પુરુષત્વ

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

પુરુષત્વ (૧) ધોળી ડુંગળીનો રસ, મધ, આદુનો રસ અને ઘી ૧૦-૧૦ ગ્રામ લઈ, એકત્ર કરી ૨૧ દીવસ સુધી રોજ સવારે પીવાથી પુરુષત્વ પ્રાપ્ત થાય છે. (૨) ૧ ભાગ મધ, ૨ ભાગ ડુંગળીનો રસ અને દોઢ ભાગ આદુનો રસ સવાર-સાંજ નીયમીત લેવાથી પુરુષત્વ પ્રાપ્ત થાય છે. રસનું પ્રમાણ પોતાની પાચનશક્તી તથા જરુરીયાત મુજબ રાખવું.

Advertisements

ટૅગ્સ:

4 Responses to “પુરુષત્વ”

 1. Dineshgiri Goswami Says:

  આદરણીય વડીલશ્રી,
  નમસ્તે ! આપના બ્લોગનો નિયમિત વાચક છું. આપના જ્ઞાન પ્રસારનો લાભાર્થી અને એ બદલ આભારી પણ છું. લાસ્ટ પોસ્ટ માં મધ અને ઘી નું પ્રમાણ સમ છે, મેં એમ જાણેલું કે તે હંમેશા વિષમ રાખવામાં આવે છે. ફરી આભાર સહ દિનેશગીરી ગોસ્વામી ના વંદન

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે દિનેશભાઈ,
   આપની વાત બીલકુલ સાચી છે. મધ વીષે મારી પોસ્ટમાં પણ મેં આ લખ્યું છે. લીન્ક:

   https://gandabhaivallabh.wordpress.com/2009/08/01/%E0%AA%AE%E0%AA%A7/

   સરતચુકથી આ વખતે આ અગત્યની બાબત રહી જવા પામી છે, તે બલદ દીલગીર છું. મારે એ લખવું જોઈતું હતું કે પોતાની વાત કે કફ પ્રકૃતી અનુસાર મધ અને ઘીનું પ્રમાણ રાખવું. કફ પ્રકૃતી હોય તો મધ બમણું લેવું (૨૦ ગ્રામ) અને વાત પ્રકૃતી હોય તો ઘી બમણું લેવું.

   આ બાબત ધ્યાન પર લાવવા બદલ આપનો ખુબ ખુબ આભાર. આપની પ્રોત્સાહક કૉમેન્ટ બદલ પણ હાર્દીક આભારની લાગણી વ્યક્ત કરું છું.
   -ગાંડાભાઈનાં સ્નેહપુર્વક વંદન

 2. bhagvan variya Says:

  may son is ten years he have a hebit for makewater day nighit and body are very thik and he not take rice he have like spice foodpacket and he like liqid ase water milk butermilk now what do

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે ભગવાનભાઈ,
   મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.
   આપના બાળકની તકલીફના ઉપાયો મારી પાસે નીચે મુજબ છે.
   (૧) કાળા તલ રાત્રે બાળકને ખવડાવવાથી પથારીમાં પેશાબ કરવાની તકલીફ મટે છે.
   (૨) આમળાં અને હળદરનું સમાન ભાગે બનાવેલા ૧-૧ ચમચી ચુર્ણનું મધ સાથે બાળકને દીવસમાં ત્રણ વાર સેવન કરાવવાથી પથારીમાં પેશાબ કરવાની તકલીફ મટે છે.
   (૩) સુકાં આમળાંનું ચુર્ણ ૧૦૦ ગ્રામ અને ૫૦૦ ગ્રામ મધનું મીશ્રણ કરી સવાર-સાંજ ૧-૧ ચમચો બાળકને આપવાથી એની પથારીમાં પેશાબ કરવાની તકલીફ મટે છે.
   (૪) સાંજે પ્રવાહી બને તેટલું ઓછું આપવું અને સાંજના આહારમાં બટાટા આપવા. સાંજે બટાટા ખાવાથી રાત્રે પેશાબ કરવાની તકલીફ મટે છે.
   (૫) સવાર-સાંજ ભોજન પછી બબ્બે પાકાં કેળાં ખાવાથી વધુ પડતો પેશાબ થવાની તકલીફ મટે છે. (છાંટ પડેલાં કેળાં બરાબર પાકેલાં ગણાય.)
   (૬) લોધરની છાલનો ઉકાળો સવાર-સાંજ ૪૦-૪૦ ગ્રામ પીવાથી પથારીમાં પેશાબ કરવાની ટેવ છુટી જાય છે.
   (૭) સાવ નાની ચમચી રાઈનું ચુર્ણ સવાર-સાંજ પાણી સાથે નાનાં બાળકોને આપવાથી તેમની પથારીમાં પેશાબ કરવાની તકલીફ મટી જાય છે. રાઈ ઘણી ગરમ હોવાથી એના ઉપયોગમાં સાવચેતી રાખવી. પીત્તપ્રકૃતી હોય તો આ ઉપાય ન કરવો.
   (૮) એક એક ખજુર ગાયના દુધ સાથે ખુબ ચાવીને સવાર-સાંજ બાળકને ખાવા આપવાથી એની પથારીમાં પેશાબ કરવાની ટેવ દુર થાય છે.
   (૯) સુંઠીજળ પીવાથી વારંવાર પેશાબ થવાની તકલીફ મટે છે. સુંઠીજળ બનાવવાની રીત: પાણીમાં સુંઠની એક ગાંગડી મુકી અર્ધા ભાગનું પાણી રહે ત્યાં સુધી ઉકાળી, ઠારીને ગાળી લેવું. પાણીમાં નીચેના તળીયાના ક્ષારો ન આવે તેમ બીજા વાસણમાં લઈ લેવું. આ ઉપાય પણ તમારા બાળકની પ્રકૃતીને અનુકુળ હોય તો જ કરી શકાય.

   આમાંથી જે ઉપાય તમારા બાળકની પ્રકૃતીને અનુકુળ હોય તે અજમાવી શકાય. એ માટે બાળકની પ્રકૃતી જાણવી ખાસ જરુરી છે.

   એક પ્રકારના વાયુના વ્યાધીથી જેને ક્ષીપ્રમુત્રતા કહે છે, તેનાથી વારંવાર અને પુશ્કળ પ્રમાણમાં પેશાબ થાય છે. આથી તમારા બાળકને પેશાબની તકલીફનું કારણ યોગ્ય વૈદ્ય એને તપાસીને કદાચ કહી શકે. અને તે મુજબ દવા કરવી જોઈએ.

   Thank you.
   Best regards.

   Gandabhai Vallabh
   My blog:gandabhaivallabh.wordpress.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: