પેશાબ વારંવાર

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

પેશાબ વારંવાર (૧) દરરોજ ભોજનમાં એકાદ વાડકી પાલખનું શાક, સુપ કે રસનું સેવન કરવાથી વારંવાર પેશાબની તકલીફ મટે છે.

(૨) વધુ પડતો અને વારંવાર પેશાબ થતો હોય તો દરરોજ સવાર, બપોર, સાંજ ૧૦૦-૧૦૦ ગ્રામ જેટલું પાઈનેપલ મરી અને સાકરનું ચુર્ણ ભભરાવીને ખાવાથી થોડા જ દીવસોમાં આ ફરીયાદ મટે છે. પ્રયોગ નીયમીત કરવો.

(૩) બહુમુત્રતા એ ડાયાબીટીસનું એક લક્ષણ છે. જો ડાયાબીટીસ ન હોય છતાં બહુમુત્રતા હોય તો દરરોજ સવાર-સાંજ ૧/૪ ચમચી અજમાનું ચુર્ણ, કાળા તલ અને સોપારી જેટલો ગોળ મીશ્ર કરી લેવાથી લાભ થાય છે.

(૪) જાંબુના ઠળીયાની ઉપરની છાલનું ચુર્ણ સવાર-સાંજ એક એક ચમચી પાણી સાથે લેવાથી બહુમુત્રતા મટે છે.

(૫) શીંગોડાનો લોટ, સાકર અને ઘી સમાન ભાગે બરાબર મેળવી દરરોજ સવારે લેવાથી વારંવાર પેશાબ કરવા જવું પડતું નથી. ડાયાબીટીસ ન હોય તેમને માટે આ પ્રયોગ છે.

(૬) ૧-૧ મુઠી શેકેલા ચણા ગોળ સાથે સવાર, બપોર, સાંજ ખાવાથી બહુમુત્રની તકલીફ મટે છે. ડાયાબીટીસની તકલીફ હોય તો ગોળ ન લેવો. ડાયાબીટીસ ન હોય તો ગોળથી કોઈ હાની નથી.

(૭) દીવસમાં ત્રણથી ચાર વખત એક ચમચી ઘીમાં એક નાની ચમચી મરીનું ચુર્ણ મેળવી નીયમીત લેવાથી બહુમુત્રની ફરીયાદ મટે છે.

ટૅગ્સ:

5 Responses to “પેશાબ વારંવાર”

 1. Govind Maru Says:

  ઘન્યવાદ…
  પ્રોસ્ટેટ પર સોજો આવવો અર્થાત પ્રોસ્ટેટને કારણે વારેવારે પેશાબ કરવા જવું પડતું હોય અને આ પેશાબ અટકીને આવતો હોય તે માટે માર્ગદર્શન આપવા વીનંતી છે.

 2. devarshi Says:

  mane train k bus ma betha pache adha kalak ma pesab lage che

  mane diabitish nathi

  aano shu upay chee

  devarshi

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે દેવર્ષિભાઈ,
   મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.
   આપની તકલીફ મારી સમજણની બહાર છે. માફ કરજો, હું ડૉક્ટર કે વૈદ્ય નથી. મને આયુર્વેદમાં રસ હોવાને કારણે મારી જાણમાં આવેલ કેટલીક વીગતો લોકોની જાણ માટે અને આયુર્વેદમાં રસ જાગૃત કરવા મારા બ્લોગ પર મુકું છું. આપે ખરેખર તો આપને યોગ્ય જણાય તેવા ચીકીત્સકની સલાહ લેવી જોઈએ. ઉપાયો માત્ર ચીકીત્સકની દેખરેખ હેઠળ જ કરવા જોઈએ.
   -ગાંડાભાઈનાં સસ્નેહ વંદન.

 3. ramesh Says:

  mane pesab thodo thodo thai chhe mane sugar nathi ramesh bhai

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે રમેશભાઈ,
   મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.
   ભાઈ, આપે આપની બાબતમાં કશી જ માહીતી આપી નથી, આથી કોઈ પણ સલાહ આપી ન શકાય.
   થોડો થોડો પેશાબ થવો કંઈક સીરીયસ પણ હોઈ શકે, આથી આપે આપના ડૉક્ટર કે વૈદ્યની વહેલી તકે સલાહ લેવી જોઈએ, જે આપની સાથે પ્રત્યક્ષ પ્રશ્નોત્તરી કરીને અને જરુરી તપાસ કરીને યોગ્ય સલાહ આપી શકે.

   Thank you.
   Best regards.

   Gandabhai Vallabh
   My blog:gandabhaivallabh.wordpress.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: