પેશાબ માર્ગે બળતરા

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

પેશાબ માર્ગે બળતરા (૧) ભાતના ઓસામણમાં થોડું દુધ અને થોડી ખાંડ મેળવી રોજ થોડા દીવસ સુધી લેવાથી પેશાબ માર્ગે થતી બળતરા મટી જાય છે. અન્ય આહાર જોડે આ આહાર દરરોજ બંને સમય નીયમીત લેતા રહેવું. મધુપ્રમેહના વ્યાધીમાં પણ મર્યાદીત પ્રમાણમાં સેવન કરી શકાય.

(૨) ઉમરાનું પાન તોડી તેમાંથી નીકળતું દુધ સાકરમાં મેળવી ખાવાથી પેશાબની બળતરા મટે છે.

(૩) એક ડુંગળી છીણી એક ગ્લાસ પાણીમાં અડધું પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી, ગાળીને દીવસમાં ત્રણેક વખત પીવાથી એકાદ અઠવાડીયામાં પેશાબની બળતરા મટે છે. પ્રયોગ વધુ લંબાવવો હોય તો લંબાવી શકાય.

(૪) નાળીયેરના પાણીમાં ગોળ અને ધાણાનું ચુર્ણ મેળવી શરબત જેવું બનાવી પીવાથી પેશાબની બળતરા મટે છે.

(૫) ૪૦ ગ્રામ કાળી દ્રાક્ષ ઠંડા પાણીમાં રાત્રે પલાળી રાખી સવારે મસળી, ગાળી, થોડા જીરુની ભુકી નાખી પીવાથી પેશાબની ગરમી મટે છે.

(૬) કેળનું ૪૦-૫૦ ગ્રામ પાણી ગરમ કરેલા ઘીમાં નાખીને પીવાથી બંધાયેલો પેશાબ તરત જ છુટી જાય છે.

(૭) પેશાબ અટકી અટકીને થવો, વધુ થવો કે બળતરા સાથે થવો વગેરેમાં તલ ખાવાથી લાભ થાય છે.

(૮) પેશાબ ઓછો આવતો હોય, બળતરા સાથે આવતો હોય, અટકી અટકીને આવતો હોય તો વડનાં સુકાં પાંદડાંનો ઉકાળો પીવો.

(૯) અળવીના પાનનો રસ ત્રણ દીવસ પીવાથી પેશાબની બળતરા મટે છે.

(૧૦) એલચીને આમળાંના રસ કે તેના ચુર્ણ સાથે લેવાથી પેશાબની બળતરા મટે છે.

(૧૧) કાકડીના કચુંબરમાં લીંબુનો રસ, થોડું જીરુનું ચુર્ણ અને સાકર નાખી ખાવાથી પેશાબની બળતરા મટે છે.

(૧૨) ચીકુ સાકર સાથે ખાવાથી પેશાબની બળતરા મટે છે.

(૧૩) લીંબુના રસમાં જવખાર મેળવી પીવાથી પેશાબની બળતરા મટે છે.

(૧૪) અતીશય ગરમ પેશાબ પડતો હોય તેમ જ પેશાબ ખુબ વાસ મારતો હોય તો એ દુધ સાથે ચ્યવનપ્રાશ લેવાથી બેએક અઠવાડીયામાં દુર થાય છે.

(૧૫) પીવાના સોડામાં દુધ મેળવી તરત જ પી જવાથી એકદમ પેશાબ થઈ પેશાબે ગરમી હોય તો તે શાંત થાય છે.

ટૅગ્સ:

7 Responses to “પેશાબ માર્ગે બળતરા”

  1. Dilip Gajjar Says:

    Useful information posted on health Thank Gandabhai

    Like

  2. ડૉ. ભરત મકવાણા ‘મિત્ર’ Says:

    સરસ લેખ!
    લેખ ના હાર્દ માં રહેલ વૈજ્ઞાનિક વાત સમજવું તો ઔચિત્ય ભંગ નહી ગણાય!
    પેશાબમાં થતા બેક્ટેરિયા થી ચેપ લાગેછે જે સોજો લાવી બળતર કરેછે.
    અમુક બેક્ટેરિયા એસીડીક વાતાવરણ માં ઉછરેછે, અમુક અલ્કલી વાતાવરણ માં ઉછરે છે.
    હવે એસીડીક વાતાવરણ માં ઉછરતા બેક્ટેરિયા અલ્કલી વાતાવરણ માં મુકાય તો ઉછેર બંધ થાયછે અને મારીજય છે. આથી ઉલટું અલ્કલી વાતાવરણ ના બેક્ટેરિયા માટે.

    હવે પીવાના સોડામાં દુધ મેળવી એ એટલે અલ્કલી વાતાવરણ થયું જે એસીડીક વાતાવરણ માં ઉછરતા બેક્ટેરિયા ને મારી નાખશે
    લીંબુના રસમાં જવખાર મેળવીયે એટલે એસીડીક વાતાવરણ થયું જે અલ્કલી વાતાવરણ માં ઉછરતા બેક્ટેરિયા ને મારી નાખશે!

    ટૂંકમાં ગમેતે એક પ્રયોગ કામ ના આપેતો બીજો કરવો.

    Like

  3. gaurav Says:

    ખરેખર ઉપયોગી છે. ખુબ ખુબ આભાર ગાંડા ભાઈ તેમજ ડો. ભરતભાઈ.

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે ગૌરવભાઈ તથા દિલીપભાઈ (આ પહેલાં એમણે કૉમેન્ટ મુકી છે જેનો પ્રતીભાવ મારાથી કોઈ કારણસર ચુકી જવાયો છે.)
      આપ બન્નેનો મારા બ્લોગની મુલાકાત બદલ તેમ જ પ્રોત્સાહક કૉમેન્ટ બદલ હાર્દીક આભાર.

      Thank you.
      Best regards.

      Gandabhai Vallabh
      My blog:gandabhaivallabh.wordpress.com

      Like

  4. naitik Says:

    saheb mane ghana vakhat ti pilo gadho vas marto peshab thay che ane kem matadvo peshab atki atki ne ave che ilaj batvsho

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે નૈતીકભાઈ,

      મારા બ્લોગની મુલાકાત બદલ આભાર.

      આપે મેં ઉપર બતાવેલા ઉપાયો અને અન્ય કૉમેન્ટની વીગત જોઈ હશે. ફરીથી એને કાળજીપુર્વક જોવા વીનંતી. વળી ડૉ. ભરતભાઈની કૉમેન્ટ ખાસ ધ્યાનમાં લેશો.

      આપે ઉપર દર્શાવેલ ઉપાયો પૈકી કોઈ અજમાવી જોયા છે કે કેમ, વળી આપની પ્રકૃતી વાત, પીત્ત, કફ કે મીશ્રીત કેવા પ્રકારની છે અને આપને શું અનુકુળ આવે કે પ્રતીકુળ તેની માહીતી નથી. આપે કોઈ આરોગ્ય ચીકીત્સકની સલાહ લીધી છે કે કેમ તે પણ કશું જણાવ્યું નથી. જો કોઈ ઉપચાર કર્યા હોય તો એની કેવી અસર થઈ હતી તે જાણવું પણ મહત્ત્વનું છે. આથી યોગ્ય ચીકીત્સકની સલાહ લઈ ઉપચાર કરવા વીનંતી.

      ડૉ ભરતભાઈની કૉમેન્ટ પરથી ખ્યાલ આવશે કે જે આહાર આપણે લઈએ છીએ તેનાથી શરીરમાં એસીડનું પ્રમાણ વધ્યું કે આલ્કલીનું, તે આપ કેવા પ્રકારનો આહાર લો છો તેના પરથી સમજી શકાશે. આથી ઉપાય એ મુજબ કરવો જોઈએ. એટલે કે પહેલાં તો સમસ્યા પેદા થવાનું કારણ જાણવું જરુરી છે. આ બાબત યોગ્ય ચીકીત્સકની રુબરુ મુલાકાતથી સ્પષ્ટ થઈ શકે – સીવાય કે આપની પાસે પોતાનું નીદાન કરવાનું પુરતું જ્ઞાન હોય.

      Thank you.

      Best regards.

      Gandabhai Vallabh-NZ

      My blog:

      https://gandabhaivallabh.wordpress.com/

      Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.