ્રામ, લીમડાની ગળો ૫૦ ગ્રામ, હળદર ૫૦ ગ્રામ અને મરી ૫૦ ગ્રામ ખાંડી, વસ્ત્રગાળ ચુર્ણ કરી, તેને જાંબુના રસમાં ખુબ ઘુંટી, સુકવી, શીશામાં ભરી રાખવું. ૩-૪ ગ્રામ આ ચુર્ણ સવાર-સાંજ પાણી સાથે લાંબા સમય સુધી લેવાથી મધુપ્રમેહમાં ફાયદો થાય છે.

(૫) કુમળાં કારેલાંના કકડા કરી, છાંયે સુકવી, બારીક ખાંડી ૧૦-૧૦ ગ્રામ સવાર-સાંજ ચાર મહીના સુધી લેવાથી પેશાબ માર્ગે જતી સાકર સદંતર બંધ થાય છે અને મધુપ્રમેહ મટે છે.

(૬) કોળાનો રસ ડાયાબીટીસમાં લાભ કરે છે.

(૭) રોજ રાત્રે ૧૫ થી ૨૦ ગ્રામ મેથી પાણીમાં પલાળી રાખી, સવારે ખુબ મસળી, ગાળી એકાદ માસ સુધી પીવાથી ડાયાબીટીસના રોગીની લોહીમાં જતી સાકર ઓછી થાય છે.

(૮) હરડે, બહેડાં, આમળાં, લીમડાની અંતરછાલ, મામેજવો અને જાંબુના ઠળીયા સરખે ભાગે લઈ, ચુર્ણ કરી સવાર-સાંજ લેવાથી મધુપ્રમેહ મટે છે.

(૯) ડાયાબીટીસમાં જવની રોટલી હીતાવહ છે. એનાથી લોહીમાં સાકરનું પ્રમાણ વધતું નથી. વળી એમાં મગફળી અને મગફળીનું તેલ બંને જો અન્ય પ્રકારે હાનીકારક ન હોય તો દરરોજ એકાદ મુઠ્ઠી નીમક વીના શેકેલી મગફળી ખાવી અને આહારમાં કાચું સીંગતેલ વાપરવું.

(૧૦) મીઠો લીમડો લોહીમાં ખાંડના પ્રમાણને નીયંત્રીત રાખવામાં મદદરુપ થાય છે. આથી ડાયબીટીસના દર્દીઓને એના સેવનથી લાભ થાય છે.

(૧૧) ઉંડા અને ખુબ જ શ્રમ પહોંચાડે તેવા શ્વાસોચ્છ્વાસ મધુપ્રમેહમાં કંઈક રાહત આપે છે.

(૧૨) હળદરના ગાંઠીયાને પીસી ઘીમાં શેકી, સાકર મેળવી થોડા દીવસ સુધી દરરોજ ખાવાથી મધુપ્રમેહ અને બીજા પ્રમેહોમાં ફાયદો થાય છે.

(૧૩) વડની છાલનું બારીક ચુર્ણ ૧ ચમચી રાત્રે પાણીમાં પલાળી રાખવું. સવારે તેને ગાળીને પી જવું. તેનાથી પેશાબ અને લોહીની ખાંડ ઓછી થાય છે.

પેશાબમાં વીર્ય જતું હોય, પેશાબ કર્યા પછી ચીકણો પદાર્થ નીકળતો હોય તેને માટે વડની કુણી કુંપળો અને વડવાઈનો અગ્ર ભાગ સુકવી ચુર્ણ બનાવી સેવન કરવાથી લાભ થાય છે.

(૧૪) આમલીના કચુકા શેકી ૫૦ ગ્રામ જેટલા રોજ ખાવાથી મધુપ્રમેહ મટે છે.

(૧૫) વડની તાજી છાલનો ચતુર્થાંશ ઉકાળો અથવા તાજી ન હોય તો સુકી છાલ ૨૪ કલાક ભીંજવી રાખી તે જ પાણીમાં બનાવેલો ચતુર્થાંશ ઉકાળો પીવાથી તે કુદરતી ઈન્સ્યુલીન જેવું જ કામ આપે છે અને ડાયાબીટીસને કાબુમાં રાખે છે.

(૧૬) આમળાં અને વરીયાળીનો સમભાગે પાઉડર દરરોજ સવાર-સાંજ ૧-૧ મોટો ચમચો પાણી સાથે ફાકવાથી ડાયાબીટીસ મટે છે.

(૧૭) આંબાનાં સુકાં પાનનો એક એક ચમચી પાઉડર સવાર-સાંજ પાણી સાથે લેવાથી મધુપ્રમેહમાં સારો લાભ થાય છે.

(૧૮) સ્વાદહીન સફેદ રંગનું ગળોસત્વ ૧-૧ ચમચી દીવસમાં ચારેક વખત પાણી સાથે લેવાથી મધુપ્રમેહ મટે છે. (૧૯) આંબાનાં કોમળ પાન સુકવી, ચુર્ણ બનાવી ભોજન બાદ પાણી સાથે ૧-૧ ચમચી લેવાથી મધુપ્રમેહ કાબુમાં રહે છે.

(૨૦) સીતાફળીના પાનના ઉકાળાનું નીયમીત સેવન કરવાથી ડાયાબીટીસ મટે છે.

(૨૧) ખોરાકમાં કેલ્શીયમનું પ્રમાણ ૮૦૦થી ૧૨૦૦ મીલીગ્રામ રાખવાથી અને વહેલી સવારે કુણા તડકામાં ૨૦થી ૨૫ મીનીટ ફરવાનું રાખવાથી ડાયાબીટીસ ફક્ત બે માસમાં કાબુમાં લાવી શકાય છે.

(૨૨) ટાઈપ-૨ ડાયાબીટીસમાં ઓમેગા-૩ ફેટ્સ હૃદયની સુરક્ષા માટે જરુરી હોય છે. ઓમેગા-૩ ફેટ્સ મેળવવાનો સૌથી સરળ ઉપાય છે અખરોટ. ઓમેગા-૩ મકરેલ અને ટ્યુના માછલીમાં પણ હોય છે, પરંતું શકાહારી માટે અખરોટ આશીર્વાદરુપ છે.

(૨૩) શુદ્ધ કેસરના ચાર-પાંચ તાંતણા એકાદ ચમચી ઘીમાં બરાબર મસળી સવાર-સાંજ સેવન કરવાથી મધુપ્રમેહ કાબુમાં રહે છે.

(૨૪) છાંયડામાં સુકવેલાં આવળનાં પીળાં ફુલનું એક નાની ચમચી ચુર્ણ એક ગ્લાસ ઉકળતા પાણીમાં નાખી ઢાંકી દેવું. બપોરે અને રાત્રે જમ્યા પછી આ પાણી પી જવું. આનાથી ડાયાબીટીસમાં ફાયદો થાય છે. 

(૨૫) દરરોજ એક ચમચો કુવારપાઠાનો માવો અને એક ચપટી ગળોસત્ત્વ લેવાથી મધુપ્રમેહ કાબુમાં આવે છે.

(૨૬) ઈન્દ્રજવ, મામેજવો, લીમડાની ગળો, સુકાં કારેલાં, કાંચકા, કડુ, કરીયાતું, કાળીજીરી, મેથી, જેઠીમધ, હીમેજ, જાંબુબીજ દરેક સો-સો ગ્રામ અને કોલંબો(કલંભો) તથા હરડે પચાસ પચાસ ગ્રામ લઈ બનાવેલા ચુર્ણમાંથી પાંચ ગ્રામ ચુર્ણ એક કપ પાણીમાં રાત્રે પલાળી રાખવું. સવારે આ પાણી ગાળીને પી જવું અને ડાયાબીટીસની જરુરી પરેજી પાળવી. આ ઉપચારથી ડાયાબીટીસ કાબુમાં આવી જશે.

(૨૭) ડાયાબીટીસમાં આમળાં અને હળદર બંને ઔષધ ઉત્તમ છે. લીલાં આમળાં અને લીલી હળદર મળતી હોય ત્યાં સુધી ચારથી છ આમળાંનો રસ અને એટલો જ લીલી-તાજી પીળી હળદરનો રસ મીશ્ર કરી સવાર-સાંજ પીવો. લીલાં આમળાં અને લીલી હળદર ન મળે ત્યારે છાંયડામાં સુકવેલાં આમળાં અને હળદરનું સરખા ભાગે-વજને બનાવેલું એક ચમચી ચુર્ણ જમતાં પહેલાં રોજ બપોરે અને રાત્રે પાણી સાથે લેવું. આ ઔષધ મીશ્રણથી ડાયાબીટીસ, ત્વચાના રોગો, કફ, લોહીની અશુદ્ધી અને દંતરોગો તથા મોઢાનાં ચાંદાં મટે છે. ઉપચાર વખતે રોગાનુસાર પરેજી પાળવી. આમળાં અને હળદરનું સરખા ભાગે બનાવેલું ચુર્ણ જમ્યા પહેલાં લેવાથી સર્વ પ્રકારના પ્રમેહ (ડાયાબીટીસ) કાબુમાં રહે છે. જો એકથી બે કીલોમીટર ચાલવામાં આવે તો સોનામાં સુગંધ.

ડાયાબીટીસમાં બહુમુત્ર  મધુપ્રમેહમાં વારંવાર પેશાબ કરવાની તકલીફ હોય છે. એ દુર કરવા દરરોજ સવાર-સાંજ ૧-૧ નાની ચમચી હળદરનું ચુર્ણ સાદા પાણી સાથે ફાકવું. એનાથી બહુમુત્રતાની ફરીયાદ મટે છે.

ડીપ્થેરીયા  અનનાસનો રસ પીવાથી ડીપ્થેરીયામાં ફાયદો થાય છે.

 

Advertisements

ટૅગ્સ:

13 Responses to “ડાયાબીટીસ”

 1. manoj gajjar Says:

  send me lastest up-date regarding diabites related in gujrati.

 2. jitesh N. Patel Says:

  send detail in mail

 3. જે એમ ચાવડા Says:

  રસપ્રદ માહિતી આપી આપે માનવ જાત ની બહુ મુલ્ય સેવા કરી છે

 4. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાઈ શ્રી. ચાવડા,
  મારા બ્લોગની મુલાકાત લઈ પ્રોત્સાહક ટીપ્પણી મુકવા બદલ આપનો હાર્દીક આભાર.

 5. અનામિક Says:

  ઉપયોગી માહિતી છે..

 6. ગાંડાભાઈ વલ્લભ Says:

  આપનો આભાર અનામિક.

 7. Ramesh Panchal Says:

  very useful

 8. ગાંડાભાઈ વલ્લભ Says:

  Thank you very much Rameshbhai.

 9. Ashish Brahmbhatt Says:

  અમૂલ્ય માહિતી આપવા બદલ આપનો આભાર

 10. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાઈ આશિષ,
  આપની પ્રોત્સાહક કૉમેન્ટ બદલ હાર્દીક આભાર.

 11. sagar vaghela Says:

  Age:24 year
  Diabitish :250 fasting
  Type :1
  Insulin depends two time

 12. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે, મેં ઉપર લખ્યા છે તે પૈકી કોઈ ઉપાય આપને અનુકુળ હોય તો તે અજમાવી જોયો છે? જો કે ટાઈપ ૧ ડાયાબીટીસ બાબત મારી પાસે કોઈ ખાસ માહીતી નથી, પણ કદાચ ઉપર જણાવેલ ઉપાયો પૈકીઆપને કોઈ અનુકુળ હોય તો એ બ્લડસુગરને કાબુમાં રાખવા માટે હોવાથી કદાચ ઉપયોગી થાય પણ, છતાં ડૉક્ટરની દવા તો લેવાની ચાલુ રાખવી જોઈએ, જ્યાં સુધી ડૉક્ટરની પરવાનગી ન હોય ત્યાં સુધી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: