નપુંસકતા

નપુંસકતા ૧ ભાગ માલકાંગણી તેલ, ૨ ભાગ ઘી અને ૪ ભાગ મધ મીશ્ર કરી દરરોજ સવાર-સાંજ બબ્બે ચમચા નીયમીત છ માસ સુધી લેવાથી પુરુષોની નપુંસકતા દુર થાય છે. જરુરત મુજબ પ્રયોગ લંબાવી શકાય.

નબળાઈ ખજુર ખાઈ ઉપર ઘી મેળવેલું દુધ પીવાથી ઘા વાગવાથી કે ઘામાંથી પુશ્કળ લોહી વહી જવાથી- લોહી ઘટવાને લીધે આવેલી નબળાઈ દુર થાય છે.

Advertisements

ટૅગ્સ:

4 Responses to “નપુંસકતા”

 1. Abdul Ghaffar Salehmuhammed kodvavi Says:

  i am in karachi pakistan ,i want to know what is MALKANGRIN TEL (oil)is any URDU OR ENGLISH name here no body know gujrati or hindi medicine

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   Dear Abdulbhai,
   I am very pleased to receive your comment and visiting my blog in Gujarati. Thank you very much. In case your computer does not support Gujarati, I am sending PDF file of Gujarati I have written for you.
   Best regards,
   -Gandabhai

   નમસ્તે અબ્દુલભાઈ,
   આપે ગુજરાતીમાં લખેલા મારા બ્લોગની મુલાકાત લીધી તે જાણી આનંદ થયો. હાર્દીક આભાર.

   ગુજરાતીમાં એને માલકાંકણી પણ કહે છે. હીન્દીમાં માલકગુની (मालकगुनी) અને મરાઠીમાં માલકંગુણી (मालकंगुणी) કહે છે. ભગવદ્ગોમંડળમાં એને વીષે આપેલી માહીતી નીચે મુજબ છે: એ એક વેલાવાળી વનસ્પતી છે. એના વેલા લાંબા, પાન સહેજ લાંબાં અને ચળકતાં, ફુલ પીળાશ પડતા લીલા રંગનાં ને સહેજ મધુરી વાસવાળાં હોય છે. એનાં ફળ શ્રાવણ માસમાં પાકે છે. તેમાંથી કેસરીયા રંગનાં બી પોતાની મેળે બહાર દેખાય છે. આ ઔષધી સારક (ઝાડો લાવનાર), કફઘ્ન, વાતહર, ઉષ્ણ અને દીપક છે. તે ઉત્તેજક, દાહક અને જ્ઞાનતંતુને શકતી આપનાર છે. તેનાં જ્યોતિષ્મતી, કટભી, જ્યોતિષ્કા, કંગની, પારાપદી, પણ્યા, લતા, કકુંદની, સ્વર્ણલતા, સુમેધસ, પારાવતાંધ્રિ વગેરે બીજાં નામો છે. (આ નામો સંસ્કૃતમાં હોવાથી મેં ગુજરાતીની સાદી જોડણીમાં લખ્યાં નથી, પણ સંસ્કૃત મુજબ જ લખ્યાં છે.) અંગ્રેજીમાં તેને સ્ટાફ ટ્રી કહે છે. અફીણના વીષ ઉપર માલકાંકણીનાં પાંદડાંનો રસ આપવામાં આવે છે. તાનાં પાંદડાંના રસથી જીભનું જડપણું નાશ પામે છે. વળી એ રસથી સ્ત્રીઓનો નષ્ટ થયેલો આર્તવ ફરીથી આવે છે. ખસ ઉપર તેનું તેલ ચોપડવામાં આવે છે. તેનું તેલ કડવું, વાજીકરણ, અતીશય ઉષ્ણ, અને અગ્નીદીપક છે. તે ઘણું ગરમ હોવાથી સંધીવા ઉપર વપરાય છે.
   -ગાંડાભાઈનાં સ્નેહવંદન.

 2. Abdul Ghaffar Salehmuhammed kodvavi Says:

  Thankyou for your valueable and early reply,
  AAPNO ABHAREE
  ABDUL GHAFFAR

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: