Archive for જુલાઇ, 2010

પાયોરીયા

જુલાઇ 31, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

પાયોરીયા (૧) દાંત દુખતા હોય, દાંતમાં કૃમી થયા હોય, દાંત હાલતા હોય, પેઢાં પાકી ગયાં હોય કે સડી ગયાં હોય, તેમાંથી પરું નીકળતું હોય, મોં ગંધાતું હોય, પાયોરીયા નામનો રોગ થયો હોય તો ભોંયરીંગણીના બીનો પ્રયોગ કરવો.

(૨) સરસવના તેલમાં નમક કે સીંધવ ભેળવી દીવસમાં ચાર-પાંચ વાર મંજન કરવું. મંજન બાદ સાદા પાણીથી કોગળા કરવા. આ પ્રયોગથી થોડા દીવસોમાં દાંત મજબુત થાય છે અને પાયોરીયા મટે છે.

(૩) કાચી કોબીજ ખુબ ચાવી ચાવીને ખાવાથી પાયોરીયા મટે છે.

(૪) લીમડાના પાનની રાખમાં કોલસાનો ભુકો તથા કપુર મેળવી રોજ રાત્રે પેઢા પર લગાવીને સુવાથી પાયોરીયામાં લાભ થાય છે.

(૫) દાંત દુખતા હોય, હાલતા હોય, પેઢામાંથી પરુ નીકળતું હોય- એટલે કે પાયોરીયા થયો હોય તો વડનું દાતણ કરવું. વડના દાતણનો કુચો કરી દાંત અને પેઢા ઉપર ખુબ ઘસવું. લાંબો સમય વડનું દાંતણ ચાવ્યા કરવું. આવી સ્થીતીમાં વડવાઈનું દાતણ પણ ખુબ ચાવીને કરવું તથા પેઢા ઉપર ઘસવું. વડની છાલ, તેનાં પાન કે વડવાઈનો ઉકાળો કરી મોંમાં ભરી રાખવો.

પાચન

જુલાઇ 29, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

પાચન

(જુઓ અજીર્ણ-અપચો લીન્કઃhttps://gandabhaivallabh.wordpress.com/2009/12/22/%E0%AA%85%E0%AA%9C%E0%AB%80%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3-%E0%AA%85%E0%AA%AA%E0%AA%9A%E0%AB%8B/તથાhttps://gandabhaivallabh.wordpress.com/2009/12/23/%E0%AA%85%E0%AA%9C%E0%AB%80%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3-%E0%AA%97%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82%E0%AA%95%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81/)

(૧) આદુનો રસ, લીંબુનો રસ અને મીઠું મેળવી સવાર-સાંજ પીવાથી પાચનક્રીયા બળવાન બને છે.

(૨) આમલી, દ્રાક્ષ, મીઠું, મરચું, આદુ વગેરે નાખી બનાવેલી ખજુરની ચટણી ખાવાથી ખોરાકનું પાચન થાય છે.

(૩) થોડી માત્રામાં રાઈ લેવાથી આહારનું પાચન થાય છે, જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે.

(૪) પાકી સોપારી ખાવાથી અન્નનું  પાચન થાય છે. ખાવામાં સોપારીની માત્રા માત્ર અડધાથી એક ગ્રામ જ લેવી, એથી વધુ પ્રમાણમાં લેવાથી નુકસાન કરે છે.

(૫) વરીયાળી શેકી, તેમાં જરુર પ્રમાણે મીઠું અને લીંબુનો રસ મેળવી ભોજન કર્યા બાદ ખાવાથી મુખશુદ્ધી થાય છે અને ખોરાકનું પાચન થાય છે.

(૬) લીંબુનો રસ એક ભાગ અને ખાંડની ચાસણી છ ભાગમાં લવીંગ અને મરીનું ચુર્ણ નાખી શરબત કરી પીવાથી જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે, રુચી ઉત્પન્ન થાય છે અને ખોરાકનું પાચન થાય છે.

(૭) ૫ ગ્રામ ધાણા પાણીમાં ઉકાળી તેમાં દુધ અને ખાંડ નાખી દરરોજ સવારે પીવાથી પાચનક્રીયા સુધરે છે.

(૮) પપૈયું ખાવાથી પાચનક્રીયા સુધરે છે. વૃદ્ધાવસ્થામાં પાચન ક્રીયા નબળી પડે છે, ત્યારે પપૈયું ઉપયોગી બને છે.

(૯) સફરજનને અંગારામાં શેકીને ખાવાથી અતી બગડી ગયેલી પાચનક્રીયા સુધરે છે.

(૧૦) કોળાનો અવલેહ (લીંકhttps://gandabhaivallabh.wordpress.com/2009/01/16/) ખાવાથી પાચનશક્તી સુધરે છે.

(૧૧) તાજો ફુદીનો, ખારેક, મરી, સીંધવ, હીંગ, કાળી દ્રાક્ષ અને જીરુની ચટણી બનાવી તેમાં લીંબુનો રસ નીચોવી ખાવાથી પાચનશક્તી તેજ થાય છે.

(૧૨) આફરો, ઉબકા, ઉલટી, ખાટા ઓડકાર, વાયુ, મોળ, પેટમાં ચુક, અપચો, પચ્યા વગરના ઝાડા વગેરે હોય તો ૧૦ ગ્રામ મેથી અને ૧૦ ગ્રામ સુવાને અધકચરા ખાંડી થોડા શેકી જમ્યા પછી અડધીથી એક ચમચી ખુબ જ ચાવીને સવાર-સાંજ ખાવાથી રાહત થાય છે.

(૧૩) મધ, દીવેલ અને આદુનો રસ મેળવી દશેક ગ્રામ રોજ સવારે એક અઠવાડીયું સેવન કરવાથી અપચો મટે છે.

(૧૪) ડુંગળીના અડધા કપ તાજા રસમાં ચપટી સીંધવ મેળવી સવાર-સાંજ પીવાથી પાચનશક્તી સતેજ થાય છે અને ભુખ ઉઘડે છે. 

(૧૫) એક ચમચી સુંઠનું ચુર્ણ અને બે ચમચી હરડે ચુર્ણ એક ચમચી ગોળ સાથે ખુબ ખાંડી-લસોટી પેસ્ટ જેવું કરીને મોટા ચણી બોર જેવડી ગોળીઓ બનાવી રોજ સવાર-સાંજ બે-બે ગોળી લેવાથી અજીર્ણ, ઉલટી, ઉબકા, મંદાગ્ની-ભુખ ન લાગવી અને આમવાતમાં સારો ફાયદો થાય છે. નબળા પાચનમાં હીતકર છે.

પરસેવો

જુલાઇ 28, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

પરસેવો

વધુ પડતો પરસેવો (૧) શરીરે વધુ પડતો પરસેવો થતો હોય તો નાગકેસર(નાના નાના ગોળ દાંડીવાળા દાણા)નો પાઉડર બનાવી દરરોજ એક એક ચમચી પાણી સાથે લેવાથી લાંબા ગાળે લાભ થાય છે.

(૨) બજારમાં મળતું રસોત દરરોજ સવાર-સાંજ ૫-૫ ગ્રામ જેટલું પાણી સાથે લેવાથી વધુ પડતો પરસેવો થતો હોય તે મટે છે

(૩) બે લીટર પાણીમાં બે ચમચા મીઠું અથવા સરકો નાખી ૧૦ મીનીટ સુધી હાથ ડુબાડી રાખવાથી હાથમાં થતા પરસેવાની ફરીયાદ મટે છે.

પરસેવાનો અભાવ (૧) ખુબ પરીશ્રમ કરવા છતાં પરસેવો થતો ન હોય તો આંકડાના મુળની છાલનો ૧-૧ ચમચી બારીક પાઉડર સવાર-સાંજ પાણી સાથે લેવાથી પરસેવો થવા લાગે છે.

(૨) સુકાં કસુંબીનાં ફુલ ગરમ કરી ગરમ ગરમ જ પાણી સાથે ખાવાથી જેમને પરસેવો બીલકુલ ન થતો હોય તેમને એ તકલીફ મટે છે.

પરસેવાની દુર્ગંધ  (૧) ચણાનો લોટ પાણીમાં મેળવી, શરીરે ચોળી સ્નાન કરવાથી પરસેવાની દુર્ગંધ દુર થાય છે.

(૨) પરસેવો ઓછો આવતો હોય, વાસ મારતો આવતો હોય, પરસેવાના પીળા ડાઘા કપડાં પર રહી જતા હોય તો વડનાં પાકાં પીળાં પાંદડાંનો ઉકાળો કરી પીવો.

(૩) આમલીના કચુકાનાં મીંજ અને આમલીનાં ફુલ પાણીમાં વાટીને શરીરે ચોપડવાથી ખુબ પરસેવો વળતો હોય અને શરીરમાંથી દુર્ગંધ નીકળતી હોય તો તે મટે છે.

(૪) લીમડાના પાનના ઉકાળાથી દીવસના ૩-૪ વાર બગલ સાફ કરતા રહેવાથી પરસેવાની વાસ મટે છે.

પરમીયો

જુલાઇ 27, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

પરમીયો પેશાબ કરતી વખતે બળતરા થાય અને મુત્રમાર્ગેથી થોડું પરુ પણ જતું હોય તો ચંદ્રપ્રભાવટી બે-બે ગોળી સવારે, બપોરે અને રાત્રે ચુર્ણ કરીને લેવી, ગોક્ષુરાદી ક્વાથ ચારથી છ ચમચી સવારે, બપોરે અને રાત્રે પીવો તથા જો પેશાબ બરાબર થતો ન હોય તો અડધી ચમચી જીરાનું અને અડધી ચમચી ધાણાનું ચુર્ણ એક ચમચી સાકરમાં મેળવી સવાર-સાંજ લેવું. ઉપરાંત ગળોનો રસ બે-બે ચમચી સવાર-સાંજ સાધારણ ગરમ પાણીમાં નાખી પીવો.

પથરી

જુલાઇ 26, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

પથરી

લંડનમાં થયેલા એક સંશોધન મુજબ આખા દીવસ દરમીયાન શરીરના બધા સ્નાયુઓ સક્રીય થાય તેવી કસરત કરતા રહેવાથી પથરી થવાનું જોખમ ૭૦% ઘટી જાય છે. કેમ કે એનાથી શરીરમાં ખરાબ કૉલેસ્ટરોલનું પ્રમાણ ઘટે છે અને સારા કૉલેસ્ટરોલનું પ્રમાણ વધે છે, જે પથરી થતી રોકવામાં સહાયક થાય છે.

પથરીની તકલીફ થશે એમ લાગે કે તરત જ ગળ્યા પદાર્થ, મરચું, ગરમ મસાલા, દહીં, ઘી, ખાટાં પીણાં, માંસ વગેરે સદંતર છોડી દેવાં. ખુલ્લી હવામાં ફરવા જવું, કસરત કરવી, પુરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું.

ખોરાકમાં જુના ચોખા, કળથી, જવ, આદુ, મુળા વગેરે લાભકારક છે.

પથરી વાયુ, પીત્ત, કફ અને વીર્ય એમ ચારમાંથી કોઈ કારણે થાય છે. કયા કારણે પથરી થઈ છે તે જાણીને આ ઉપાયો પૈકી યોગ્ય ઉપાય અજમાવી શકાય.

(૧) કાકડીનાં બી અને કબુતરની હગાર વાટી ચોખાના ઓસામણમાં ખાવાથી પથરી નીકળી જાય છે.

(૨) કોળાનો રસ શેકેલી હીંગ અને જવખાર મેળવી પીવો પથરી પર ગુણકારી છે.

(૩) પાલખના પાનનો રસ અથવા ક્વાથ (ઉકાળો) લેવાથી પથરી ઓગળી જાય છે, અને મુત્રવૃદ્ધી થઈને પથરીના કણ બહાર નીકળી જાય છે. 

(૪) મુળાના પાનના રસમાં પોટેશ્યમ નાઈટ્રેટ નાખી પીવાથી પથરી મટે છે.

(૫) મુળાનાં ૪૦ ગ્રામ બીને ૨૫૦ મી.લી. પાણીમાં ઉકાળી અર્ધું પાણી બાકી રહે ત્યારે પીવાથી પથરી મટે છે.

(૬) લીંબુના રસમાં સીંધવ મેળવી કેટલાક દીવસ સુધી નીયમીત પીવાથી પથરી ઓગળી જાય છે.

(૭) વેંગણનું શાક ખાવાથી પેશાબની છુટ થઈ શરુઆતની નાની પથરી ઓગળી જાય છે.

(૮) સકરટેટી કે ચીભડાનાં બીની મીંજને પાણીમાં પીસી, ગાળીને પીવાથી પથરી મટે છે.

(૯) હળદર અને જુનો ગોળ છાસમાં મેળવી પીવાથી પથરીમાં ફાયદો થાય છે.

(૧૦) ૧ ચમચી અશ્વગંધાનું ચુર્ણ તાજી મોળી છાસ સાથે નીયમીત સવાર, બપોર, સાંજ લેવું. અશ્વગંધાનાં સુકવેલાં મુળીયાં એ જ નામે બજારમાં આખાં તેમજ ચુર્ણરુપે મળે છે.

(૧૧) સરગવાના મુળનો કાઢો કરી પીવાથી પથરી તુટે છે.

(૧૨) ગોખરુનું ચુર્ણ મધમાં પીવાથી પથરી ઓગળી જાય છે.

(૧૩) પથરી અને સોજામાં જવ ફાયદો કરે છે. આશરે ૧૦૦ ગ્રામ જવને અધકચરા ખાંડી, બે ગ્લાસ જેટલા પાણીમાં ચાર પાંચ ઉભરા આવે ત્યાં સુધી ઉકાળવું. ઠંડુ પડે ત્યારે એને ગાળીને પી જવું. એને બાર્લી વૉટર કહે છે. આ બાર્લી વૉટર સવાર-સાંજ તાજું બનાવીને પીવાથી થોડા દીવસમાં મુ્ત્ર માર્ગની પથરીમાં રાહત થાય છે. મુત્રાવરોધ, મુત્રકર્ષ, મુત્રદાહ અને મુત્રમાં થતો રક્તસ્રાવ મટે છે. તૃષા, ઉલટી, ઝાડા, ગૅસ વગેરેમાં ફાયદો થાય છે.

(૧૪) દરરોજ સવારે નરણા કોઠે ૧૦-૧૨ કાજુ ચાવીને ખાવાથી પથરી મટે છે. અન્ય ચીકીત્સાની સાથે સહાયક ચીકીત્સા તરીકે પણ આ કરી શકાય.

(૧૫) બીજોરાનો રસ સીંધવ મેળવી દીવસમાં ચારેક વખત પીવાથી પથરી તુટીને બહાર નીકળી આવે છે. આ રસ થોડું પાણી ઉમેરીને પણ લઈ શકાય.

(૧૬) નાનાં અને મોટાં બંને જાતનાં ગોખરું, પાષાણભેદ, સાગનાં બીજ, કાકડીની મીંજ, સાટોડીનાં મુળ, ભોંયરીંગણીનાં મુળ અને ગળો દરેક સો-સો ગ્રામ અધકચરાં ખાંડી, તેમાંથી બે ચમચી ભુકો બે ગ્લાસ પાણીમાં અડધું બાકી રહે ત્યાં સુધી ઉકાળી, ગાળીને ઠંડુ કરી પીવાથી મુત્રમાર્ગની પથરી તેમ જ મુત્રમાર્ગ અને કીડનીના રોગો મટે છે.

(૧૭) સરગવો, ગોખરું, કાકડી અને ચીભડાનાં બીજ સો-સો ગ્રામ, તથા ભોંયરીંગણી, જવ, સાટોડી શેરડીનાં મુળ અને ધરોનાં મુળ પચાસ-પચાસ ગ્રામ એક સાથે ખાંડી સવારે અને રાત્રે ચાર કપ પાણીમાં એક ચમચી ચુ્ર્ણ નાખી ઉકાળી એક કપ જેટલું બાકી રહે ત્યારે ઉતારી સહેજ ગરમ હોય ત્યારે ધીમે ધીમે પી જવું. આ ઉકાળો દરરોજ તાજો બનાવી નીયમીત રીતે ત્રણ-ચાર મહીના પીવાથી વટાણાના દાણા જેવડી પથરી પણ ધીમે ધીમે ઓગળી ખસીને મુત્રમાર્ગની બહાર ફેંકાઈ જાય છે. મુત્રમાર્ગના બીજા ઘણા રોગોમાં પણ આ ઉકાળો ફાયદાકારક છે. એમાં જરુરી પરેજી પાળવી પણ ખુબ અગત્યની છે. દોઢ-બે મહીના બાદ નવાં ઔષધો લાવી ફરીથી ઉપરોક્ત મીશ્રણ બનાવી લેવું.

(૧૮) જાંબુડાંની અંદરની છાલ તથા એના ઠળીયાનું ચુર્ણ ૫-૫ ગ્રામ દીવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી પથરી તુટી જાય છે.

(૧૯) એખરાના મુળનો ઉકાળો પીવાથી પેશાબની પથરી તુટે છે.

(૨૦) નાળીયેરના પાણીમાં લીંબુનો રસ મેળવી રોજ સવારે પીવાથી પથરી દુર થઈ જાય છે.

(૨૧) લીમડાની અંતરછાલનો ઉકાળો દીવસમાં ત્રણ વખત નીયમીત પીવાથી કીડનીની પથરીનું દર્દ નરમ પડે છે.

(૨૨) વરણાની છાલ, પાષાણભેદ, સુંઠ અને ગોખરું સમાન ભાગે ખાંડી એક ચમચી ભુકાનો ઉકાળો બનાવી જવખાર મેળવી સવાર-સાંજ પીવાથી પથરી અને મુત્રશર્કરા મટે છે.

(૨૩) દરરોજ ૧૦૦ મી.લી. લીંબુનો રસ પીવાથી પથરીના રોગમાં છ દીવસમાં ફાયદો જણાવા માંડે છે. એનાથી નવી પથરી બંધાતી અટકે છે. આ માટે તાજા લીંબુનો રસ જ ઉપયોગી થાય છે.

(૨૪) પથરીના દરદીને જો નીયમીત કળથીનો સુપ કે કળથીનું શાક આપવામાં આવે તો ધીમે ધીમે તુટીને પથરી નીકળી જાય છે.

(૨૫) કળથી, પાષાણભેદ અને ગોખરુ સરખા ભાગે લઈ ભુકો બનાવી ૨૫ ગ્રામ જેટલો ભુકો બે ગ્લાસ પાણીમાં પલાળી ધીમા તાપે ઉકળવા દેવો અને પોણો ગ્લાસ જેટલું પ્રવાહી બાકી રહે ત્યારે ઉતારી ગાળીને પીવાથી પથરીની તકલીફ દુર થશે.

(૨૬) પથરી માટે કળથીનો એક બીજો પ્રયોગઃ કળથી અને સુકા સરપંખાનો સરખા ભાગે ભુકો બનાવી ૨૫ ગ્રામ જેટલો ભુકો બે ગ્લાસ પાણીમાં પલાળી ધીમા તાપે ઉકળવા દેવો. પોણો ગ્લાસ જેટલું પ્રવાહી બાકી રહે ત્યારે ઉતારી, ગાળી તેમાં બે ગ્રામ સીંધવ મેળવી હલાવીને પીવાથી પથરી તુટીને નીકળી જશે.

(૨૭) રોજ રાત્રે પચાસ ગ્રામ જેટલી (કાળી) કળથી સોળ ગણા પાણીમાં પલાળી સવારે મીક્સરમાં વલોવી સ્વચ્છ કપડાથી ગાળી પી જવાથી પથરી મટે છે.

(૨૮) જાડા લાંબા અને કીનારી પર કાંટા ધરાવતાં કુંવારપાઠાનાં પાંદડાં પીત્તજન્ય રોગો તેમ જ પથરીમાં ફાયદો કરે છે.

(૨૯) પથરીનો દુખાવો જો વધારે ન હોય તો અરણીનાં બીજનું અડધી ચમચી ચુર્ણ તાજી, મોળી, છાશમાં મેળવીને સવાર-સાંજ પીવાથી થોડા દીવસમાં તુટી જઈ નીકળી જાય છે. સાથે અરણીનાં પાનની ભાજી બનાવીને ખાવાથી ઝડપથી ફાયદો થાય છે.

(૩૦) નાળીયેરનાં ફુલના પુષ્પદંડને વાટીને દુધ સાથે પીવાથી થોડા દીવસોમાં જ પેશાબ સાફ આવી મુત્રમાં જતી પથરી મટે છે. નાની પથરી હોય તો તે ઓગળીને નીકળી જાય છે.

(૩૧) મોટા ભાગના હોમિયોપથી ઉપચારોમાં પથરીના દર્દીઓને તડબૂચ ખાવાનું કહેવાય છે.

(૩૨) અંઘેડાનો ક્ષાર નાખી ગોમુત્ર પીવાથી પથરી મટે છે.

પડખાનું શુળ

જુલાઇ 26, 2010

પડખાનું શુળ ૦.૨ થી ૧ ગ્રામ શેકેલી હીંગ થોડા ગરમ પાણીમાં મેળવી ધીમે ધીમે પીવાથી પડખાનું શુળ, સ્વરભેદ, જુની ઉધરસ, સળેખમ, મળાવરોધ વગેરેમાં ફાયદો થાય છે.

પગની તકલીફ

જુલાઇ 25, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

પગની તકલીફ પગના વાઢીયા-ચીરા પગમાં ચીરા પડ્યા હોય તો એના કારણ અનુસાર નીચેના ઉપાય કરી શકાય.

(૧) પગમાં ચીરા પડ્યા હોય અને કેમેય મટતા ન હોય તો આ ચીરામાં વડનું દુધ ભરવું.

(૨) શરીરમાં વાયુ વધવાથી અને રુક્ષતાને લઈને પગમાં ચીરા પડે છે. રાળ, ગુગળ, સીંધવ, ગેરુ, ગોળ, ઘી, મીણ અને મધ દરેક ૧૦-૧૦ ગ્રામ લઈ ધીમા તાપે ઉકાળવું. ઠંડુ પડ્યે બરણીમાં ભરી લેવું. સવારે અને રાત્રે ગરમ પાણીથી પગ ધોઈ આ મલમ લગાડી પાટો બાંધી દેવો. પાણીમાં કે કીચડમાં ચાલવું નહીં. બુટ પહેરી રાખવા, વાયુની વૃદ્ધી કરનાર આહાર-વીહારનો ત્યાગ કરવો. ઉપવાસ, એકટાણા, ઉજાગરા કરવા નહીં.

(૩) દીવેલમાં કડવા લીમડાની લીંબોળી નીચોવી, ખુબ હલાવી, એકરસ કરી ચોપડવાથી પગમાં પડેલા ચીરા ઝડપથી મટે છે.

(૪) લીંબુનો રસ, ગુલાબજળ અને દીવેલની એક એક ચમચી લઇ મીકસ કરીને એડી પર રોજ રાતે માલીશ કરો.

(૫) જો એડીઓ વધારે ફાટી ગઇ હોય તો, એક ચમચી ઘી અને મીણને ગરમ કરી રુના પુમડાં દ્વારા એક-એક ટીપું એડીઓની ફાટમાં ટપકાવો. શરૂઆતમાં થોડીક બળતરા થશે. પણ આ અકસીર ઉપાય છે.

(૬) હળદર, તુલસી અને કુવારપાઠાનો લેપ બનાવી એડી પર લગાવવો, બહુ જલદી અસર જોવા મળશે.

(૭) પાકા કેળાને બરાબર મસળી વાઢીયા પડેલ ભાગમાં પંદર મીનીટ મસળવું અને પછી ધોઇ દેવા. કેળામાં રહેલ કેલ્શિયમથી વાઢીયા મટવામાં બહુ મદદ મળે છે.

(૮) દોઢ ચમચી વેસેલીનમાં એક નાની ચમચી બોરીક પાઉડર નાખી,  સારી રીતે મીક્સ કરીને ચીરા પડેલી પાની ઉપર લગાવો. થોડા જ દિવસોમાં પાની પરના ચીરા મટી જશે.

પગની કણી (૧) પગની કણીને કપાસી પણ કહે છે. પગમાં કણી વધ્યા પછી ઘણી ત્રાસદાયક બને છે. કણીને ગરમ પાણીથી બરાબર સાફ કરી સ્વચ્છ બ્લેડ વડે થોડી કાપીને થોરના દુધનાં ચારથી પાંચ ટીપાં કે બાવચીના તેલનાં ટીપાં મુકી પાટો બાંધી દેવો. ચાર દીવસ સુધી આ પાટાને ખોલવો નહીં. ચોથા દીવસે પાટો છોડી ગરમ પાણી વડે સાફ કરી ફરી એ જ પ્રમાણે બાંધી દેવો. દર ચોથા દીવસે એક એવા સાત-આઠ પાટા બાંધવાથી ધીમે ધીમે કણી ઉપર આવી બહાર નીકળી જશે.

(૨) નાહ્યા પછી પગની કણીની ચામડી પોચી પડી જાય ત્યારે નળીયાથી, ઠીકરાથી, લાકડાના ટુકડાથી કે ઈંટથી દસ-પંદર મીનીટ હળવે-હળવે ઘસવાથી કણી મટી જાય છે.

પગની એડીનો દુખાવો (૧) ગરમ પાણીમાં એક-બે ચમચી નમક અથવા બોરીક પાઉડર નાખી તેમાં પગની એડી સવાર-સાંજ રાખી મુકવી. આ પાણીમાં પગ રાખ્યા પછી બંને પગના આગલા પંજાનાં આંગળાં પર શરીરનું બધું વજન મુકી એડીનો ભાગ ધરતીથી નીચો રાખીને ચાલવાની પ્રેક્ટીસ કરવી. પગની એડીનો દુખાવો દુર કરવાનો આ એક સારો ઉપાય છે.

(૨) પગની એડીમાં થતા દુખાવાનું કારણ વા છે. એ માટે નગોડનાં પાન બસો-ત્રણસો ગ્રામ બરાબર ધોઈ નાના નાના ટુકડા કરવા. એને દોઢ ગ્લાસ પાણીમાં ઉકાળવા. પાણી બળીને અડધું થઈ જાય ત્યારે એક કપ તલનું તેલ અને ૮-૧૦ લસણની પીસેલી કળી નાખવી. બધું પાણી ઉડી જાય ત્યાં સુધી ઉકાળવું. તૈયાર થયેલા તેલને કપડાથી ગાળી બોટલમાં ભરી લેવું. રાત્રે સુવાના સમયે સહેજ ગરમ પાણીમાં પગ બોળી રાખવા. ૧૫-૨૦ મીનીટ બાદ કપડાથી પગ લુછી પગની એડી પર તેલનું હળવા હાથે માલીશ કરવું. એકાદ માસ નીયમીત આ પ્રમાણે કરવાથી દુ:ખાવો દુર થશે.

પગની એડીમાં થતી પીડા વાતકંટક નામના રોગમાં એડીનું લાંબું હાડકું અણીની જેમ વધે છે, આથી સહી ન શકાય તેવો દુખાવો થાય છે. એ માટે ઘી, તેલ, મીઠાઈ સંપુર્ણ બંધ કરવાં. રોજ રાતે કે પરોઢીયે એક ચમચી દીવેલમાં જરાક શેકેલી મેથીનું જાડું ચુર્ણ એક એક ચમચી પાણી સાથે લેવું. સવારે અને સાંજે એડીને વસ્ત્રથી ઢાંકી ગરમ કરેલી રેતીની પોટલીથી શેક કરવો. આ ઉપચાર બેત્રણ મહીના સુધી કરવો.

પગમાં થતી કળતર (૧) ડુંગળીનો રસ ૫ ગ્રામ, ગાયનું ઘી ૫૦ ગ્રામ, મધ ૫ ગ્રામ અને આદુનો રસ ૫ ગ્રામ મેળવી પીવાથી રાત્રે થાક લાગીને પગમાં થતી કળતર બંધ થાય છે.

(૨) વધુ પડતું ચાલવાથી કે ઉભા રહેવાથી પગમાં કળતર થતી હોય તો દરરોજ નીયમીત મેથીની ભાજીનું સેવન કરવાથી રાહત થાય છે. કાચી ભાજી વધુ અસરકારક છે, પણ એનું શાક ખાવાથી પણ લાભ થાય છે.

નેત્રમણી

જુલાઇ 24, 2010

નેત્રમણી મોતીયાનો નેત્રમણી કાઢી નાખ્યા પછી એની કોથળીમાં સીલીકોન જેલ મુકવામાં આવે છે. તે આંખની ગરમીથી અનુકુળ આકાર લઈ લે છે અને દુર અને નજીક બંનેમાં જોવામાં મદદરુપ થાય છે. આથી ચશ્માની જરુર પછી રહેતી નથી. સીવાય કે સીલીકોન જેલ યોગ્ય ગુણવત્તાયુક્ત ન હોય, જેના પર ગરમીની જોઈએ તેવી અસર થતી ન હોય.

મારા અનુભવમાં મારી બંને આંખમાં મોતીયાનાં ઑપરેશન કરવામાં આવ્યાં છે, પણ દૃષ્ટી ક્ષમતા બંનેની એક સરખી નથી.

નીલમેહ

જુલાઇ 22, 2010

નીલમેહ એક ચમચી પીપળાના મુળની છાલનો ભુકો એક ગ્લાસ પાણીમાં નાખી ધીમે તાપે ઉકાળવું. જ્યારે એક કપ જેટલું પાણી બાકી રહે ત્યારે ઠંડુ પાડી ગાળીને સવાર-સાંજ તાજો બનાવીને પીવાથી નીલમેહ મટે છે. નીલમેહમાં પેશાબ નીલા રંગનો થાય છે.

નાભી ખસી જાય

જુલાઇ 21, 2010

નાભી ખસી જાય (પેચુટી પડે) (૧) દર્દીને ચત્તો સુવડાવી નાભીની ચારે બાજુ સુકાં આમળાંનો લોટ આદુનો રસ મેળવી બાંધી દેવો. બે કલાક ચત્તો સુવડાવી રાખવો. દીવસમાં બે વાર આ પ્રમાણે કરવું અને મગની દાળની ખીચડી સીવાય કશું ન આપવું. દીવસમાં એકવાર આદુનો રસ આપવો.

(૨) મોગરાના પાંદડાનો રસ દુધમાં મેળવી પીવાથી પીચોટી ખસવાથી ખુબ ઝાડા થઈ ગયા હોય તો તે મટે છે.