બ્લડ પ્રેશર

ઉપચારોનિષ્ણાતનુંમાર્ગદર્શનલઈનેકરવા, અહીંઆપવાનોહેતુ માત્રમાહિતીનોછે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

બ્લડ પ્રેશર (૧) તાંબાના વાસણમાં સોનાનો કે ચાંદીનો ૧૦ ગ્રામનો ટુકડો નાખી પાણી અડધું થઈ જાય ત્યાં સુધી ઉકાળો. આ પાણી દીવસમાં બેત્રણ વાર પીવાથી બ્લડપ્રેશર મટે છે.

(૨) નારંગી ખાવાથી લોહીનું ઉંચું દબાણ ઘટે છે.

(૩) લસણ પીસી દુધમાં પીવાથી બ્લડપ્રેશરમાં ફાયદો થાય છે. લસણ બ્લડપ્રેશરની રામબાણ ઔષધી છે.

(૪) લસણ, ફુદીનો, ધાણા, જીરુ, મરી અને સીંધવની ચટણી બનાવી ખાવાથી બ્લડપ્રેશર ઓછું થાય છે.

(૫) બે ચમચી મધમાં એક ચમચી લીંબુનો રસ એકરસ કરી સવાર-સાંજ પીવાથી લોહીનું દબાણ ઓછું થાય છે.

(૬) સર્પગંધાનું બેથી ત્રણ ગ્રામ ચુર્ણ દીવસમાં ત્રણ વાર પાણી સાથે ફાકવાથી લોહીનું દબાણ ઘટે છે.

(૭) ચોખાનું વધુ પ્રમાણમાં સેવન કરવું એ હાઈ બ્લડપ્રેશરનો એક ઉપાય છે. ચોખાનું સેવન અન્ય પ્રકારે હાનીકારક ન હોય તો બીજા કોઈ પણ ખોરાક કરતાં ચોખા વધુ પ્રમાણમાં ખાવા. જે લોકો ચોખા વધુ પ્રમાણમાં લેતા હોય છે તેમને લોહીનું ઉંચું દબાણ ભાગ્યે જ હોય છે.

(૮) જો લોહીનું દબાણ ખુબ વધી જાય તો તેને તાત્કાલીક નીચું લાવવા માટે પથારીમાં નીશ્ચીંત થઈ સુઈ જવું, વીચાર, ભય, ચીંતા છોડી દેવાં, મન શાંત રાખવું અને બરફનો ટુકડો દુંટી પર મુકી રાખવાથી બ્લડપ્રેશર નૉર્મલ થશે.

(૯) શાકાહારીઓને હાઈબ્લડપ્રેશરની સમસ્યા ઓછી રહે છે. શાકાહારીઓ પોટેશીયમ વધુ લેતા હોવાથી બ્લડપ્રેશર નીચું રહેવાથી હૃદયરોગનો હુમલો અને કીડની ફેઈલ થવા જેવી બીમારીનું જોખમ ઓછું રહે છે.

(૧૦) મેથીને ઝીણી દળી દરરોજ સવાર-સાંજ ૧-૧ ચમચી પાણી સાથે નીયમીત લેવાથી લોહીનું ઉંચું દબાણ હોય તો તે સપ્રમાણ જળવાઈ રહે છે.

(૧૧) ગળો, ગોખરું અને આમળાનું સરખા ભાગે બનાવેલ ચુર્ણ રોજ સવાર-સાંજ ૧-૧ ચમચી પાણી સાથે લેવાથી બ્લડપ્રેશર ઓછું થાય છે.

(૧૨) રોજ સવારે સફરજનનો મુરબ્બો ખાવાથી બી.પી. સામાન્ય થઈ જાય છે તથા યાદશક્તી પણ તેજ બને છે.

(૧૩) પાણી કે દુધમાં શુદ્ધ શીલાજીત ઓગાળી પીવાથી બ્લડપ્રેશરનો રોગ થતો નથી અને થયો હોય તો સારો થઈ જાય છે.

(૧૪) સર્પગંધા ૧૦૦ ગ્રામ, પુનર્નવા ૫૦ ગ્રામ, અર્જુન ૫૦ ગ્રામ, ગળો ૫૦ ગ્રામ, આમળાં ૫૦ ગ્રામ, જેઠીમધ ૫૦ ગ્રામ અને શંખપુષ્પી ૫૦ ગ્રામ દરેકના ચુર્ણને બરાબર મીશ્ર કરી એકથી બે ગ્રામ જેટલું દીવસમાં બે કે ત્રણ વખત લેવાથી બ્લડપ્રેશર કાબુમાં રહે છે.

Advertisements

ટૅગ્સ:

6 Responses to “બ્લડ પ્રેશર”

 1. saeedmemon123 Says:

  apna blog ni to wataz kai judi che.!

  Hypertension na babt ma ayurved na aksir nuskha batao athva kai herbal medicin BP ne control kareche .?

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   પ્રીય ભાઈ સૈયદ,
   મારો જન્મ નવેમ્બર ૧૯૩૭માં થયેલો. હું જ્યારે અહીં વેલીંગ્ટન, ન્યુઝીલેન્ડમાં સરકારી ખાતામાં કામ કરતો ત્યારે ૧૯૮૩માં મારું બ્લડપ્રેશર ૧૫૦ એ લોકોએ માપેલું. તે સમયે એમ માનવામાં આવતું કે આપણી ઉંમરમાં ૧૦૦ ઉમેરવાથી જે આંક આવે તેટલું આપણું બ્લડપ્રેશર હોય તો તે સામાન્ય ગણી શકાય. મને એ બરાબર લાગ્યું ન હતું. હવે એ લોકો કહે છે કે સીસ્ટોલીક બ્લડપ્રેશર ૧૪૦થી વધુ હોય તો તે હાઈબ્લડપ્રેશર ગણાય. ૧૯૮૩ના ડીસેમ્બરમાં હું જ્યારે દેશ આવ્યો ત્યારે દીલ્હી-આગ્રા-હરદ્વાર-ઋષીકેશ તરફ ફરવા જવાનું થયેલું તે સમયે એક દીવસ માત્ર પાણી પર રહી પછીના સાત-આઠ દીવસો સુધી શાકભાજી અને ફળો જ લીધાં હતાં. અનાજ લીધું ન હતું. (આબુના ડુંગરા મારાં સંતાનો કરતાં વધુ સ્ફુર્તીથી હું ત્યારે ચડી શકેલો.) આ પછી વેલીંગ્ટન ફેબ્રુઆરી ૧૯૮૪ના અંતમાં આવ્યા બાદ પાંચ દીવસ માત્ર પાણી સાથેના ઉપવાસ કર્યા હતા, અને એ પછીના દસેક દીવસ શાકભાજી અને ફળ પર રહ્યો હતો. ત્યાર બાદ મારું બ્લડપ્રેશર ૧૨૦થી પણ ઓછું થયું હતું. હું પ્રથમથી શાકાહારી છું. એટલે કે ૧૯૭૪માં ન્યુઝીલેન્ડ આવ્યો તે પહેલાંથી. આમ છતાં ઘી-તેલનું પ્રમાણ વધુ હોય તો પણ બ્લડપ્રેશર વધુ રહેવાની શક્યતા ખરી. આથી ખાવામાં ફેરફાર કરવા જોઈએ. આ ઉમરે (૭૩ની નજીક) પણ મારું બ્લડપ્રેશર ૧૩૦ની આસપાસ રહે છે. કોઈ વાર ૧૨૦ જેટલું પણ હોય છે, જે આદર્શ ગણાય છે. અહીં ન્યુઝીલેન્ડમાં એક જ દીવસે દસેક કલાક સુધી ડુંગરામાં સ્પોર્ટ્ક્લબનાં ભાઈ-બહેનો સાથે રખડ્યો છું. એમાં ખાસ મુશ્કેલી આવી નથી.
   બ્લડપ્રેશરના ઉપાયો મેં મારા બ્લોગમાં લખ્યા છે. આમ છતાં જાતે ઉપાયો કરવા બહુ સલાહ ભરેલું ન કહેવાય, એ માટે યોગ્ય ચીકીત્સકની મદદ લેવી જોઈએ. પરંતુ આ સીવાય બીજા લોકોએ લખેલી માહીતી જોવી હોય તો નીચે બે લીન્ક આપી છે.

   http://www.gurjari.net/details/arjun-sajad.html
   http://www.24dunia.com/gujarati-news/shownews/0/હાર્ટને-હેલ્ધી-રાખે-હેલ્ધી-આહાર/3572506

   -ગાંડાભઈનાં સ્નેહવંદન

 2. saeedmemon123 Says:

  Mara Vadil ગાંડાભાઈ વલ્લભ Tamaro Khubh Khubh Abhara.!

  Tame Upar Batawella Upayo Bahuj Saras Che Ane Natural Che.!

  Hypertension Na Babat Ma Vadhu Janwani Icha Haju Che.!

  Atle Mante Ke Aapna Jewa Anubhawi Loko Passej Ayurved Ane Nesargik

  Upachar Karwani Saras Rit Hoy Che.

  Hall Ma Hu Naturopathy Diploma Karuchu Ane Sathe Herbal Course Pan

  Karu Chu.

  Selected Bimario Upar Study Karuch Je Babat Ap Na Blog Ma Ghanu

  Badhu Janwa Malyu.

  Biji pan Mahiti Joyti Che Pan Pachi Janavu Aa Ne

  – Md. Saeed Memon

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   પ્રીય ભાઈશ્રી સૈયદ,

   તમે Naturopathy Diploma કરો છો તે જાણી આનંદ થયો. મારું બ્લડપ્રેશર નોર્મલ થવામાં કુદરતી ઉપચાર કદાચ વધુ કારગત હશે, એમ હું માનું છું. જો કે આયુર્વેદ કે કુદરતી ઉપચાર એ કશાંનું મારી પાસે કોઈ ક્વોલીફીકેશન નથી. માત્ર મારા રસને લીધે પુસ્તકો દ્વારા થોડી જાણકારી છે.
   સુરતમાં બાપાલાલ વૈદ્ય હતા. એમના પુસ્તક આરોગ્ય શતકમાં એમણે લખ્યું છે:
   “આરોગ્ય ખાતાના રાજપ્રધાન શ્રી એન.આર. લશ્કરે આજે રાજ્ય સભામાં જણાવ્યું હતું કે સ્વયંસેવકો ઉપરના અભ્યાસે એ દર્શાવ્યું છે કે દહીં લેવાથી રક્તનું કૉલેસ્ટરોલ સ્તર ઘટી શકે છે. તેમણે શ્રી ઈબ્રાહીમ કલાણીયાને એક લેખીત જવાબમાં જણાવ્યું હતું કે આ પુરાવો એમ સૂચવે છે કે દહીં ખાવાનું લાભપ્રદ છે. પ્રત્યક્ષ પુરાવાથી સિદ્ધ થયું છે કે દહીં હૃદયરોગની બીમારી થતી અટકાવે છે. પ્રધાનશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આફ્રિકાની મસાઈ નામે ઓળખાતી આદિવાસી જાતિમાં હૃદયરોગનું પ્રમાણ ઘણું ઓછું છે. તેઓ ખોરાકમાં મુખ્યત્વે આથેલા દૂધ અને દહીંનો જ ઉપયોગ કરે છે.”

   ભાઈશ્રી, હું એક જ ઈ-ઉવાળી સાદી જોડણી વાપરું છું, પણ અહીં અવતરણમાં આપેલું લખાણ એ પુસ્તક મુજબ સાર્થ જોડણીમાં છે.
   હું ઈચ્છું કે તમે ગુજરાતી ફોન્ટમાં ગુજરાતી લખતા થાઓ. એ અંગે વધુ મદદની જરુર હોય તો સુરતના જાણીતા શીક્ષક ઉત્તમભાઈ ગજ્જરનો સંપર્ક કરી શકો. એમનું ઈમેલ એડ્રેસ: uttamgajjar@gmail.com એમનો સંપર્ક કરવાથી તેઓ તમને ‘સન્ડે ઈમહેફીલ’ નામનું ઈન્ટરનેટ પાક્ષીક પણ મોકલશે. એમાં પણ ગુજરાતી કીબૉર્ડની માહીતી તેઓ આપે છે. અને ગુજરાતીનો કંપ્યુટરમાં ઉપયોગ કરનારાં સહુ ભાઈ-બહેનો ગુજરાતી લખતાં થાય એમ કરવામાં રસ તેઓ ધરાવે છે, અને પ્રોત્સાહન આપે છે.
   -ગાંડાભાઈનાં સ્નેહવંદન

 3. saeedmemon123 Says:

  tamaro khub khub abhar hu jarur Gajjar Bhai Ne Contact Karish.!

  Aam To Hu Selected Bimari Upar Study Karuchu etla mate ke ema Specialization thay sake ane bimar manas ni barobar rite diagnosis
  kari saku.!

  Arthritis
  Hypertension
  Diabetic
  Asthma
  Constipation
  Weight Loss
  Sexology
  Kidney Stone
  Migraine

  atli Bimari Ma mane Rash che Mastery Hasal Karwani che (IA) Hasal Karish

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: