પેટના રોગો

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

પેટના રોગો (૧) નાની એલચીનું ચુર્ણ દુધ કે પાણીમાં બરાબર ઉકાળી સાધારણ હુંફાળું દરરોજ સવાર-સાંજ નીયમીત પીવાથી કબજીયાત, ગૅસ, અપચો, ઍસીડીટી વગેરે મટે છે.

(૨) કબજીયાત, અપચો, ગૅસ, મરડો વગેરે પેટની કોઈપણ તકલીફમાં દરરોજ ઓછામાં ઓછું ૨૫૦ ગ્રામ પપૈયાનું સેવન કરવાથી લાભ થાય છે.

(૩) ફુદીનાના તાજા રસનું મધ સાથે સેવન કરવાથી આંતરડાંની ખરાબી અને પેટનાં દર્દો મટે છે.

(૪)  તજ લેવાથી પેટની ચુંક મટે છે.

(૫) છાસમાં જવનો લોટ અને જવખાર મીશ્ર કરી, ગરમ કરીને ઠંડો પડ્યા પછી લેપ કરવાથી પેટની પીડા મટે છે.

(૬) ૫ ગ્રામ ફુદીનાનો રસ, ૫ ગ્રામ આદુનો રસ અને ૧ ગ્રામ સીંધવ મેળવી પીવાથી પેટનું શુળ મટે છે.

(૭) આફરો, ઉબકા, ખાટા ઘચરકા, વાયુના ઓડકાર, મોળ, પેટમાં ચુંક, પચ્યા વગરના ઝાડા વગેરે પેટની તકલીફોમાં સમાન ભાગે મેથી અને સુવાદાણાને અધકચરા ખાંડી તાવડી પર થોડા શેકી અડધીથી પોણી ચમચી ખુબ ચાવીને ખાવાથી રાહત થાય છે.

ફુલી ગયેલું પેટ (૧) પેટ ફુલી ગયું હોય, શરીર સ્થુળ જણાતું હોય તો ૧-૧ ચમચી લીંડીપીપરનું ચુર્ણ સવાર-સાંજ જાડી છાસ સાથે લેવું.

(૨) ૨૫૦ ગ્રામ ઉકળતા પાણીમાં ૧ ગ્રામ લવીંગનું ચુર્ણ નાખી ગરમ ગરમ પાણી દીવસમાં ત્રણેક વખત પીવાથી ધીમે ધીમે ફુલી ગયેલા પેટનો ઘેરાવો ઘટે છે.

પેટનો ગૅસ (૧) લવીંગ પાણીમાં ઉકાળી આઠમા ભાગનું પાણી બાકી રહે ત્યારે ગાળી પીવાથી અગ્નીમાંદ્ય, પેટનો ગૅસ, પેટની ચુંક, અજીર્ણ અને કૉલેરામાં ફાયદો થાય છે.

(૨) લીંબુના રસમાં વરીયાળી પલાળી ધીમે ધીમે ચાવીને નીયમીત ખાવાથી જમ્યા બાદ પેટ ભારે થવાની ફરીયાદ મટે છે.

પેટની ગરમી પેટની ગરમી હોય અને તેને લીધે પાચનતંત્ર પણ બારાબર કામ કરતું ન હોય તો ૧ ગ્લાસ પાણીમાં ૧ ચમચી ગુલાબજળ નાખી હલાવીને દીવસમાં બે વાર પીવાથી લાભ થાય છે.

ટૅગ્સ: , , , , , , , ,

4 Responses to “પેટના રોગો”

 1. sandip Says:

  ma ne kaipan k

 2. sandip Says:

  ma ne kai pan khadha pachi khata ubka aave che.

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે,
   આપના આ એક વાક્યના આધારે કશું કહી ન શકાય, તેમ છતાં આપની પાચનશક્તી નબળી હોય એમ લાગે છે.
   કોઈ પણ ઉપાય એના યોગ્ય જાણકારની મદદથી કરવા જોઈએ. વળી આયુર્વેદમાં આજકાલ બની બેઠેલા ચીકીત્સકોની ભરમાર છે. મારો પોતાનો પણ આ પ્રકારનો અનુભવ છે. મારી પોસ્ટમાં મેં લખ્યું જ છે તેમ હું કોઈ ચીકીત્સક નથી. (આશા છે કે આપે મેં આ અંગે આપેલી લીન્ક ‘એક વીનંતી’ ખોલીને જોઈ હશે.) આપની તકલીફ માટે ભરોસાપાત્ર ચીકીત્સકને મળવું, જે આપની પ્રકૃતીની તેમ જ અન્ય જરુરી વીગતોની (જેમ કે ઉમ્મર, આરોગ્ય વીષેનો ઈતીહાસ, આજ સુધી કરેલા ઉપાયો, તેની અસરો, હાલની શારીરીક સ્થીતી વગેરે વગેરે) પુરેપુરી જાણકારી મેળવી આપને અનુકુળ અને જરુરી ઉપાયો સુચવી શકે. તેમ છતાં આપ આપની જવાબદારી અને જોખમે આપની પ્રકૃતીને અનુકુળ લાગતા હોય અને આપની તકલીફ દુર કરી શકે તેવા ઉપાયો પ્રયોજી શકો. મારો આશય તો આયુર્વેદની મને જે નજીવી માહીતી છે તેની જાણ લોકોને કરવાનો છે, જેથી વધુ ને વધુ લોકો આયુર્વેદનો લાભ લેતા થાય.
   મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.
   -ગાંડાભાઈ વલ્લભનાં સાદર વંદન.

 3. Sonu Says:

  My husband has acid reflux and gas problems.His age is 33 years.We checked up with doctor for acidity and he gave us the medicines.However he still has bloating in stomach due to gas.doctor suggested some gas relief medicine but i feel its not permanent solution.please suggest me something which can cure his gas and acidity problem from root.Thank you

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: