Archive for ઓગસ્ટ, 2010

બળતરા

ઓગસ્ટ 31, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

બળતરા

 

 (વધુ માટે જુઓ દાહ-બળતરા લીન્ક: https://gandabhaivallabh.wordpress.com/2010/07/04/) (૧) એલચીને આમળાંના રસ કે તેના ચુર્ણ સાથે લેવાથી શરીરની બળતરા મટે છે.

(૨) કાળી દ્રાક્ષ રાત્રે પાણીમાં પલાળી રાખી સવારે મસળી, ગાળી (કુચા કાઢી નાખી), જીરુની ભુકી અને સાકર નાખી પીવાથી પીત્તનો દાહ મટે છે.

(૩) દ્રાક્ષ અને ખડી સાકર એકત્ર કરી સવારે ખાવાથી શરીરમાં થતો દાહ મટે છે.

(૪) કોકમને ચટણીની માફક પીસી, પાણી સાથે મેળવી, ગાળી, સાકર નાખી તેનું શરબત બનાવીને પીવાથી પીત્તનો દાહ મટે છે.

(૫) ગાયની છાસમાં કપડું ભીંજવી તે કપડાનો રોગીને સ્પર્શ કરાવતા રહેવાથી રોગીની બળતરા મટે છે.

(૬) ગાયનું ઘી હાથે-પગે ઘસવાથી હાથે-પગે થતી બળતરા મટે છે.

(૭) શરીરના કોઈ પણ ભાગમાં થતી ભયંકર બળતરામાં દુધમાં તલ વાટીને આછો લેપ કરવાથી ત્વરીત લાભ થાય છે. 

(૮) ચોખાની ધાણી (મમરા) અને ખડી સાકરનો ઉકાળો કરી વારંવાર પીવાથી દાહ-બળતરા મટે છે.

(૯) તાંદળજાનો રસ થોડી સાકર મેળવી પીવાથી હાથપગનાં તળીયાંની બળતરા, પેશાબની બળતરા અને વારંવાર થતો ઉનવા મટે છે.

(૧૦) પાલખના પાનના રસના કોગળા કરવાથી ગળાની બળતરા મટે છે.

(૧૧) રાત્રે પાણીમાં ધાણા પલાળી રાખી સવારે ગાળી, તેમાં ૧૦ ગ્રામ સાકર મેળવી પીવાથી પીત્તજ્વરનો દાહ મટે છે. એનાથી શરીરનો આંતરીક દાહ પણ મટે છે.

(૧૨) ધાણા અને સાકર ખાવાથી પેટમાં થતી બળતરા મટે છે.

(૧૩) ૧-૧ તોલો ધાણા અને જીરુ અધકચરાં ખાંડી ૨૦૦થી ૩૦૦ મી.લી. પાણીમાં રાત્રે પલાળી રાખી સવારે મસળી ગાળી સાકર નાખી ચાર છ દીવસ પીવાથી કોઠાનો દાહ શાંત થાય છે. હાથ-પગની બળતરા પણ દુર થાય છે.

(૧૪) ભુરા કોળાનું ઘીમાં શાક કરીને ખાવાથી અથવા તેનો રસ કાઢી, તેમાં સાકર મેળવી સવાર-સાંજ અર્ધો અર્ધો કપ પીવાથી પુશ્કળ માસીક આવતું હોય, શરીરમાં બળતરા રહેતી હોય અને લોહી ઘટી ગયું હોય તો તેમાં ઉત્તમ ફાયદો કરે છે.

(૧૫) શરીરમાં બળતરા થતી હોય તો વડના દુધમાં સાકર મેળવી લેવાથી પીત્તપ્રકોપ શાંત થાય છે અને આંખ, હાથ-પગનાં તળીયાં, પેશાબ તથા પેટ વગેરેની બળતરા મટે છે. 

(૧૬) સફરજનના ઝાડની ૪ ગ્રામ છાલ અને પાન પીવાના ૨૦૦ ગ્રામ ઉકળતા પાણીમાં નાખી ૧૦-૧૫ મીનીટ સુધી ઢાંકી રાખી ગાળી લઈ, તેમાં એક કકડો લીંબુનો રસ અને ૧૦-૧૫ ગ્રામ સાકર મેળવી પીવાથી બળતરા દુર થાય છે.

(૧૭) પેટ, આંખ, પગનાં તળીયાં, હાથ, મોં મુત્રમાર્ગ કે મળમાર્ગે બળતરા થતી હોય તો પગના તળીયે ગાયનું ઘી ઘસવાથી આરામ થાય છે.

(૧૮) ૧ ચમચી સાકર અને ૧ ચમચી શતાવરી ગાયના ઘીમાં મેળવી સવાર સાંજ ચાટવાથી બળતરામાં આરામ થાય છે. સાથે ૧-૧ ગ્લાસ ગાયનું દુધ પીવું. તીખી, તળેલી, ખાટી અને ખારી ચીજો ખાવી નહીં. શતાવરી ન મળે તો એકલાં ઘી-સાકર ચાટવાં અને ૧ ગ્લાસ નાળીયેર-તરોપાનું પાણી પીવું.

(૧૯) ખજુર પાણીમાં પલાળી રાખી બરાબર પલળી જાય ત્યારે મસળી લઈ અથવા ઠળીયા કાઢી ગ્રાઈન્ડરમાં જ્યુસ જેવું બનાવી પીવું. ખજુર-પાણીનું કોઈ નીશ્ચીત પ્રમાણ નથી. જરુર મુજબ સેવન કરવાથી બળતરા મટે છે.

(૨૦) હથેળી કે/અનેપગના તળીયે  બળતરા થતી હોય તો બોરડીનાં પાન ૪૦ ગ્રામ, એલચી નંગ ચાર અને ૨૦ ગ્રામ સાકરને પાણીમાં વાટી, લસોટી થોડીવાર રહેવા દેવું. ચારેક કલાક બાદ ગાળીને ધીમે ધીમે પીવું.  આ મીશ્રણ ધીમે તાપે ઉકાળી, ઠંડુ પાડી પીવાથી પણ સારી અસર કરે છે. પ્રયોગ થોડા દીવસ સુધી નીયમીત કરવો.

(૨૧) એક ગ્લાસ પાણીમાં એક લીંબુનો રસ નીચોવી થોડી ખાંડ મેળવી પીવાથી પીત્તનો દાહ મટે છે.

(૨૨) એક પાકા લીંબુને ગરમ કરી, રસ કાઢી તેમાં સીંધવ અને ખાંડ મેળવી પીવાથી પીત્તજન્ય ઉલટી મટે છે.

(૨૩) કોઈ પણ રીતે નડતો ન હોય તો પાણીમાં ગોળનો ઘોળ બનાવી, ગાળીને દીવસમાં ચાર-પાંચ વખત અડધો અડધો કપ પીવાથી દાહ મટે છે.

(૨૪) ધાણા-જીરાનું ચુર્ણ ખાંડ સાથે લેવાથી ઍસીડીટીને લીધે ભોજન કર્યા બાદ છાતીમાં બળતરા થતી હોય તો મટે છે.

(૨૫) લુણીની ભાજીનો રસ એક કપ જેટલો પીવાથી શરીરની બળતરા શાંત થાય છે.

(૨૬) શેકેલા જીરુનું ચુર્ણ ૧-૧ ચમચી દીવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી શરીરની બધા જ પ્રકારની બળતરા શાંત થાય છે.

(૨૭) દુધી છીણી માથામાં ભરવાથી માથામાં બળતરા થતી હોય તો તે મટે છે.

(૨૮) આંખે ત્રીફલાનું પાણી છાંટવાથી આંખોની બળતરા શાંત થાય છે.

(૨૯) આમળાનો રસ શરીરે ચોળવાથી અને તેના પાણીથી નાહવાથી શરીરની બળતરા મટે છે.

(૩૦) પીત્તળના પાત્રમાં ૨૦૦ ગ્રામ કોથમીરનો રસ અને ૨૦૦ ગ્રામ તલનું તેલ પાણીનો ભાગ બળી જાય ત્યાં સુધી ઉકાળી તેલ નીતારી લેવું. આ તેલના માલીશથી હથેળી અને પગના તળીયાની બળતરામાં રાહત થાય છે. એનાથી માથાના તથા સાંધાના દુખાવામાં પણ લાભ થાય છે.

(૩૧) દુધી, તરબુચ, કાકડી અને ખરબુજાનાં બીજની મીંજ સાથે ખસખસ સાંજે પાણીમાં પલાળી, સવારે એ પાણી નીતારી પીવાથી હાથે-પગે થતી બળતરા મટે છે. પાણી અને મીંજનું પ્રમાણ પોતાની જરુરીયાત મુજબ નક્કી કરવું.

(૩૨) આંખોમાં, છાતીમાં, પેશાબમાં, પેટમાં, મળમાર્ગમાં, શીશ્નમાં, યોનીમાં, પગના તળીયામાં, હાથની હથેળીમાં, તાળવા પર વગેરે શરીરના કોઈ પણ સ્થાનમાં બળતરા થતી હોય તો એક ચમચી શતાવરી, એક ચમચી ખડી સાકરનો પાઉડર અને એક ચમચી ગાયનું ઘી મીશ્ર કરી સવાર-સાંજ ચાટવાથી બળતરા શાંત થાય છે.

(૩૩) મળ પ્રવૃત્તી વખતે, મુત્ર પ્રવૃત્તી વખતે જો બળતરા થતી હોય અને જો આંખોમાં, તાળવા પર, હથેળી પર, પગના તળીયામાં, પેટમાં, છાતીમાં ક્યાંય પણ આંતરીક બળતરા થતી હોય, તો જેઠીમધ, શતાવરી અને સાકરનું સરખા વજને બનાવેલું ચુર્ણ એક બાટલીમાં ભરી લેવું. આ મીશ્રણમાંથી એક ચમચી જેટલું ચુર્ણ  એક ચમચી ઘી સાથે એક ગ્લાસ દુધમાં નાખી સારી રીતે ઉકાળી ઠંડું પાડી પી જવું. થોડા દીવસ આ ઉપચાર કરવાથી અનેક પ્રકારની આંતરીક બળતરા શાંત થાય છે. આ ઉપચાર વખતે તીખી, ખારી, ખાટી, ઉષ્ણ, તીક્ષ્ણ ચીજો સાવ બંધ કરી દેવી.

બરોળવૃદ્ધી

ઓગસ્ટ 30, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

બરોળવૃદ્ધી

(૧) કુમળાં વેંગણ અંગારામાં શેકી રોજ સવારે નરણા કોઠે ગોળ સાથે ખાવાથી જીર્ણ મૅલેરીયાના તાવથી બરોળ વધી ગઈ હોય અને તેથી શરીર પીળું પડી ગયું હોય તો તેમાં ફાયદો થાય છે.

(૨) ખજુરની ચાર-પાંચ પેશી રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે મસળી તેમાં મધ નાખી સાત દીવસ સુધી પીવાથી બરોળની વૃદ્ધી મટે છે.

(૩) બેથી ચાર ચમચી કારેલાંનો રસ પીવાથી બરોળ વધી ગયેલી હોય તો તે નાની થાય છે.

(૪) કેરીનો રસ અને મધ મેળવીને પીવાથી મેલેરીયા પછી મોટી થઈ ગયેલી બરોળ નાની થઈને પુર્વવત્ બને છે.

(૫) એક મોટી ડુંગળી પર કપડું વીંટી કોલસાની ભરસાડમાં બફાઈ જાય એ રીતે શેકી, તેને રાત રહેવા દઈ સવારે નરણા કોઠે નવસાર અને હળદર ૦.૩૨-૦.૩૨ ગ્રામ (બબ્બે રતી) મેળવી ખાવાથી વધેલી બરોળ મટી જાય છે.

(૬) કાચા પપૈયાનું ૧૦ ગ્રામ દુધ સાકર સાથે મેળવી ત્રણ ભાગ કરી દીવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી બરોળવૃદ્ધી મટે છે.

(૭) લસણ, પીપરીમુળ અને હરડે એકત્ર કરી ખાવાથી અને ઉપર એક ઘુંટડો ગાયનું મુત્ર પીવાથી બરોળની વૃદ્ધી મટે છે.

(૮) સરગવાનો ક્વાથ સીંધવ, મરી અને પીપર મેળવીને પીવાથી બરોળની વૃદ્ધી મટે છે.

(૯) મૅલેરીયા કે બીજા કોઈ પણ કારણથી બરોળ વધી જાય કે બરોળની કોઈ તકલીફ થાય તો શરપંખાના પંચાંગનું અડધી ચમચી ચુર્ણ બે ચમચી મધ સાથે સવાર-સાંજ થોડા દીવસ લેવાથી બરોળના રોગો મટી જાય છે. શરપંખાને મુળ સહીત ઉખેડી, સુકવી, બારીક વસ્ત્રગાળ ચુર્ણ કરવું.

(૧૦) પીપર, પીપરીમુળ, ચવક, ચીત્રક અને સુંઠ દરેક ૧૦-૧૦ ગ્રામ તથા હરડે ૫૦ ગ્રામને ભેગાં વાટી ચટણી જેવું બનાવવું. પછી રાતા રોહીડાની છાલ ૨૫૦ ગ્રામ અને બોર ૨૮૦ ગ્રામ લઈ તેનાથી ચાર ગણા પાણીમાં ચોથા ભાગનું પાણી રહે ત્યાં સુધી ઉકાળી ગાળીને ઉપરોક્ત ચટણી સાથે ૧૬૦ ગ્રામ ઘીમાં નાખી ધીમા તાપે ઘી સીદ્ધ કરવું. સવાર-સાંજ અડધી-અડધી ચમચી જેટલું આ ઘીનું સેવન કરવાથી વધી ગયેલી બરોળ યથાવત થઈ જાય છે.

(૧૧) મેલેરીયા મટી ગયા પછી કેટલાકને બરોળ મોટી થઈ જતી હોય છે. એક કપ પાણીમાં રાત્રે ઠળીયા કાઢેલું ચાર-પાંચ ખજુર પલાળી રાખવું. સવારે તેને એ જ પાણીમાં ખુબ મસળી નાની પા ચમચી શેકેલા કાંચકાનું ચુર્ણ મીશ્ર કરી ખુબ હલાવી પી જવું. છથી આઠ અઠવાડીયાં આ  ઉપચાર કરવાથી બરોળ તેની સામાન્ય અવસ્થામાં આવશે. શરીરમાં ઘટી ગયેલું લોહી અને વજન વધશે, ભુખ સારી લાગશેજુનો મેલેરીયા ઉથલો મારશે નહીં અને શારીરીક શક્તી, બળ, સ્ફુર્તી વધશે અને મળમુત્રાદી શારીરીક ક્રીયાના અવરોધ દુર થઈ જશે.

(૧૨) બરોળના રોગોનું ઉત્તમ ઔષધ છે શરપંખો. શરપંખાના મુળનું ચુર્ણ પાથી અડધી ચમચી જેટલું સવાર-સાંજ પાણી સાથે લેવાથી બરોળના રોગો મટે છે.

(૧૩) એક ઉત્તમ ઔષધનું નામ છે રગતરોહીડો.તેનાં પાન દાડમડીના પાન જેવાં જ હોય છે. શાખાઓને છેડે સુંદર કેસરીયા રંગનાં ફુલો શીયાળામાં આવે છે. રગતરોહીડો એ બરોળની રામબાણ દવા છે. મેલેરીયા કે પછી બીજા કોઈ કારણથી બરોળ બગડી હોય તો હરડેના ઉકાળામાં રગતરોહીડાની છાલના ટુકડા પલાળીને બીજા દીવસે આ ટુકડા સુકવી નાખ્યા પછી બનાવેલું અડધી ચમચી ચુર્ણ સવારે અને રાત્રે લેવાથી બરોળના રોગો, કમળો, લોહી જામી જવું, મસા, કૃમી, પ્રમેહ વગેરે મટે છે.

સ્વાઈન ફ્લ્યુ

ઓગસ્ટ 29, 2010

સ્વાઈન ફ્લ્યુ શરીરની રોગપ્રતીકાર શક્તી વધારવામાં ગળો ઉત્તમ છે.

(૧) લીમડા પર કે આંબા પર ચડેલી ગળોના ત્રણચાર ઈંચના બે-ત્રણ ટુકડા પાણીથી ધોઈને ચાવીને દીવસમાં બે વાર ખાવા. અથવા ફાર્મસીમાં તૈયાર મળતી શંશમનીવટી ત્રણ કે ગળોની ગોળી નંગ ચાર દરરોજ લેવી. જો કે આના પ્રમાણનો આધાર ઉંમર અને પ્રકૃતી પર રહે છે. એટલે કે માફક આવે તેટલા પ્રમાણમાં જ લેવું. ગળો સાથે તુલસીનાં સાતથી નવ પાન પણ જો ચાવીને ખાવામાં આવે તો વધુ લાભ થાય છે. ગળો અને તુલસી મોટા ભાગના રોગોથી બચાવે છે, જેમાં સ્વાઈન ફ્લ્યુનો પણ સમાવેશ થાય છે.

(૨) કડુ, કરીયાતુ, ગળો, વરાહી કંદ અને પારીજાતનાં ફુલ દરેક ૨૦-૨૦ ગ્રામ લઈ ત્રણ ભાગ કરી દીવસમાં ત્રણ વાર ૨૦૦ મીલીલીટર પાણીમાં ઉકાળો કરી પીવાથી સ્વાઈન ફ્લ્યુ સામે રોગપ્રતીકાર શક્તી પ્રાપ્ત થાય છે.

(૩)  શુદ્ધ કપુર ખીસામાં કે રૂમાલમાં કાયમ અને ખાસ કરીને ભીડવાળા વીસ્તારમાં કે હોસ્પીટલમાં જઈએ ત્યારે રાખવાથી ચેપી રોગો સામે રક્ષણ મળે છે.

ફ્લ્યુ

ઓગસ્ટ 29, 2010

ફ્લ્યુ (૧) તજનું તેલ બેથી ત્રણ ટીપાં એક કપ પાણીમાં મેળવી લેવાથી ઈન્ફ્લ્યુએન્ઝામાં ફાયદો થાય છે.

(૨) લસણ, ખાંડ અને સીંધવ સરખા ભાગે મેળવી, ચાટણ કરી, તેમાં બમણું થીજાવેલું ઘી મેળવી ચાટવાથી ફ્લ્યુ મટે છે.

(૩) અડધા કપ કારેલાંના રસમાં એક ચમચી મધ મેળવીને પીવાથી કફજ્વર એટલે કે વાઈરલ ફ્લ્યુ મટે છે.

ફ્રેક્ચર

ઓગસ્ટ 28, 2010

ફ્રેક્ચર લસણને ભાંગેલાં – તુટેલાં હાડકાંને સાંધનાર કહ્યું છે. હાડકું તુટ્યું હોય તો પાટો બાંધ્યા પછી જમતી વખતે પાંચ લસણની કળી દાળ-શાકમાં નાખી સવાર-સાંજ ખાવી-જો તમારી પ્રકૃતીને પ્રતીકુળ ન હોય તો.

ફોડલા

ઓગસ્ટ 27, 2010

ફોડલા અળવીના પાનના દાંડા બાળી તેની રાખ તેલમાં કાલવી ચોપડવાથી ફોડલા મટે છે.

ફાંદ

ઓગસ્ટ 26, 2010

ફાંદ એરંડાના મુળના ટુકડા કરીને મધમાં બોળીને આખી રાત એક વાસણમાં રાખી મુકવું. સવારે તેમાંથી જે પાણી છુટે તે પાણી પીવાથી પેટની ફાંદ ઘટી જાય છે.

પ્રોસ્ટેટ કેન્સર

ઓગસ્ટ 25, 2010

પ્રોસ્ટેટ કેન્સર ૩૫૦ ગ્રામ કાળી દ્રાક્ષ અને ૨૦૦ ગ્રામ શેકેલી મગફળી દરરોજ ખાવાથી પ્રોસ્ટેટ કેન્સરમાં લાભ થાય છે. દ્રાક્ષમાં એન્ટી ઑક્સીડન્ટ અને મગફળીમાં પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે, આથી થયેલા કેન્સરની અસર ઓછી થઈ જાય છે કે આગળ વધતું અટકી જાય છે.

પ્રોસ્ટેટ (અષ્ટીલા-પૌરુષ) ગ્રંથી

ઓગસ્ટ 25, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

પ્રોસ્ટેટ (અષ્ટીલા-પૌરુષ) ગ્રંથી અષ્ટીલા ગ્રંથીનો વીકાર મોટી ઉંમરે જોવામાં આવે છે.  અષ્ટીલા ગ્રંથીને પ્રોસ્ટેટ ગ્લેન્ડ કહેવામાં આવે છે.

અષ્ટીલા ગ્રંથીની વૃદ્ધી એટલે એન્લાર્જમેન્ટ ઑફ પ્રોસ્ટેટ. આમાં પેશાબની હાજત વારંવાર થાય છે. મુત્ર પ્રવૃત્ત થવામાં વાર લાગવી, અને પેશાબ સંતોષ થાય એ પ્રમાણે થતો નથી. પેશાબમાં મંદતા આવે છે, મુશ્કેલી પડે છે. કેટલીક વાર ધાર ધીમી પડી જાય છે. પેશાબ થઈ ગયા પછી પણ એવું લાગે કે હજુ પેશાબ પેડુમાં ભરેલો જ છે.

પ્રોસ્ટેટ જો વધારે પ્રમાણમાં વૃદ્ધી પામી હોય તો પેશાબ બંધ થઈ જાય છે.

પ્રોસ્ટેટની તકલીફવાળા દર્દીઓએ સહન થાય એવા હુંફાળા ગરમ પાણીના મોટા ટબમાં બેસવું. રાત્રે સુતી વખતે બેથી ત્રણ હીમેજ ચાવીને ખાઈ જવી. ચંદ્રપ્રભા વટી, શીલાજીતવટી અને ત્રીફલા ગુગુલવટી દરેક દીવસમાં ત્રણ વખત લેવી. પૌરુષ ગ્રંથીના સોજામાં કે વૃદ્ધીમાં એક ચમચી ગોરખમુંડીના પાઉડરના એક કપ ઉકાળામાં એક ચમચી રસાયન ચુર્ણ ઉમેરી સવાર-સાંજ નીયમીત પીવાથી ઓપરેશન વીના સારું થવાની શક્યતા રહે છે.

પ્રસુતા માટે

ઓગસ્ટ 24, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

પ્રસુતા માટે જે સ્ત્રીઓને પ્રસુતી પછી શરીર તપી જતું હોય, બાળકની જરુરીયાત પુરતું ધાવણ આવતું ન હોય, શરીર કમજોર અને ફીક્કું પડી ગયું હોય, લોહી-માંસ વધતા ન હોય એવી સ્ત્રીઓએ શતાવરી, ગળો, જેઠીમધ અને સાકરનું સમભાગે બનાવેલું અડધી ચમચી ચુર્ણ એક ચમચી ગાયના ઘીમાં મીશ્ર કરીને સવારે, બપોરે અને રાત્રે ચાટવાથી થોડા દીવસોમાં આ બધી તકલીફો શાંત થાય છે. પ્રસુતી પછી શ્વેતપ્રદરની તકલીફ થતી હોય તો એક ચમચી અશ્વગંધા ચુર્ણ અને એક ચમચી સાકર એક ગ્લાસ દુધમાં નાખી ઉકાળી ઠંડું પાડી પીવું.