બહુમુત્ર

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

બહુમુત્ર

(જુઓ ‘પેશાબ વારંવાર’ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2010/08/16/)  (૧) અજમો અને તલ એકત્ર કરી, પીસીનેફાકી મારવાથી બહુમુત્ર રોગ મટે છે.

(૨) આદુનો રસ અને ખડી સાકર પાણીમાં નાખી પીવાથી બહુમુત્ર મટે છે.

(૩) આમલીના દસ-બાર કચુકાને પાણીમાં પલાળી રાખી, ઉપરનાં ફોતરાં કાઢી નાખી, સફેદ મીંજ દુધ સાથે વાટી રોજ સવારે પીવાથી સોમરોગ (વધુ પડતો પેશાબ થવાનો રોગ) મટે છે.

(૪) આમળાનું ચુર્ણ સાકર સાથે ખાવાથી બહુમુત્ર મટે છે.

(૫) આમળાના ૨૦ ગ્રામ રસમાં એક પાકું કેળું છુંદીને મેળવી ૫ ગ્રામ સાકર નાખી ખાવાથી સ્ત્રીઓનો બહુમુત્રનો રોગ મટે છે.

(૬) દરરોજ રાત્રે સુવાના એક કલાક અગાઉ ચારેક નંગ ખજુર ચાવીને ખાઈ ઉપર એક કપ દુધ પીવાથી રાતે પેશાબ કરવા ઉઠવું પડતું નથી.

(૭) પાકા અનનાસના નાના નાના કકડા કરી પીપરનું ચુર્ણ ભભરાવી ખાવાથી બહુમુત્રનો રોગ મટે છે.

(૮) પાકા અનનાસની છાલ અને અંદરનો કઠણ ભાગ કાઢી નાખી બાકીના ભાગનો રસ કાઢી, જીરુ, જાયફળ, પીપર અને સંચળની ભુકી તથા સહેજ અંબર નાખી પીવાથી બહુમુત્રનો રોગ મટે છે.

(૯) મેથીની ભાજીનો ૧૦૦ ગ્રામ રસ કાઢી ૧.૫ ગ્રામ કાથો અને ૩ ગ્રામ સાકર મેળવી પીવાથી બહુમુત્રનો રોગ મટે છે. (૧૦) પાકાં કેળાં સારા એવા પ્રમાણમાં ખાવાથી બહુમુત્ર મટે છે.

(૧૧)  વડની છાલનો ઉકાળો દીવસમાં ચાર-પાંચ વાર ૧-૧ ગ્લાસ ભરીને પીવાથી  બહુમુત્રની તકલીફ મટે છે.

(૧૨) એક ચમચો શીંગોડાનો લોટ, એક ચમચો સાકરનું ચુર્ણ અને એક ચમચી ઘી સવારે નરણા કોઠે તથા સાંજે નીયમીત લેતા રહેવાથી બહુમુત્રની ફરીયાદ મટે છે.

(૧૩) વારંવાર પેશાબ માટે જવું પડતું હોય તો રોજ પા(૧/૪) ચમચી અજમાનું ચુર્ણ સોપારી જેટલા ગોળ સાથે સવારે અને રાત્રે ખુબ ચાવીને ખાવું. એનાથી થોડા  દીવસોમાં પેશાબનું પ્રમાણ પુર્વવત્ થઈ જશે. ડાયાબીટીસ હોય તેમણે આ ઉપચાર કરવો નહીં. મોટી ઉંમરના જે બાળકો રાત્રે ઉંઘમાં પથારીમાં પેશાબ કરી જાય છે તેઓએ પણ આ ઉપચાર થોડા દીવસ કરવો જોઈએ. આની સાથે જો કાળા તલ, અજમો અને ગોળ આપવામાં આવે તો જલદી સાજા થઈ જાય છે. જેમને વારંવાર શીળસ નીકળતું હોય તેમને પણ આ ઉપચાર ઉપયોગી થાય છે.

(૧૪) તાજાં પાકાં આમળાંના ચારથી છ ચમચી રસમાં બે ચમચી સાકર અને એક પાકું કેળું છુંદીને મીશ્ર કરી સવાર-સાંજ લેવાથી થોડા દીવસમાં સ્ત્રીઓનો સોમરોગ (વારંવાર પેશાબ) મટે છે.

(૧૫) મુત્રમાર્ગના રોગો મટાડવા માટે સરખા ભાગે ગળો, ગોખરું, આમળાં અને પુનર્નવાનો ભુકો કરી એક ચમચી આ ભુકાનો ઉકાળો સવાર-સાંજ પીવો.

ટૅગ્સ:

2 Responses to “બહુમુત્ર”

 1. Rekha Sindhal Says:

  પ્લીઝ, શિવામ્બુના ફાયદા વિષે થોડી માહિતી આપશો?

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે રેખાબહેન,
   મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર. માફ કરજો બહેન, મારું ઈન્ટરનેટ શુક્રવારથી ચાલતું ન હતું આથી પ્રત્યુત્તરમાં વીલંબ થયો છે.
   શીવામ્બુ ચીકીત્સા વીષે ઈન્ટરનેટ પર બહુ વીસ્તૃત માહીતી મળી શકે છે. એ માટેની લીન્ક:
   http://sites.google.com/site/aarogyam111/oldissuesofholistichealer

   આ બ્લોગ ખાસ માનવમુત્ર વીષે જ છે, આથી એમાંથી આપને જરુરી માહીતી મળી રહેશે. આમ છતાં આપને મારી મદદની જરુર હોય તો ચાળીસેક વર્ષ પહેલાં રાવજીભાઈ મણીભાઈ દ્વારા લખાયેલું પુસ્તક મારી પાસે છે, એમાંથી જે પ્રકારની માહીતીની જરુર હોય તે મારો સંપર્ક કરવાથી મોકલી શકું, પરંતુ કયા પ્રકારની માહીતીમાં આપને રસ છે તે ખાસ જણાવવું જોઈએ, કેમ કે આ બહુ જ બહોળો વીષય છે. મારા પોતાના અનુભવ મુજબ તો શીવામ્બુનો પ્રયોગ બાહ્ય ઉપચારમાં ખુબ જ અકસીર છે. પણ દવા તરીકે પીવામાં મારો અનુભવ લાભદાયક નીવડ્યો નથી. કદાચ મેં યોગ્ય રીતે પ્રયોગ ન પણ કર્યો હોય, એટલે કે જે રીતે ચીકીત્સા કરવી જોઈએ તે રીતે હું કરી શક્યો ન હોઉં એમ બને. બાકી કહેવાય છે કે કોઈ પણ રોગ મુત્રચીકીત્સાથી દુર થઈ શકે છે.

   -ગાંડાભાઈનાં સ્નેહવંદન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: