પગની તકલીફ

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

પગની તકલીફ પગના વાઢીયા-ચીરા પગમાં ચીરા પડ્યા હોય તો એના કારણ અનુસાર નીચેના ઉપાય કરી શકાય.

(૧) પગમાં ચીરા પડ્યા હોય અને કેમેય મટતા ન હોય તો આ ચીરામાં વડનું દુધ ભરવું.

(૨) શરીરમાં વાયુ વધવાથી અને રુક્ષતાને લઈને પગમાં ચીરા પડે છે. રાળ, ગુગળ, સીંધવ, ગેરુ, ગોળ, ઘી, મીણ અને મધ દરેક ૧૦-૧૦ ગ્રામ લઈ ધીમા તાપે ઉકાળવું. ઠંડુ પડ્યે બરણીમાં ભરી લેવું. સવારે અને રાત્રે ગરમ પાણીથી પગ ધોઈ આ મલમ લગાડી પાટો બાંધી દેવો. પાણીમાં કે કીચડમાં ચાલવું નહીં. બુટ પહેરી રાખવા, વાયુની વૃદ્ધી કરનાર આહાર-વીહારનો ત્યાગ કરવો. ઉપવાસ, એકટાણા, ઉજાગરા કરવા નહીં.

(૩) દીવેલમાં કડવા લીમડાની લીંબોળી નીચોવી, ખુબ હલાવી, એકરસ કરી ચોપડવાથી પગમાં પડેલા ચીરા ઝડપથી મટે છે.

(૪) લીંબુનો રસ, ગુલાબજળ અને દીવેલની એક એક ચમચી લઇ મીકસ કરીને એડી પર રોજ રાતે માલીશ કરો.

(૫) જો એડીઓ વધારે ફાટી ગઇ હોય તો, એક ચમચી ઘી અને મીણને ગરમ કરી રુના પુમડાં દ્વારા એક-એક ટીપું એડીઓની ફાટમાં ટપકાવો. શરૂઆતમાં થોડીક બળતરા થશે. પણ આ અકસીર ઉપાય છે.

(૬) હળદર, તુલસી અને કુવારપાઠાનો લેપ બનાવી એડી પર લગાવવો, બહુ જલદી અસર જોવા મળશે.

(૭) પાકા કેળાને બરાબર મસળી વાઢીયા પડેલ ભાગમાં પંદર મીનીટ મસળવું અને પછી ધોઇ દેવા. કેળામાં રહેલ કેલ્શિયમથી વાઢીયા મટવામાં બહુ મદદ મળે છે.

(૮) દોઢ ચમચી વેસેલીનમાં એક નાની ચમચી બોરીક પાઉડર નાખી,  સારી રીતે મીક્સ કરીને ચીરા પડેલી પાની ઉપર લગાવો. થોડા જ દિવસોમાં પાની પરના ચીરા મટી જશે.

પગની કણી (૧) પગની કણીને કપાસી પણ કહે છે. પગમાં કણી વધ્યા પછી ઘણી ત્રાસદાયક બને છે. કણીને ગરમ પાણીથી બરાબર સાફ કરી સ્વચ્છ બ્લેડ વડે થોડી કાપીને થોરના દુધનાં ચારથી પાંચ ટીપાં કે બાવચીના તેલનાં ટીપાં મુકી પાટો બાંધી દેવો. ચાર દીવસ સુધી આ પાટાને ખોલવો નહીં. ચોથા દીવસે પાટો છોડી ગરમ પાણી વડે સાફ કરી ફરી એ જ પ્રમાણે બાંધી દેવો. દર ચોથા દીવસે એક એવા સાત-આઠ પાટા બાંધવાથી ધીમે ધીમે કણી ઉપર આવી બહાર નીકળી જશે.

(૨) નાહ્યા પછી પગની કણીની ચામડી પોચી પડી જાય ત્યારે નળીયાથી, ઠીકરાથી, લાકડાના ટુકડાથી કે ઈંટથી દસ-પંદર મીનીટ હળવે-હળવે ઘસવાથી કણી મટી જાય છે.

પગની એડીનો દુખાવો (૧) ગરમ પાણીમાં એક-બે ચમચી નમક અથવા બોરીક પાઉડર નાખી તેમાં પગની એડી સવાર-સાંજ રાખી મુકવી. આ પાણીમાં પગ રાખ્યા પછી બંને પગના આગલા પંજાનાં આંગળાં પર શરીરનું બધું વજન મુકી એડીનો ભાગ ધરતીથી નીચો રાખીને ચાલવાની પ્રેક્ટીસ કરવી. પગની એડીનો દુખાવો દુર કરવાનો આ એક સારો ઉપાય છે.

(૨) પગની એડીમાં થતા દુખાવાનું કારણ વા છે. એ માટે નગોડનાં પાન બસો-ત્રણસો ગ્રામ બરાબર ધોઈ નાના નાના ટુકડા કરવા. એને દોઢ ગ્લાસ પાણીમાં ઉકાળવા. પાણી બળીને અડધું થઈ જાય ત્યારે એક કપ તલનું તેલ અને ૮-૧૦ લસણની પીસેલી કળી નાખવી. બધું પાણી ઉડી જાય ત્યાં સુધી ઉકાળવું. તૈયાર થયેલા તેલને કપડાથી ગાળી બોટલમાં ભરી લેવું. રાત્રે સુવાના સમયે સહેજ ગરમ પાણીમાં પગ બોળી રાખવા. ૧૫-૨૦ મીનીટ બાદ કપડાથી પગ લુછી પગની એડી પર તેલનું હળવા હાથે માલીશ કરવું. એકાદ માસ નીયમીત આ પ્રમાણે કરવાથી દુ:ખાવો દુર થશે.

પગની એડીમાં થતી પીડા વાતકંટક નામના રોગમાં એડીનું લાંબું હાડકું અણીની જેમ વધે છે, આથી સહી ન શકાય તેવો દુખાવો થાય છે. એ માટે ઘી, તેલ, મીઠાઈ સંપુર્ણ બંધ કરવાં. રોજ રાતે કે પરોઢીયે એક ચમચી દીવેલમાં જરાક શેકેલી મેથીનું જાડું ચુર્ણ એક એક ચમચી પાણી સાથે લેવું. સવારે અને સાંજે એડીને વસ્ત્રથી ઢાંકી ગરમ કરેલી રેતીની પોટલીથી શેક કરવો. આ ઉપચાર બેત્રણ મહીના સુધી કરવો.

પગમાં થતી કળતર (૧) ડુંગળીનો રસ ૫ ગ્રામ, ગાયનું ઘી ૫૦ ગ્રામ, મધ ૫ ગ્રામ અને આદુનો રસ ૫ ગ્રામ મેળવી પીવાથી રાત્રે થાક લાગીને પગમાં થતી કળતર બંધ થાય છે.

(૨) વધુ પડતું ચાલવાથી કે ઉભા રહેવાથી પગમાં કળતર થતી હોય તો દરરોજ નીયમીત મેથીની ભાજીનું સેવન કરવાથી રાહત થાય છે. કાચી ભાજી વધુ અસરકારક છે, પણ એનું શાક ખાવાથી પણ લાભ થાય છે.

Advertisements

ટૅગ્સ: , , , , ,

2 Responses to “પગની તકલીફ”

 1. dpk Says:

  mara mom ni age 49 year ni chhe and ene hath ma khabha thi dukhavo niche utre chhe and 2 days ma aakho hath par soja aavi gaya chhe to koi upay batavo

 2. ગાંડાભાઈ વલ્લભ Says:

  તમારાં માતુશ્રીને વાયુની તકલીફ હોય એમ લાગે છે. આ તકલીફમાં પરેજી ખુબ જ અગત્યની છે. વાયુ કરે તેવો આહાર બને તો બીલકુલ ન લેવો, લેવો જ પડે તો પ્રમાણ તદ્દન નજીવું રાખવું. વાયુનાશક ઔષધો પ્રકૃતીને અનુકુળ હોય તે લેવાં અને ઉપચાર કરવા, જેમાં ચાલવાની હળવી કસરતનો પણ સમાવેશ થાય છે. આ અંગેની વધુ વીગતો માટે મારા બ્લોગમાં નીચેની લીન્ક ખોલીને જોઈ શકાશે.
  685. વાતરોગ https://gandabhaivallabh.wordpress.com/2015/12/05/
  686. વાતવ્યાધી http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/02/18/
  687. વાતશુળ http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/02/19/

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: