પેશાબ વાટે ધાતુ જાય

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

પેશાબ વાટે ધાતુ જાય (૧) એલચી અને શેકેલી હીંગનું ૧/૨ ગ્રામ ચુર્ણ ઘી અને દુધ સાથે લેવાથી પેશાબમાં ધાતુ જતી હોય તો ફાયદો થાય છે.

(૨) પેશાબમાં ધાતુ જતી હોય તો વડના મુળની છાલનો ઉકાળો કરીને પીવો.

(૩) ત્રણ નંગ એલચી અને સાત નંગ તરબુચનાં બીજની મીંજ વાટી એક કપ પાણી અને એક કપ દુધમાં નાખી ખુબ ઉકાળી પાણીનો ભાગ બળી જાય ત્યારે પીવાથી પેશાબ વાટે ધાતુ જવાની ફરીયાદ ધીમે ધીમે મટે છે. પેશાબ બરાબર ન આવતો હોય કે પેશાબ વખતે દાહ-બળતરાની તકલીફ હોય તેમાં પણ આ ઉપચારથી લાભ થાય છે. પ્રયોગ દરરોજ સવાર-સાંજ નીયમીત કરવો.

Advertisements

ટૅગ્સ:

2 Responses to “પેશાબ વાટે ધાતુ જાય”

  1. Dineshgiri Goswami Says:

    આદરણીય વડીલશ્રી ,
    નમસ્તે !! આપની દરેક પોસ્ટ રસથી વાંચું છું, આવા સુંદર કાર્ય બદલ ફરી એક વખત ધન્યવાદ !! ધાતુની સમસ્યા માટે વડ પ્રખ્યાત છે જ . આપે વડ ના દૂધ અને વડવાઈના નાવાન્કુરનો ઉલ્લેખ કેમ ના કર્યો ? એજોસ્પર્મિયા વિષે જાણવાની ઈચ્છા છે , શક્ય હોય તો અપેક્ષા પૂર્ણ કરવા વિનંતી ,
    આભાર સહ દીનેશ્ગીરી ગોસ્વામી ના સ્નેહ વંદન

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      ભાઈશ્રી દીનેશગીરી,
      નમસ્તે.
      ઓઝોસ્પર્મીઆમાં પુરુષના વીર્યમાં વીર્યજંતુઓની સંખ્યા બહુ જ નજીવી હોય છે. આથી બાળક થવાની શક્યતા ઘટી જાય છે. જો વીર્યજંતુનો અભાવ હોય તો કોઈ ઉપાય થઈ શકતો નથી એવો મારો ખ્યાલ છે. પણ થોડા પ્રમાણમાં પણ વીર્યજંતુઓ હોય તો એની સંખ્યા વધારવાના
      ઉપાય તરીકે વડ બહુ ઉપયોગી છે. આપણે ત્યાં કહેવત છે, ‘જે ખાય ટેટા તેને થાય બેટા’.
      વડ વીષે મારી 1 ઑક્ટોબર 2009ની પોસ્ટ જોવા વીનંતી છે. એમાં આપે કહ્યું તે બાબત પણ મેં મુકી છે. એની લીન્ક:
      https://gandabhaivallabh.wordpress.com/tag/વડ/
      અથવા આપ ગુજરાતીમાં ‘વડ’ લખીને googleમાં સર્ચ કરી શકો.
      ગાંડાભાઈનાં વંદન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: