દાંત

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

દાંત

દાંતના રોગો (૧) લીંબુના છોતરાં પર થોડું સરસીયાનું તેલ નાખીને દાંત અને પેઢા પર ઘસવાથી દાંત સફેદ અને ચમકદાર થાય છે, પેઢાં મજબુત થાય છે, દરેક પ્રકારનાં જીવાણુંઓનો નાશ થાય છે તથા પાયોરીયા જેવા રોગોથી બચાવ થાય છે. મશીનથી દાંત સાફ કરાવવા હીતકર નથી.

(૨) વડ અને કરંજનું દાતણ કરવાથી દાંત મજબુત રહે છે.

(૩) કેરીના ગોટલામાંથી નીકળતી ગોટલી અનેક રોગોમાં અકસીર દવા જેવું કામ આપે છે. દંત રોગોની તે એક મોટી ઔષધી છે. પાયોરીયા સહીત ઘણાખરા દંત રોગોમાં કેરીની ગોટલીના પાઉડરથી નીયમીત મંજન કરતા રહેવાથી ઝડપી ફરક પડે છે.

(૪) જાંબુની સુકવેલી છાલનો પાઉડર(જે બજારમાં મળે છે) મંજન માફક દીવસમાં બેત્રણ વખત ઘસવાથી દાંત દુખતા હોય, દાંત કે પેઢાંમાંથી લોહી પડતું હોય કે દાંત હાલતા હોય તે બધી સમસ્યા દુર થાય છે.

(૫) પાંચ તોલા કાળા કે સફેદ તલ સવારમાં ખુબ ચાવીને ખાવાથી અને ઉપર થોડું પાણી પીવાથી દાંત મજબુત બને છે અને પાયોરીયા પણ મટી જાય છે.

(૬) તલના તેલનો કોગળો ૧૦-૧૫ મીનીટ મોંમાં રાખવાથી પાયોરીયા મટે છે.

(૭) એરંડાના તાજા દાતણથી કે એરંડાનો રસ દાંતે ઘસવાથી દાંતના રોગો મટે છે.

દાંત ખટાવા  તલના તેલમાં વાટેલું નમક બરાબર મીશ્ર કરી દીવસમાં ત્રણ-ચાર વાર દાંત પર ઘસવાથી ખાટા પદાર્થોથી દાંત ખટાવાની ફરીયાદમાં લાભ થાય છે.

હાલતા દાંત  (૧) જાંબુડીની છાલના ઉકાળાના દીવસમાં બે વાર કોગળા કરવાથી દાંતના પેઢાનો સોજો મટે છે અને હાલતા દાંત મજબુત બને છે.

(૨) માજુફળ, ફટકડી અને સફેદ કાથાનું સમાન ભાગે બનાવેલું કપડછાણ બારીક ચુર્ણ દરરોજ બેત્રણ વખત દાંત પર બરાબર ઘસી ખુબ લાળ પડવા દેવાથી આઠદશ દીવસમાં જ હાલતા દાંતમાં ફેર પડવા લાગે છે. લાંબા સમય સુધી પ્રયોગ જાળવી રાખવાથી દાંત પુરેપુરા મજબુત થઈ જાય છે.

(૩) કોઠાનું શરબત સવાર, બપોર, સાંજ ૧-૧ કપ લેવાથી હાલતા દાંત અને પેઢાં મજબુત થાય છે.

(૪) નીયમીત ભોજન બાદ એક સફરજન ખાવાથી દાંત તથા અવાળુ મજબુત થાય છે.

(૫) બોરસલીના બીજનું બારીક ચુર્ણ સવાર-સાંજ દાંત-પેઢાં પર ઘસી, કોગળા કરી દીવેલ ચોપડવાથી હાલતા દાંત મજબુત થાય છે.

(૬) બોરસલીના મુળની છાલ દુધ સાથે પીવાથી ત્રણ જ દીવસમાં વૃદ્ધના હાલતા દાંત મજબુત બની જાય છે. બોરસલી એની તુરાશથી પેઢાંને નીર્મળ અને મજબુત કરે છે.

()વડની વડવાઈનું દાતણ કરવાથી હાલતા દાંત મજબુત થાય  છે.

(૮) તલનું તેલ આંગળી વડે પેઢા પર ઘસવાથી હાલતા દાંત મજબુત બને છે.

(૯) બોરસલીની છાલના ચુર્ણમાં ફટકડીનું ચુર્ણ મેળવી હાલતા દાંત પર હળવે હાથે ઘસવાથી દાંત મજબુત થાય છે. પેઢામાંથી લોહી નીકળતું હોય તેમાં પણ એનાથી ફાયદો થાય છે.

(૧૦) સવારના પહોરમાં કાળા કે સફેદ તલ ખુબ ચાવીને ખાઈ ઉપર થોડું પાણી પીવાથી દાંત મજબુત બને છે.

(૧૧) વડની વડવાઈનું દાતણ કરવાથી હાલતા દાંત મજબુત થાય છે.

(૧૨) તલનું તેલ આંગળી વડે પેઢા પર ઘસવાથી હાલતા દાંત મજબુત બને છે.

 (૧૩) હાલતો દાંત પડતો ન હોય અને સારો ન થઈ શકે તેમ હોય તો મકાઈના પાનના તાજા રસમાં થોડું ઘી મેળવી હાલતા દાંત પર અને પેઢા પર આસપાસ બધે દીવસમાં ત્રણચાર વાર ચોપડવાથી હાલતો દાંત પડી જાય છે.

દાંતનો દુખાવો (૧) સરગવાનો ગુંદર પોલા દાંતમાં ભરવાથી  દાંતનો દુખાવો મટે છે.

(૨) લવીંગના તેલમાં રુનું પુમડું ભીંજવી પોલી દાઢ પર કે દુખતા દાંત પર દબાવી રાખવાથી દાંતની પીડા મટે છે.

(૩) હીંગને પાણીમાં ઉકાળી કોગળા કરવાથી દંતપીડા મટે છે.

(૪) દાંતના પોલાણમાં હીંગ અથવા અક્કલગરો ભરવાથી દાંતનો દુખાવો મટે છે.

(૫) રાયણમાંથી નીકળતું દુધ દુખતી દાઢ પર લગાવવાથી દાંતનો દુખાવો મટે છે.

 (૬) પોલા થયેલા અને કોહવાઈ ગયેલા દાંતના પોલાણમાં લવીંગ અને કપુર અથવા તજ અને હીંગ વાટી ભેગું કરી ભરી દેવાથી દાંતના દુખાવામાં આરામ મળે છે.

(૭) દાંતમાં લાંબા સમય સુધી પરું ભરાઈ રહે અને સારવાર લેવામાં ન આવે તો મુળીયા પાસે પરુની ગાંઠ થઈ જાય છે. આ પરીસ્થીતીમાં પણ દાંતના મુળની સારવાર અને મુળચ્છેદ ઑપરેશન કરી દાંત બચાવી શકાય છે.

(૮) આંકડાનું મુળ દાંતે ઘસવાથી દાંતની કળતર મટે છે.

(૯) દાંત કે દાંતના પેઢામાં દુખાવો હોય તો ડુંગળીનો એક ટુકડો મોંમાં રાખી મુકવો. દરરોજ ભોજનમાં બંને સમય એક કાચી ડુંગળી ચાવી ચાવીને ખાવામાં આવે તો પણ દાંતની પીડામાંથી મુક્તી મળે છે.

(૧૦) લીમડાની છાલ પાણીમાં ઉકાળી કોગળા કરવાથી દાંતના પેઢામાં થતો દુખાવો મટે છે.

(૧૧) જાયફળના તેલનું પુમડું સડેલા દાંતમાં રાખવાથી દાંતમાં રહેલા બૅક્ટેરીયા દુર થઈ દાંતનો દુખાવો મટે છે.

(૧૨) આખી હીમજ મોંમાં રાખી તેનો રસ દુખતા દાંત પર પથરાતો રહે તેમ કરતા રહેવાથી દાંત દુખતા મટી જાય છે.

(૧૩) હળદર અને મીઠું (નમક) લગાડવાથી દુખતા દાંતમાં લાભ થાય છે.

(૧૪) તજના તેલ કે અર્કનું પુમડું પોલી કે દુ:ખતી દાઢમાં મુકવાથી રાહત મળે છે.

(૧૫) જાયફળના તેલનું પોતું દાંતમાં રાખવાથી દાંતના જીવાણુ મરી જઈ દાંતની પીડા મટે છે.

(૧૬) કપુરની ગોળી, લવીંગ, સરસીયુ તેલ, વડના દુધમાં બોળેલું રુનું પુમડું, ઘીમાં તળેલી હીંગનો ટુકડો એમાંથી કોઈ પણ એક દાઢ નીચે રાખવાથી દર્દમાં આરામ થાય છે.

(૧૭) લીમડાની કુમળી કુંપળોનો ચાર-પાંચ ટીપાં રસ જે દાઢ દુખતી હોય તેની વીરુદ્ધના કાનમાં મુકવાથી દુખતી દાઢ મટે છે.

સફેદ દાંત  (૧) ડુંગળી ખાવાથી દાંત સફેદ દુધ જેવા થાય છે.

(૨) ફટકડીનું ચુર્ણ ઘસવાથી દાંત સફેદ અને ચોખ્ખા થાય છે.

(૩) તલના તેલમાં કપુર અને સીંધવ મેળવી સવાર-સાંજ દાંત પર ઘસવાથી કે કોગળા કરવાથી લાંબા સમય સુધી દાંત મજબુત રહે છે. 

દાંતની છારી  સફરજનનો રસ સોડા સાથે મેળવી દાંતે ઘસવાથી દાંતની છારી દુર થઈ દાંત સ્વચ્છ બને છે.

દાંતની સુરક્ષા  માટે ભોજન પછી અથવા અન્ય કોઈ પણ પદાર્થ ખાધા પછી હુંફાળા પાણીના કોગળા જરુર કરવા. ગરમ વસ્તુ ખાધા પછી ઠંડી વસ્તુ ન ખાવી. પેઢાના રોગીએ ડુંગળી, ખટાશ, લાલ મરચું અને ગળ્યા પદાર્થોનું સેવન ન કરવું.

દાંતનો સડો  (૧) દાંતનો સડો હોય તો વડનું દાતણ કરવું.

(૨) દાંતમાં સડો હોય તો સ્વમુત્રના કોગળા કરવાથી ફાયદો થાય છે.

(૩) તુલસીનાં પાન કાયમ મોંમાં રાખી મુકી ચાવતા રહેવાથી અને એનો રસ ગળતા રહેવાથી દાંતમાં સડો હોય તો તે મટી જાય છે.

દાંતમાંથી લોહી (૧) લીંબુનો રસ આંગળીના ટેરવા પર લઈ દાંતના પેઢા પર મસળવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.

(૨)  મીઠાના પાણીના કોગળા કરવાથી અથવા કાથો કે હળદરનું ચુર્ણ લગાવવાથી પડેલા દાંતનો રક્તસ્રાવ બંધ થાય છે.

(૩) સફરજનનો રસ સોડા સાથે મેળવી દાંતે ઘસવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે, અને દાંતની છારી પણ દુર થાય છે.

(૪) વીટામીન સીદાંતના રોગો સામે રક્ષણ આપે છે. તે આમળામાં પુશ્કળ પ્રમાણમાં હોય છે. આથી પેઢામાંથી લોહી નીકળે તો વીટામીન સીલેવું. વીટામીન ‘સી’ની ગોળી લેવાથી પણ લાભ થાય છે.

(૫) દાંત અને પેઢામાંથી લોહી નીકળતું હોય તો દીવસમાં બે-ચાર વાર સાકર નાખી બનાવેલું લીંબુનું શરબત પીવાથી ફાયદો થાય છે.

(૬) દાંત-પેઢામાંથી લોહી પડતું હોય તો દરરોજ સવારે ઉઠીને તથા સાંજે સુતાં પહેલાં તલના તેલમાં સહેજ હળદર અને કપુરનું ચુર્ણ નાખી દાંત-પેઢા પર માલીશ કરી કોગળા કરવાથી ફરીયાદ દુર થાય છે. 

દંતરક્ષા દરરોજ બંને સમય જમ્યા બાદ અને નાસ્તા વગેરે પછી કોઈ પણ તાજાં ફળ આખાં કે મોટાં સમારીને ખુબ ચાવીને ખાવાં. તાજાં ફળોમાં રહેલ ક્ષાર તત્ત્વો દાંતનું આરોગ્ય સાચવી શકે, દાંત જીવનભર રહે અને દાંતની કોઈ તકલીફ રહેતી નથી.

ટૅગ્સ:

10 Responses to “દાંત”

 1. દીપક Says:

  દાંત વિશે આટલી બધી ઉપયોગી માહિતી આપવા બદલ ખુબ આભાર!

 2. Suresh Says:

  નમસ્તે ગાંડાભાઈ,
  મહેરબાની કરીને ડહાપણ દાઢની પીડા દૂર કરવાના કોઈ ઉપાયો હોઈ તો જણાવશો.

 3. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે સુરેશભાઈ,
  સામાન્ય રીતે મોટી ઉમ્મરે ઉગતી આ દાઢ વખતે મોંમાં પુરતી મોકળાશ ન થઈ હોય તો અમુક સમય સુધી દુખાવો થાય. મારા ખ્યાલ મુજબ એ દુખાવો થોડા સમય પછી મટી જાય છે. પણ એ સમય દરમીયાન રાહત મેળવવા હળદરનું ચુર્ણ એ જગ્યાએ લગાડી શકાય. મેં તો જ્યારે મારે દાંત કઢાવવો પડેલો ત્યારે પણ ડૉક્ટરને ત્યાંથી આવ્યા બાદ એની દવાનું પુમડું કાઢી નાખી હળદર લગાવી હતી, આથી ઘણી ઝડપથી સારું થયું હતું.

 4. Bhaveshbhai, Ahmedabad. Says:

  નમસ્તે ગાંડાભાઈ, Are you in which city ?
  દાંત વિશે આટલી બધી ઉપયોગી માહિતી આપવા બદલ ખુબ આભાર!

 5. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાવેશભાઈ,
  મારા બ્લોગની મુલાકાત લઈ પ્રોત્સાહક કૉમેન્ટ આપવા બદલ હાર્દીક આભાર.
  ભાવેશભાઈ, હું વેલીંગ્ટન, ન્યુઝીલેન્ડના પાટનગરમાં છેલ્લાં ૪૧ વર્ષથી રહું છું. મારી પાસે આયુર્વેદનું કોઈ ક્વોલીફીકેશન નથી, પણ બચપણથી જ વાંચનના શોખથી થોડું શીખ્યો છું. મને યાદ છે મારા કાકા ‘અખંડાનંદ’ માસીક ૧૯૫૦ આસપાસની સાલમાં પણ મંગાવતા અને હું તે વાંચતો. એમાં તે સમયે પણ આયુર્વેદ વીષે લેખો આવતા.

 6. jignesh hadgara Says:

  dant ne sado padi gayo che aeni ilaj karva mate

 7. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે જિજ્ઞેશભાઈ,
  દાંતના સડાના મેં ઉપર ત્રણ ઉપાય જણાવ્યા છે, જે નીચે ફરીથી લખું છું.દાંતનો સડો (૧) દાંતનો સડો હોય તો વડનું દાતણ કરવું.

  (૨) દાંતમાં સડો હોય તો સ્વમુત્રના કોગળા કરવાથી ફાયદો થાય છે.

  (૩) તુલસીનાં પાન કાયમ મોંમાં રાખી મુકી ચાવતા રહેવાથી અને એનો રસ ગળતા રહેવાથી દાંતમાં સડો હોય તો તે મટી જાય છે.
  જો દાંતમાં દુખાવો થતો હોય તો હળદર અને મીઠું (નમક) લગાડવાથી પણ રાહત મળી શકે.

 8. kamal joshi Says:

  દાંત અંબાઇ ગયા હોય તેના ઉપાય માટે શું કરવુ ?

 9. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાઈ કમલ,
  મને યાદ છે દાંત અંબાઈ જતા ત્યારે મારી મા મને જુવારનો રોટલો એકલો જ જે દાંત કે દાંતો અંબાઈ ગયા હોય તેનાથી ચાવવવાનું કહેતી અને સારું થઈ જતું. પણ કોર્બોદીત (કાર્બોહાઈડ્રેટ) આહાર કોઈ પણ ચાવવાથી ફેર પડી શકે, કેમ કે દાંત અંબાવાનું કારણ ખાટા પદાર્થ હોય છે, એટલે કે એસીડ. એસીડને બેઝીક (આલ્કલી) વડે દુર કરી શકાય.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: